અમૂલને જે દૂધ સામે વાંધો પડ્યો એ ‘વીગન મિલ્ક’ શું છે?

વીગન મિલ્ક

ઇમેજ સ્રોત, GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, પશ્ચિમી દેશોમાં વીગન દૂધ સહિત ઘણી બધી સામગ્રીઓ વીગન હોય તેવો આગ્રહ રાખે ઘણા નાગરિકો
    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

એક વાર ફરી વીગન આહાર મુદ્દે દેશમાં ચર્ચા છેડાઈ છે. અને આ વખતે વીગન મિલ્ક (દૂધ) તેના કેન્દ્રમાં છે.

દરમિયાન, તાજેતરમાં ગુજરાત કૉ-ઑપરેટિવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન લિમિટેડ (GCMMF)ના વાઇસ ચૅરમૅન વાલમજી હુંબલે પીપલ ફૉર ધ ઍથિકલ ટ્રીટમેન્ટ ઑફ ઍનિમલ્સ (PETA) ઇન્ડિયાને પ્રતિબંધિત કરી દેવા વડા પ્રધાનને અપીલ કરતો પત્ર લખ્યો હતો.

કેમ કે પેટાએ અમૂલને અપીલ કરી હતી કે તે હવે વીગન મિલ્કને પ્રોત્સાહન આપે જેથી દૂધાળા પશુઓ પર અત્યાચાર ન થાય.

અત્રે નોંધવું કે પ્રાણીઓના અધિકાર અને કલ્યાણ મામલેની કામગીરી માટે PETA(પેટા) સંસ્થા ઘણી જાણીતી છે. તે મૂળ અમેરિકાનું એનજીઓ છે. જે વિશ્વભરમાં પશુઅધિકારો અને કલ્યાણ માટે કામ કરે છે.

પરંતુ અમૂલ ડેરી અને જીસીએમએમએફ સાથે સંકળાયેલા વાલમજી હુંબલે આ રીતે પત્ર લખતા પેટાની સંસ્થા તરફથી નિવેદનમાં કહેવાયું છે કે તે અમૂલની આવી ધમકીથી ડરવાના નથી.

વાત એમ છે કે પેટા સંસ્થાએ મિલ્ક ડેના દિવસ નિમિત્તે વીગન મિલ્કના ઉત્પાદન મામલે કામગીરી કરવા માટે અપીલ કરી હતી.

પેટાએ અમૂલને કહ્યું કે વિશ્વભરમાં હવે વીગન આહારનું ચલણ વધી રહ્યું છે અને આ એક સારું બિઝનેસ મૉડલ પણ છે તથા તેનાથી પશુઓને થતી પરેશાની પણ દૂર થશે.

બદલો X કન્ટેન્ટ, 1
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 1

સંસ્થાએ અમૂલને એક પત્ર લખ્યો હતો. જેમાં કહેવાયું હતું કે, "હવે દુનિયામાં લોકો વીગન આહાર તરફ વળી રહ્યા છે. વીગન મિલ્કની વસ્તુઓ ખાઈ રહ્યા છે. અને ડૅન્માર્ક સહિતના દેશોની ડેરી હવે આ બિઝનેસમાં રહેલી તકોને અપનાવી રહી છે."

તેમાં એમ પણ કહેવાયું હતું કે, "યુકેના તરુણો પણ હવે ગાયના દૂધ કરતા વીગન દૂધને વધુ પૌષ્ટિક માને છે. અને ભારતમાં પણ આવું જ થવાનું છે. એટલે માગમાં વધારો થશે. જેથી અમૂલે પણ આ વિશે વિચારવું જોઈએ."

જોકે તેમાં એક વાત એમ પણ કહેવામાં આવી છે કે,"વીગન દૂધ અને તેની બનાવટોને પ્રોત્સાહન આપવાથી પશુઓ સામે થતા અત્યાચારમાં ઘટાડો આવશે."

આ પત્ર સામે હુંબલ અને અમૂલના એમ. ડી. આર. એસ. સોઢીએ ખૂબ જ આક્રમક પ્રતિક્રિયાઓ આપી છે.

હુંબલે પેટા પર દુષ્પ્રચારનો આરોપ લગાવી તેને પ્રતિબંધિત કરવા માટે મોદી સરકારને પત્ર લખ્યો છે. તો આર. એસ. સોઢીએ પણ પેટાની ટીકા કરી છે.

અમૂલના મેનેજિંગ ડાયરેક્ટર આર. એસ. સોઢીએ પેટાએ જે વીગન મિલ્કની ભલામણ કરી છે એને એક લૅબોરેટરીમાં બનેલું કૅમિકલ ગણાવ્યું છે.

સોઢીએ અમૂલ તરફથી નિવેદન આપતા કહ્યું, "પેટા સંસ્થા દ્વારા પશુપાલકો વિરુદ્ધ ષડ્યંત્ર રચાઈ રહ્યું છે. દેશના 10 કરોડથી વધુ પશુપાલકોને દૂધ થકી રોજગાર મળે છે. પેટા વિદેશી કંપનીઓનો હાથો બનીને કામ કરી રહી છે. પેટા વારંવાર આવી હરકત કરીને પશુપાલકો વિરુદ્ધ ખોટી વાતો ફેલાવે છે. વળી પેટા જે દૂધની વાત કરે છે તે પૌષ્ટિક દૂધ નથી, અમૂલ અને દેશના પશુપાલકોનું દૂધ શુદ્ધ અને પૌષ્ટિક છે."

બદલો X કન્ટેન્ટ, 2
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 2

બીજી તરફ વાલમજી હુંબલે પેટાની ટીકા કરતા કહ્યું કે પશુપાલકો સામે દુષ્પ્રચાર થઈ રહ્યો છે. જો દૂધ બંધ થઈ જશે તો પશુપાલકોનું શું થશે? ડેરીઉદ્યોગ પર નભતા લોકોનું શું થશે? આ રોજગારીનો પ્રશ્ન પણ સર્જશે.

વળી તેમણે પશુ સામેના અત્યાચાર બાબતે કહ્યું,"ભારતમાં પશુની પૂજા થાય છે. પશુપાલક તેના પશુને પરિવારના સભ્ય તરીકે રાખે છે અને તેની સંભાળ રાખે છે. ખરેખર પેટા સંસ્થા વિદેશી કંપનીઓનો હાથો બની રહી છે. અને આત્મનિર્ભર માળખાને તોડી પાડવા માગે છે. તેને પ્રતિબંધિત કરી દેવી જોઈએ."

આ સમગ્ર પ્રહાર મામલે પેટા ઇન્ડિયાના સીઈઓ ડૉ. મણિલાલ વલિયાતેએ એક નિવેદનમાં કહ્યું,"અમૂલે પોતાને એક આધિપત્ય ધરાવતી સંસ્થા તરીકે રજૂ કરી છે અને તે પશુઓ મામલે લોકોની ચિંતાઓને વાચા આપવા માટે અસમર્થ છે. તે ગ્રાહકોની જરૂરિયાત અને આદતો બદલાવા છતાં બદલવા માટે તૈયાર નથી. પણ તેની આ બદમાશીના કારણે વીગન આહાર મામલેની વાસ્તવિકતા બદલાવાની નથી."

તેમણે ઉમેર્યું,"ગ્રાહકો વનસ્પતિમાંથી બનેલા દૂધ અને શાકાહારી ભોજનને પસંદ કરી રહ્યા છે. કેમ કે તેઓ જાનવરો સામે થતી ક્રૂરતાનું સમર્થન નથી કરતા. ગાયના વાછરડાને માત્ર એટલા માટે ત્યજી દેવાય છે અથવા મારી નાખવામાં આવે છે કેમ કે તે દૂધ નથી આપી શકતું. લોકો ગ્રીનહાઉસ ગૅસ ઉત્સર્જન મામલે ડેરીની ભૂમિકા મામલે પણ ચિંતિત છે."

જોકે અમૂલ એકમાત્ર સંસ્થા નથી જેને પેટાએ વીગન આહાર મામલે પ્રોત્સાહન માટે અપીલ કરી હોય. પેટાએ મૅકડૉનલ્ડ અને કેએફસી સહિતની ફૂડ ચૅઇનને વીગન આહારના વિકલ્પ ગ્રાહકોને આપવા માટે અપીલ કરી હતી.

બદલો X કન્ટેન્ટ, 3
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 3

line

શું છે વીગન મિલ્ક?

અમૂલ અને પેટા ઇન્ડિયા વચ્ચે શાબ્દિક જંગ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અમૂલ અને પેટા ઇન્ડિયા વચ્ચે શાબ્દિક જંગ બાદ શરૂ થયો વિવાદ

વીગન મિલ્ક એ એક વનસ્પતિ આધારિત દૂધ છે. તેને પ્રાણીમાંથી નથી કાઢવામાં આવતું. તે કોઈ છોડ અથવા તો બીજ કે ફળનો રસ હોય છે.

જેમ કે સોયામિલ્ક, બદામનું મિલ્ક, કાજુનું મિલ્ક. તેનો સ્વાદ અને દેખાવ પણ સામાન્ય દૂધ જેવો જ હોય છે. જોકે તેને અલગ રીતે તૈયાર કરવામાં આવે છે.

પરંતુ કેટલાક તેને સિન્થેટિક મિલ્ક ગણે છે. તો વીગન આહાર પસંદ કરનારા તેને શાકાહારી વીગન મિલ્ક તરીકે ગણે છે.

ભારતમાં દૂધની બનાવટમાંથી બનતી વસ્તુઓ સામાન્ય દૂધમાંથી જ બનાવવાનું ચલણ છે. જ્યારે વિદેશમાં વીગન મિલ્કની બનાવટની વસ્તુઓ પણ મળે છે.

તાજેતરમાં ક્રિકટર વિરાટ કોહલીએ પણ વીગન આહાર મામલે પોતાના વિચારો વ્યક્ત કર્યાં હતા.

જોકે અગાઉ ભૂતકાળમાં તેમણે પોતાને વીગન કહ્યા હતા પણ પછી તેઓ ઈંડાં પણ આહારમાં લેતા હોવાનું કબૂલ્યું હતું. જેથી આ મામલે ઘણી ચર્ચા છેડાઈ હતી.

line

વીગનનો અર્થ શું થાય અને ગુજરાતીમાં શું કહેવાય?

વીગનનો ગુજરાતી અર્થ શો?

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વીગનનો ગુજરાતી અર્થ શો?

આ સાથે જ લોકો શોધી રહ્યા છે કે વીગનનો અર્થ શું થાય કેટલાક લોકો તેના ગુજરાતી અર્થ પણ શોધી રહ્યા છે.

ગુજરાતી લેક્સિકન પ્રમાણે વીગનનો અર્થ પ્રમાણે 'પ્રાણીઓ કે પ્રાણીઓની બનતી વાનીઓ અથવા વાનગીઓને ન ખાનાર' વ્યક્તિને વીગન ગણવામાં આવે છે.

જોકે વીગનની વ્યાખ્યા આટલી સીધી નથી, આ અંગે ઘણા પ્રશ્નો છે.

line

વીગનિઝમ : શરૂઆત કેવી રીતે થઈ?

વીગનિઝ્મનો વિચાર કેટલો પુરાણો?

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વીગનિઝ્મનો વિચાર કેટલો પુરાણો?

વીગન સોસાયટીની સ્થાપના બ્રિટનમાં ડોનાલ્ડ વૉટ્સને 1944માં કરી હતી, તેમણે 'વીગન' શબ્દનો ઉપયોગ એ 'ડેરીની વસ્તુઓ વગરના શાકાહારીઓ' માટે કર્યો જે ઈંડાં પણ ખાતા નથી.

વૉટસન ડેરીઉદ્યોગમાં જાનવરો પર થઈ રહેલા અત્યાચારોથી ખૂબ જ દુખી હતા પણ તેમણે કટ્ટર શાકાહારી જીવનની શરૂઆત ન કરી.

માંસ વગરનું ભોજન પ્રાચીન ભારત અને પૂર્વ ભૂમધ્ય સાગરની સંસ્કૃતિમાં અઢી હજાર વર્ષ પહેલાં પ્રચલિત હતું.

કૉલિન સ્પેન્સરના પુસ્તક 'વેજિટેરિયનિઝ્મ: અ હિસ્ટ્રી' અનુસાર ભારતમાં શાકાહારની પણ પરંપરા રહી છે.

અહીં એ હિંદુ ધર્મના રૂપમાં સ્વીકાર્ય છે અને અપરિહાર્ય (ટાળી ન શકાય એ રીતે) રૂપે આને પવિત્ર ગણાય છે. આને મૃત્યુ બાદ આત્માના એક શરીરમાંથી અન્ય શરીરમાં પ્રવેશની માન્યતા સાથે જોડવામાં આવે છે.

line

વીગનિઝમનો ટૂંકો ઇતિહાસ

વીગનિઝ્મ એટલે માત્ર શાકાહારી ભોજન એવો સીમિત અર્થ થતો નથી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વીગનિઝ્મ એટલે માત્ર શાકાહારી ભોજન એવો સીમિત અર્થ થતો નથી

બૌદ્ધ ધર્મ, હિંદુ ધર્મ અને જૈન ધર્મના અનુયાયી પણ શાકાહારની તરફેણ કરે છે, તેમનું માનવું છે કે મનુષ્યોએ અન્ય જાનવરોના દર્દનું કારણ ન બનવું જોઈએ.

ઈ.સ. પૂર્વે 500માં યૂરોપમાં યુનાની દાર્શનિક અને ગણિતજ્ઞ પાઇથાગોરસ તમામ પ્રાણીઓ તરફ પરોપકારના હિમાયતીમાંના એક હતા.

તેઓ માનતા હતા કે માંસ ખાવું ખરાબ બાબત છે, એક જીવને મારીને જીવિતને તૃપ્ત કરવાથી એટલે કે અન્ય શરીરને પોતાના શરીરમાં મેળવવાથી માણસમાં લાલચ વધે છે.

હકીકતમાં, શાકાહારી શબ્દ ચલણમાં આવ્યા પહેલાં, જે લોકો માંસ નહોતા ખાતા તેમને 'પાઇથાગોરિયન આહાર' લેનારા કહેવામાં આવતા હતા.

line

પર્યાવરણ માટે ખેલાડીઓ વીગન બની રહ્યા છે?

ઘણા રમતવીરો સારા પ્રદર્શન માટે વીગન બની જતા હોવાનું કહેવાય છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઘણા રમતવીરો સારા પ્રદર્શન માટે વીગન બની જતા હોવાનું કહેવાય છે

યૂથ ઑલિમ્પિકમાં ભારતીય ખેલાડીઓનો વર્કશૉપ લઈ ચૂકેલાં અવનિ કૌલનું એવું પણ માનવું છે કે આજકાલ લોકો એટલા માટે પણ વીગન થઈ રહ્યા છે કેમકે તેનાથી પર્યાવરણને જરાય નુકસાન નથી થતું.

સંયુક્ત રાષ્ટ્રના ફૂડ ઍન્ડ ઍગ્રિકલ્ચર ઑર્ગેનાઇઝેશનના રિપોર્ટ અનુસાર પર્યાવરણમાં માંસ રાંધવાના કારણે કાર્બન ફુટપ્રિન્ટ વધી રહ્યી છે.

આથી વીગન આહારથી આ બાબતમાં સુધારો આવે છે. આનાથી ખેતી અને ખેડૂત બન્નેને ફાયદો થાય છે.

ઇન્ડિયન ફેડરેશન ઑફ સ્પોર્ટ્સ મેડિસિનના અધ્યક્ષ ડૉ. પી. એસ. એમ ચંદ્રન અને ન્યૂટ્રિશનિસ્ટ અને મેટાબોલિક બૅલેન્સ કૉચ હર્ષિતા દિલાવરીનું કહેવું છે કે કોઈ પણ ખેલાડીએ વીગન આહાર લેવાનું નક્કી કરવું તેમની વ્યક્તિગત પસંદગી હોય છે.

જે લાભ શાકાહારી આહારમાં મળે છે તે વીગન આહારમાં પણ મળી શકે છે. આથી આહારમાં પૌષ્ટિક ભોજન અને સમતોલ આહારને સ્થાન આપવું જોઈએ.

line

ગાયના દૂધની માગ ઘટી રહી છે?

શું ઘટતી જઈ રહી છે પરંપરાગત રીતે પૌષ્ટિક મનાતા ગાયના દૂધની માગ?

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, શું ઘટતી જઈ રહી છે પરંપરાગત રીતે પૌષ્ટિક મનાતા ગાયના દૂધની માગ?

ગાયનું દૂધ એક એવો આહાર છે કે જેના પર વૈજ્ઞાનિકો અલગઅલગ મત ધરાવે છે. આ જ કારણે તેના પર વર્ષોથી વિવાદ ચાલ્યો આવે છે.

શું ગાયનું દૂધ માણસના ખોરાકનો હિસ્સો હોવું જોઈએ? તે માણસ માટે કેટલું સ્વાસ્થ્યવર્ધક છે?

હજારો વર્ષો પહેલાં ગાયને પાળવાની શરૂઆત થઈ ત્યારથી તેનું દૂધ અને તેમાંથી બનેલી ચીજો આપણા આહારનો હિસ્સો છે.

કેટલાક નિષ્ણાતો માને છે કે 10 હજાર વર્ષોથી આ દૂધ અને તેમાંથી બનતી વસ્તુઓને આપણે આહારમાં સામેલ કરી લીધી છે.

જોકે, કેટલાક લોકો ગાયના દૂધને માણસોના સ્વાસ્થ્ય માટે સારું નથી માનતા. આવા લોકો હવે દૂનિયાનું ધ્યાન ખેંચવા લાગ્યા છે.

આ જ કારણ છે કે તેની માગમાં સતત ઘટાડો થઈ રહ્યો છે અને એ પણ ઝડપથી.

અમેરિકાના કૃષિવિભાગ અનુસાર વર્ષ 1970 બાદ દેશમાં ગાયના દૂધની માગમાં 40 ટકાનો ઘટાડો આવ્યો છે.

કેટલાક લોકો એવું પણ માને છે કે આ ઘટાડો દૂધના વિકલ્પોને કારણે થયો છે. જેમ કે, સોયા મિલ્ક અને બદામ મિલ્ક વગેરે.

વીગન (શાકાહારી) બનવાના ચલણને કારણે તેની માગ પ્રભાવિત થઈ છે. વીગન એ લોકો હોય છે જે માંસ અને પશુઓ સાથે સંકળાયેલા કોઈ પણ ખાદ્ય પદાર્થોનું સેવન કરતા નથી. એમાં દૂધ અને ઈંડાં સામેલ છે.

આ સિવાય દુનિયાની લગભગ 65 ટકા વસતિમાં લેક્ટોઝ (દૂધમાં મળનારી સુગર)ને પચાવવાની સીમિત ક્ષમતા હોવાને કારણે પણ માગમાં ભારે ઘટાડો થયો છે.

હવે સવાલ એ ઊઠે છે કે દૂધ સ્વાસ્થ્ય માટે લાભદાયક છે કે નહીં. શું તેનાથી શરીર પર પડનારા પ્રભાવથી બચવા માટે તેનો ઉપયોગ રોકવો જોઈએ?

line

ગાયના દૂધના ફાયદા શું છે?

સદીઓથી લાભપ્રદ મનાય છે ગાયનું દૂધ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સદીઓથી લાભપ્રદ મનાય છે ગાયનું દૂધ

પહેલાં એના પર વાત કરીએ કે દૂધ માણસોના સ્વાસ્થ્ય માટે કેટલું લાભકારક છે.

બ્રિટનની રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સેવા(એનએચએસ) અનુસાર ગાયનું દૂધ અને તેનાથી બનતી ચીજો, જેવી કે પનીર, દહીં, માખણ વધારે માત્રામાં કૅલ્શિયમ અને પ્રોટીન આપે છે. જે સંતુલિત આહાર માટે જરૂરી છે.

અમેરિકાના ન્યુટ્રિશનિસ્ટ ડોનાલ્ડ હેંસરડ કહે છે કે કૅલ્શિયમ અને પ્રોટીન સિવાય દૂધમાં અનેક પ્રકારનાં વિટામિન હોય છે. દૂધ વિટામિન A અને D માટે ખૂબ સારો સ્રોત છે.

તેઓ સમજાવે છે, "તમારે એ સ્પષ્ટ કરવું જરૂરી છે કે ગાયનું દૂધ પૌષ્ટિક અને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે પરંતુ તે એટલું આવશ્યક નથી જેટલું તેને વર્ષોથી દર્શાવવામાં આવે છે."

બ્રિટિશ ન્યુટ્રિશન ફાઉન્ડેશન પ્રમાણે, "બાળકો અને મોટા લોકોને જેટલી માત્રામાં આયર્ન, કૅલ્શિયમ, વિટામિન, ઝિંક અને આયોડીનની જરૂરિયાત હોય છે, તે તેમના અન્ય આહારમાંથી પૂરતાં પ્રમાણમાંથી નથી મળી રહેતાં, જે દૂધમાં જોવા મળે છે."

ન્યુટ્રિશનિસ્ટ શાર્લોટ સ્ટર્લિંગ-રીડે બીબીસીને જણાવ્યું, "પ્રાકૃતિક દૂધના અન્ય વિકલ્પોની સાથે સમસ્યા એ છે કે તેમાં પોષક તત્ત્વો પ્રાકૃતિક રૂપે નથી હોતાં. આ પોષક તત્ત્વોને કૃત્રિમ રૂપે નાખવામાં આવે છે."

"જેનાથી તે કદાચ તમારી અપેક્ષા પ્રમાણે તમને ફાયદો ના પણ પહોંચાડે."

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો