You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સુનંદા પુષ્કર મૃત્યુ કેસમાં શશી થરૂર નિર્દોષ
પત્ની સુનંદા પુષ્કરના મૃત્યુ કેસમાં દિલ્હીની અદાલતે કૉંગ્રેસ નેતા શશી થરૂરને આરોપમુક્ત કર્યાં છે.
સુનંદા પુષ્કર 2014માં એક ફાઇવ સ્ટાર હોટલમાં મૃત હાલતમાં મળી આવ્યાં હતાં. પ્રાથમિક તપાસમાં પોલીસે આત્મહત્યાનો ગુનો નોંધ્યો હતો અને પછીથી એમની હત્યા થઈ હોવાનું પણ કહ્યું હતું. જોકે, પોલીસે કોઈ શકમંદ જાહેર કર્યો ન હતો.
2018માં પોલીસે શશી થરૂર સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો હતો. જોકે, દિલ્હીની અદાલતે શશી થરૂરને એ આરોપમાં નિર્દોષ જાહેર કર્યાં છે.
પોલીસે જે આરોપ મૂક્યા હતા તે તમામનો શશી થરૂરે ઇનકાર કર્યો હતો.
દિલ્હીની અદાલતનાં સ્પેશિયલ જજ ગીતાંજલિ ગોયલે એ આ ચુકાદો આપ્યો છે.
ચુકાદા બાદ શશી થરૂરે અદાલતને કહ્યું, કે, આ સાડાં સાત વર્ષ ખરેખર તો ટોર્ચર હતાં.
સાંસદ અને કૉંગ્રેસ નેતા શશી થરૂરે 2010માં દુબઈનાં બિઝનેસવુમન સુનંદા પુષ્કર સાથે લગ્ન કર્યાં હતાં.
મૃત્યુ અગાઉ શશી થરૂરના કથિત પાકિસ્તાની પત્રકાર સાથેના સંબંધોને લઈને વિવાદ પણ થયો હતો. જોકે, એ પછી શશી થરૂર અને સુનંદા પુષ્કરે અનઅધિકૃત ટ્વિટ્સને ફગાવી દીધી હતી અને તેમનુ દાંપત્યજીવન ખુશમિજાજ હોવાનું કહ્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભાજપના નેતા સુબ્રમણય્ન સ્વામીએ અદાલતમાં અરજી કરી સુનંદા પુષ્કરનાં મૃત્યુ મામેલ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની તપાસની માગ કરી હતી.
ઉલ્લેખનીય છે કે સુનંદા પુષ્કરનું મૃત્યુ કેવી રીતે થયું તે હજી સ્પષ્ટ નથી, આ મામલે ડ્રગ્સ ઑવરડોઝ, આત્મહત્યા અને ઈજા જેવી અને અલગ અલગ થિયરી છે.
રાજકીય આરોપો
સુનંદાના મૃત્યુના કેસને લઈને ભાજપે અનેક વાર શશી થરૂર પર અને કૉંગ્રેસ પર પ્રહાર કર્યા હતા.
2014ની લોકસભાની ચૂંટણી અગાઉ 2012માં હિમાચલ પ્રદેશનાં એક ચૂંટણી રેલીમાં વર્તમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સુનંદા પુષ્કરને '50 કરોડની ગર્લફ્રેન્ડ' કહેતા વિવાદ થયો હતો. એમણે નિવેદન આઈપીએલ વિવાદને લઈને આપ્યું હતું,
આ નિવેદન સામે શશી થરૂરે કહ્યું હતું કે પ્રેમની કોઈ કિંમત નથી હોતી.
ભાજપના ઉપાધ્યક્ષ અને રાષ્ટ્રીય પ્રવક્તા મુખ્તાર અબ્બાસ નકવીએ એક નિવેદનમાં શશી થરૂરને 'લવ ગુરુ'ની પદવી આપી હતી અને કહ્યું હતું કે દેશમાં જો લવ મંત્રાલય બને તો તેનું મંત્રીપદ શશી થરૂરને આપવું જોઈએ.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો