ખેડૂત આંદોલન : મોદી સરકારથી છેડો ફાડવાની વધુ એક પાર્ટીની ઘોષણા - BBC TOP NEWS

ઇમેજ સ્રોત, ANI
નાગૌરથી લોકસભાના સભ્ય અને લોકતાંત્રિક પાર્ટીના સંયોજક હનુમાન બેનીવાલે ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં એનડીએને આપેલું સમર્થન પરત લેવાની ઘોષણા કરી છે.
પત્રકાર મોહરસિંહ મીના જણાવે છે કે શનિવારે રાજસ્થાન-હરિયાણા સરહદ પર શાહજહાંપુરમાં તેમણે આ જાહેરાત કરી હતી, જ્યાં પ્રદર્શનકારી ખેડૂત 14 દિવસથી ધરણાં પર બેઠા છે.

મધ્યપ્રદેશની શિવરાજ સરકારની કૅબિનેટની ધર્માંતરણવિરોધી બિલને મંજૂરી

ઇમેજ સ્રોત, Getty Images
મધ્યપ્રદેશ સરકારની કૅબિનેટે ધર્માંતરણવિરોધી બિલને મંજૂરી આપી દીધી છે. મધ્યપ્રદેશમાં ગૃહમંત્રી નરોત્તમ મિશ્રએ જણાવ્યું કે શિવરાજ સરકારની કૅબિનેટમાં ધ્વનિમતથી આ બિલ પાસ થયું છે અને આ બાદ આ બિલ વિધાનસભામાં રજૂ કરાશે.
આ બિલનો ઉદ્દેશ પરાણે કરાતાં ધર્માંતરણને રોકવાનો જણાવવામાં આવ્યો છે.
નરોત્તમ મિશ્રએ ટ્વીટ કર્યું, "કોઈ પણ વ્યક્તિ બીજી વ્યક્તિને પ્રલોભન, ધમકી, બળ, દુષ્પ્રભાવ, વિવાહના નામે કે અન્ય કોઈ કપટપૂર્ણ રીતે પ્રત્યક્ષ અથવા પરોક્ષ ધર્મપરિવર્તન કે ધર્મપરિવર્તનનો પ્રયાસ નહીં કરી શકે. કોઈ પણ વ્યક્તિ ધર્મપરિવર્તન કરવા માટે ષડ્યંત્ર નહીં કરી શકે."
તેમણે તે પછીના ટ્વીટમાં લખ્યું કે ધર્મ છુપાવીને (આને તેમણે લવજેહાદ કહ્યો છે), કાયદાનું ઉલ્લંઘન કરવાના ગુનામાં ત્રણ વર્ષથી દસ વર્ષ સુધીની જેલની સજા અને 50 હજાર રૂપિયાનો દંડ થઈ શકે છે.
આ સિવાય સામૂહિક એટલે કે બે કે બે કરતાં વધુ લોકોનો ધર્મપરિવર્તનનો પ્રયાસ કરવા અંગે પાંચથી દસ વર્ષ સુધીની કેદ અને એક લાખ રૂપિયાની સજા નિર્ધારિત કરાઈ છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
નરોત્તમ મિશ્રએ જણાવ્યું કે આ બિલ વિધાનસભામાં પાસ થઈ ગયા બાદ 1968વાળો ધર્મ સ્વાતંત્ર્યનો કાયદો ખતમ થઈ જશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મધ્ય પ્રદેશના ગૃહમંત્રીએ કહ્યું, "ધર્માંતરણ માટે થનારાં લગ્ન પર રોક લગાવવા માટે પ્રસ્તાવિત #ધર્મસ્વાતંત્ર્યઅધિનિયમને કઠોર બનાવવાની સાથે એવી કેટલીક જોગવાઈ કરાઈ છે, જે દેશના કોઈ પણ રાજ્યમાં હજુ સુધી નથી."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 3

ગુજરાતમાં કોરોનાએ નોકરીની નવી તકો સર્જી?

ઇમેજ સ્રોત, Getty Images
'ફાયનાન્સિયલ એક્સપ્રેસ'ના એક અહેવાલ પ્રમાણે ગુજરાતમાં IT અને IT ઇનેબલ્ડ સર્વિસના યુનિટોનો વેપાર વધવાને કારણે રાજ્યમાં રોજગારીની નવી તકો સર્જાઈ રહી છે.
ગુજરાતની ઘણી IT કંપનીઓ જે પહેલાં સંપૂર્ણપણે માત્ર વિદેશી વેપાર પર આધારિત હતી, તેને હવે કોરોનાના કારણે સર્જાયેલી નવી પરિસ્થિતિને કારણે સ્થાનિક ગ્રાહકો મળવા લાગ્યા છે.
કોરોનાને કારણે સર્જાયેલી પરિસ્થિતિને કારણે મોટા ભાગના ઉદ્યોગોનું ડિજિટાઇઝેશ થવાને કારણે IT સંબંધિત વિવિધ સેવાઓની જરૂરિયાત પડવા લાગી છે.
'નાસકૉમ ફાઉન્ડેશન'ના ડાયરેક્ટર જૈમિન શાહે અખબાર સાથેની વાતચીતમાં કહ્યું કે, "ગુજરાતના મોટા ભાગના IT એકમો સર્વિસ પ્રોવાઇડર છે અને પ્રોજેક્ટ બેઝ્ડ બિઝનેસ અને આઉટસોર્સિંગ સાથે સંકળાયેલા છે. આ વર્ષે એપ્રિલમાં IT સેક્ટરને તકલીફો પડી. પરંતુ નવી પરિસ્થિતિ સાથે અનુકૂલન સાધીને IT એકમોએ પરિવર્તનને અપનાવી લીધું, જેના કારણે વેપારમાં વધારો જોવા મળી રહ્યો છે."
ગુજરાત ઇલેક્ટ્રોનિક્સ ઍન્ડ સોફ્ટવેર ઇન્ડસ્ટ્રીઝ ઍસોસિયેશનના ચૅરમૅન તેજિંદર ઓબેરૉયે અખબારને જણાવ્યું કે આવનારાં પાંચ મહિનામાં ગુજરાતના IT સેક્ટરમાં વધુ 20 હજાર નવી નોકરીઓ સર્જાવાની શક્યતા છે.

આરોગ્યવિભાગે દરેક જિલ્લામાં ફાયર ઑડિટ ટીમ નીમવાના આદેશ આપ્યા

ઇમેજ સ્રોત, SOCIAL MEDIA JAYANTI RAVI
ગુજરાતના દરેક જિલ્લામાં કોવિડ-19 હૉસ્પિટલો અને કોવિડ માટે સમર્પિત સ્થળો ફાયર સેફ્ટીની જોગવાઈઓનું પાલન સુનિશ્ચિત કરાવવા માટે ગુજરાતનાં મુખ્ય આરોગ્ય સચિવ જયંતી રવિએ દરેક જિલ્લામાં એક ફાયર ઑડિટ ટીમનું ગઠન કરવાની સૂચના આપી છે.
'ઇન્ડિયન એક્સપ્રેસ'માં આ અંગેનો એક અહેવાલ પ્રસિદ્ધ થયો છે.
18 ડિસેમ્બરના રોજ રાજકોટની હૉસ્પિટલમાં આગની ઘટનામાં સુપ્રીમ કોર્ટ દ્વારા સુઓ મોટો કૉગ્નિઝન્સમાં અપાયેલ હુકમની અમલવારીના ભાગરૂપે રાજ્યના આરોગ્યવિભાગે આ નવું નોટિફિકેશન જારી કર્યું હતું.
અહેવાલ અનુસાર ઑડિટ કમિટીમાં ચીફ ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઑફિસર, રેસિડન્ટ મેડિકલ ઑફિસર કે ડિસ્ટ્રિક્ટ ક્વૉલિટી ઍસ્યોરન્સ હેલ્થ ઑફિસર કે બાયૉમેડિકલ એન્જિનિયર, રિજનલ ફાયર ઑફિસર કે ફાયર ડિપાર્ટમેન્ટના ઑફિસર, પ્રોજેક્ટ ઇમ્લિમેન્ટેશન યુનિટ (PIU) ઇલેક્ટ્રિકલ એન્જિનિયર અને ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટ ઑફિસર અને ઍક્ઝિક્યુટિવ એન્જિનિયર કે PIU સિવિલ ડિપાર્ટમેન્ટના ઑફિસર હશે.
આ ફાયર ઑડિટ ટીમ મેડિકલ સંસ્થાનોમાં આગની ઘટનાઓ ન બને તે હેતુથી હૉસ્પિટલ સેફ્ટી મેન્યુઅલ કે ફાયર સેફ્ટી મેન્યુઅલનું પાલન સુનિશ્ચિત કરાવશે.

ગુજરાત : મધ્યાહ્ન ભોજનના સ્થાને રૅશન વિતરણની વ્યવસ્થા ત્રણ મહિના બાદ શરૂ થઈ

ઇમેજ સ્રોત, GETTY IMAGES
'ઇન્ડિયન એક્સપ્રેસ'ના એક અહેવાલ અનુસાર સાડા ત્રણ મહિના કરતાં વધુ સમય બાદ ગુજરાત સરકારે સરકારી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને ફૂડ સેફ્ટી ઍલાઉન્સ કુપનો થકી રૅશન વિતરણ કરવાનું ફરી શરૂ કર્યું છે.
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મૅનેજમેન્ટ અમદાવાદના એક સર્વે અનુસાર કોરોનાની પરિસ્થિતિને કારણે સરકારી શાળઓના 85 ટકા બાળકોને માર્ચ મહિનાથી મધ્યાહ્ન ભોજનની અવેજમાં કંઈ નહોતું મળ્યું.
આ અંગેના અહેવાલ સ્થાનિક અખબારોમાં છપાતા ગુજરાત હાઇકોર્ટે આ અંગે સુઓ મોટો કોગ્નિઝન્સ લેતાં સરકારે વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવાનો નિર્ણય લીધો છે.
મધ્યાહ્ન ભોજન યોજના માટે રાજ્યની કમિશનર કચેરી દ્વારા ફૂડ સેફ્ટી ઍલાઉન્સ કૂપનોનું વિતરણ કરવા અને ભોજન રાંધવાના ખર્ચને લાભાર્થીઓનાં ખાતાંમાં જમા કરાવવાની સૂચના આપી દેવાઈ છે.
આ નિર્ણય અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનની શાળાઓના 1.20 લાખ વિદ્યાર્થીઓને ઘઉં અને ચોખા સ્વરૂપે ડ્રાય રૅશન અપાશે, આ સિવાય ભોજનના રાંધણ ખર્ચ પેટે વિદ્યાર્થીઓ કે તેમના વાલીઓનાં ખાતાંમાં ખર્ચની નિશ્ચિત રકમ જમા કરાવાશે.

સાઉદી અરેબિયાના પાટવી કુંવર MBSએ મુકાવડાવી કોરોના વૅક્સિન
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 4
સાઉદી પ્રેસ એજન્સીએ એક વીડિયો જારી કરીને જાણકારી આપી છે કે સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનને કોવિડ-19ની રસી મૂકવામાં આવી છે.
સાઉદી અરેબિયાના સ્વાસ્થ્ય મંત્રી ડૉક્ટર તૌફિક-અલ-રબીહે કહ્યું કે તેઓ નાગરિકો માટે રસી પ્રાપ્ય બનાવવાની ઉત્સુકતા અને સતત તે અંગે જાણકારી લેતા રહેવા માટે ક્રાઉન પ્રિન્સના આભારી છે.
તેમણે કહ્યું, "વિઝન 2030" હેઠળ અમારી નીતિ છે 'ઇલાજથી બહેતર બચાવ', જેનો અર્થ છે સતત બચાવનાં પગલાં વધારવાં, માનવસ્વાસ્થ્ય પર ભાર આપવો અને સમયસર નાગરિકોને અને અહીં રેહનારને સુરક્ષિત વૅક્સિન પૂરી પાડવી. આ કારણે જ સાઉદી અરેબિયા કોરોના વાઇરસનો મુકાબલો કરવામાં વિશ્વના બહેતરીન દેશો પૈકી એક છે."
શુક્રવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે સાઉદી અરેબિયામાં પાછલા 24 કલાકમાં કોરોનાના 178 મામલા સામે આવ્યા છે. ત્યાર બાદ સાઉદીમાં કુલ મામલાની સંખ્યા 3,61,903થી ગઈ છે.
અત્યાર સુધી 3,52,815 લોકો ઠીક થઈ ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધી કુલ 6,168 મૃત્યુ થયાં છે.

ખેડૂતોએ નકાર્યા વડા પ્રધાન મોદીના આરોપ

ઇમેજ સ્રોત, Getty Images
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના 'દરરોજ માગ બદલતા રેહવા'ના આરોપને નકરતાં ઑલ ઇન્ડિયા કિસાન સંઘર્ષ કોઑર્ડિનેશન કમિટીએ શુક્રવારે કહ્યું કે ખેડૂતોની એકમાત્ર માગ છે કે તમામ પાકો પર MSP આપવાની જાહેરાત કરીને તેમને એક વૈધ અને પાકી આવકનું આશ્વાસન આપવામાં આવે.
બીજી તરફ 'પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધી યોજના' હેઠળ નવ કરોડ લાભાર્થીઓને 18 હજાર કરોડ રૂપિયા જારી કરતાં એક કાર્યક્રમમાં વડા પ્રધાન મોદીએ કહ્યું કે એક વિશેષ રાજકીય વિચારધારાના લોકો ખેડૂતોને ઉશ્કેરી રહ્યા છે અને દરરોજ એક નવો મુદ્દો ઊભો કરવા માટે માગ બદલી નાખે છે જે મુદ્દા સાથે સંબંધિત પણ નથી.
તેમણે ફરી વાર ખેડૂતોને કોઈના કહ્યામાં ન આવવાની અપીલ કરી અને કહ્યું કે ખેડૂતોએ MSPને લઈને આંદોલન શરૂ કર્યું હતું પરંતુ હવે તેઓ હિંસાના આરોપમાં બંધ લોકોની મુક્તિની માગ કરી રહ્યા છે અને ટોલપ્લાઝાનો પણ વિરોધ કરી રહ્યા છે.
તેમણે કહ્યું, "ખેડૂતોના ખભા પર મૂકીને બંદૂક ચલાવનારા તેમના નામે અલગ અલગ મુદ્દા ઉઠાવી રહ્યા છે કારણ કે તેમની પાસે કોઈ તર્ક જ નથી." વડા પ્રધાને એ પણ કહ્યું કે કેરળમાં APMC મંડીઓ નથી પરંતુ ત્યાં આંદોલન નથી થઈ રહ્યું.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












