ઇઝરાયલે જ્યારે ગણતરીના સમયમાં જ ઇજિપ્તની વાયુસેનાનું 'અસ્તિત્વ ખતમ કરી નાખ્યું'

આ લડાઈની શરૂઆત 5 જૂન, 1967માં ઇઝરાયલના સમય અનુસાર સવારે 7.10 વાગ્યે થઈ હતી. ફ્રાન્સમાં 50ના દશકમાં બનેલાં રૉકેટથી સજ્જ 16 મૅજિસ્ટર ફાઉગા પ્રશિક્ષણ વિમાનોએ હૅટઝોર હવાઈમથકથી ઉડાન ભરી.

આ ફાઉગા વિમાન મિસ્ટિયર અને મિરાજ જેટો દ્વારા ઉપયોગમાં લેવાનારી ફ્રિક્વન્સીઓ ટ્રાન્સમીટ કરી રહ્યાં હતાં અને એ આભાસ કરાવતાં હતાં કે તેઓ મિસ્ટિયર અને મિરાજ વિમાનોની જેમ હવાઈ નિરીક્ષણની ડ્યૂટી પર છે.

ઇઝરાયલની વાયુસેનાએ ઇજિપ્ત પર કેર વર્તાવ્યો

ઇમેજ સ્રોત, Getty Images

ચાર મિનિટ બાદ અસલી બૉમ્બવર્ષક ઑરેગને હૅટઝોર હવાઈમથકથી ઉડાન ભરી. તેની પાંચ મિનિટ બાદ રમાટ ડેવિડ મથકથી મિરાજ યુદ્ધવિમાનોના આખા સ્ક્વૉર્ડન અને હાત્ઝેરિમ ઍરબેસથી બે એન્જિનવાળાં 15 વાટૂર્સ વિમાનોએ ઉડાન ભરી.

સાડા સાત વાગતાંવાગતાં ઇઝરાયલી વાયુસેનાનાં 200 વિમાન હવામાં હતાં.

આ પહેલાં ઇઝરાયલી વાયુસેનાના કમાન્ડર મોટ્ટી હૉટનો રેડિયોસંદેશ બધા પાઇલટોને હેડફોન પર સંભળાયો, 'ઊડો, દુશ્મનો પર છવાઈ જાવ, તેમને બરબાદ કરીને તેમના ટુકડાઓને આખા રેગિસ્તાનમાં ફેલાવી દો, જેથી આવાનારી પેઢીઓ સુધી ઇઝરાયલ પોતાની ભૂમિ પર સુરક્ષિત રહી શકે.'

line

ધરતીથી માત્ર 15 મીટર ઉપર ઉડાન

ઇઝરાયલનો ઇજિપ્ત પર હુમલો

ઇમેજ સ્રોત, Book - Six days of War

ઇમેજ કૅપ્શન, આવી સ્થિતિમાં તેઓએ તેમના વિમાનને સાગરમાં ક્રૅશ કરી દેવું પડશે.

1967ના યુદ્ધ પર જાણીતું પુસ્તક 'સિક્સ ડેઝ ઑફ વૉર' લખનારા માઇકલ બી. ઓરેન લખે છે, 'આ બધાં વિમાન ધરતીથી માત્ર 15 મીટર ઉપર ઊડી રહ્યાં હતાં, જેથી ઇજિપ્તનાં 82 રડારકેન્દ્રો આ વિમાનોના રસ્તાની શોધ ન કરી શકે. તેમાનાં મોટાં ભાગનાં વિમાન પહેલાં પશ્ચિમ તરફ ભૂમધ્યસાગર તરફ ગયાં. ત્યાંથી યૂ-ટર્ન લીધો અને ઇજિપ્ત તરફ વળ્યાં. અન્ય વિમાનો લાલ સાગર તરફ ઇજિપ્તની અંદર બનેલાં હવાઈમથક પર ગયાં. બધાં વિમાનો ચુસ્ત રીતે રેડિયો 'સાઇલન્સ'નું પાલન કરતાં હતા. તેમજ સાથે ઊડતાં પાઇલટો હાથના ઇશારાથી એકબીજાનો સંપર્ક કરી રહ્યા હતા. એવું નક્કી થયું હતું કે ઇજિપ્તના તટ સુધી પહોંચતાં પહેલાં તેને ગંધ સુધ્ધાં ન આવે.'

આ પહેલાં ઇઝરાયલી વાયુસેનાના ચીફ ઑફ ઑપરેશન કર્નલ રફા હારલેવે બધાં પાઇલટોને કહી દીધું હતું કે તેઓએ વિમાનમાં તકનીકી ખામી આવે તો પણ રેડિયોનો સંપર્ક કરવાનો નથી. આવી સ્થિતિમાં તેઓએ તેમના વિમાનને સાગરમાં ક્રૅશ કરી દેવું પડશે.

line

મંત્રીઓને જાસૂસી અભ્યાસની ગંધ નહીં

ઇઝરાયલનો ઇજિપ્ત પર હુમલો

ઇમેજ સ્રોત, Book - Six days of war

આ બધા ઇઝરાયલી પાઇલટો ઇજિપ્તના પાઇલટોની તુલનામાં ઘણા વધુ પ્રશિક્ષિત હતા. તેમના 'ફ્લાઇંગ અવર્સ' પણ તેમનાથી વધુ હતા અને સૌથી મોટી વાત એ કે મોટા ભાગે બધા 250 વિમાન સંપૂર્ણ ઑપરેશનલ હતાં.

તેઓએ ઇજિપ્તનાં હવાઇમથકોને ઉડાવવાનો ઘણી વાર 'મૉક' અભ્યાસ કર્યો હતો.

આ અભ્યાસને એટલો ગુપ્ત રાખવામાં આવ્યો હતો કે ઇઝરાયલના કેટલાક મંત્રી સિવાય મોટા ભાગના મંત્રીઓને તેની ખબર નહોતી.

જર્મનીમાં જન્મેલા ઇઝરાયલી જાસૂસ વૉલ્ફગૈંગ લૉટ્ઝે પોતાને પૂર્વ એસએસ ઑફિસર ગણાવીને ઇજિપ્તની સેનાના મોટા અધિકારીઓ સાથે મિત્રતા બાંધી લીધી હતી.

વર્ષ 1964માં પકડાઈ જતાં પહેલાં તેઓએ ઇજિપ્તની ઘણી ગુપ્ત જાણકારી ઇઝરાયલ સુધી પહોંચાડી દીધી હતી. ઇઝરાયલને અન્ય ગુપ્ત માહિતી પોતાના અન્ય જાસૂસો દ્વારા મળી હતી.

તેમાંથી એક હતા અલી અલ-અલ્ફી નામના શખ્સ જેઓ રાષ્ટ્રપતિ નાસેરની માલિશ કરતા હતા.

ઇજિપ્ત વાયુસેનાની સૌથી મોટી ભૂલ એ હતી કે તેઓએ પોતાનાં યુદ્ધવિમાનોને છુપાવવાની કોઈ કોશિશ નહોતી કરી.

એહૂદ યાને પોતાના પુસ્તક 'નો માર્જિન્સ ફૉર ઍરર ધ: મેકિંગ ઑફ ધ ઇઝરાયલ ઍરફોર્સ'માં લખે છે, 'ઇજિપ્તે પોતાનાં બધાં વિમાનોને તેના 'મૅક'ના હિસાબે તહેનાત રાખ્યાં હતાં. મિગ, ઇલ્યુશન અને ટુપોલેવ વિમાનોનાં અલગઅલગ ઠેકાણાં હતાં. તેમની વાયુસેનાએ તેના માટે કંક્રીટ 'હૅંગર્સ' બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, પરંતુ એક પણ હૅંગર બનીને તૈયાર નહોતું થયું. ઇજિપ્તનાં બધાં વિમાન ખુલ્લા આકાશ નીચે ઊભાં હતાં અને તેની આસપાસ સૅંડબૅગની પણ કોઈ વ્યવસ્થા કરાઈ નહોતી. ઇઝરાયલના ઍરફોર્સ કમાન્ડર મોટ્ટી હૉટ કહેતા હતા, આકાશમાં યુદ્ધવિમાનથી ખતરનાક કોઈ ચીજ નથી, પરંતુ જમીન પર તેઓ પોતાની રક્ષા કરવામાં સહેજ પણ સક્ષમ નથી.'

line

હુમલા સમયે ઇજિપ્તના પાઇલટો નાસ્તો કરતાં હતા

ઇઝરાયલનો ઇજિપ્ત પર હુમલો

ઇમેજ સ્રોત, Book - Six Days of War

જ્યારે ઇઝરાયલનો હુમલો થયો ત્યારે ઇજિપ્તનાં લગભગ બધાં વિમાન જમીન પર હતાં અને પાઇલટો નાસ્તો કરતા હતા.

તેઓ એવું માનતા હતા કે જો ઇઝરાયલ હુમલો કરશે તો પણ સવારે કરશે, આથી તેમનાં બધાં વિમાનો પેટ્રોલિંગ કરીને ઇજિપ્તના સમયાનુસાર 8 વાગ્યે ને 15 મિનિટ સુધીમાં પોતાના સ્થળે પરત આવી ગયાં હતાં.

ઇઝરાયલમાં એ સમયે સવારે 7 વાગ્યા ને 15 મિનિટ થઈ હતી.

માઇકલ બી. ઓરેન પોતાના પુસ્તક 'સિક્સ ડેઝ ઑફ વૉર'માં લખે છે, 'એ સમયે માત્ર ચાર ટ્રેઇની પાઇલટો હવામાં હતા અને તેમની પાસે કોઈ આક્રમક ક્ષમતા નહોતી. એ સમયે અલ-માઝા બેસથી બે ઇલ્યુશન-14 ટ્રાન્સપૉર્ટ વિમાનોએ ઉડાન ભરી હતી. એક વિમાનમાં ફિલ્ડ માર્શલ અમેર અને ઍર કમાન્ડર સિદ્દકી મહમૂદ સવાર હતા. બીજા વિમાનમાં આંતરિક જાસૂસી વિભાગના પ્રમુખ હુસેન અલ-શફી, ઇરાકી વડા પ્રધાન અને એક વરિષ્ઠ સોવિયત સલાહકાર અબુ-સુવૈર હવાઈમથક પર આગળ વધતા હતા. ઇજિપ્તના બધા ઍર કમાન્ડર એ બે વિમાનમાં બેઠા હતા અથવા તો તેમાં બેસેલા લોકો નીચે ઊતરવાની રાહ જોતા હતા. આ ઇલ્યુશન વિમાનોને પોતાના રડારમાં જોઈને ઇઝરાયલીઓ થોડા ચિંતિત પણ થયા હતા કે તેઓ તેમના આગળ વધતાં વિમાનોને જોઈ જાશે.'

line

હુમલાની પહેલી ચેતવણી જૉર્ડનના 'અજલુન' રડાર સેન્ટરથી

ઇઝરાયલનો ઇજિપ્ત પર હુમલો

ઇમેજ સ્રોત, Book - Six days of war

ઇઝરાયલનાં આગળ વધતાં વિમાનો અંગે પહેલી ચેતવણી આ ઇલ્યુશન વિમાનોથી નહીં પણ બ્રિટન દ્વારા જૉર્ડનને આપેલાં 'અજલુન' રડાર સિસ્ટમથી મળી.

સવા આઠ વાગ્યે સ્ટેશનની રડાર સ્ક્રીન પર વારંવાર 'બ્લિપ્સ' આવવા લાગી.

આમ તો જૉર્ડનની વાયુસેના મોટી સંખ્યામાં સમૃદ્ર તરફ ઇઝરાયલી વિમાનોની અવરજવરથી ટેવાયેલી હતી, પરંતુ આ વખતે વિમાનોનો જમાવડો પહેલાંથી ઘણો વધુ હતો.

ફરજ પર તહેનાત ઑફિસરે અમ્માનમાં જનરલ રિયાદના મુખ્યાલય પર પહેલેથી નક્કી કૉડવર્ડ 'ઇનાબ' મોકલ્યો, જેનો અર્થ હતો યુદ્ધ.

તેઓએ આ માહિતી કૈરોમાં ઇજિપ્તના રક્ષામંત્રી શમ્સ બદરાનને આપી, પરંતુ તેમના તરફથી આ મહત્ત્વની 'ટિપ ઑફ'ને 'ડિસાઇફર' ન કરાઈ શકી.

ઇજિપ્તે એક દિવસ પહેલાં જ જૉર્ડનને કહ્યા વિના પોતાની ઇનકૉડિંગ ફ્રિક્વન્સિસ બદલી નાખી હતી.

'અજલુન' પર બેસેલા વિશેષજ્ઞ એ વાતનો અંદાજ ન લગાવી શક્યા કે તેમના રડારમાં આવતી 'બ્લિપ્સ' ઇઝરાયલી યુદ્ધવિમાનોની હતી કે સમૃદ્રમાં મોજૂદ અમેરિકા કે બ્રિટિશ વિમાનવાહકથી ઊડનારાં વિમાનોની.

અચાનક તેમની રડાર સ્ક્રીન પર દેખાયું કે આ વિમાનો સાઈનાઈ તરફ વળી ગયાં છે. તેઓએ કૉડવર્ડના માધ્યમથી ઇજિપ્તને સચેત કરવાની બહુ કોશિશ કરી, પરંતુ ઇજિપ્તમાં આ કૉડવર્ડ કોઈથી જાણી ન શકાયો.

line

ઇઝરાયલે હુમલામાં સંપૂર્ણ વાયુસેના ઉતારી

ઇઝરાયલનો ઇજિપ્ત પર હુમલો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઇજિપ્તના બીજા રાષ્ટ્રપતિ જમાલ અબ્દેલ નાસેર

જોકે આ સંદેશ વાંચી લીધો હોત તો પણ તેના પર કોઈ તાત્કાલિક કાર્યવાહી કરવા માટે રક્ષામંત્રી શમ્સ બદરાન ત્યાં મોજૂદ નહોતા. થોડા કલાકો પહેલાં જ તેઓ નિર્દેશ આપીને ગયા હતા કે તેમને જગાડવા નહીં.

આ જ રીતે ડિકૉડિંગના ઇન્ચાર્જ કર્નલ મસૂદ-અલ જુનૈદી અને ઍર ઑપરેશનના પ્રમુખ જનરલ જમાલ અફીફી પણ ત્યાં હાજર નહોતા.

મહમૂદ રિયાદ પોતાના પુસ્તક 'ધ સ્ટ્રગલ ફૉર પીસ ઇન મિડલ ઇસ્ટ'માં લખે છે, 'વાયુસેનાના જાસૂસી વિભાગે ઘણી વાર ઇઝરાયલના હુમલા અંગે સાવધ કર્યા હતા, પરંતુ સુપ્રીમ હેડક્વાર્ટર પર તહેનાત ફિલ્ડ માર્શલ અમેર પ્રત્યે વફાદારી અને નાસેર પ્રતિ અવિશ્વાસ રાખનારા ઑફિસરોએ આ લીડને નજરઅંદાજ કરી.'

ઇઝરાયલ માટે આ મિનિટ બહુમૂલ્ય સાબિત થઈ. આ હુમલામાં ઇઝરાયલે પોતાની વાયુસેનાનાં 12 વિમાનોને છોડીને બધાં વિમાનો ઉતાર્યાં.

બીજા શબ્દોમાં તેઓએ દેશના આકાશના રક્ષકોને ખુદાના હવાલે છોડી દીધા હતા.

બાદમાં આ લડાઈનું નેતૃત્વ કરનારા અને બાદમાં ઇઝરાયલના વડા પ્રધાન બનેલા ઇતઝાક રબીને એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે 'અમને આ હુમલામાં સફળ થવાનો પૂરો ભરોસો નહોતો. અમે નિષ્ફળતાની શક્યતાને જોતાં દુશ્મનોની હવાઈઠેકાણાં પર હુમલો કરવાની અન્ય એક યોજના બનાવી હતી. ઇઝરાયલી વાયુસેનાના મુખ્યાલયમાં મોશે દાયાન, વીઝમાન અને ઇઝરાયલી વાયુસેનાના કમાન્ડર મોટ્ટી હૉડ હુમલાનાં પરિણામની રાહ જોતા હતા. અમને શરૂઆતની 45 મિનિટ એક આખા દિવસ જેવી લાગતી હતી.'

line

ઇઝરાયલી વિમાનોએ 'ચાર કી' ફૉર્મેશનમાં હુમલો કર્યો

ઇતઝાક રબીન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઇતઝાક રબીન

અત્યાર સુધીમાં ઇઝરાયલનાં આગળ ઊડનારાં વિમાનો સમૃદ્ર પાર કરી ચૂક્યાં હતાં. તેઓએ ઇલેક્ટ્રોનિક જૈમિંગ તકનીકીનો ઉપયોગ કરીને સોવિયત વિમાનોને પોતાના હુમલાની ગંધ સુધ્ધાં આવવા દીધી નહોતી

ઇઝરાયલી વાયુસેનાના પ્રમુખ મોટ્ટી હૉટ ઇઝરાયલ ડિફેન્સ રિપોર્ટમાં લખે છે, 'ઇઝરાયલી સમયાનુસાર સાડા સાત વાગ્યે તેઓને તેમનું પહેલું લક્ષ્ય દેખાયું હતું. ફાયદ અને કિબરીત હવાઈઠેકાણાં અંગે ઇજિપ્તના જાસૂસી વિભાગને એમ હતું કે આ ઠેકાણાં ઇઝરાયલી વિમાનની પહોંચથી બહાર છે. ઇજિપ્તનાં બધાં જેટ ખુલ્લામાં અર્ધગોળાકાર શૅપમાં ઊભાં હતાં. ઘણાં હવાઈમથકો પર માત્ર એક હવાઈપટ્ટી હતી. અમારે માત્ર તેને બ્લૉક કરવાનાં હતાં. બાદમાં ત્યાં મોજૂદ વિમાનો માટે કોઈ તક નહોતી.'

આકાશમાં 'વિઝિબિલિટી' સારી હતી. ઇઝરાયલી જેટ એકદમ 9000 ફૂટની ઊંચાઈએ ચાલ્યાં ગયાં અને ઇજિપ્તનાં રડારો પર પહેલી વાર તેની ઝલક દેખાઈ. તેઓએ નીચે ડાઇવ લગાવી. તેઓ ચારનું 'ફૉર્મેશન' બનાવીને નીચે આવ્યાં અને બે વિમાનોએ જોડી બનાવીને હુમલો કર્યો.

દરેક વિમાને ત્રણ ચક્કર લગાવ્યાં. તેમની પ્રાથમિકતા હતી કે રનવેને નષ્ટ કરવો, પછી લાંબા અંતરનાં વિમાનોને બરબાદ કરવા, જેમાં ઇઝરાયલી શહેરો જોખમમાં મુકાઈ શકતાં હતાં અને પછી અંતિમ લક્ષ્ય હતું મિગ વિમાનોને ઉડાનલાયક ન રહેવા દેવાં.

દરેક ચક્કર માટે સાતથી દસ મિનિટ આપવામાં આવી હતી. પરત માટે 20 મિનિટ, વિમાનમાં બીજા વાર તેલ ભરવા માટે આઠ મિનિટ અને પાઇલટને આરામ માટે 10 મિનિટ નક્કી કરાઈ હતી.

એક કલાકમાં વિમાન બીજી વાર હુમલો કરવા માટે તૈયાર થઈ જતાં હતાં. એ કલાક દરમિયાન ઇજિપ્તનાં હવાઈમથકો પર સતત હુમલાઓ થઈ રહ્યા હતા.

line

ફ્રાન્સની મદદથી તૈયાર કરાયેલા ડુરેંડલ્સ બૉમ્બનો ઉપયોગ

મોશે દાયાન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મોશે દાયાન

ફૈદ ઍરબેઝ પર મિસ્ટિયર્સ વિમાનોથી હુમલો કરનારા કૅપ્ટન અવીહુ બિન નૂને યાદ કર્યું, 'જ્યારે અમે અમારા લક્ષ્ય પર પહોંચ્યા ત્યારે આકાશ સ્વચ્છ થઈ ગયું હતું. જ્યારે હું ડાઇવ કરીને બૉમ્બ ફેંકવાનો હતો ત્યારે મેં જોયું કે રનવે પર એક તરફથી ચાર મિગ ટેક ઑફ કરવાની તૈયારીમાં હતા. મેં તેમના પર જ બૉમ્બ ફેંક્યા, જેથી તેમાંથી બે વિમાન તો ઝડપથી આગની ઝપેટમાં આવી ગયાં.'

આ ડુરેંડલ્સ બૉમ્બ હતો જે ઇઝરાયલે એક ગુપ્ત મિશનમાં ફ્રાન્સ સાથે મળીને તૈયાર કર્યા હતા.

180 પાઉન્ડના આ બૉમ્બની ખાસિયત એ હતી કે આ ચોક્કસ રીતે નિશાન પર પડતા. એક બૉમ્બ પડ્યા બાદ પાંચ મીટર ઊંડો અને 1.6 મીટર લાંબો ખાડો બની જતો, જેને કારણે રનવે ઉપયોગમાં લઈ શકાય તેવો રહેતો નહીં.

તેનું સમારકામ પણ મુશ્કેલ થઈ જતું, કેમ કે બૉમ્બના 'ફ્યૂઝ' થોડાથોડા અંતરે પડતા હતા.

અબુ સુવેર બેઝ પર જ એક કલાકમાં આ રીતે સોથી વધુ બૉમ્બ ફેંકાયા હતા.

બિન નૂન આગળ જણાવે છે, 'અમે બેઝ પર મોજૂદ 40 મિગ વિમાનમાંથી 16ને નષ્ટ કરી દીધાં હતાં અને પરત ફરતાં અમે સૈમ-2 બૈટ્રીને પણ ન છોડ્યું. અમે ઉપરથી જોયું કે સંપૂર્ણ મથક આગની ઝપેટમાં આવી ગયું હતું.'

line

રનવે પર ત્રણ સ્થળોએ બૉમ્બમારો

ઇઝરાયલનો ઇજિપ્ત પર હુમલો

ઇમેજ સ્રોત, Book - Six Days of War

નીચે ઇજિપ્તના પાઇલટો બહુ આઘાતમાં હતા. તેમને તેમના રક્ષણને ભેદવાની ઇઝરાયલી ક્ષમતાનો અંદાજ આવતો નહોતો.

માલિસ બેઝના કમાન્ડર બ્રિગેડિયર જનરલ તહસીન ઝકીએ બાદમાં 'ધ સ્ક્વૉડ ધ ઑલિવ' પુસ્તકના લેખક વૈન ક્રેવેલ્ડને આપેલા ઇન્ટરવ્યૂમાં યાદ કર્યું, 'મેં જેટનો અવાજ સાંભળ્યો. અવાજની દિશામાં જોયું. મને ગ્રે કલરના બે સુપર મિસ્ટિયર્સ વિમાન આવતાં દેખાયાં. તેઓએ પહેલા રનવેની શરૂઆત પર બે બૉમ્બ ફેંક્યા. તેમની પાછળ અન્ય બે વિમાન હતાં. તેઓએ રનવેની વચોવચ બૉમ્બ ફેંક્યા અને બે વિમાનો રનવેના અંતમાં બૉમ્બ ફેંક્યા. બે મિનિટમાં આખો રનવે ઉપયોગમાં લઈ શકાય તેવો રહ્યો નહીં.'

બેની સુવૈફ અને લક્સર હવાઈમથક પર ઊભેલાં ટુપોલેવ-16 વિમાનોમાં એવો જોરથી ધડાકો થયો કે હુમલો કરનારું એક વિમાન પણ તેની ઝપેટમાં આવી ગયું.

સાઇનાઈમાં જબલ લિબની, બિર અલ-થમાદા અને બિર ગફગફા હવાઈમથક પર ઇઝરાયલનાં મિરાજ અને મિસ્ટિયર વિમાનોએ લાઇનમાં ઊભેલાં ડઝનેક વિમાનને નષ્ટ કરી દીધાં.

કેટલાંક મિગ વિમાનોએ ટેક ઑફ કરવાની કોશિશ કરી, પણ નિષ્ફળ રહ્યાં.

માત્ર અલ અરીશ મથક પર જાણીજોઈને એ આશાએ નુકસાન ન કરાયું કે સમય આવ્યે ત્યાં ઇઝરાયલનાં ટ્રાન્સપૉર્ટ વિમાનોને લૅન્ડ કરી શકાય.

line

'ડૉગ ફાઇટ્સ'નો સમય જ ન આવ્યો

ઇઝરાયલનો ઇજિપ્ત પર હુમલો

ઇમેજ સ્રોત, Book - Six Days of War

ઇઝરાયલીના સમય પ્રમાણે આઠ વાગ્યા સુધી સાઇનાઈનાં ચાર ઍરબેઝ સંપૂર્ણ રીતે ધ્વસ્ત થઈ ગયાં હતાં અને સાઇનાઈમાં ઇજિપ્તની સેનાના સુપ્રીમ હેડક્વાર્ટરનો સંચારસંપર્ક સંપૂર્ણ તૂટી ગયો હતો.

અડધા કલાકમાં ઇજિપ્તની વાયુસેનાનાં અડધાં 204 વિમાન જમીન પર નષ્ટ થઈ ગયાં.

આ સફળતાથી ખુદ ઇઝરાયલ પણ અવાક હતું.

કોઈએ કલ્પના પણ નહોતી કરી કે એકલી સ્ક્વૉર્ડન આખા ઍરબેઝને નિષ્ક્રિય કરી દેશે.

રસપ્રદ વાત એ હતી કે આ ઇઝરાયલી પાઇલટોને નિર્દેશ હતો કે તેઓ પાંચ મિનિટનું ઈંધણ અને પોતાના એક તૃતીયાંશ હથિયાર હવામાં થનારી 'ડૉગ ફાઇટ્સ' માટે બચાવીને રાખે.

જોકે હવામાં ઇઝરાયલી વિમાનોને એક વાર પણ પડકારો ન ફેંકાયો. જમીનમાં પણ તેમના પર કોઈ મોટું ફાયર ન થયું.

ઇજિપ્તના વાયુસેના પ્રમુખ ફિલ્ડ માર્શલ અમેરે ઇજિપ્તની બધી 100 ઍન્ટિ ઍરફ્રાફ્ટ બૅટરીને એ કારણે ફાયર ન કરવાનો આદેશ આપ્યો કે ક્યાંક ઇજિપ્તનાં વિમાનોને ઇઝરાયલનાં વિમાનો ન સમજી લેવાય.

માત્ર કૈરોમાં વિમાનભેદી તોપોએ ઇઝરાયલી વિમાનોને થોડાં વિચલિત કરવાની કોશિશ કરી, પરંતુ જ્યાં પણ તેમનાં નિશાન ચોક્કસ ન રહ્યાં.

બાદમાં આ વિમાનભેદી તોપોના કમાન્ડર મેજર સૈદ અહમદ રબીએ જણાવ્યું, 'આખરે મેં કોઈ આદેશ વિના ફાયરિંગ શરૂ કરવાનો નિર્ણય લીધો. મને ડર હતો કે તેના માટે મને ક્યાંક 'કોર્ટમાર્શલ' ન કરાય. જોકે તેના માટે મને વીરતાપદક અપાયો.'

રબીએ દાવો કર્યો હતો કે તેઓએ ઇઝરાયલનાં ઘણાં વિમાનો તોડી પાડ્યાં હતાં, પરંતુ ઇઝરાયલે કહ્યું કે આ હુમલામાં તેમના માત્ર એક વિમાનને નુકસાન થયું છે અને એ પણ તેમની જ 'હૉક' મિસાઇલનો શિકાર થયું છે.

line

'ઇજિપ્તની વાયુસેનાનું અસ્તિત્વ સમાપ્ત'

ઇઝરાયલનો ઇજિપ્ત પર હુમલો

ઇમેજ સ્રોત, Book - Six Days of war

ઇઝરાયલી વાયુસેનાની સફળતાને શક્ય એટલી ગુપ્ત રખાઈ, જેથી સંયુક્ત રાષ્ટ્ર દ્વારા લાગુ કરાઈ રહેલા યુદ્ધવિરામમાં મોડું કરાઈ શકે.

આ દરમિયાન 8 વાગ્યા ને 15 મિનિટે રક્ષામંત્રી મોશે દાયાને ભૂમિસેનાના હુમલા માટે 'રેડ શીટ' પાસવર્ડ જાહેર કર્યો અને ઇઝરાયલી ટૅન્ક પણ ગતિથી સાઈનાઈમાં ઘૂસી ગયાં.

હુમલાના બીજા તબક્કામાં ઇઝરાયલનાં યુદ્ધવિમાનોએ સતત હુમલા કરીને ઇજિપ્તનાં 14 હવાઈમથકો અને બધાં રડારકેન્દ્રોને બરબાદ કરી દીધાં.

આ દરમિયાન તેમનું 'સરપ્રાઇઝ ઍલિમેન્ટ' સમાપ્ત થઈ ગયું હતું અને તેઓએ 'રેડિયો સાઇલન્સ'ને પણ તિલાંજલિ આપી દીધી હતી.

ઇજિપ્ત તરફથી ટક્કર સામાન્ય હતી. વિમાનભેદી તોપોએ થોડું ફાયરિંગ કર્યું હતું.

બીજા રાઉન્ડમાં અંદાજે 100 મિનિટમાં ઇઝરાયલનાં વિમાનોએ 164 ચક્કર લગાવ્યાં હતા અને 107 વધુ વિમાન નષ્ટ કર્યાં. તેમને કુલ 9 વિમાનોનું નુકસાન થયું.

એ સવારે ઇજિપ્તનાં કુલ 420 લડાકુ વિમાનમાંથી 286 વિમાન નષ્ટ કરી દીધાં હતાં, તેમાં 30 ટેપોલેવ-16, 17 ઇલ્યુશન-28, 12 સુખોઈ-7 અને 90 મિગ-21 વિમાન સામેલ હતાં.

ઇજિપ્તની વાયુસેનાના એક તૃતીયાંશ પાઇલટો આ હુમલામાં માર્યા ગયા હતા. 10 વાગ્યે ને 35 મિનિટે ઇઝરાયલી વાયુસેનાના પ્રમુખ મોટ્ટી હૉટે જનરલ રબીન તરફ જોઈને કહ્યું હતું કે 'ઇજિપ્તની વાયુસેનાનું અસ્તિત્વ સમાપ્ત થઈ ગયું છે.'

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન