સુલ્લી ડીલ્સથી બુલ્લી બાઈ : બેફામ ટ્રોલર્સ વિરુદ્ધ નીડર મહિલાઓ

    • લેેખક, દિવ્યા આર્ય
    • પદ, બીબીસી સંવાદદાતા

‘બુલ્લી બાઈ’ અને ‘સુલ્લી ડીલ્સ’ હરાજીના અનેક મહિના પહેલાંથી જ મુસ્લિમ તથા મહિલા હોવાની બેવડી ઓળખને કારણે સાનિયા સૈયદની સોશિયલ મીડિયા પર સેક્સ્યુઅલ હૅરેસમેન્ટ એટલે કે જાતીય સતામણી શરૂ થઈ હતી, જે છેલ્લા એક વર્ષથી ચાલુ જ છે.

જાન્યુઆરી-2022માં બુલ્લી બાઈ અને જુલાઈ-2021માં સુલ્લી ડીલ્સ નામની ઍપલિકેશન પર સાનિયા સહિતની ડઝનબંધ મુસ્લિમ મહિલાઓની તસવીરોનો મંજૂરી વગર ઉપયોગ કરીને હરાજી કરવામાં આવી હતી. આ મામલે વ્યાપક ટીકા થયા બાદ અત્યાર સુધીમાં ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે.

સાનિયા સૈયદ

ઇમેજ સ્રોત, Saniya Sayed

ઇમેજ કૅપ્શન, સાનિયા સૈયદ

જોકે, સાનિયાની હરાજી તો એ પહેલાં પણ કરવામાં આવી હતી. સાનિયા કહે છે કે, “સુલ્લી-બુલ્લી તો પછી થયું. નવેમ્બર-2020માં કેટલાક સોશિયલ મીડિયા ઍકાઉન્ટ્સે મને ટાર્ગેટ કરી હતી."

"મારા ચહેરાને નગ્ન સ્ત્રીઓના ફોટોગ્રાફ્સ પર મોર્ફ કરીને એ તસવીરો ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવી હતી. મારા જેવા જ નામવાળી મારી પત્રકાર ફ્રૅન્ડના ફોટોગ્રાફ સાથે ટ્વિટર પર પોલ હાથ ધરવામાં આવ્યો હતો અને પૂછવામાં આવ્યું હતું કે તમારા જનાનખાના માટે કઈ સાનિયાને પસંદ કરશો? આ પોલમાં 100 લોકોએ અભિપ્રાય આપ્યો હતો. એ પછી તેઓ ડાયરેક્ટ મૅસેજ ગ્રુપ્સ બનાવીને તેમાં અમારી સાથે યૌન સંબંધ બાંધવા અને ગંદા કામો કરવા વિશે ચર્ચા કરતા હતા."

સાનિયા મુંબઈમાં ટીવી સીરિયલો માટે સ્ક્રીનપ્લે લેખનાર લેખિકા છે.

તેઓ ટ્વિટર પર પોતાનો અભિપ્રાય બેધડક વ્યક્ત કરે છે. તેઓ જણાવે છે કે, "જમણેરી વિચારધારા ધરાવતા લોકો તેમની જાતીય સતામણી કરે છે."

બીબીસી સાથે ટેલિફોનિક વાતચીતમાં તેઓ કહે છે, “હું આ પ્રકારના અત્યંત ગંદા ટ્રોલિંગની અવગણના કરી રહી હતી, પણ કેટલાંક ઍકાઉન્ટ્સ રિપોર્ટ કર્યા પછી તો એ લોકો જાણે કે બદલો લેવાની ભાવના સાથે મારી પાછળ પડી ગયા."

"હું અને સાનિયા ઍકાઉન્ટ્સ રિપોર્ટ કરતા તેમને સસ્પેન્ડ કરવામાં આવતા હતા. જોકે, તેઓ ફરીથી નવા ઍકાઉન્ટ્સ બનાવતાં હતાં. એક વર્ષથી વધારે સમય થઈ ગયો છે, પણ આ સિલસિલો અટકતો જ નથી.”

અવાજ ઉઠાવવાની કિંમત

કુરાતુલૈન રહબર

ઇમેજ સ્રોત, Quratulain Rehbar

ઇમેજ કૅપ્શન, કુરાતુલૈન રહબર

મે-2020માં જે દિવસે પાકિસ્તાનમાં ઈદની ઉજવણી કરવામાં આવી ત્યારે ભારતમાં એક યૂટ્યૂબ ચેનલ પર પાકિસ્તાની મુસ્લિમ મહિલાઓના ફોટોગ્રાફ્સનો ઉપયોગ કરીને તેમની બનાવટી હરાજી કરવામાં આવી હતી. તેમાં એક-બે મહિલાઓને નહીં, પણ એક મોટા સમૂહને નિશાન બનાવવામાં આવ્યો હતો.

સાનિયા કહે છે, "મને યાદ છે કે આપણે ત્યાં એટલે કે ભારતમાં આગલા દિવસે ઈદ હતી અને તહેવાર માટે તૈયાર થઈને પાડેલા ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીશું અને તેનો ઉપયોગ અહીંની મુસ્લિમ મહિલાઓની હરાજી માટે કરવામાં આવશે તો શું થશે, એ વિચારથી અમે ડરેલાં હતાં."

બદલો X કન્ટેન્ટ, 1
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 1

એ યૂટ્યૂબ ચેનલને પણ રિપોર્ટ કરવામાં આવી હતી. ત્યાર બાદ તેને સસ્પેન્ડ કરવામાં આવી હતી, પરંતુ મુસ્લિમ મહિલાઓને નિશાન બનાવવા માટે તેના પછી પણ પ્રયાસો ચાલુ જ રહ્યા હતા.

જુલાઈ-2020માં ‘સુલ્લી ડીલ્સ’ નામની એક ઍપ્લિકેશન બનાવવામાં આવી હતી અને તેમાં સાનિયા તથા તેમની મિત્ર સહિત ડઝનબંધ મુસ્લિમ મહિલાઓની બોલી લગાવવામાં આવી હતી.

અલગ-અલગ પ્રોફેશન સાથે સંકળાયેલી એ મહિલાઓમાં ઘણી એવી મહિલાઓ હતી કે જે સોશિયલ મીડિયા પર પોતાના અભિપ્રાય વ્યક્ત કરતી ન હતી કે તેમને બહુ બધા લોકો ફૉલો પણ કરતા ન હતા.

સાનિયાના જણાવ્યા મુજબ, મુસ્લિમ મહિલા હોવાને કારણે જ તેમને આમાં સામેલ કરવામાં આવ્યાં હતાં.

ઘણા લોકોએ સવાલ કર્યા હતા. એક સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ પરની એક ઍપ મારફતે મુસ્લિમ મહિલાઓની ખોટી હરાજી કરવામાં આવે તો તેનાથી શું ફરક પડે છે?

એ હરાજી વાસ્તવિક ન હતી. તેમાં એ મહિલાઓની અશ્લીલ તસવીરો પણ ન હતી અને કોઈ મહિલાને શારીરિક નુકસાન પણ થયું ન હતું.

એ વિશે આટલી ચર્ચા ન થઈ હોત તો એ ઘટનાની માહિતી પણ મર્યાદિત રહી હોત. તેને મજાક કે બિનજરૂરી ગણીને ટાળી શકાયું ન હોત?

સાનિયા કહે છે, “મૌન રહેવું એ કોઈ વિકલ્પ તો નથી જ. તેથી સ્ત્રીઓએ બોલવાનું શરૂ કર્યું અને કેટલીક પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી.”

line

તપાસમાં વિલંબ શા માટે?

ઇસમત આરા

ઇમેજ સ્રોત, Ismat Araa

ઇમેજ કૅપ્શન, ઇસમત આરા

સાનિયાનાં મિત્ર સાનિયા ઉપરાંત કૉંગ્રેસ પક્ષની સોશિયલ મીડિયા ટીમનાં સંયોજક હસીબા અમીન, પાયલટ હના મોહસિન ખાન અને કવિયત્રી નબિયા ખાને પણ દિલ્હી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

તેમના વિરોધ બાબતે ચુપકિદી છવાયેલી રહી હતી. પોલીસે મહિનાઓ સુધી કોઈ કાર્યવાહી કરી ન હતી. કેન્દ્રનાં મહિલા તથા બાળ વિકાસ પ્રધાન સ્મૃતિ ઈરાનીએ તો આજ સુધી આ વાતને ધ્યાનમાં લીધી નથી.

મેં દિલ્હી પોલીસના જનસંપર્ક અધિકારીને આ વિલંબનું કારણ પૂછ્યું તો તેમણે જણાવ્યું હતું કે સંબંધિત ઍપ ‘ગિટહબ’ નામના એક આંતરરાષ્ટ્રીય પ્લૅટફૉર્મ દ્વારા હોસ્ટ કરવામાં આવતી હોવાને કારણે વિલંબ થયો હતો.

બદલો X કન્ટેન્ટ, 2
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 2

નાયબ પોલીસ વડા ચિન્મોય બિસવાલે કહ્યું હતું કે “આંતરરાષ્ટ્રીય પ્લૅટફૉર્મ અમારી તપાસમાં સંપૂર્ણ સહકાર આપે એ માટે અમારે એસએલએટી નામની એક આંતરરાષ્ટ્રીય ટ્રીટી મારફતે તેમનો સંપર્ક કરવાનો હોય છે, જેથી બધો ડેટા મળી શકે. અમને તેમની પરવાનગી મળી ગઈ છે અને અમે કાર્યવાહી કરી રહ્યા છીએ.”

‘બુલ્લી બાઈ’ના કિસ્સામાં થોડા દિવસોમાં જ કાર્યવાહી અને ‘સુલ્લી ડીલ્સ’ના કિસ્સામાં આટલા લાંબા સમય સુધી આંતરરાષ્ટ્રીય પ્રક્રિયાની સ્પષ્ટતા અપૂરતી લાગે છે. આ માટે બુલ્લી બાઈના કિસ્સામાં થયેલી જોરદાર ટીકાને કારણભૂત ગણી શકાય?

ચિન્મોય બિસવાલ એવું માનતા નથી.

તેમણે કહ્યું હતું કે, “અમે વિરોધ કે સોશિયલ મીડિયા પર થતી ટીકા માટે કામ નથી કરતા. અમારી જવાબદારી ગુનેગાર સુધી પહોંચવાની હોય છે અને અમે એ માટે તમામ પ્રયાસ કરી રહ્યા છીએ."

"કેટલાક કેસમાં અમને સફળતા ઝડપથી મળતી હોય છે અને કેટલાકમાં સમય લાગતો હોય છે. સુલ્લી કેસમાં પણ અમે જલદી આગળ વધીશું એવી આશા છે."

જોકે, કાર્યવાહીની ગતિ ધીમી હોવાને કારણે પરિસ્થિતિ વણસી ગઈ છે.

સાનિયા કહે છે, “કાર્યવાહી ન થતી હોવાને કારણે આ લોકો વધુ બેફામ બની ગયા છે અને હવે અમારી ટાઈમલાઈન પર આવી, અમારા દોસ્તોને ટેગ કરી અને અમને બળાત્કારની ધમકી આપી રહ્યા છે."

સાનિયા ઉમેરે છે, "આવી પરિસ્થિતિમાં તમે શું કરો? થાકીને ચૂપ થઈ જાઓ. તમને વારંવાર જણાવવામાં આવે છે કે તમારી ઓળખને કારણે કેટલાક લોકોને તમારા પ્રત્યે ઘૃણા છે અને તેમની સામે કોઈ પગલાં લેવાતાં નથી."

"તમે બસ પ્રાર્થના કરો છો કે જો આપણે કંઈ નહી બોલીએ તો કદાચ આ બધું બંધ થઈ જશે, પણ કશું અટકતું નથી."

‘તમે જ કંઈક કર્યું હશે’

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, આ પૈકી ઘણી મહિલાઓ તો 60થી વધુ વર્ષની વયનાં છે. તેમ છતાં તેમને જાતીય સતામણી માટે નિશાન બનાવવામાં આવ્યાં હતાં.

બન્ને સાનિયાના ફોટોગ્રાફ્સનો ઉપયોગ જાન્યુઆરી-2022માં સુલ્લી પછી ‘બુલ્લી બાઈ’ ઍપમાં કરવામાં આવ્યો ત્યારે પત્રકાર સાનિયા અહમદે ટ્વીટ કર્યું હતું કે, "સતત બે વર્ષ સુધી સતામણી અને ધમકીઓનો સામનો કર્યા બાદ આખરે મને લાગે છે કે મારો ફોટોગ્રાફ જોઈને મને કોઈ લાગણી થઈ નથી."

"પથ્થર જેવી ઠંડીગાર, ના આઘાત, ના ડર, કશું નહીં. મને કોઈ જ અનુભૂતિ થતી નથી."

આવી જ અનુભૂતિ પત્રકાર કુરાતુલૈન રહબરને કાશ્મીરમાં થઈ હતી.

સુલ્લીની ઘટના પછી અનેક મહિલાઓના ઇન્ટરવ્યૂ કરીને તેમણે એક લેખ લખ્યો હતો. એ પછીની નવી યાદીમાં કુરાતુલૈન રહબરના ફોટોગ્રાફને પણ સામેલ કરવામાં આવ્યો હતો.

ટૅલિફોનિક વાતચીતમાં તેમણે કહ્યું હતું કે, "હું મુસ્લિમ મહિલા જ નહીં, કાશ્મીરી પણ છું. આવી સાયબર હિંસા માટે હું કોની પાસે ન્યાય માગું?"

"વારંવાર મારી ઓળખના દસ્તાવેજ માગતી અને હું પાકિસ્તાન ગઈ હતી કે નહીં તેવા સવાલો પૂછતી અને મારા પરિવાર તથા પાડોશીઓને મારા વિશે પૂછપરછ કરતી પોલીસ પાસે હું જઈ શકું એવું મને નથી લાગતું."

કાશ્મીરમાં મહિલા પત્રકારોની સંખ્યા બહુ ઓછી છે અને જોખમોને ધ્યાનમાં લઈને અનેક પરિવારો તેમની દીકરીઓને પત્રકારત્વ ક્ષેત્રે મોકલવા રાજી નથી.

વીડિયો કૅપ્શન, લિંગભેદ સામે તેલંગાણાની કિશોરીઓએ ઉઠાવ્યો અવાજ INSPIRE

આ સંજોગોમાં જાતીય સતામણીની વાત કરવી વધારે મુશકેલ બની જાય છે.

કુરાતુલૈને કહ્યું હતું કે, "પહેલાં તો હું મારી જાતને સવાલ કરવા લાગી હતી કે મેં એવું તો શું કર્યું કે આવી ઍપ પર મારો ફોટોગ્રાફ આવ્યો. વળી લોકો પણ અમને મહિલાઓને કહે છે કે, તમે જ કંઈક કર્યું હશે.”

કુરાતુલૈનને પત્રકાર સંઘો તથા સંગઠનોનો સધિયારો મળ્યો હતો.

નેટવર્ક ફૉર વુમેન ઇન મીડિયા – ઇન્ડિયા, જર્નલિસ્ટ ફૅડરેશન ઑફ કાશ્મીર અને રિપોર્ટર્સ વિધાઉટ બૉર્ડર્સે તે ઍપની ટીકા કરી હતી તથા તેની સામે કાર્યવાહીની માગણી કરતા નિવેદનો બહાર પાડ્યાં હતાં.

એ નિવેદનોના પગલે અનેક મુસ્લિમ મહિલાઓને બળ મળ્યું હતું. ‘બુલ્લી બાઈ’ હરાજીમાં સાનિયા જેવી અનેક મહિલાઓ હતી, જેમના ફોટોગ્રાફ્સનો ઉપયોગ ‘સુલ્લી ડીલ્સ’ ઍપ માટે પણ કરવામાં આવ્યો હતો. તેમાં કેટલાંક નામ નવાં હતાં અને એ મહિલાઓ આગળ આવીને વિરોધ માટે તૈયાર હતી.

તેમાં વિખ્યાત રેડિયો જૉકી સાયમા, પત્રકાર-લેખિકા રાણા અય્યૂબ, ઇતિહાસકાર રાણા સફવી અને સામાજિક કાર્યકર ખાલિદા પરવીનનો સમાવેશ થતો હતો.

આ પૈકી ઘણી મહિલાઓ તો 60થી વધુ વર્ષની વયનાં છે. તેમ છતાં તેમને જાતીય સતામણી માટે નિશાન બનાવવામાં આવ્યાં હતાં.

નલાન નિવેદન, ફલાન હિંસા

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સાયબર-બુલિઇંગ અને ધર્મના આધારે નિશાન બનાવવાની આ ફરિયાદો પાછળ એવો ડર છે કે ઇન્ટરનેટ પર આપવામાં આવતી ધમકીઓ રસ્તા પર આવીને હિંસાનું સ્વરૂપ પણ ધારણ કરી શકે છે.

‘બુલ્લી બાઈ’ની લિસ્ટમાં સમાવિષ્ટ પત્રકાર ઇસ્મત આરા એવી મહિલાઓ પૈકીનાં એક છે કે જેમણે ટ્વિટર પર આ સંબંધે લખવાનું શરૂ કર્યું હતું અને પછી દિલ્હી પોલીસમાં ફરિયાદ કરી હતી.

ઇસ્મત આરાએ કહ્યું હતું કે, “એ સામૂહિક ગુસ્સો હતો, જે ઉભરાયો હતો. 60-70 વર્ષની વૃદ્ધ મહિલાઓ પણ એ જમણેરી ટ્રોલ્સના નિશાન પર છે."

"તેથી આપણે વિરોધ નહીં કરીએ તો તે સામાન્ય બાબત બની જશે. ઘરની બહાર નીકળીને પત્રકારત્વ કરવાનું વધારે મુશ્કેલ બની જશે.”

સાયબર-બુલિઇંગ અને ધર્મના આધારે નિશાન બનાવવાની આ ફરિયાદો પાછળ એવો ડર છે કે ઇન્ટરનેટ પર આપવામાં આવતી ધમકીઓ રસ્તા પર આવીને હિંસાનું સ્વરૂપ પણ ધારણ કરી શકે છે.

મુંબઈનાં સાનિયા સૈયદ આ સંદર્ભે યતિ નરસિંહાનંદના તાજેતરના એક નિવેદનનું ઉદાહરણ આપે છે. યતિ નરસિંહાનંદે નિવેદનમાં કહ્યું હતું કે “મુસ્લિમ મહિલાઓ ઇસ્લામની સેવા માટે કોઈની પણ નીચે સૂઈ જાય છે.”

જામિયા મિલિયા ઇસ્લામિયામાં ગોળીબાર કરી ચૂકેલા રામભક્ત ગોપાલે મુસ્લિમ મહિલાઓનું અપહરણ કરવાનું આહ્વાન એક હિન્દુ મહાપંચાયતમાં કર્યું હતું.

રામભક્ત ગોપાલની વૈમનસ્ય ફેલાવવાનાં આરોપસર ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ એક મહિનામાં જ જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા.

સાનિયા સૈયદ કહે છે કે, “આવા નફરતભર્યાં નિવેદનો આપતા લોકો સમાજમાં ખુલ્લેઆમ ફરતા રહેશે ત્યાં સુધી ઑનલાઇન દુનિયામાં મુસ્લિમ મહિલાઓની સતામણી કરતા લોકોને પીઠબળ મળતું રહેશે.”

બદલો X કન્ટેન્ટ, 3
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 3

ઇસ્મતે તેમની ફરિયાદમાં "મુસ્લિમ સ્ત્રીઓ વિરુદ્ધના ષડયંત્ર" એવી શબ્દાવલીનો ઉપયોગ કર્યો છે.

બીબીસી સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, "એક-બે મુસ્લિમ મહિલાઓને નિશાન બનાવતા લોકોએ હવે એક વ્યવસ્થિત ષડયંત્રના ભાગ રૂપે મુસ્લિમ મહિલાઓનું લિસ્ટ બનાવીને નામોની પસંદગી શરૂ કરી દીધી છે. આ કૃત્યને અપરાધ ગણવામાં આવે એ જરૂરી છે."

એક પછી એક એમ અનેક મહિલાઓએ ટ્વિટર પર લખવાનું શરૂ કર્યું હતું. એ મહિલાઓ એકબીજાને જાણતી હતી અને અરસપરસથી હિંમત મેળવી રહી હતી.

જોકે, બન્ને યાદીમાંથી કેટલાંક નામ જ બહાર આવ્યાં છે. અનેક મહિલાઓએ મને જણાવ્યું હતું કે ઍપ્સ પર 15-16 વર્ષની છોકરીઓના ફોટોગ્રાફ્સ પણ પોસ્ટ કરવામાં આવ્યા છે. અલબત, એ છોકરીઓએ વિરોધ ન કર્યો હોવાને કારણે તેની પુષ્ટિ કરવી મુશકેલ છે.

ધરપકડનો દૌર

વીડિયો કૅપ્શન, બાળકોએ માતાનાં લગ્ન કરાવ્યાં, લગ્ન અને પ્રેમની અનોખી કહાણી

ડર, હતાશા અને ગુસ્સાનાં આ માહોલમાં ‘બુલ્લી બાઈ’ ઍપની ઘટના બાદ મુસ્લિમ સ્ત્રીઓએ જાહેર વિરોધ કર્યો અને મુંબઈ પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી એટલે આખરે ધરપકડનો દૌર પણ શરૂ થયો હતો.

મુંબઈ પોલીસે 18થી 21 વર્ષની વયના ત્રણ લોકોની ધરપકડ કરી હતી. એ પછી દિલ્હી પોલીસે પણ આસામમાંથી એક વ્યક્તિની ધરપકડ કરી હતી અને તેને આ ષડયંત્રનો માસ્ટરમાઇન્ડ ગણાવ્યો છે. આ બધાની ધરપકડ બુલ્લી બાઈ ઍપ પ્રકરણમાં કરવામાં આવી છે.

શિવસેનાનાં સંસદસભ્ય પ્રિયંકા ચતુર્વેદીએ પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો. કૉંગ્રેસની સોશિયલ મીડિયા ટીમનાં સંયોજક હસીબા અમીને સુલ્લી ઍપ પ્રકરણ વખતે દિલ્હી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

બીબીસી સાથે વાત કરતાં હસીબાએ કહ્યું હતું કે, “આવું કામ કરતા લોકોને રોકવાની રાજકીય ઈચ્છાશક્તિ જ નથી, અન્યથા આ લોકોની ધરપકડ સૌપ્રથમ ઘટના વખતે જ થઈ શકી હોત. હરાજીની પ્રક્રિયા તમને એક એવી ચીજ બનાવી દે છે, જેની વહેંચણી પુરુષો અંદરોઅંદર કરે છે. અમારા સ્ક્રીનશોટ્સ આજે પણ સોશિયલ મીડિયા પર છે અને એ અમે વસ્તુ હોવાનો અહેસાસ કરાવતા રહે છે.”

મુંબઈ પોલીસ શિવસેના સરકારની અને દિલ્હી પોલીસ કેન્દ્રની ભાજપા સરકારની દોરવણી હેઠળ કામ કરતી હોવા સંદર્ભે ઉઠતા સવાલો મેં દિલ્હી પોલીસના જનસંપર્ક અધિકારી સમક્ષ રજૂ કર્યા હતા.

ચિન્મોય બિસવાલે કહ્યું હતું કે, "રાજકીય ઇચ્છાશક્તિનો આક્ષેપ પાયાવિહોણો છે. છ મહિનામાં સત્તા પરિવર્તન થયું નથી. અમે બુલ્લી બાઈ પ્રકરણમાં માસ્ટરમાઇન્ડની ધરપકડ કરી છે."

"જેઓ આજે અમારી ટીકા કરી રહ્યા છે, તેઓ આવતીકાલે અમારા વખાણ કરશે."

સુલ્લીની યાદીમાં સામેલ નબિયા ખાનના જણાવ્યા મુજબ, "તેમણે ફરિયાદ કર્યાના પાંચ મહિના પછી પણ દિલ્હી પોલીસે એફઆઈઆરની કૉપી તેમને આપી નથી."

સાનિયા સૈયદના જણાવ્યા મુજબ, કોઈ કાર્યવાહી ન થતી હોવાને કારણે સુલ્લી પ્રકરણ પછી અનેક મુસ્લિમ મહિલાઓએ ટ્વિટર છોડી દીધું છે.

કોલંબિયા યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા ભૂતપૂર્વ પત્રકાર હિબા બેગનાં ફોટોગ્રાફનો ઉપયોગ પણ બન્ને લિલામમાં કરવામાં આવ્યો હતો.

તેમણે જણાવ્યું હતું કે, "સુલ્લી પ્રકરણ પછી હવે તેઓ સક્રિય નથી. તેઓ ખુદને સેન્સર કરે છે. તેમ છતાં બુલ્લી બાઈમાં ફોટોગ્રાફ પ્રગટ થયા પછી તેઓ વધારે અસલામતી અનુભવે છે."

બદલો X કન્ટેન્ટ, 4
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 4

મીડિયા રિપોર્ટ્સમાં જણાવ્યા મુજબ, "ત્રણ લોકોની ધરપકડ પછી પણ એક ટ્વિટર હૅન્ડલે હરાજીમાં પોતાનો હાથ હોવાનો દાવો કરવાની સાથે એવું પણ જણાવ્યું છે કે જે લોકોની ધરપકડ કરાઈ છે, તે નિર્દોષ છે."

સાનિયા અહમદે ટ્વીટ કરી હતી કે તે ટ્વિટર હેન્ડલ ફરીથી તેમની સતામણી કરી રહ્યું છે અને “બુલ્લી બાઈ 2.0” ની ધમકી આપી રહ્યું છે.

સાનિયા સૈયદ કહે છે, “તેમની સામે કોઈ કાર્યવાહી ન થવાની અને સરળતાથી મુક્ત થવાની આ લોકોને ખબર છે. પછી મુસ્લિમ સ્ત્રી હોવાને કારણે અમને નિશાન બનાવવામાં આવશે. દેશમાં જે માહોલ છે તેના સંદર્ભમાં કેટલાક મહિના પછી વધુ એક હરાજીનાં સમાચાર આવશે તો નવાઈ નહીં!”

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો