You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મનમોહન સિંહ - આગામી માર્ગ 1991ના સંકટ કરતાં પણ વધારે પડકારજનક TOP NEWS
ભારતના પૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહે દેશની આર્થિક સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરતાં કહ્યું છે કે આગામી સમય 1991ના સંકટ કરતાં પણ વધારે પડકારજનક હશે.
'ધ હિન્દુ'ના અહેવાલ અનુસાર ઉદારીકરણનાં 30 વર્ષ નિમિત્તે પૂર્વ વડા પ્રધાને નિવેદન આપ્યું કે દરેક ભારતીયને સ્વસ્થ અને સન્માનજનક જીવનની પ્રાથમિકતા મળવી જોઈએ.
તેમણે ઉદારીકરણના ફાયદા દર્શાવ્યા અને સાથે જ કોરોનાએ લીધેલા માનવભોગ અંગે દુખ પણ વ્યક્ત કર્યુ.
પોતાના સંબોધનમાં ડૉ. સિંહે ઉમેર્યું, "1991ના આર્થિક સુધારાએ લાખો લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યા, મુક્ત ઉદ્યોગની ભાવનાને ઉજાગર કરી અને ભારતને 3 ટ્રિલિયન ડૉલરનું અર્થતંત્ર બનાવી દીધું."
તેમણે કહ્યું "આ આનંદિત અને રાજી થવાનો વખત નથી પણ આત્મમંથન અને વિચાર કરવાનો વખત છે. આગળનો માર્ગ 1991ના સંકટની સરખામણીએ વધારે પડકારજનક છે. "
પેગાસસ મામલે ગુજરાત કૉંગ્રેસનું વિરોધપ્રદર્શન
પેગાસસ મામલે ગુજરાત કૉંગ્રેસે ગાંધીનગર ખાતે વિરોધપ્રદર્શન કરી સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ તપાસની માગ કરી હતી.
'આઉટલૂક ઇન્ડિયા'ના અહેવાલ મુજબ ઇઝરાયેલી સ્પાયવૅર પેગાસસના ઉપયોગથી પોતાના નેતાઓ અને અન્ય પ્રતિષ્ઠિત વ્યક્તિઓની કથિત જાસૂસી કરવાના મામલે કૉંગ્રેસે સોમવારે ગાંધીનગરમાં વિરોધપ્રદર્શન યોજ્યું હતું અને આ મામલે સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ તપાસની માગ કરી હતી.
કૉંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા અને વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીની આગેવાનીમાં કાર્યકરો અને કૉંગ્રેસના નેતાઓ ગાંધીનગર સર્કિટ હાઉસ બહાર બૅનરો સાથે એકઠા થયા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બાદમાં કૉંગ્રેસના નેતા રાજભવન ખાતે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને મળ્યા હતા અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને સંબોધીને આવેદન આપ્યું હતું.
ગુજરાત હાઈકોર્ટનું સરકારને ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવા સૂચન
'બિઝનેસ સ્ટાન્ડર્ડ'ના એક અહેવાલ પ્રમાણે ગુજરાત હાઈકોર્ટે શુક્રવારે રાજ્ય સરકારને તમામ સ્તરે પીએસએ ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવા તેમજ રસીકરણ ઝડપી બનાવવા જણાવ્યું છે.
આ ઉપરાંત કોરોનાની સંભવિત ત્રીજી લહેરને પહોંચી વળવા રાજ્યની હૉસ્પિટલોમાં મેડિકલ સ્ટાફની ભરતી અંગે પણ સૂચન કર્યું છે.
ન્યાયાધીશ બેલા ત્રિવેદી અને ભાર્ગવ ડી. કારિયાની બેન્ચે શુક્રવારે રાજ્યમાં કોરોનાની સ્થિતિ પર ગત વર્ષની એક સુઓ મોટો અને અન્ય સંબંધિત અરજીઓનો નિકાલ કર્યો હતો.
પેગાસસ : રાહુલની સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ તપાસની માગ
'ટેલિગ્રાફ ઇન્ડિયા'ના એક અહેવાલ અનુસાર કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે આરોપ લગાવ્યો કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે ભારત અને તેનાં સંસ્થાનો વિરુદ્ધ પેગાસસ સ્પાયવૅરનો જે ઉપયોગ કર્યો તે 'દેશદ્રોહ' છે. રાહુલ ગાંધીએ કહ્યું, "આ માટેનો એક જ શબ્દ છે, દેશદ્રોહ "
પત્રકારો સાથેની વાતચીતમાં રાહુલ ગાંધીએ મામલાની સુપ્રીમ કોર્ટમાં તપાસ કરવાની અને ગૃહમંત્રીના રાજીનામાની માગ કરી છે.
તેમણે કહ્યું કે તેમના તમામ ફોન ટેપ કરાયા છે અને તેમના મિત્રોને ઇન્ટેલિજન્સના લોકો દ્વારા આ અંગે જાણ કરવામાં આવી છે.
અમેરિકાના વિદેશમંત્રી ભારત આવશે, પીએમ સાથે કરશે મુલાકાત
અમેરિકાના વિદેશમંત્રી ઍન્ટની બ્લિંકન 27 જુલાઈએ ભારતની મુલાકાતે આવશે.
આ દરમિયાન તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદી, વિદેશમંત્રી એસ.જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષાસલાહકાર અજિત ડોભાલ સાથે મુલાકાત કરશે.
બ્લિંકને ટ્વીટ કરી આની જાણકારી આપી છે.
તેમણે લખ્યું, "26 જુલાઈએ હું નવી દિલ્હી અને કુવૈતના પ્રવાસે નીકળીશ. આ મુલાકાત કોરોના મહામારીને પહોંચી વળવા તેમજ જળવાયુ પરિવર્તન જેવા મહત્ત્વના મુદ્દાઓ પર અમારા સહયોગને રેખાંકિત કરશે."
ભારતીય વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું, "વિદેશમંત્રી બ્લિંકનની મુલાકાત ભારત અને અમેરિકાની વૈશ્વિક અને વ્યૂહાત્મક ભાગીદારી મજબૂત બનાવવાની એક તક છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો