You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોરોના વાઇરસ : ઑસ્ટ્રેલિયામાં ડેલ્ટા વૅરિયન્ટથી ફફડાટ, સિડનીમાં લૉકડાઉન લાગુ કરવા લશ્કરની મદદ લેવાઈ
કોરોના વાઇરસના ડેલ્ટા વૅરિયન્ટનું સંક્રમણ સતત વધી રહ્યું છે અને હવે સિડનીમાં લૉકડાઉન લાગુ કરવામાં લશ્કરની મદદ લેવામાં આવી રહી છે.
ઑસ્ટ્રેલિયામાં જૂન મહિનામાં કોરોનાના ડેલ્ટા વૅરિયન્ટના કેસ સામે આવવાની શરૂઆત થઈ હતી હતી. અત્યાર સુધી 3000 કેસ સામે આવ્યા છે અને નવ લોકો મૃત્યુ પામ્યાં છે.
ઑસ્ટ્રેલિયન ડિફેન્સ ફોર્સના સૈનિકોને લૉકડાઉન લાગુ કરવા માટેની તાલીમ આપવામાં આવી હતી. જોકે, અનેક લોકો લશ્કરને બોલાવવું કેટલું યોગ્ય છે તેની પણ ચર્ચા કરી રહ્યા છે.
અગાઉ મૅલબર્નમાં પણ લૉકડાઉન માટે સૈન્યની મદદ લેવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે ઑસ્ટ્રેલિયાએ 28 ઑગસ્ટ સુધી લૉકડાઉનની જાહેરાત કરેલી છે અને લોકોને અનિવાર્ય કારણોસર જ બહાર નીકળવાની અપીલ કરવામાં આવી છે.
ભારતમાં પણ કોરોનાની બે રસીનો મિકસ ડોઝ આપવામાં આવશે?
કોરોના રસીકરણમાં મિશ્રિત ડોઝને સામેલ કરવા માટે ભારત સરકારે વૈજ્ઞાનિક અભ્યાસની મંજૂરી આપી દીધી છે. હવે ટૂંક સમયમાં જ એક જ વ્યક્તિને બે અલગ-અલગ વૅક્સિનના ડોઝ મળી શકશે. અત્યાર સુધીમાં કરાયેલા કેટલાક અભ્યાસમાં સકારાત્મક પરિણામ જોવા મળ્યું હોવાનું જાણવા મળ્યું છે.
'ઇન્ડિયા ટુડે'ના અહેવાલ અનુસાર એસઈસી(સબ્જેક્ટ ઍક્સપર્ટ કમિટી)ની બેઠકમાં કોવિશિલ્ડ અને કોવૅક્સિન, તે સિવાય નાકથી અપાતી ભારત બાયૉટેકની વૅક્સિન અને ઇંજેક્ષનથી અપાતી કોવૅક્સિનના મિશ્રિત ડોઝ પર અભ્યાસની મંજૂરી આપવામાં આવી છે. ટૂંક સમયમાં જ ભારતની હૉસ્પિટલોમાં આ અભ્યાસ શરૂ થશે.
સમિતિના એક વરિષ્ઠ સભ્યે જણાવ્યું કે કેટલાય દેશોમાં એક જ વ્યક્તિને બે અલગ-અલગ વૅક્સિન આપવામાં આવી રહી છે. ભારતમાં તાજેતરમાં ઉત્તર પ્રદેશમાં એવી ઘટના સામે આવી હતી. જોકે, તેને બેદરકારી માનવામાં આવેલી કારણ કે, હજુ આપણે રસીકરણના કાર્યક્રમમાં મિશ્રિત ડોઝ સામેલ નથી કર્યો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હાલ અભ્યાસમાં સારાં પરિણામો મળે ત્યાર બાદ જ તેને વૅક્સિનેશનમાં સામેલ કરવામાં આવશે. જેને હજુ 3-4 મહિનાનો સમય લાગી શકે છે.
શિલ્પા શેટ્ટીનો મીડિયા હાઉસ સામે 25 કરોડનો બદનક્ષીનો દાવો
બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ બૉમ્બે હાઈકોર્ટમાં 29 મીડિયાકર્મી અને મીડિયા હાઉસ સામે બદનક્ષીનો કેસ દાખલ કર્યો છે.
તેમના પતિ રાજ કુંદ્રા જે પ્રકરણમાં આરોપી છે તે પોર્નોગ્રાફી કેસમાં પોતાની પ્રતિભા ખરડવા બદલ અને કથિત ખોટું રિપોર્ટિંગ કરવા બદલ આ કેસ કરવામાં આવ્યો છે.
'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના રિપોર્ટ પ્રમાણે પોર્નોગ્રાફિક સાહિત્યનાં નિર્માણ અને વિતરણ મુદ્દે રાજ કુંદ્રાની ભૂમિકા અને તેની સંડોવણીની તપાસ સંબંધે પોતાની કથિત સંડોવણી અને પ્રતિક્રિયા સંબંધે અહેવાલ વહેતા થતાં શિલ્પા શેટ્ટીએ મીડિયા હાઉસો પાસેથી બિનશરતી માફીની, બદનક્ષીના અહેવાલો દૂર કરવાની અને રૂપિયા 25 કરોડના વળતરની માગણી કરી છે.
શિલ્પા શેટ્ટીએ અખબારો પર પોતાને ગુનેગાર અને ગુનાહિત તપાસને લીધે પતિને ત્યજનારી મહિલા તરીકે ચીતરવામાં આવી રહી હોવાનો આરોપ મૂક્યો છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો
https://youtu.be/AiIDpUC7oOU