ગુલાબો-સિતાબો ફિલ્મ પણ મનોરંજનના ઇતિહાસમાં આલમ આરાની જેમ નોંધાશે

ઇમેજ સ્રોત, Gulabo Sitabo
- લેેખક, વંદના
- પદ, બીબીસી ટીવી એડિટર
જે રીતે ક્વીઝમાં સવાલ પૂછવામાં આવે છે કે હિંદીની પહેલી બોલતી ફિલ્મ કઈ હતી?
જેમ કે 1931માં બનેલી આર્દેશર ઈરાનીની ફિલ્મ આલમ આરા પહેલી બોલતી ફિલ્મ હતી, એ જ રીતે ગુલાબો સિતાબો ઓટીટી પ્લૅટફૉર્મ પર રિલીઝ થનારી પહેલી એ-લિસ્ટર ફિલ્મ છે.
જોકે તે સિનેમાઘરો માટે બની હતી પણ કોરોના વાઇરસના સંક્રમણે સર્જેલી પરિસ્થિતિએ સ્થિતિ પલટી નાખી.

ફિલ્મની વાત

ઇમેજ સ્રોત, Gulabo sitabo
"મેં બાળકો પેદા નથી કર્યાં કેમ કે આ હવેલી મારી જ રહી શકે.", હવેલી (ફાતિમા મંઝીલ) પર કબજો કરવાના લાગમાં બેઠેલો 78 વર્ષનો વૃદ્ધ શખ્સ મિર્ઝા જ્યારે તેમના વકીલને આ વાક્ય કહેતો હોય તો તમે અંદાજ લગાવી શકો કે એ પાત્રની રગેરગમાં કેટલી લાલચ ભરાયેલી હશે.
હવેલી પર મિર્ઝાનાં બેગમની માલિકી છે, જેમના મરવાની તે તલપાપડ થઈને રાહ જુએ છે અને બીજી તરફ એ હવેલીમાં રહેતા ભાડુઆત બાંકે રસ્તોગી (આયુષ્માન ખુરાના) જે માત્ર 30 રૂપિયા ભાડું આપે છે, એ પણ એ જ લાગ શોધે છે. બંને વચ્ચે જન્મોનું વેર છે.

લખનૌ, બાંકે અને મિર્ઝા
આવા બે શખ્સની કહાણી એટલે ગુલાબો સિતાબો. એમ છતાં આ પાત્રો સિવાય આ લખનૌની કહાણી પણ છે. લખનૌની સાંકળી ગલીઓ, જૂની-પુરાણી હવેલીઓ અને ઇમામવાડાઓ, સિનેમેટોગ્રાફર અવીક મુખોપાધ્યાયના કૅમેરામાં આ બધાં જ પ્રેમકહાણીની માફક કેદ થયાં છે.
અમિતાભ અને આયુષ્માન ખુરાનાની 'લખનવી તરેહ'ની તીખી તકરારોને આ ફિલ્મનો જીવ કહી શકાય. 'ચૂસી હુઈ ગુઠલી કા ચેહરા, દીમક, લીચડ', આ કેટલાક 'પ્રેમભર્યા' શબ્દો છે જે બંને પાત્રો એકબીજા માટે વાપરે છે.
અગાઉની કેટલીક ફિલ્મોની જેમ આયુષ્માન માત્ર બોલચાલમાં જ નહીં પણ ચાલઢાલમાં પણ પોતાના પાત્રમાં પરોવાઈ ગયા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
લોટની ઘંટી નાખીને ત્રણ બહેનો અને માતાની જવાબદારી ઉપાડનાર બાંકેની સૌથી મોટી દુશ્મન ગરીબી છે.
"10 બાય 10 કે કમરે મેં પાંચ લોગ હૈ સોને વાલે, કોને મેં પર્દે કે પીછે લોટા ઔર બાલ્ટી પડી રહતી હૈ જિસસે સબ નહાતે હૈ, ટૉયલેટ જાના હો તો મિશ્રાજી કી ફૈમિલી કે સાથે શેયર કરના પડતા હૈ. તુમ્હી બતાઓ કૈસે કર લે શાદી."
જ્યારે બાંકે તેની પ્રેમિકા ફૌજિયાને આ શબ્દો કહે છે ત્યારે કરુણા અને રુદન માત્ર દેખતાં નથી, અનુભવાય પણ છે.

તિકડમબાજીનો બાદશાહ

ઇમેજ સ્રોત, Gulabo Sitabo
એક લાલચુ, લડકણા, તિકડમબાજ, વૃદ્ધ અને કંજૂસનો જે વેશ અમિતાભે ધારણ કર્યો છે, એ તેમના તમામ જૂનાં પાત્રો કરતાં નોખો છે.
જે રીતે મિર્ઝા બડબડે છે, દરેક સાથે ઝઘડો કરી લે છે, એ તમને પણ અસલ જિંદગીના એવા જ કોઈ મિર્ઝાની યાદ અપાવશે.
ઘણા લોકોને તેમનાં પ્રોસ્થૅટિક અને મેકઅપ ગમ્યાં પણ મને જરા અટપટાં લાગ્યાં.
જોકે ચહેરા પરના મેકઅપની ઊંચનીચને મિર્ઝા સાહેબ ભાવો અને એક્ટિંગથી જાણે ઢાકી દે છે.
સામાન્ય શબ્દો કહાણી એમ છે કે મિર્ઝા 78 વર્ષની ઉેમરે પણ લાગ જોઈને બેઠા છે કે તેમનાં પત્ની બેગમ ફાતિમા (જેઓ તેમનાથી 15 વર્ષ મોટાં છે)ને ક્યારે જન્નત નસીબ થાય અને વારસાની હવેલી પર તેમનો હક થઈ જાય, ત્યાં જ બાંકે 30 રૂપિયાનું ભાડું છોડવા તૈયાર નથી.
આ ખેંચતાણની વચ્ચે છે પુરાતત્ત્વવિભાગના અધિકારી (વિજય રાજ) અને વકીલ (બૃજેન્દ્ર કાલા).
હવે કોણ કોની સાથે છે અને કોની વિરુદ્ધમાં એ તો તમને ફિલ્મ જોઈને જ ખ્યાલ આવશે.

હાંસિયામાં જીવતા લોકોની કહાણી

ઇમેજ સ્રોત, Raindrop films
ગોલમાલના ઋષિકેશ મુખરજીની માફક મધ્યમ વર્ગના કિસ્સાઓને ફિલ્મ ઉતારવા મથતા નિર્દેશક શુજીત સરકારે આ ફિલ્મમાં પોતાના જૂના દાયરાઓ ઓળંગીને એવા લોકોની કહાણી દેખાડી છે કે જેઓ ક્યાંકને ક્યાંકે હાંસિયામાં જિંદગી જીવે છે.
પીકુ કે પછી વિકી ડોનરથી ઊલટું અહીં ફિલ્મની ધીમી ગતિ છે, જે કેટલાકને કંટાળો અપાવી શકે છે.
ગતિ ધીમી છે કેમ કે આ કહાણીમાં દરેક પાત્રને ઘડતરમાં સમય લીધો છે. જો એટલો ધૈર્ય રાખી શકાય તો આ ફિલ્મ બહુસ્તરીય આવરણમાં છુપાયેલો કટાક્ષ છે.

ફાતિમા બેગમની કમાલ
અન્ય કેટલા પાત્રો ભજવનારાં કલાકારો પણ અદ્ભુત છે, ખાસ તો સૃષ્ટિ શ્રીવાસ્તવ.
95 વર્ષનાં ફાતિમા બેગમ બનેલાં ફારુખ ઝફરે પણ સારું કામ કર્યું છે, જે જાણે છે કે પતિ તેની પાછળ નહીં પણ હવેલી પાછળ ગાંડો છે પણ પોતાનું ટ્રમ્પ કાર્ડ તે બચાવી રાખે છે.
ઘણાં દૃશ્યો એવાં છે કે ફારુખ ઝફર કશું કહ્યા વગર જ પ્રાણ ફૂકી દે અને તમારા ચહેરા પર આપોઆપ મુસ્કાન આવી જાય.
જ્યારે ફાતિમા બેગમને ખ્યાલ આવી જાય છે કે મિર્ઝા તેના અંગૂઠાની છાપ હવેલીના કાગળ પર લેવા માગે છે ત્યારે તેઓ તેમના હાથમાં પટ્ટી બાંધીને ઈજા થઈ હોવાનું નાટક કરે છે અને તેમની આંખોમાંનું તોફાની સ્મિત જાણે બધુ જ કહી જાય છે.

લાલચ ખરાબ બલા છે?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
બાંકે અને મિર્ઝા વચ્ચે અન્ય પાત્રો આવી જવાથી જાણે ભીડ થઈ જાય છે.
એટલે જ ક્લાઇમેક્સમાં જ્યારે ભીડ હટે છે ત્યારે બંને વચ્ચેનો સંબંધ ઊભરાઈને આવે છે અને પળવાર માટે એવું લાગે છે કે ભાડુઆત-માલિકના સંબંધથી ઊઠીને કંઈક બીજું પણ છે.
બાંકે અને મિર્ઝાની કહાણીથી દૂર આ લાલચની કહાણી છે. આમ તો લાલચ એવી ચીજ છે કે એનાથી કોઈનું કદી સારું થયું નથી. પણ શું એકબીજાના વેરી બાંકે અને મિર્ઝા માટે કંઈક બદલાશે?
આ ફિલ્મ અન્ય ફિલ્મો કરતાં જુદી છે પણ કદાચ બધાની રસરુચિ પ્રમાણે ન પણ લાગે.
ફિલ્મના સ્ક્રીનપ્લે અને ખાસ તો ડાયલૉગ્સ માટે જુહી ચતુર્વેદી મબલખ વખાણ માગી લે એવું કામ થયું છે.

ઘરે જ સિનેમાઘર
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
આ ફિલ્મનો રિવ્યૂ કરવો એ એક વિશેષ અનુભૂતિ છે.
સિનેમાઘરની બહાર નહીં પણ રાત્રે બાર વાગ્યે ઇંટરનેટ પર ફિલ્મ રિલીઝ થાય, ફિલ્મના પ્રથમ દિવસે જઈને પહેલો શૉ જોવો, રિવ્યૂ માટે પંચવાળા ડાયલૉગ્સ યાદ કરી રાખવા, ફોનની લાઇટમાં કાગળ પર નોંધા ટપકાવી લેવી… આવા રિવ્યૂ તો ઘણા કર્યા.
પણ એમેઝોન પ્રાઇમ પર આ રીતે રિવ્યૂ પહેલી વખત કર્યો.
અમિતાભની ફિલ્મોના અનેક કિસ્સા વાંચ્યા છે કે જ્યારે તેમની ફિલ્મોની ટિકિટ બ્લૅકમાં વેચાતી હતી, લોકો કલાકો સુધી લાઇનમાં ઊભા રહેતા હતા.
અહીં માત્ર રાતના બાર વાગ્યાની રાહ જોવાતી હતી. મોબાઇલ શરૂ કરો અને સિનેમાઘર જાણે તમારા ઘરમાં જ હાજર થઈ જાય.
ફિલ્મનો કોઈ સીન કે ડાયલૉગ ન સમજાય તો રિવાઇંડ કરી લેવાનું.
કોરોના વાઇરસે જિંદગી ચોક્કસથી બદલી નાખી છે, પણ જિંદગીની વાસ્તવિકતાઓને પેલે પાર સિનેમા અને ફૅન્ટસીની દુનિયાને પણ બદલી કાઢી છે.

- ગુજરાતમાં લૉકડાઉન છતાં કેમ સતત વધી રહી છે કોરોના કેસોની સંખ્યા?
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે મજબૂત કરશો અને એ કેવી રીતે અસર કરે છે?
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












