કોરોના વાઇરસ : ગુજરાતમાં લૉકડાઉન વચ્ચે કેસ કેમ વધી રહ્યા છે?

ઇમેજ સ્રોત, Reuters
- લેેખક, હરિતા કાંડપાલ
- પદ, બીબીસી સંવાદદાતા
લૉકડાઉનને એક મહિના કરતાં વધારે સમય થઈ ગયો છે. ગુજરાતમાં કોરોના વાઇરસના સંક્રમણના કેસોની સંખ્યા હજારોમાં છે.
ભારતમાં લૉકડાઉન શરૂ થયું ત્યાર પહેલાં 22 માર્ચે દેશમાં કુલ 315 કેસમાંથી 18 કેસ ગુજરાતમાં હતા, એટલે આશરે પાંચ ટકા.
22 માર્ચે ગુજરાતમાં 18 કેસ હતા જે વધીને સાતમી મે સુધીમાં 6662 જેટલા થઈ ગયા છે.
તે સમયે પણ મહારાષ્ટ્રમાં સૌથી વધારે કેસ હતા અને ત્યાં સાર્વજનિક જગ્યાઓને બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા હતા.
મુંબઈ, પૂણે અને દિલ્હીમાં કૉમર્શિયલ હબ્સ અને મૉલ જેવી સાર્વજનિક જગ્યાઓને બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
લૉકડાઉન પહેલાં 20 માર્ચે ભારતના આરોગ્ય મંત્રાલયના ડેટા મુજબ દિલ્હી અને રાજસ્થાનમાં 17, કેરળમાં 28, મહારાષ્ટ્રમાં સૌથી વધારે 52, ઉત્તર પ્રદેશમાં 23, કર્ણાટકમાં 15, તેલંગણામાં 17 અને ગુજરાતમાં 5 કેસ હતા.
પરંતુ એક મહિનામાં ગુજરાત આ સૂચિમાં બીજા ક્રમે પહોંચી ગયું છે. તો પ્રશ્ન એ છે કે લૉકડાઉન છતાં કેસોની સંખ્યા કેમ વધી રહી છે?
ભારતના પરિવાર કલ્યાણ અને આરોગ્ય મંત્રાલય મુજબ 23 એપ્રિલના આંકડા મુજબ સૌથી વધારે કેસ મહારાષ્ટ્રમાં 5652 કેસ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મરણાંકની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણને કારણે સૌથી વધારે 269 મૃત્યુ થયાં અને બીજા ક્રમે 23 એપ્રિલ સુધી ગુજરાતમાં 112 મૃત્યુ થયાં હતાં.
આવો નજર કરીએ કે ગુજરાતના આંકડા કેવી રીતે લૉકડાઉનનાં એક મહિનાના સમયગાળામાં બદલાયા.
ગુજરાતમાં કેટલા કેસ છે?
મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણના ઝડપથી વધવાની ચર્ચા તો આખા દેશમાં થઈ છે પરંતુ ગુજરાતમાં પણ છેલ્લા કેટલાક દિવસોમાં બહુ ઝડપથી કેસ વધ્યા છે.
છેલ્લા એક અઠવાડિયાની વાત કરીએ તો 15 એપ્રિલથી લઈને 22 એપ્રિલ સુધી રાજ્યમાં કોરોના સંક્રમણની સંખ્યા લગભગ ત્રણગણી થઈ ગઈ છે.
15 એપ્રિલે ગુજરાતમાં 766 કેસ હતા અને 23 એપ્રિલ આવતા સુધી આ સંખ્યા 2600ને પાર કરી ગઈ હતી. ગુરુવાર રાતે ગુજરાતના આરોગ્ય વિભાગ મુજબ 2,642 કેસ હતા એટલે કે એક અઠવાડિયામાં 1858 કેસનો ઉછાળો.
બુધવારે એટલે કે 22 એપ્રિલે ભારતમાં 1,273 જેટલા નવા કેસ સામે આવ્યા હતા જેમાંથી મહારાષ્ટ્રના 431 અને ગુજરાતના 229 કેસ હતા.
ગુજરાતમાં સૌથી વધારે કેસ અમદાવાદ શહેરમાં આવ્યા છે. 23 એપ્રિલ સુધીના આંકડા મુજબ રાજ્યનાં કુલ 2500થી વધારે કેસમાંથી આશરે 60 ટકા કેસ અમદાવાદમાં જોવા મળ્યા છે.
સુરત અને વડોદરા પણ અન્ય મોટા હૉટસ્પૉટ છે. સુરતમાં આશરે 17 ટકા અને વડોદરામાં લગભગ આઠ ટકા કેસ મળ્યા છે.

ગુજરાતમાં મૃત્યુદર

ઇમેજ સ્રોત, Getty Images
માર્ચમાં જ્યારે કોરોના વાઇરસનો પગપેસારો હજી શરૂઆતી તબક્કામાં હતો ત્યારે ગુજરાતમાં અન્ય રાજ્યોની સરખામણીમાં મરણાંક ઓછો હતો પરંતુ કોરોના સંક્રમણને કારણે થનાર મૃત્યુનો દર વધારે હતો.
ભારતના પરિવાર કલ્યાણ અને આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આંકડા મુજબ 29 માર્ચ બપોર સુધીના આંકડા મુજબ હિમાચલ પ્રદેશ ( લગભગ 33 ટકા) અને બિહાર ( લગભગ નવ ટકા)ના પછી સૌથી વધારે મૃત્યુ દર ગુજરાતમાં હતો.
ગુજરાતમાં કુલ કોરોના સંક્રમિતોમાંથી આઠ ટકા દર્દીનાં મૃત્યુ થયાં હતાં. મહારાષ્ટ્ર, દિલ્હી અને અન્ય રાજ્યોમાં આ દર ગુજરાત કરતાં ઓછો હતો.
23 એપ્રિલના જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ ગુજરાતમાં મૃત્યુદર 3.89 ટકા જેટલો છે. ત્યારે ભારતમાં 23 એપ્રિલ સુધી 21,700 જેટલા કેસ હતા અને 686 મરણાંક હતો. આ પ્રમાણે મૃત્યુ દર 3.16 ટકા જેટલો હતો.
ગુજરાતમાં છેલ્લા અઠવાડિયામાં મરણાંક ઝડપથી વધ્યો છે.
15 એપ્રિલમાં રાજ્યમાં કોરોના સંક્રમણને કારણે મરણાંક 36 હતો પરંતુ 23 એપ્રિલે મરણાંક 112 થયો હતી. આ સમયગાળામાં અમદાવાદમાં મરણાંક 16થી 63 સુધી પહોંચી ગયો હતો એટલે અઠવાડિયામાં 47 મૃત્યુ.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
23 એપ્રિલે ગુજરાતના આરોગ્ય વિભાગના પ્રમુખ સચિવ જયંતી રવિએ રાજ્યમાં કોરોના સંક્રમણને કારણે વધેલા મરણાંક વિશે વાત કરતાં કહ્યું કે કોરોના સંક્રમણને કારણે ગુજરાતમાં મૃત્યુ પામનાર 67 લોકોમાંથી 60 દર્દીઓમાં પહેલેથી ગંભીર બીમારીઓ હતી જેમકે કિડનીનો રોગ, હૃદય રોગ, ડાયાબિટીઝ, હાઇપર ટેન્શન.
આ પ્રકારની ગંભીર બીમારીને કારણે પહેલેથી જ આ દર્દીઓની રોગપ્રતિકારક શક્તિ નબળી હતી અને તેથી તેઓ કોરોના વાઇરસના સંક્રમણના શિકાર થયા અને તેમની હાલત ગંભીર થઈ ગઈ હતી.
તેમણે આગળ કહ્યું કે વલસાડના 21 વર્ષના યુવકનું મૃત્યુ 22 એપ્રિલે સુરત ખાતે નોંધવામાં આવ્યું, તેમને બ્રેઇન ટ્યૂમર હતું.
જયંતી રવિએ કહ્યું કે 60 વર્ષથી વધારે વયના લોકો કોરોના સંક્રમણથી વધારે પ્રભાવિત થયા છે ખાસ કરીને એ લોકો જે પહેલેથી ડાયાબિટીઝ, હાઇપર ટેન્શન અને અન્ય ગંભીર બીમારીથી પહેલાથી પીડિત હતા.
જે લોકો 40 વર્ષની વયની આસપાસના હતા તેઓ પણ કોઈ ગંભીર બીમારીથી બીમારીઓથી પીડાતા હતા.
તેમણે ઘર પરિવારમાં વૃદ્ધ લોકો, પાંચ વર્ષથી બાળકો, ગર્ભવતીઓ અને અન્ય ગંભીર બીમારીઓથી પીડાતા લોકોનું વિશેષ ધ્યાન રાખવાની સલાહ પણ આપી.

ટેસ્ટિંગમાં પૉઝિટિવ આવનાર સૅમ્પલનું પ્રમાણ
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
આઈસીએમઆર પ્રમાણે 23 એપ્રિલ સવાર સુધી દેશમાં 4,85,172 લોકોનો ટેસ્ટ કરવામાં આવ્યું છે જેમાંથી 21,797 પૉઝિટિવ આવ્યા હતા. આ પ્રમાણે દેશમાં જેટલા ટેસ્ટ થયા છે તેમાંથી 4.4 ટકા જેટલા લોકો કોરોના પૉઝિટિવ આવ્યા છે.
આઈસીએમઆરે કહ્યું કે ભારતમાં આ દર સતત 4.5 ટકા રહ્યો છે એટલે કહી શકાય કે આપણે કર્વને ફ્લૅટ કરવામાં સફળ છીએ.
આ વાતને સમજવા માટે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક હેલ્થના નિદેશક ડૉ. દિલીપ માવળંકરની વાતનો ઉલ્લેખ કરીએ, તેમણે બીબીસી ગુજરાતી સાથે વાતચીતમાં કહ્યું હતું કે જેટલા કુલ ટેસ્ટ કરવામાં આવે છે તેમાંથી કેટલા દર્દીઓ પૉઝિટિવ આવે છે એ ટકાવારી વધે તો મુશ્કેલી ઊભી થાય.

ઇમેજ સ્રોત, Getty Images
એટલે કે દરરોજ ટેસ્ટની સંખ્યા વધે કે ઘટે પરંતુ તેમાંથી પૉઝિટિવ દર્દી મળવાનો દર સતત એક સરખો રહે તો એ પરિસ્થિતિ નિયંત્રણ બહાર જાય છે એવું ન કહેવાય.
ત્યારે ગુજરાતમાં 23 એપ્રિલ સુધીમાં 42,384 ટેસ્ટમાંથી 2,624 દર્દી પૉઝિટિવ આવ્યા હતા. જે પ્રમાણે રાજ્યમાં આશરે કુલ ટેસ્ટમાં છ ટકા લોકો પૉઝિટિવ આવ્યા છે.
22 એપ્રિલના આંકડા મુજબ 39421 ટેસ્ટમાંથી 2407 પૉઝિટિવ હતા, એટલે આશરે છ ટકા.
લગભગ એક અઠવાડિયા પહેલાં નજર કરીએ તો 15 એપ્રિલે કુલ 19197 ટેસ્ટમાં 766 પૉઝિટિવ આવ્યા હતા, એટલે 3.99 ટકા.
ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયામાં 20,200 જેટલા ટેસ્ટ થયા છે અને અત્યાર સુધી કોવિડ-19ના રાજ્યમાં જેટલા ટેસ્ટ થયા છે.
તેમાંથી લગભગ 50 ટકા ટેસ્ટ છેલ્લા અઠવાડિયામાં થયા છે. અને પૉઝિટિવ ટેસ્ટ આવવાનો દર પણ વધતો દેખાયો છે. ૉ
અસિમ્પટૉમેટિક દર્દીઓએ વધારી ચિંતા
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 4
દેશમાં લક્ષણ વિનાના દર્દીઓએ સરકારની ચિંતા વધારી છે.
ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ મુજબ દેશમાં કોરોના સંક્રમણના 69 ટકા દર્દીઓમાં કોવિડ-19ના સામાન્ય લક્ષણ નથી દેખાતા, જેમકે તાવ, શરદી અને સૂકી ખાંસી.
ગુજરાતમાં પણ લક્ષણ વિનાના દર્દીઓ એટલે કે અસિમ્પટૉમૅટિક દર્દીઓએ સરકારની ચિંતા વધારી છે.
જયંતી રવિએ જણાવ્યું હતું કે અમદાવાદમાં 18 એપ્રિલથી 19 એપ્રિલ વચ્ચે 140 નવા કેસ સામે આવ્યા તેમાંથી 15 દર્દી જ એવા હતા જેમનામાં કોરોના સંક્રમણના લક્ષણ દેખાતા હતા. મોટાભાગના અસિમ્પટૉમેટિક કેસ હૉટસ્પૉટમાં મળી આવ્યા હતા.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયા પ્રમાણે ત્યાં નવ એપ્રિલે એક જ વિસ્તારમાંથી 30 અસિમ્પ્ટૉમૅટિક દર્દી મળ્યા હતા. અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ મુજબ શહેરમાં 70 ટકા જેટલા દર્દીઓમાં લક્ષણને નહોતાં.

ડોર-ટુ-ડોર સ્ક્રીનિંગ, સર્વેલન્સ, ટેસ્ટિંગની રણનીતિ
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 5
ગુજરાત સરકારે જાહેર કર્યું હતું કે રાજ્યમાં ડોર-ટુ-ડોર સ્ક્રીનિંગ, ઘનિષ્ઠ સર્વેલાન્સ અને ટેસ્ટિંગ કરવાની સ્ટ્રૅટેજી અપનાવશે.
30 માર્ચે રાજ્યમાં 1,321 ટેસ્ટ થયા હતા અને 23 એપ્રિલ સુધી રાજ્યમાં કુલ 40,616 ટેસ્ટ થયા છે.
ગુજરાતના આરોગ્ય સચિવ જયંતી રવિએ કહ્યું કે અમદાવાદમાં હૉટસ્પૉટ અને કર્ફ્યૂવાળા વિસ્તારમાં ટેસ્ટિંગનું પ્રમાણ વધારવામાં આવતા કેસોની સંખ્યા પણ વધી છે.
જયંતી રવિ પ્રમાણે પ્રતિ દસ લાખ ટેસ્ટનું પ્રમાણ જોઈએ તો 19 એપ્રિલે ગુજરાતમાં પ્રતિ દસ લાખ 447.81 ટેસ્ટ કરવામાં આવ્યા છે, ત્યારે ભારતનું સરેરાશ 269 હતું.
બાકી વિસ્તારોની સરખામણીમાં ગુજરાતમાં મોટા પાયે ટેસ્ટ થઈ રહ્યા છે.
તેમનાં પ્રમાણે ગુજરાતમાં પ્રતિ દસ લાખ લોકોમાં સરેરાશ 19, તેલંગણામાં 30, મહારાષ્ટ્રમાં 28, ઉત્તર પ્રદેશમાં 20, તામિલનાડુમાં 19 અને દિલ્હીમાં 91 જેટલા કોરોના સંક્રમણના કેસ છે.

ઇમેજ સ્રોત, Getty Images
તેમનું કહેવું હતું કે આ આંકડાને જોઈને ન કહી શકાય કે ગુજરાતમાં બહુ વધારે કેસ આવ્યા છે.
ગુજરાતમાં શરુઆતમાં અમદાવાદ, સુરત, ભાવનગર અને વડોદરામાં 15 હૉટસ્પૉટ જાહેર કરવામાં આવ્યા હતા જેમાં સૌથી વધારે અમદાવાદમાં આઠ હૉટસ્પૉટ હતા.
અમદાવાદમાં હાલમાં 16 વિસ્તારોને ક્લસ્ટર ક્વોરૅન્ટીન કરવામાં આવ્યા છે, જેમાં કોટ વિસ્તારનો પણ સમાવેશ થાય છે, જ્યાં હાલમાં કર્ફ્યૂ લાદી દેવામાં આવ્યો છે.
અમદાવાદમાં કોવિડ-19ના 1600થી વધુ કેસ નોંધાયા છે, જેમાં મોટા ભાગના કેસ અમદાવાદના આ કોટ વિસ્તારમાં નોંધાયા છે.
અમદાવાદના મ્યુનિસિપલ કૉર્પોરેશન પ્રમાણે સક્રિય રીતે નવા કેસ શોધવાની સ્ટ્રૅટેજી પર કામ કરી રહ્યું છે.
અમદાવાદમાં પૉઝિટિવ દર્દીઓના નજીક આવેલા લોકોના સૅમ્પલનું ટેસ્ટિંગ થઈ રહ્યું છે.
શાકભાજી વેચનાર, કચરો ઉપાડનાર, શૅલ્ટરમાં આશરો લેનાર લોકો અને ભિક્ષુકો જે સુપર સ્પ્રેડર હોઈ શકે છે તેમને ટ્રેસ કરવામાં ઝડપ લાવવા અને ટેસ્ટિંગમાં 15 એપ્રિલ સુધીમાં 30 સૅમ્પલથી 800 સૅમ્પલ સુધી લઈ જવાની સ્ટ્રૅટેજી પર કામ ચાલી રહ્યું છે.
અમદાવાદમાં પ્રતિ દસ લાખ ટેસ્ટિંગનું પ્રમાણ પણ દેશમાં સૌથી વધારે હોવાનું શહેરના મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું.
સુરત અને વડોદરા પણ અન્ય મોટાં ક્લસ્ટર છે જ્યાં મોટી સંખ્યામાં કેસ સામે આવ્યા છે.
ગુજરાતમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં સુરત બીજા ક્રમે આવ્યું છે. 15 એપ્રિલે અહીં 61 કેસ હતા અને 23 એપ્રિલ સુધી કેસની સંખ્યા 445 થઈ ગઈ છે.
લૉકડાઉન જાહેર થયું ત્યારે 24 માર્ચે સુરતમાં 6 જ કેસ હતા.
સુરતમાં પણ દસ વિસ્તારોને ક્લસ્ટર જાહેર કરવામાં આવેલ છે, જ્યાં લોકોને ઘરમાં ક્વૉરન્ટીન રહેવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.
તંત્રનું કહેવું છે કે સુરત શહેરની વસતી ગીચતા પ્રમાણમાં વધારે હોવાથી અહીં કોરોના સંક્રમણ વધારે ફેલાવાની શક્યતા છે.
20 માર્ચે વડોદરામાં ત્રણ કેસ હતા જે લગભગ એક મહિના પછી 23 એપ્રિલ સુધી વધીને 217 થયા છે.
અહીં નૉર્થ ઝોનમાં સૌથી વધારે કેસ સામે આવ્યા છે.

ઇમેજ સ્રોત, Getty Images
ઇન્ડિયન એક્સપ્રેસના એક રિપોર્ટ મુજબ વડોદરાને ચાર ઝોન રૅડ, ઑરેન્જ, યલો અને ગ્રીન ઝોનમાં વહેંચીને સ્થાનિક તંત્ર ક્લસ્ટર ભાગમાં ટાર્ગેટેડ સૅમ્પલિંગ મારફતે નવા કેસ શોધવાની સ્ટ્રૅટેજી પર કામ કરી રહ્યું છે.
ગુજરાતમાં પરિસ્થિતિ એટલે ગંભીર બની ગઈ છે કારણકે વધારે અને વધારે જિલ્લાઓમાં કોરોના સંક્રમણના કેસ સામે આવવા લાગ્યા.
24 માર્ચે જ્યારે લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું ત્યારે માત્ર છ જિલ્લાઓ અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ગાંધીનગર અને કચ્છ માં જ કોરોના સંક્રમણના કેસ હતા.
હવે 28 જિલ્લાઓમાં કોરોના વાઇરસનું સંક્રમણ પહોંચી ચૂક્યું છે.

ગુજરાતમાં કોરોના સંક્રમણથી સાજા થનાર દર્દીઓ ઓછા?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 6
ગુજરાતમાં કોરોના સંક્રમણથી અત્યાર સુધી 259 લોકો સાજા થયા છે. રાજ્યમાં કોરોના સંક્રમણમાંથી સાજા થવાનો દર 10 ટકા જેટલો છે.
ભારતમાં પરિવાર કલ્યાણ અને આરોગ્ય વિભાગની વેબસાઇટ પર આપેલા આંકડા મુજબ 21700 કેસમાંથી 4325 દર્દીઓ સાજા થયા હતા.
તે પ્રમાણે 19.9 ટકા જેટલા લોકો ભારતમાં કોરોના વાઇરસના સંક્રમણમાંથી સાજા થયા છે.
ત્યારે ગુજરાત આરોગ્ય વિભાગ પ્રમાણે 23 એપ્રિલની રાત્રે 2624 કેસ હતા જેમાંથી 258 દર્દીઓ સાજા થયા હતા, આ પ્રમાણે ગુજરાતમાં કોરોના સંક્રમણના કુલ દર્દીઓમાંથી 9.8 ટકા જટેલા દર્દીઓ સાજા થયા હતા.
મહારાષ્ટ્રમાં કુલ કેસ 5652 છે અને સાજા થનાર લોકોની સંખ્યા 789 છે. ત્યાં સાજા થનાર લોકોની ટકાવારી 13 જેટલી છે.
કેરળમાં જ્યાં સૌ પ્રથમ કેસ સામે આવ્યો હતો ત્યાં કોરોના સંક્રમણમાંથી 75 ટકા લોકો સાજા થઈ ગયા છે. જેને જોતાં ગુજરાતમાં સાજા થનાર લોકોની ટકાવારી બહુ ઓછી છે.
ગુજરાતમાં કુલ કોરોના સંક્રમિતોમાંથી 80 ટકા જેટલા દર્દી અમદાવાદ, સુરત અને વડોદરામાં આવેલા છે.ગુજરાત આરોગ્ય વિભાગ મુજબ 23 એપ્રિલ સુધી અમદાવાદમાં કોરોના સંક્રમણમાંથી આશરે 6 ટકા દર્દીઓ સાજા થયા છે.
સુરત અને વડોદરામાં 2.9 ટકા અને વડોદરામાં 3.5 ટકા દર્દીઓ સાજા થયા હતા.


- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વૅક્સિનના એ છ પ્રયોગો જેના પર છે લોકોની આશા. જાણવા માટે અહીં ક્લિક કરો
- તમને આવેલો તાવ કોરોના વાઇરસ છે કે નહીં તે કેવી રીતે જાણશો? અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસથી સાજા થવામાં દર્દીને આખરે કેટલી વાર લાગે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ ટિપ્સ : એ ઉપાયો જે તમને સંક્રમણથી બચાવશે. જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ : આ વૈશ્વિક બીમારીનો અંત ક્યારે આવશે? જાણવા માટે ક્લિક કરો
- શું ખરેખર લસણ ખાવાથી કોરોના વાઇરસ ખતમ થઈ જાય? જાણવા માટે ક્લિક કરો
- કોરોના ઇમ્યુનિટી : શું બે વખત કોરોના થઈ શકે છે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ : કોવિડ-19 વિશે આપણે હજુ પણ શું-શું જાણતા નથી? જાણવા માટે ક્લિક કરો
- કોરોનાથી બચવા માટે હાથ ધોવાની યોગ્ય રીત કઈ? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસની શરૂઆતથી લઈને સારવાર સુધીની તમામ માહિતીજાણવા માટે ક્લિક કરો
- કયા પ્રાણીને કારણે કોરોના ફેલાયો? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમની જટિલ દુનિયા કેટલી તમારા હાથમાં? જાણવા માટે ક્લિક કરો

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












