એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી ધારાવીમાં કોરોના વાઇરસ કઈ રીતે ઘૂસ્યો?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, સૌતિક બિશ્વાસ
- પદ, બીબીસી સંવાદદાતા
મુંબઈ શહેરની ગલીકૂંચીવાળી ઝૂંપડપટ્ટીમાં રહેતા 56 વર્ષના એક આઘેડ 23 માર્ચે ડૉક્ટરને તબિયત બતાવવા ગયા હતા. તેમને તાવ આવ્યો હતો અને ગળું ખરાબ થઈ ગયું હતું.
કાપડના આ વેપારી ધારાવીમાં રહે છે. અઢી ચોરસ કિલોમિટરના વિસ્તારમાં પથરાયેલી આ ગીચોગીચ વસતિમાં પાંચ લાખ લોકો રહે છે.
ઑસ્કાર જીતનારી ફિલ્મ 'સ્લમડોગ મિલિયોનેર' અહીં જ બની હતી અને આટલા વિસ્તારમાં ધબકતું જીવન અને વેપાર વિશ્વભરના નિષ્ણાતો માટે અભ્યાસનો વિષય બનતું રહ્યું છે.

કફ, કોરોના અને કથળતી તબિયત
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
સ્થાનિક ડૉક્ટરે તેમને તપાસીને કફસિરપ અને પૅરાસિટામોલ લખી આપી. ત્રણ દિવસ પછી તેઓ નજીકમાં આવેલી સાયન હૉસ્પિટલ પહોંચ્યા, કેમ કે તાવ વધી ગયો હતો અને ખાંસી અટકતી જ નહોતી.
તેમણે જણાવ્યું કે તેઓ વિદેશ કે બહાર ક્યાં પ્રવાસે ગયા નહોતા, તેથી અહીં પણ ડૉક્ટરોએ તેમને વધારે કફસિરપ લખી આપી અને ઘરે મોકલી દીધા.
29 માર્ચે તેઓ ફરી હૉસ્પિટલે પહોંચ્યા, ત્યારે આ વખતે તેમને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી હતી.
આ વખતે તેમને દાખલ કરી દેવામાં આવ્યા અને તેમના નમૂના Covid-19 ટેસ્ટ માટે મોકલી દેવાયા.
ત્રણ દિવસ પછી ખ્યાલ આવ્યો કે તેમનો ટેસ્ટ પૉઝિટિવ આવ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમની તબિયત વધારે કથળી હતી અને ડૉક્ટરોએ કોશિશ કરી કે Covid-19 દર્દીઓને સારવાર આપતી મોટી હૉસ્પિટલે તેમને મોકલવામાં આવે. પણ ત્યાં સુધીમાં મોડું થઈ ગયું હતું, તે સાંજે તેમનું અવસાન થયું.

મલેરિયા, ડાયેરિયા અને કોરોના

- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો?જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસ : કોવિડ-19 વિશે આપણે હજુ પણ શું-શું જાણતા નથી? જાણવા માટે અહીં ક્લિક કરો
- ગુજરાત કોરોના સામે લડવા માટે કેટલું તૈયાર છે?જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોનાથી બચવા માટે હાથ ધોવાની યોગ્ય રીત કઈ?જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસની શરૂઆતથી લઈને સારવાર સુધીની તમામ માહિતીજાણવા માટે અહીં ક્લિક કરો
- કયા પ્રાણીને કારણે કોરોના ફેલાયો? જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે અહીં ક્લિક કરો
- 98 વર્ષ અગાઉ ભારતમાં દોઢ કરોડોનો ભોગ લેનારી એ મહામારી વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમની જટિલ દુનિયા કેટલી તમારા હાથમાં? જાણવા માટે અહીં ક્લિક કરો

કાપડના એ વેપારી ધારાવીના પ્રથમ Covid-19 દર્દી હતા. તેમની પડોશમાં ગીચોગીચ મકાનોમાં રહેતી વસતિમાં ડાયેરિયાથી માંડીને મેલેરિયા સુધીની બીમારી કાયમ ફેલાયેલી હોય છે.
બે વ્યક્તિઓ વચ્ચે અંતર રાખવા માટેનું જ્યાં શક્ય જ ના બને તેવી ગીચ ઝૂંપડપટ્ટીમાં કોરોના વાઇરસનો ચેપ થોડા પણ વધારે ફેલાયો હોય તો મુંબઈની બોજ હેઠળની આરોગ્ય વ્યવસ્થા માટે મોટું સંકટ પેદા થાય તેમ છે.
અધિકારીઓ આ જાણતા જ હતા અને તેથી જ ધારાવીમાં દોડી ગયા અને ચેપ રોકવાની કોશિશમાં લાગી ગયા.
ધારાવીના આ દર્દી નંબર-1 આઠ સભ્યોના કુટુંબમાં રહેતા હતા - પત્ની, ચાર દીકરી, બે દીકરા. ફક્ત 420 ચોરસફૂટનો એક જ રૂમનું તેમનું રહેઠાણ છે.

તબલીગ કનેક્શન

ઇમેજ સ્રોત, Getty Images
આ વિસ્તારના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર કિરણ દીધાવકર કહે છે, "કુટુંબને પૂછવામાં આવ્યું ત્યારે જણાવ્યું કે હાલમાં તેઓ ક્યાંય બહારગામ ગયા નહોતા. તેઓ માત્ર સ્થાનિક મસ્જિદે ગયા હતા."
આ જ વિસ્તારમાં તેમનું અન્ય એક મકાન પણ છે, ત્યાં પાંચ લોકો રહેતા હતા, જે દિલ્હીથી પરત આવ્યા હતા. દિલ્હીમાં તેઓ માર્ચ મહિનામાં તબલિગી જમાતના કાર્યક્રમમાં ભાગ લેવા ગયા હતા.
આ ધાર્મિક પ્રસંગે જોડાયેલા અનેક લોકો બાદમાં દેશભરમાં પોતપોતાના વતનમાં પાછા ફર્યા હતા અને તેમની સાથે Covid-19 ચેપના ક્લસ્ટર દેશભરમાં સર્જાયા છે.
14 રાજ્યોમાં 650થી વધુ કેસો આ જમાતના લોકોની સાથે જોડાયેલા નોંધાયા છે.
પોલીસના જણાવ્યા અનુસાર ધારાવીના આ મકાનમાં પાંચેય જણ બે દિવસ માટે - 19થી 21 માર્ચ દરમિયાન રહ્યા હતા અને પછી કેરળ જતા રહ્યા હતા. એમ દીધાવકરે જણાવ્યું હતું કે, "તે લોકોની શોધ કરવામાં આવી રહી છે."
"અમારે ચેપ ક્યાંથી લાગ્યો તેનો સ્રોત જાણવો જરૂરી હતો. તેમને ક્યાંથી અને કેવી રીતે ચેપ લાગ્યો? અમારે આકરાં પગલાં લઈને ચેપ ફેલાતો રોકવો પડશે."
કોરોના, ક્વોરૅન્ટીન અને કૉર્પોરેશન
પરિવારે જણાવ્યું હતું કે મરણ પામનાર પાસે પાસપૉર્ટ નહોતો, પણ પોલીસને તેની શંકા છે. તેમના મોબાઇલ ફોનનો રૅકર્ડ તપાસી જાણવા કોશિશ થઈ રહી છે કે તેઓ ક્યાં-ક્યાં ફર્યા હતા.
અત્યારે કોશિશ એ છે કે ચેપ ધારાવીમાં ના ફેલાય. તેથી આસપાસના 308 ઍપાર્ટમૅન્ટ અને 80 દુકાનોને સંપૂર્ણપણે સીલ કરી દેવાયા છે. અહીં રહેતા 2,500 જેટલા લોકોને હોમ ક્વોરૅન્ટીન કરી દેવાયા છે. ખાદ્યસામગ્રી તેમને પહોંચાડવામાં આવી રહી છે.
આરોગ્ય કર્મચારીઓએ દરેક ઍપાર્ટમૅન્ટ અને ઘરને બ્લિચથી જંતુમુક્ત કરવાનું શરૂ કરી દીધું હતું. વેપારીના પરિવારના સાતેય સભ્ય અને તેમના એક પરિચિતના નમૂના પણ ટેસ્ટ માટે મોકલી દેવાયા છે.
60થી મોટી ઉંમરના 130 જેટલા રહેવાસીઓ અને 35 જેટલા બીજા જેમને શ્વાસોચ્છવાસની અન્ય બીમારી છે, તેમના પર સતત નજર રાખવામાં આવી રહી છે, જેથી Covid-19ના લક્ષણો જોવા મળે તો તરત પગલાં લઈ શકાય.

આરોગ્યજગત પર ઓછાયો

50 પથારી ધરાવતી સાયન હૉસ્પિટલને અત્યારે હસ્તગત કરી લેવામાં આવી છે અને બાજુમાં આવેલા સ્પૉર્ટ્સ કૉમ્પ્લેક્સમાં 300 પથારીની ક્વોરૅન્ટીન સુવિધા ઊભી કરી દેવામાં આવી છે. હૉસ્પિટલના ડૉક્ટર્સ તથા નર્સિંગ સ્ટાફને પ્રૉટેક્ટિવ ગિયર્સ આપી દેવાયા છે.
જોકે રોગચાળાને ફેલાતો અટકાવવા માટે આટલા પ્રયાસો પૂરતા કદાચ ના પણ થાય.
ગુરુવારે એક ખાનગી હૉસ્પિટલમાં કામ કરતાં અને સ્લમમાં રહેતા 35 વર્ષના ડૉક્ટરનો ટેસ્ટ પણ પૉઝિટિવ આવ્યો હતો. ડૉક્ટરની બિલ્ડિંગમાં રહેતા 300 લોકોને તરત આઇસોલેટ કરી દેવા માટે આરોગ્ય તંત્ર દોડવા લાગ્યું હતું.
આ જ બિલ્ડિંગમાં નજીકના સંપર્કમાં આવ્યાની શક્યતા અને જોખમ હોય તેવા 13 લોકોના નમૂના લઈને તાત્કાલિક ટેસ્ટ માટે મોકલી દેવાયા હતા. ડૉક્ટરે અધિકારીઓને જણાવ્યું હતું કે તેમની હૉસ્પિટલમાં બે નર્સોને કોરોના ટેસ્ટ પૉઝિટિવ આવ્યો હતો.
એ જ રીતે આ ઇમારતમાં રહેતી 30 વર્ષની એક મહિલાનો પણ કોરોનાનો ટેસ્ટ પૉઝિટિવ આવ્યો છે. મેટલ ફૅબ્રિકેશનનું કામ કરતા 60 વર્ષના વેપારી અને 21 વર્ષના લૅબ ટેકનિશિયન યુવાનને પણ ચેપ લાગ્યાના ટેસ્ટ પરિણામો આવ્યાં હતાં.
અઘરું આઇસોલેશન

ઇમેજ સ્રોત, Getty Images
દીધાવકર કહે છે, "એક જગ્યાએથી આવનજાવન હોય તેવી સ્લમ કૉલોનીમાં હજીય ચેપને કાબૂમાં રાખી શકાયો છે, પરંતુ ઘણી ઝૂંપડપટ્ટીઓ બહાર પણ બનેલી છે."
"જો ત્યાં કોઈને ચેપ લાગેલો જોવા મળશે તો ત્યાં કોઈને આઇસોલેનશમાં રાખવા પણ શક્ય નથી. તેમને સ્પૉર્ટ્સ કૉમ્પ્લેક્સના ક્વોરૅન્ટીન સેન્ટરમાં મોકલવા પડશે."
જો વધુ ચેપ ફેલાયેલો હશે તો તેને કાબૂમાં રાખવો ધારાવીમાં મહામુશ્કેલીનું કામ બની શકે છે. સ્થાનિક હૉસ્પિટલ અને કામચલાઉ ક્વોરૅન્ટીન કેન્દ્ર દર્દીઓથી ઊભરાવા લાગશે.
ટેસ્ટિંગ વધારવાની પણ જરૂર પડશે અને તેના રિઝલ્ટ ઝડપથી આવે તેવું કરવું પડશે. કાપડના વેપારી અને ડૉક્ટરના પ્રથમ બે કેસ પછી સ્લમમાંથી 21 નમૂના લેવાયા હતા.
48 કલાક પછી તેમાંથી સાતના જ રિઝલ્ટ મળી શક્યાં હતાં. જે સરકારી હૉસ્પિટલમાં ટેસ્ટિંગનું કામ થઈ રહ્યું છે, ત્યાં નમૂનાઓનો ભરાવો થઈ ગયો છે.

પરીક્ષણનો પડકાર

ઇમેજ સ્રોત, Getty Images
બે નવા કેસ સામે આવ્યા તે પછી વધુ 23 લોકોના નમૂના લઈને ટેસ્ટિંગ માટે મોકલાયા હતા. શનિવારે તે લેબ મોકલાયા છે, પણ તેના રિઝલ્ટ ક્યારે આવશે તે નક્કી નથી.
"ટેસ્ટના રિઝલ્ટ આવવામાં મોડું થઈ રહ્યું છે તેના કારણે સમય બગડી રહ્યો છે. તેના કારણે પૉઝિટિવ થયા હોય તેવા દર્દીઓને આઇસોલેશનમાં મોકલવામાં પણ મોડું થઈ રહ્યું છે," એમ વીરેન્દ્ર મોહિતે મને જણાવ્યું હતું. તેઓ સ્લમવિસ્તારમાં કામ કરતી આરોગ્ય ટીમનું નેતૃત્ત્વ કરી રહ્યા છે.
બહુ અનોખા પ્રકારની, વિશાળ અને આમ પોતાની જ આગવી દુનિયા ધરાવતી ધારાવીની ઝુગ્ગીમાં કોરોનાના ચેપને રોકવો એ મોટો પડકાર બનીને રહેવાનો છે.
તેમાં માછીમારો, કુંભારો, ફર્નિચર બનાવતા લુહારો, વસ્રો સીવતા દરજીઓ, ભંગારવાળા, કારકુનો અને રેપર સંગીતકારો સહિતના ભાતભાતના લોકો રહે છે એમ એન્ની ઝેઇદીએ એકવાર લખ્યું હતું. તેમાં એવી કથાઓ મળી આવે છે, "જે હતાશા અને અથાક મહેતનની, મક્કમતાની, નવીન કશું કરવાની અને આકરી મહેનત કરવાની હોય છે."
હવે ધારાવી સામે આ મોટો પડકાર આવ્યો છે કે વૈશ્વિક મહામારીને પણ તેણે રોકવાની છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














