You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારત- વેસ્ટ ઇન્ડીઝ મૅચ : કોહલીએ કહ્યું, 'ઉલટા વાલા ડાલ' અને વેસ્ટ ઇન્ડીઝના કપ્તાન ઝીરો પર આઉટ થયા
અમદાવાદ સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રવિવારે ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે પહેલી વન-ડે રમાઈ હતી.
વિરાટ કોહલીએ કૅપ્ટનશિપ છોડ્યા બાદ ભારતીય ટીમનાં કૅપ્ટન તરીકે રોહિત શર્માની આ પ્રથમ વનડે મૅચ હતી.
જોકે એક ખાસ વાત એ પણ હતી કે આ ભારતની 1000મી વનડે મૅચ હતી.
કૅપ્ટન તરીકે રોહિત શર્માની આ પ્રથમ મૅચમાં ભારતે ખૂબ સરળતાથી વેસ્ટ ઇન્ડીઝને હરાવી દીધું હતું.
પરંતુ સોશિયલ મીડિયા પર એવી ચર્ચા ચાલી રહી હતી કે કૅપ્ટન રોહિત શર્મા જ્યારે મૂંઝાયા તો વિરાટ કોહલી મદદે આવ્યા.
આ મૅચ દરમિયાન બે કિસ્સા એવા બન્યા હતા. જ્યારે, કૅપ્ટન રોહિત શર્મા મૂંઝાઈ ગયા હોય એવું લાગ્યું અને ત્યાર બાદ વિરાટ કોહલીએ સૂઝબૂઝથી નિર્ણય લેવામાં મદદ કરી હતી.
વિરાટ કોહલીની આ સૂઝબૂઝ અને ત્વરિત નિર્ણય લેવાની શક્તિનાં કારણે ભારતને બે વિકેટ મેળવવામાં મદદ મળી હતી.
જ્યારે વિરાટ કોહલીએ યુજવેન્દ્ર ચહલને કહ્યું, 'ઊલટા વાલા ડાલ'
રવિવારે યોજાયેલી મૅચમાં વેસ્ટ ઇન્ડીઝ પ્રથમ બૅટિંગ કરી રહ્યું હતું. મૅચની 20મી ઓવરમાં યુજવેન્દ્ર ચહલે વેસ્ટ ઇન્ડીઝનાં બૅટર નિકોલસ પૂરનને 18 રન પર આઉટ કર્યા હતા. ત્યાર બાદ કૅપ્ટન કિરોન પોલાર્ડ બૅટિંગ કરવા આવ્ચા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કિરોન પોલાર્ડને બૅટિંગ કરવા માટે આવતા જોઈને લેગ સ્લિપ પર ફિલ્ડિંગ કરી રહેલા વિરાટ કોહલીએ યુજવેન્દ્રને કહ્યું હતું કે, 'ઉલટા વાલા ડાલ... બિન્દાસ ડાલ'
વિરાટ કોહલીની આ ટિપ્પણી પછી યુજવેન્દ્રએ પોલાર્ડને પહેલો બૉલ ગૂગલી નાંખ્યો હતો. આ બૉલ પર કિરોન પોલાર્ડ આઉટ થઈ ગયા હતા.
વેસ્ટ ઇન્ડીઝના કૅપ્ટન કિરોન પોલાર્ડને શૂન્ચ રન પર આઉટ કરીને ભારતીય ટીમનું મનોબળ વધ્યું હતું અને ભારતીય ટીમે જે પ્રકારે આ વિકેટની ઉજવણી કરી, તે પણ ચર્ચાનું કેન્દ્ર રહી હતી.
રોહિત શર્મા જ્યારે ડીઆરએસ લેવા માટે મૂંઝાયા
20મી ઓવરમાં કૅપ્ટન કિરોન પોલાર્ડની વિકેટ લેવામાં મદદ કર્યા બાદ 22મી ઓવરમાં પણ વિરાટ કોહલીએ ભારતને અન્ય એક વિકેટ અપાવવામાં મદદ કરી હતી.
22મી ઓવરનાં પાંચમાં બૉલ પર વેસ્ટ ઇન્ડીઝનાં બૅટસમૅન શામરાહ બ્રૂક્સ ડિફેન્ડ કરવા જતા બૉલ તેમના બૅટને અડીને વિકેટકીપર ઋષભ પંતનાં હાથમાં પહોંચ્યો હતો.
અમ્પાયરે બ્રૂક્સને નૉટઆઉટ જાહેર કર્યા હતા. જોકે, કૅપ્ટન, બૉલર અને વિકેટકીપર ત્રણેય ચોક્કસ ન હતા કે બૉલ તેમના બૅટને અડ્યો હતો.
આ મૂંઝવણ વચ્ચે વિરાટ કોહલી ચોક્કસ દેખાતા હતા કે, બૉલ બ્રૂક્સના બૅટને અડ્યો હતો. જેથી તેમણે કૅપ્ટન રોહિત શર્માને રિવ્યૂ લેવા મનાવ્યા હતા.
રિવ્યૂમાં સાબિત થયું હતું કે, બૉલ બૅટને અડ્યો હતો. જ્યાર બાદ અમ્પાયરે પોતાનો નિર્ણય બદલ્યો હતો અને બ્રૂક્સને આઉટ જાહેર કર્યા હતા.
ભારતીય ટીમની શરૂઆત ખૂબ સારી રહી
ભારતીય ક્રિકેટ ટીમે રવિવારે અમદાવાદમાં પોતાની એક હજારમી મૅચ રમી હતી. આ મૅચમાં તેમને શરૂઆતમાં જ વિકેટો મેળવવામાં સફળત મળી હતી.
ત્યાર બાદ યુજવેન્દ્ર ચહલે ત્રણ વિકેટો લેતા વેસ્ટ ઇન્ડીઝે 78 રન પર છ વિકેટો ગુમાવવાનો વારો આવ્યો હતો.
ભારતની આક્રમક બૅટિંગના કારણે વેસ્ટ ઇન્ડીઝ 43.5 ઓવરમાં 176 રન પર આઉટ થઈ ગઈ હતી. જ્યારે ભારતને મળેલો 177 રનનો ટાર્ગેટ ટીમે માત્ર 28 ઓવરમાં પૂરો કરી દીધો હતો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો