You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોરોના વાઇરસની રસી અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રજોગ સંબોધનમાં શું કહ્યું?
ભારત કોરોના મહામારી સામે લડી રહ્યો છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રજોગ સંબોધન કર્યું.
તેમણે સંબોધનમાં કહ્યું:
- લૉકડઉન ભલે ગયું, વાઇરસ હજી ગયો નથી. આનું ધ્યાન રાખજો.
- દુનિયાના સાધનસંપન્ન દેશો કરતાં ભારત નાગરિકોના જીવ બચાવવામાં વધારે સફળ થઈ રહ્યું છે.
- કોરોનાથી ખતરો નથી એવું માનવાની જરૂર નથી.
- આપણા દેશના વૈજ્ઞાનિક રસી બનાવવાની દિશામાં મહેનત કરી રહ્યા છે.
- કોરોનાની રસી આવે, ત્યારે જલદી દરેક ભારતીય સુધી પહોંચે તેના માટે સરકારની તૈયારી ચાલુ છે.
- જ્યાં સુધી રસી નથી આવી જતી, કોરોના સામેની લડાઈ ઢીલી પડવા દેવાની નથી
- ધારી બેઠક પર પાટીદારોના પ્રભુત્વની ધાર ભાજપને ઘાયલ કરશે કે કૉંગ્રેસને?
- અમેરિકામાં 70 વર્ષ પછી કોઈ મહિલાને અપાશે મૃત્યુદંડ, કોણ છે એ અપરાધી?
નરેન્દ્ર મોદી અગાઉ શું કહી ચૂક્યા છે?
સૌ પહેલાં 19મી માર્ચે કોરોના વાઇરસના સંદર્ભે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રથમ વખત રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું.
જેમાં તેમણે એક દિવસ (22મી માર્ચે) માટે 'જનતા કર્ફ્યુ'નું પાલન કરવા તથા સાંજે પાંચ વાગ્યે પાંચ મિનિટ માટે આરોગ્યક્ષેત્રે સંકળાયેલા કર્મચારીઓ, પોલીસવાળા તથા મીડિયાકર્મીઓનું થાળી કે તાળી વગાડીને અભિવાદન કરવા આહ્વાન કર્યું હતું.
24મી માર્ચે સાંજે આઠ કલાકે તેમણે વધુ એક વખત રાષ્ટ્રજોગ સંબોધન કર્યુ, જેમાં તેમણે મધ્યરાત્રિથી દેશવ્યાપી લૉકડાઉનની જાહેરાત કરી અને 'જે જ્યાં છે, ત્યાં રહે'નું આહ્વાન કર્યું.
ત્રીજી એપ્રિલે સવારે નવ વાગ્યે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રજોગ વીડિયો સંદેશ આપ્યો, જેમાં તેમણે 5મી એપ્રિલના રાત્રે નવ વાગ્યે નવ મિનિટ માટે 'દીવા, મીણબત્તી કે મોબાઇલની ફ્લેશલાઇટ' દ્વારા એકજૂથ હોવાની તથા પ્રકાશ ફેલાવવાની અપીલ કરી હતી.
કોરોના અને ચીન સાથે તણાવભર્યા સંબંધની વચ્ચે 30 જૂને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બપોરે ચાર વાગ્યે રાષ્ટ્રજોગ સંબોધન કર્યું. જેમાં તેમણે લૉકડાઉન દરિયાન લાખો લોકોનો જીવ બચાવી શકાયો હોવાની વાત કરી.
અન્ય નોંધપાત્ર રાષ્ટ્રજોગ સંબોધન
ઑગસ્ટ-2019માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ-કાશ્મીરના પુનર્ગઠન તથા તેના વિશેષ રાજ્યના દરજ્જાને નાબૂદ કરવા પાછળ કેન્દ્ર સરકારના તર્ક અને જમ્મુ-કાશ્મીરની પ્રજાને કેવી રીતે લાભકારક થશે તે જણાવવા માટે રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કોરોના સિવાય વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નોટબંધી (તા. આઠમી નવેમ્બર 2016) તથા 'મિશન શક્તિ'ની (જેમાં ભારતે જમીન પરથી અવકાશમાં સેટેલાઇટને ધ્વસ્ત કરવાની ક્ષમતા હાંસલ કરી) સફળતાની જાહેરાત રાષ્ટ્રજોગ સંબોધન દ્વારા કરી હતી.
વિપક્ષ સહિત કેટલાક અર્થશાસ્ત્રીઓ માને છે કે નોટબંધીને કારણે નાના અને મધ્યમ ઉદ્યોગોની કમર તૂટી ગઈ. 'મિશન શક્તિ'ની જાહેરાત વખતે સામાન્ય ચૂંટણી ચાલી રહી હતી, જેથી વિપક્ષે તેની સામે ચૂંટણીપંચનાં દ્વાર ખખડાવ્યાં હતાં.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો