You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ટોક્યો ઑલિમ્પિક : પીવી સિંધુ લવલીના બોરગોહાઈનાં રસ્તે, સેમિ-ફાઇનલમાં પહોંચ્યાં
રિયો ઑલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનારાં પીવી સિંધુએ ક્વાર્ટર ફાઇનલમાં જાપાનનાં ખેલાડી અકાને યામાગુચીને 2-0થી હરાવીને અંતિમ ચાર ખેલાડીઓમાં સ્થાન મેળવી લીધું છે.
શુક્કવારે ભારત માટે આ બીજી સારી ખબર છે. આ અગાઉ લવલીના બોરગોહાઈએ બૉક્સિંગની સેમિ-ફાઇનલમાં જગ્યા બનાવી મેડલની આશા જગાવી છે. નિશ્ચિત કરી લીધો હતો.
1995ની પાંચમી જુલાઈએ હૈદરાબાદમાં જન્મેલાં અને લગભગ છ ફૂટની ઊંચાઈ ધરાવતાં સિંધુ ઑલિમ્પિક્સમાં બૅડમિન્ટનનો સિલ્વર મેડલ જીતી ચૂક્યાં છે.
લવલીના બોરગોહાઈ ટોક્યો ઑલિમ્પિકની સેમિ-ફાઇનલમાં, ભારતનો વધુ એક મેડલ નિશ્ચિત
ભારતીય બૉક્સર લવલીના બોરગોહાઈ ટોક્યો ઑલિમ્પિકમાં મેડલ નિશ્ચિત કરી દીધો છે અને સેમિ-ફાઇનલમાં સ્થાન મેળવી લીધું છે.
લવલીનાએ 69 કિલોગ્રામ વજનની શ્રેણીમાં ચીની તાઇપેની નિએન-ચિન ચેનને હરાવીને સેમિ-ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે.
આ સાથે જ ટોક્યો ઑલિમ્પિકમાં ભારતનો બીજો મેડલ નિશ્ચિત થઈ ગયો છે અને લવલીના માટે કમ સે કમ કાંસ્ય પદનાં દાવેદાર બની ગયાં છે.
જેમની સામે થતી હાર એમને જ હરાવ્યાં
નિએન-ચિન ચેન પૂર્વ વિશ્વ ચૅમ્પિયન છે અને લવલીના અગાઉ અનેક સ્પર્ધામાં એમની સામે હારી ચૂક્યાં હતાં.
2018ની વિશ્વ ચૅમ્પિયનશિપમાં પણ લવલીનાની એમની સામે જ હાર થઈ હતી. જોકે, આ વખતે એમણે જીત મેળવી લીધી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આસામનાં લવલીના બોરગોહાઈ 69 કિલોગ્રામ વજનની શ્રેણીમાં ઑલિમ્પિક સુધી પહોંચનારાં પ્રથમ મહિલા છે.
આસામના મુખ્ય મંત્રી હેમંત બિસ્વા સરમા સહિત અને દિગ્ગજોએ લવલીનાને અભિનંદન આપ્યા છે.
તીરંદાજ દીપિકા કુમારી ટોક્યો ઑલિમ્પિકની ક્વાર્ટર ફાઇનલમાં હાર્યા
ટોક્યો ઑલિમ્પિકમાં ભારતને એક વધારે મેડલની આશા બંધાઈ રહી છે. મહિલા તીરંદાજ દીપિકા કુમારીએ 10 અચૂક નિશાન લગાવીને ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા મેળવી લીધી હતી પણ તેમાં એમની હાર થઈ છે.
અગાઉ દીપિકાએ રશિયન તીરંદાજ કેસિના પેરોવાને શૂટ ઑફમાં 6-5થી હરાવીને ક્વાટર્ર ફાઇનલમાં જગ્યા મેળવી હતી.
બીજી તરફ 25 મિટર પિસ્ટલ શૂટિંગના રેપિડ રાઉન્ડમાં ભારતીય શૂટર મનુ ભાકર અને રાહી સરનોબ્રતનું પ્રદર્શન નબળું રહ્યું છે અને તેઓ હારી ગયા છે.
મનુ ભાકર 582 અંક મેળવીને 11માં સ્થાને રહ્યાં. ફાઇનલમાં પહોંચવા માટે એમણે 8મું સ્થાન મેળવવું જરૂરી હતું. રાહી સરનોબ્રત 573 અંક સાથે 32માં સ્થાને રહ્યાં.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો