મેહુલ ચોક્સી કૌભાંડ કઈ રીતે આચરતા? શું હતી મૉડસ ઑપરેન્ડી?

જાણકારોનું કહેવું છે કે ચોકસીને ભારત લાવવા માટેના પ્રયાસમાં ટેકનિકલ અડચણ ઊભી થઈ શકે છે.

ઇમેજ સ્રોત, GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, જાણકારોનું કહેવું છે કે મેહુલ ચોકસીને ભારત લાવવા માટેના પ્રયાસમાં ટેકનિકલ અડચણ ઊભી થઈ શકે છે.
    • લેેખક, જયદીપ વસંત
    • પદ, બીબીસી ગુજરાતી માટે

પંજાબ નેશનલ બૅન્ક સાથે રૂ. 13 હજાર કરોડ કરતાં વધુ કૌભાંડ આચરવાના આરોપી મેહુલ ચોકસીને ડૉમિનિકામાં પકડી લેવામાં આવ્યા છે. ગુરુવારે તેમને ભારતને સોંપી દેવામાં આવશે તેવી વાત થઈ રહી હતી પણ કહાનીમાં નવો વળાંક આવ્યો છે.

બદલો X કન્ટેન્ટ, 1
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 1

તેમના વકીલે આરોપ મૂક્યો છે કે તેમનું અપહરણ થયું અને તેઓ ભારતના નહીં પણ એન્ટિગાના નાગરિક છે એટલે એમને ભારતને સોંપી દેવાની વાત ખોટી છે. હાલ તેઓ ડૉમિનિકા પોલીસની કસ્ટડીમાં છે.

બદલો X કન્ટેન્ટ, 2
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 2

બદલો X કન્ટેન્ટ, 3
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 3

આ પહેલાં તેઓ એન્ટિગામાંથી ગુમ થઈ ગયા છે, એવા સમાચાર આવ્યા હતા.

એન્ટિગાના વડા પ્રધાન ગૈસ્ટન બ્રાઉનનું કહેવું છે કે દેશ છોડીને ચોકસીએ મોટી ભૂલ કરી છે એટલે તેમનો દેશ ચોકસીને પરત નહીં સ્વીકારે અને ડૉમિનિકા તેને એન્ટિગા મોકલવાને બદલે સીધા જ ભારત મોકલી આપે.

જાણકારોનું કહેવું છે કે ચોકસીને ભારત લાવવા માટેના પ્રયાસમાં ટેકનિકલ અડચણ ઊભી થઈ શકે છે. ચોકસીની ઠગાઈનો ભોગ બનેલાઓને આશા છે કે તેને પકડીને ભારત લાવવામાં આવે, પરંતુ પૈસા પાછા મળવાની તેમને બહુ થોડી આશા છે.

ચોકસીના ભાણેજ નિરવ મોદી ઉપર પંજાબ નેશનલ બૅન્કને રૂ. 14 હજાર કરોડના બનાવટી લૅટર્સ ઑફ અંડરસ્ટેન્ડિંગ આપવાનો આરોપ છે. તેઓ અત્યારે બ્રિટનમાં છે. તેમને ભારતમાં પ્રત્યાર્પિત કરવાના નિર્ણય સામેની અનેક અપીલો ફગાવી દેવામાં આવી છે.

line

મેહુલ ચોકસી નાગરિકત્વનો પેચ

બદલો X કન્ટેન્ટ, 4
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 4

ન્યૂઝ એજન્સી એએનઆઈને આપેલા ઇન્ટરવ્યૂમાં એન્ટિગાના વડા પ્રધાન ગૈસ્ટન બ્રાઉને કહ્યું, "અમારો દેશ મેહુલ ચોકસીને સ્વીકારશે નહીં. તેમણે દ્વીપ છોડી જઈને મોટી ભૂલ કરી છે. ડૉમિનિકાની સરકાર અને અધિકારીઓ અમારી સાથે સહયોગ કરી રહ્યાં છે. અમે ભારતને જાણ કરી દીધી છે. તેમને ભારતને સોંપી દેવામાં આવશે."

બ્રાઉને ઉમેર્યું, "મેં ડૉમિનિકાના વડા પ્રધાન તથા વહીવટીતંત્રને અપીલ કરી છે કે અહીંના નાગરિક તરીકે તેમને કેટલાક બંધારણીય અને કાયદાકીય અધિકારો મળેલા છે, એટલે તેમને અહીં પરત મોકલવામાં ન આવે. તેમની ધરપકડ કરીને તેમને ભારત મોકલવા માટે તજવીજ હાથ ધરવામાં આવે."

"મને નથી લાગતું કે તેમણે ડૉમિનિકાનું નાગરિકત્વ લીધું છે એટલે તેમને પરત મોકલવામાં કોઈ તકલીફ ન પડવી જોઈએ."

ભારતમાં મેહુલ ચોકસીના વકીલ વિજય અગ્રવાલે બીબીસી સાથે વાત કરતા જણાવ્યું, "સંયુક્ત રાષ્ટ્રના યુનિવર્સલ ડૅકલેરેશન મુજબ વ્યક્તિ જ્યાંથી આવી હોય ત્યાં જ તેને પરત મોકલવી જોઈએ. એટલે તેમને ડૉમિનિકાથી ભારત મોકલવાનો સવાલ જ ઊભો નથી થતો. કારણકે, મારા અસીલ પાસે એન્ટિગાનો પાસપૉર્ટ છે. તેઓ ભારતનું નાગરિકત્વ છોડી ચૂક્યા છે."

બદલો X કન્ટેન્ટ, 5
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 5

"ડૉમિનિકાના પાસપૉર્ટ તથા ઇમિગ્રેશનને લગતાં કાયદા પણ એમ કહે છે કે વ્યક્તિ જ્યાંની હોય, ત્યાં પરત મોકલવી જોઈએ. એટલે તેમને ભારત મોકલવાનો સવાલ ઊભો નથી થતો. જો તેમને એન્ટિગા મોકલવામાં આવે, તો તેમને ભારત પ્રત્યાર્પિત કરવા ઉપર અમને સ્ટે મળેલો છે."

ઍન્ટિગામાં રોકાણ કરીને ત્યાંનું નાગરિકત્વ લઈ શકાય છે. મેહુલ ચોકસીએ આ યોજનાનો જ લાભ લઈને ત્યાંનું નાગરિકત્વ લીધું હતું. જ્યારે કોઈ ભારતીય નાગરિક વિદેશનું નાગરિકત્વ લે એટલે પોતાનો પાસપૉર્ટ જમા કરાવી દેવાનું હોય છે.

જાન્યુઆરી-2019માં ચોકસીએ પોતાનો ભારતીય પાસપૉર્ટને સરન્ડર કરાવી દીધો હતો. સપ્ટેમ્બર-2019માં આ વિશે વડા પ્રધાન બ્રાઉને કહ્યું હતું કે તેમના તંત્રને ભારત સરકારના અધિકારીઓ દ્વારા ખોટી માહિતી આપવામાં આવી હતી. જો ખરી માહિતી હોત તો ચોકસી એન્ટિગાનું નાગરિકત્વ લઈ જ ન શક્યા હોત.

ચોકસીની સામે દેશના અલગ-અલગ શહેરોમાં ઠગાઈ, વિશ્વાસઘાત સહિતના કેસ દાખલ થયેલા છે. આ સિવાય પ્રિવેન્શન ઑફ મની લૉન્ડ્રિંગનો કેસ પણ દાખલ થયો છે.

line

મેહુલ ચોકસીની મૉડસ ઑપરેન્ડી

મેહુલ ચોકસી જાન્યુઆરી-2018ના પ્રથમ અઠવાડિયામાં ભારતથી ફરાર થઈ ગયા હતા. અહીંથી ફરાર થતાં પહેલાં વર્ષ 2017માં તેમણે કૅરેબિયન ટાપુરાષ્ટ્ર એન્ટિગા અને બારબુડાનું નાગરિકત્વ લઈ લીધું હતું.

મેહુલ ચોકસીના ગીતાંજલિ જૂથનાની પેટાકંપની ગીતાંજલિ જ્વેલરી રિટેલ લિમિટેડના પૂર્વ મૅનેજિંગ ડિરેક્ટર તથા વ્હિસલ બ્લૉઅર સંતોષ શ્રીવાસ્તવે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું:

"મેં વર્ષ 2007થી 2013 દરમિયાન લગભગ સાડા પાંચ વર્ષ તેમની કંપની માટે કામ કર્યું. વર્ષ 2011-2012 સુધી બધું બરાબર ચાલતું હોય તેમ લાગતું હતું. આ દરમિયાન મારું કામ નવી ફ્રૅન્ચાઇઝી મેળવવી, તેમના સ્ટૉર ખોલાવવા, તેમને માલ પૂરો પાડવો તથા રોજબરોજની કામગીરીમાં મદદ કરવાનું અમારું કામ હતું."

"અચાનક મને લાગવા માંડ્યું હતું કે ચોકસીને કંપનીના વિકાસ કરતાં ફંડ્સ મેળવવામાં વધુ રસ હતો. આ અરસામાં મેં અવલોક્યું કે બૅન્ક તથા ફ્રૅન્ચાઇઝીના માધ્યમમાંથી કંપનીમાં પૈસા આવી રહ્યા હતા. ચોપડા ઉપર સ્ટૉક પણ બોલતો હતો, પરંતુ ફ્રૅન્ચાઇઝીને આપવા માટે અમારી પાસે માલ ન હતો."

"આ અંગે મેં સિનિયર મૅનેજમૅન્ટ સાથે વાત કરી તો તેમણે મને જેમ-તેમ કરીને સમજાવવાનો અને શાંત પાડવાનો પ્રયાસ કર્યો. આ અંગે વધુ પૃચ્છા કરતાં તેમણે મને ચૂપ રહેવા તથા કામથી કામ રાખીને પગાર સાથે મતલબ રાખવા માટે કહ્યું."

"અંતે 2013માં મેં રાજીનામું આપવાનનું નક્કી કર્યું. મેં તમામ ફ્રૅન્ચાઇઝીના માલિકોને બોલાવીને તેમને કંપની સાથે પૈસા તથા સ્ટૉકની લેવડ-દેવડ દરમિયાન સાવધ રહેવા માટે કહ્યું. કેટલાક ફ્રૅન્ચાઇઝી માલિકોએ મેહુલ ચોકસીની કાર્યપદ્ધતિ, ઠગાઈ તથા લૉનો વિશે સિરિયસ ફ્રૉડ ઇન્વૅસ્ટિગેશને જાણ કરી."

"અમે વડા પ્રધાન કાર્યાલયને પણ ઈ-મેઇલ કર્યો હતો, જેણે કંપની રજિસ્ટ્રારને તપાસ કરવા માટે કહ્યું હતું, પરંતુ કશું થયું નહીં. જ્યારે પંજાબ નેશનલ બૅન્કે ફરિયાદ કરી ત્યારે અમારી અરજીઓ વિશે ચર્ચા થવા લાગી."

મેહુલને ભારત પરત લાવી શકાશે કે કેમ, તે અંગે પણ તેઓ સંશયિત છે.

ઇમેજ સ્રોત, GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, મેહુલને ભારત પરત લાવી શકાશે કે કેમ, તે અંગે પણ તેઓ સંશયિત છે.

ચોકસી તથા નિરવ મોદીના કથિત કૌભાંડોને કારણે ભારતના બૅન્કિંગક્ષેત્રમાં રહેલી ખામીઓ બહાર આવી. ચોકસી સાથે નજીકથી કામ કરનારા શ્રીવાસ્તવને લાગે છે કે તે ખૂબ જ 'ઇન્ટેલિજન્ટ', 'મૅનિપ્યુલેટર' તથા 'કનેક્ટેડ' છે.

કારણ કે ત્રણ વર્ષના ગાળા દરમિયાન SFIO, ઍન્ફૉર્સમૅન્ટ ડિરૅક્ટ્રેટ, સીબીઆઈ, RoC સહિત અનેક સરકારી એજન્સીમાં ચોકસી વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી હતી, છતાં ક્યાંયથી કોઈ કાર્યવાહી થઈ ન હતી.

શ્રીવાસ્તવ ઉમેરે છેકે, 'કરાર કરીને પછી પૈસા આપવા સમયે ખસી જવું. બ્રાન્ડ ઍમ્બેસેડર તરીકે સૅલિબ્રિટિઝ સાથે કરાર કરવા, ત્યારબાદ રૂ. પાંચ-10 લાખનો માલ રૂ. 25-50 લાખની કિંમતે આપવામાં આવતો. આ મુદ્દે પણ ઝગડા થયા હતા."

"એક વ્હિસલબ્લૉર, નાગરિક તથા પૂર્વ કર્મચારી તરીકે કહેવા માગીશ કે તેના કારણે અનેક કર્મચારીના કૅરિયર ખરાબ થઈ છે, જ્યારે પૈસા ડૂબ્યા છે, એટલે તેમના પાસેથી પૈસા વસૂલાવા જોઈએ. તે દેશના કરદાતાના રૂપિયા છે."

વીડિયો કૅપ્શન, ટાટાની કંપનીએ કહ્યું, કર્મચારી કોરોનામાં મૃત્યુ પામે તો પણ પગાર રહેશે ચાલુ
line

ગુજરાતી સાથે 60 કરોડની છેંતરપિંડી

પંજાબ નેશનલ બૅન્કે પણ ચોકસી સામે ફરિયાદ નોંધાવી છે.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પંજાબ નેશનલ બૅન્કે પણ ચોકસી સામે ફરિયાદ નોંધાવી છે.

ભાવનગરના વેપારી દિગ્વિજયસિંહ જાડેજાએ મેહુલ ચોકસી સામે સુપ્રીમ કોર્ટ સુધી કેસ લડ્યા છે. તેમના રૂ. 60 કરોડ મેહુલ ચોકસીમાં ડૂબ્યા છે.

જાડેજાના કહેવા પ્રમાણે:"મેહુલ ચોકસીના કર્મચારી બિઝનેસ પ્રપૉઝલ સાથે મારી પાસે આવ્યા હતા. અમે તેમની પાસે જે સોનું જમા રાખીએ, તેના ઉપર તેના બજારભાવ ઉપર અમને 12 ટકાનું નિર્ધારિત વળતર ચૂકવવાના હતા."

"અમે ભાવનગર, જામનગર, વડોદરા, અમદાવાદ અને ભૂજ સહિત ગુજરાતના કેટલાક શહેરોમાં ગીતાંજલિના શૉ-રૂમ ખોલ્યા હતા. જેટલો સ્ટૉક હોય તેના કરતાં 30 ટકા જ માલ આપવામાં આવતો હતો, આ વિશે તેમના સાથે વાટાઘાટો અને ચર્ચા થઈ પરંતુ કોઈ સંતોષકારક ઉકેલ ન આવ્યો એટલે ઑગસ્ટ-2014માં અમે કરારને ટર્મિનેટ કરી દીધો હતો."

"પરંતુ તેમાં ખતા કરી હતી. મેં તેની સામે એફ.આઈ.આર દાખલ કરાવી હતી અને તેનો પાસપૉર્ટ જમા કરવો જોઈએ અથવા તે દેશમાંથી ફરાર થઈ જશે, એવા મતલબની રજૂઆત ગુજરાત હાઈકોર્ટમાં કરી હતી."

"એ પછી ગુજરાત હાઈકોર્ટના ચુકાદા સામે સુપ્રીમ કોર્ટમાં સ્પેશિયલ લિવ પિટિશન દાખલ કરી હતી. જે સર્વોચ્ચ અદાલતે સ્વીકારી લીધી હતી. આના ગણતરીના દિવસોમાં મેહુલ ચોકસી દેશમાંથી ફરાર થઈ ગયો હતો."

બદલો X કન્ટેન્ટ, 6
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 6

જાડેજા માને છે કે મેહુલ ચોકસી કાયદાકીય નિષ્ણાતોને રાખીને તેમની સલાહ મુજબ દેશની બૅન્કો કે નાગરિકો સાથે છેતરપિંડી કરે છે, તે ખૂબ જ ચાલાક છે. તેમને પોતાના કે સરકારના પૈસા પરત આવશે એવી કોઈ આશા નથી.

મેહુલને ભારત પરત લાવી શકાશે કે કેમ, તે અંગે પણ તેઓ સંશયિત છે. તેઓ માને છે કે એન્ટિગામાં ગળા સુધી પાણી આવી ગયું હશે એટલે પ્રત્યાર્પણ ન થાય તે માટે જ તેમણે આ નાટક કર્યું હશે.

જાડેજા ઉમેરે છે કે મેહુલ ચોકસી સામે કાર્યવાહી કરવા માટે કલમ-164 હેઠળનું નિવેદન પણ હતું. જો ગુજરાત પોલીસ તથા અન્ય તંત્રોએ સમયસર કાર્યવાહી કરી હોત તો મેહુલ ચોકસી ફરાર ન થઈ શક્યો હોત અને આજે જેલના સળિયાની પાછળ હોત.

line

મેહુલ ચોકસીના નજીકના પરિવારજન નિરવ મોદી ઉપર પણ બૅન્કો સાથે ઠગાઈ કરવાનો આરોપ

મેહુલ ચોકસીના નજીકના પરિવારજન નિરવ મોદી ઉપર પણ બૅન્કો સાથે ઠગાઈ કરવાનો આરોપ

ઇમેજ સ્રોત, GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, મેહુલ ચોકસીના નજીકના પરિવારજન નિરવ મોદી ઉપર પણ બૅન્કો સાથે ઠગાઈ કરવાનો આરોપ

ગીતાંજલિની ફ્રેન્ચાઇઝી લેનાર બેંગ્લુરુના એસ. કે. હરિપ્રસાદના કહેવા પ્રમાણે, "2012માં મેં ગીતાંજલિના સોના તથા હીરાના દાગીનાની ફ્રૅન્ચાઇઝી લીધી હતી. કંપની દ્વારા નિશ્ચિત વળતર આપવાના કરાર કરવામાં આવ્યા હતા. કંપની દ્વારા સોનાના દાગીના આપવાના હતા, તેના બદલે હીરાના દાગીના આપવાના હતા."

"આ દાગીના ખૂબ જ ઊંચી કિંમતના હતા અને તેની વાસ્તવિક કિંમતના લગભગ પાંચ ગણા મોંઘા હતા. કંપની સાથે આ મુદ્દે વાટાઘાટો થઈ, પરંતુ કોઈ સંતોષકારક ઉકેલ ન આવ્યો, આથી બૅંગ્લોરની કોર્ટમાં તેની સામે ફરિયાદ દાખલ કરાવી. મારી ફરિયાદના આધારે કોર્ટે મેહુલ ચોકસીનો પાસપૉર્ટ જપ્ત કરવાના આદેશ આપ્યા."

હરિપ્રસાદ માને છે કે ચોકસી ભારત પરત નહીં ફરે અને જો આવશે તો પણ ફ્રૅન્ચાઈઝીના માલિકોને તેમના પૈસા પરત નહીં મળે. ચોકસીએ આ નાણાં વિદેશમાં મોકલાવી દીધા હશે અને કોઈ ટૅક્સ હેવનમાં જમા કરાવી દીધા હશે.

line

વધુ એક કહાણી

રજૌરી ગાર્ડન ખાતે ગીતાંજલિની ફ્રૅન્ચાઇઝી લઈને લગભગ દોઢેક કરોડનું નુકસાન વેઠનારા વૈભવ ખુરાનિયાના કહેવા પ્રમાણે :"2013માં અમે ગીતાંજલિની ફ્રૅન્ચાઇઝી લીધી હતી. અખબારમાં આવેલી જાહેરાતના આધારે મેં તથા મારા ભાગીદારે તેમનો સંપર્ક સાધ્યો હતો."

"કંપની તરફથી એક વ્યક્તિ આવી હતી અને લેખિતમાં કરાર કરવામાં આવ્યા હતા. નિર્ધારિત વળતર તથા કાયદેસરના કરાર હોવાને કારણે અમે તેમની સાથે વેપાર શરૂ કર્યો હતો."

"અમે પૈસા રોકીએ, કંપની ખર્ચ કાઢે તથા કર્મચારી પણ તેમના જ હોય એવું બિઝનેસ મોડલ નક્કી થયું હતું. ભાડું તથા અન્ય ખર્ચા પણ કંપની આપવાની હતી. ઑક્ટોબર-2013માં અમે શો-રૂમ શરૂ કર્યો, ત્યારે જે માલ આવ્યો તે ખૂબ જ હલકી ગુણવતાનો હતો. તે જૂનો હતો તથા મોંઘા ભાવનો હતો."

"આ અંગે દિલ્હી ખાતેની ગીતાંજલિની ઑફિસે રજૂઆત કરતા તેમણે લગભગ રૂ. 30 લાખનો માલ બદલાવી આપ્યો હતો. કંપનીનો એક કર્મચારી મુંબઈ જઈ રહ્યો હોય, તેને રૂ. 40 લાખ જેટલો માલ તેના હસ્તક મોકલવામાં આવ્યો હતો. બદલામાં નવો માલ આવશે એવી ખાતરી આપવામાં આવી હતી."

"આ અંગે વારંવાર પૃચ્છા અને વાત કરતાં મુંબઈ જઈને માલ બદલવાનું સૂચન દિલ્હીની ઓફિસથી કરવામાં આવ્યું. મારો પાર્ટનર માલ બદલાવવા માટે મુંબઈ ગયો તો તેમના વૉલ્ટ્સ ખાલી હતા. તેમની પાસે આપવા માટે માલ જ ન હતો. હૉંગકૉંગ, દુબઈ તથા યુરોપથી માલ આવશે, એવી ખાતરી આપવામાં આવતી હતી. પરંતુ ક્યારેય કોઈ માલ આવ્યો નહીં."

"કંપનીના સીઈઓ, મૅનેજમૅન્ટના અન્ય સભ્યો તથા કર્મચારીઓ મેહુલ ચોકસીની આસપાસ કિલ્લો બનીને રહેતા અને અમને મળવા દેતા ન હતા."

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

વૈભવને પૈસા પરત મળવાનો અવિશ્વાસ લાગે છે. તેઓ માને છે કે મેહુલને ભારત નહીં લાવી શકાય અને જો લાવી શકાશે તો પણ તે સજા ભોગવી લેશે, પરંતુ તેમના પાસેથી પૈસા કઢાવવા શક્ય નહીં હોય.

સપ્ટેમ્બર-2018માં મેહુલ ચોકસીએ વીડિયો બહાર પાડીને પોતાની સામેના આરોપોને 'ખોટા' અને 'આધારહીન' કહીને નકારી કાઢ્યા હતા. તેમણે કહ્યું હતું કે તેમની સંપત્તિને ગેરકાયદેસર રીતે જપ્ત કરવામાં આવી છે.

સુરતમાં હીરાના એક વેપારીના કહેવા પ્રમાણે, "મેહુલ ચોકસી ખૂબ જ ચાલાક અને સ્માર્ટ છે. તે નેટવર્કિંગની વ્યક્તિ છે. તેના પાસે અનેક બિઝનેસ આઇડિયા રહેતા. ઍક્ઝિબિશન કે શો દરમિયાન તમે એને મળો એટલે તેના વિશે ચર્ચા કરે."

"વાત કરવાની છટા અને આત્મવિશ્વાસ તમારા મનમાં શંકા ઊભી ન થવા દે. શરૂ-શરૂમાં તો તમારી અપેક્ષા ઉપર પાર ઉતરે, પરંતુ બાદમાં રંગ દેખાડવાનું શરૂ કરે. 2011માં પુત્રીના જોધપુરમાં લગ્ન કરાવ્યા હતા. ત્યારે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અનેક ટોચના લોકોએ ત્યાં પર્ફૉર્મ કર્યું હતું."

આ વેપારી પણ મેહુલ ચોકસીની કંપનીમાં ઇન્વેસ્ટ કરવાના હતા, પરંતુ પરિવારમાં સહમતી નહીં સધાઈ શકતા વાત આગળ વધી ન હતી. હવે, તેઓ આને માટે ભગવાનનો આભાર માને છે.

line

નિયમો નેવે મુકાયા

બદલો YouTube કન્ટેન્ટ, 3
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3

જાહેર સાહસની બૅન્કમાં ઉચ્ચ પદ ઉપર રહેલા અધિકારીના કહેવા પ્રમાણે, "મેહુલ ચોકસીએ અનેક સરકારી બૅન્કોને ચૂનો લગાડ્યો છે. જે મુખ્યત્વે લેટર ઑફ અંડરટેકિંગ દ્વારા લગાડવામાં આવ્યો હતો."

"આટલું મોટું કૌભાંડ બૅન્કમાં રહેલી વ્યક્તિની મદદ વગર કરવું શક્ય જ નથી. બૅલેન્સશિટમાં રહેલા સ્ટૉકને વૅરિફાય કરવાનો હોય છે. એ પ્રક્રિયાનું પાલન થયું હોય તો આ પરપોટો વહેલો જ ફૂટી ગયો હોત."

"આ સિવાય તેણે સરકારી અને ખાનગી કંપનીઓ પાસેથી લૅટર ઑફ અંડરટેકિંગના આધારે લૉનો મેળવી હતી. આ માટે તેણે ડમી કંપનીઓ ખોલી હતી અને તેમાં જ પૈસાને ગોળ-ગોળ ફેરવ્યા હતા. જો કોઈ અધિકારીએ થોડી સતર્કતા દાખવી હોત, તો કાગળ પરથી જ આ ઠગાઈને પકડી શકાઈ હોત."

"ચાવીરૂપ જગ્યાએ રહેલા કર્મચારીઓની નિયમિત અંતરે બદલી કરવામાં આવે છે, પરંતુ આ નિયમોને પણ કોરાણે મૂકાયા હતા. કૃત્રિમ રીતે ગીતાંજલિના શૅરના ભાવોમાં ઉછાળો લાવવામાં આવ્યો હતો અને તેને ગીરવે રાખીને તેની ઉપર પણ બૅન્કો પાસેથી પૈસા લેવામાં આવ્યા હતા."

અધિકારી માને છે કે ચોકસીની જે કોઈ સંપત્તિ જપ્ત કરવામાં આવી છે, તે 'ચણા મમરા' જેટલી છે અને તેમાંથી કોઈ મોટી રકમ મળે તેમ નથી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, નાણાં મંત્રી નિર્મલા સિતારમણ સહિત અનેક કેન્દ્રીય પ્રધાનો કહી ચૂક્યા છે કે જે કોઈ લોકો કરદાતાના પૈસા લઈને નાસી છૂટ્યા છે, તેમને કાયદા સમક્ષ રજૂ કરવામાં આવશે અને પૈસા વસૂલાશે. પરંતુ ક્યારે અને કેવી રીતે તે સવાલ ત્યારે પણ હતો અને અત્યારે પણ છે.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 4
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 4

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો