ટોક્યો ઑલિમ્પિક : પીવી સિંધુ લવલીના બોરગોહાઈનાં રસ્તે, સેમિ-ફાઇનલમાં પહોંચ્યાં

પીવી સિંધુ

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, પીવી સિંધુ

રિયો ઑલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનારાં પીવી સિંધુએ ક્વાર્ટર ફાઇનલમાં જાપાનનાં ખેલાડી અકાને યામાગુચીને 2-0થી હરાવીને અંતિમ ચાર ખેલાડીઓમાં સ્થાન મેળવી લીધું છે.

શુક્કવારે ભારત માટે આ બીજી સારી ખબર છે. આ અગાઉ લવલીના બોરગોહાઈએ બૉક્સિંગની સેમિ-ફાઇનલમાં જગ્યા બનાવી મેડલની આશા જગાવી છે. નિશ્ચિત કરી લીધો હતો.

1995ની પાંચમી જુલાઈએ હૈદરાબાદમાં જન્મેલાં અને લગભગ છ ફૂટની ઊંચાઈ ધરાવતાં સિંધુ ઑલિમ્પિક્સમાં બૅડમિન્ટનનો સિલ્વર મેડલ જીતી ચૂક્યાં છે.

line

લવલીના બોરગોહાઈ ટોક્યો ઑલિમ્પિકની સેમિ-ફાઇનલમાં, ભારતનો વધુ એક મેડલ નિશ્ચિત

આસામનાં લવલીના બોરગોહાઈ 69 કિલોગ્રામ વજનની શ્રેણીમાં ઑલિમ્પિક સુધી પહોંચનારાં પ્રથમ મહિલા છે.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, આસામનાં લવલીના બોરગોહાઈ 69 કિલોગ્રામ વજનની શ્રેણીમાં ઑલિમ્પિક સુધી પહોંચનારાં પ્રથમ મહિલા છે.

ભારતીય બૉક્સર લવલીના બોરગોહાઈ ટોક્યો ઑલિમ્પિકમાં મેડલ નિશ્ચિત કરી દીધો છે અને સેમિ-ફાઇનલમાં સ્થાન મેળવી લીધું છે.

લવલીનાએ 69 કિલોગ્રામ વજનની શ્રેણીમાં ચીની તાઇપેની નિએન-ચિન ચેનને હરાવીને સેમિ-ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે.

આ સાથે જ ટોક્યો ઑલિમ્પિકમાં ભારતનો બીજો મેડલ નિશ્ચિત થઈ ગયો છે અને લવલીના માટે કમ સે કમ કાંસ્ય પદનાં દાવેદાર બની ગયાં છે.

જેમની સામે થતી હાર એમને જ હરાવ્યાં

નિએન-ચિન ચેન પૂર્વ વિશ્વ ચૅમ્પિયન છે અને લવલીના અગાઉ અનેક સ્પર્ધામાં એમની સામે હારી ચૂક્યાં હતાં.

2018ની વિશ્વ ચૅમ્પિયનશિપમાં પણ લવલીનાની એમની સામે જ હાર થઈ હતી. જોકે, આ વખતે એમણે જીત મેળવી લીધી છે.

આસામનાં લવલીના બોરગોહાઈ 69 કિલોગ્રામ વજનની શ્રેણીમાં ઑલિમ્પિક સુધી પહોંચનારાં પ્રથમ મહિલા છે.

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

આસામના મુખ્ય મંત્રી હેમંત બિસ્વા સરમા સહિત અને દિગ્ગજોએ લવલીનાને અભિનંદન આપ્યા છે.

line

તીરંદાજ દીપિકા કુમારી ટોક્યો ઑલિમ્પિકની ક્વાર્ટર ફાઇનલમાં હાર્યા

દીપિકા અને કેસિના પેરોવા બેઉ પાંચ-પાંચ અંક સાથે બરાબરની સ્થિતિમાં હતાં ત્યારે શૂટ ઑફથી આ નિર્ણય થયો હતો. તસવીર દીપિકા કુમારી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, દીપિકા અને કેસિના પેરોવા બેઉ પાંચ-પાંચ અંક સાથે બરાબરની સ્થિતિમાં હતાં ત્યારે શૂટ ઑફથી આ નિર્ણય થયો હતો. તસવીર દીપિકા કુમારી

ટોક્યો ઑલિમ્પિકમાં ભારતને એક વધારે મેડલની આશા બંધાઈ રહી છે. મહિલા તીરંદાજ દીપિકા કુમારીએ 10 અચૂક નિશાન લગાવીને ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા મેળવી લીધી હતી પણ તેમાં એમની હાર થઈ છે.

અગાઉ દીપિકાએ રશિયન તીરંદાજ કેસિના પેરોવાને શૂટ ઑફમાં 6-5થી હરાવીને ક્વાટર્ર ફાઇનલમાં જગ્યા મેળવી હતી.

મનુ ભાકર

ઇમેજ સ્રોત, KEVIN C. COX

ઇમેજ કૅપ્શન, મનુ ભાકર

બીજી તરફ 25 મિટર પિસ્ટલ શૂટિંગના રેપિડ રાઉન્ડમાં ભારતીય શૂટર મનુ ભાકર અને રાહી સરનોબ્રતનું પ્રદર્શન નબળું રહ્યું છે અને તેઓ હારી ગયા છે.

મનુ ભાકર 582 અંક મેળવીને 11માં સ્થાને રહ્યાં. ફાઇનલમાં પહોંચવા માટે એમણે 8મું સ્થાન મેળવવું જરૂરી હતું. રાહી સરનોબ્રત 573 અંક સાથે 32માં સ્થાને રહ્યાં.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો