કોરોના વાઇરસ : ચેપના ફેલાવાથી કયો દેશ બચેલો રહેશે?

કોરોના વાઇરસ

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, ઑવેન એમૉસ
    • પદ, બીબીસી ન્યૂઝ

ત્રણેક મહિના પહેલાં 12 જાન્યુઆરીએ ચીનમાં કોરોના વાઇરસ ફેલાયેલો હતો. તે વખતે ચીનની બહાર એક પણ જગ્યાએ એ વાઇરસ જોવા મળતો નહોતો.

પરંતુ તે પછી 13 જાન્યુઆરીએ કોરોના વાઇરસનું સંક્રમણ એ વૈશ્વિસ સમસ્યા બની ગઈ. થાઈલૅન્ડમાં એક કેસ નોંધાયો અને તે પછી જાપાન, દક્ષિણ કોરિયા અને અમેરિકા સુધી તે ફેલાયો.

દુનિયાભરમાં દેખા દઈ રહેલો વાઇરસ ધાડાની જેમ ફરી વળ્યો.

ભારતમાં કોરોના વાઇરસના કેસ

17656

કુલ કેસ

2842

સાજા થયા

559

મૃત્યુ

સ્રોત : આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, કેન્દ્ર સરકાર

કલાકની સ્થિતિ 11: 30 IST

નેપાળથી નિકારાગુઆ સુધી દુનિયાભરમાં હવે Covid-19ના કેસોની સંખ્યા 10 લાખને વટાવી ગઈ છે.

મરણાંક વધી રહ્યો છે, હૉસ્પિટલો દર્દીથી ઉભરાઈ રહી છે, ત્યારે દુનિયામાં એવી કોઈ જગ્યા ખરી જ્યાં કોરોના ન પહોંચ્યો હોય?

નવાઈ લાગશે, પણ જવાબ છે હા.

સંયુક્ત રાષ્ટ્રસંઘમાં 193 સભ્ય દેશો છે.

બીજી એપ્રિલ સુધીમાં તેમાંથી 18 દેશોએ હજી સુધી Covid-19 કેસ થયાનું નોંધ્યું નથી, એમ બીબીસીની ટૅલી પરથી ખ્યાલ આવે છે. આ ટૅલી જ્હૉન્સ હૉપકિન્સ યુનિવર્સિટીના આંકડાના આધારે તૈયાર થયેલી છે.

line
કોરોના વાઇરસ
line

Covid-19 કેસ વિનાના 18 દેશો

કોરોના વાઇરસ

ઇમેજ સ્રોત, Getty Images

કોમોરોસ; કિરીબાતી; લિસોતો; માર્શલ આઈલૅન્ડ્સ; માઇક્રૉનેશિયા; નાઉરુ; ઉત્તર કોરિયા; પલાઉ; સમોઆ; સાઓ તોમે ઍન્ડ પ્રિન્સિપ; સોલોમન આઈલૅન્ડ્સ; દક્ષિણ સુદાન; તાઝિકિસ્તાન; ટોન્ગા;તુર્કમેનિસ્તાન; તુવાલુ; વનુઆતુ; યમન.

કેટલીક જગ્યાએ કેસ હશે, પણ નોંધાયા નહીં હોય તેવું જાણકારો કહે છે. દાખલા તરીકે ઉત્તર કોરિયા અને યુદ્ધગ્રસ્ત યમનમાં સત્તાવારી રીતે ઝીરો કેસ નોંધાયા છે.

પરંતુ કેટલાક દેશો એવા છે પણ ખરા, જ્યાં વાઇરસ પહોંચ્યો નથી. આ એવા નાના ટાપુઓ છે, જ્યાં બહું ઓછા લોકો જાય છે. સંયુક્ત રાષ્ટ્રસંઘના આંકડા અનુસાર દુનિયાના સૌથી ઓછા મુલાકાતી ધરાવતા 10 દેશોમાંથી સાત Covid-19થી મુક્ત છે.

આ ટાપુઓ દૂર-દૂર છે તે એક વાત છે : એક બીજાથી અંતર રાખવાનું છે ત્યારે આ ટાપુઓ કુદરતી રીતે જ સૌથી દૂર છે.

જોકે આમાંના એક દેશના પ્રમુખ જરાય બેકાળજી રાખી રહ્યા નથી હકીકતમાં તેમણે બીબીસીને જણાવ્યું કે Covid-19ને રાષ્ટ્રીય કટોકટી જાહેર કરાયેલી છે.

પ્રશાંત મહાસાગમાં આવેલું નાઉરુ અન્ય પ્રદેશથી 320 કિલોમિટર દૂર છે - સૌથી નજીકનો ટાપુ છે કિરિબાતી સમૂહનો બનાબા આઈલૅન્ડ. સૌથી નજીકનું અને સીધી ફ્લાઇટ ધરાવતું શહેર બ્રિસબેન છે, જે નૈઋત્યમાં 2500 માઇલ દૂર છે.

સંયુક્ત રાષ્ટ્રસંઘના સભ્ય દેશોમાં (મોનાકો પછીનો) બીજા નંબરનો સૌથી નાનો દેશ નાઉરુ છે અને તે માત્ર 10 હજારની વસતિ સાથે (તુવાલુ પછીનો) બીજા નંબરનો સૌથી ઓછી વસતિ ધરાવતો દેશ પણ છે.

દુનિયામાં સૌથી ઓછા મુલાકાતીઓ આવતા હોય તેવો પણ આ દેશ છે. સંયુક્ત રાષ્ટ્રસંઘમાં આ વિશેની માહિતી નથી, પણ એક ટૂર ઑપરેટરનું કહેવું છે કે વર્ષે માત્ર 160 પર્યટકો જ અહીં આવે છે.

તમે વિચારતા હશો કે આટલે દૂર વસેલા દેશે અંતર પાળવા માટે બીજું કશું કરવાની જરૂર નથી. જોકે એક જ હોસ્પિટલ હોય, તે પણ વૅન્ટિલેટર વિનાની અને નર્સોની અછત હોય ત્યાં કોઈ જોખમ ના લેવાય.

બીજી માર્ચથી ચીન, દક્ષિણ કોરિયા અને ઇટાલીના પ્રવાસી પર પ્રતિબંધ મૂકી દેવાયો હતો. પાંચ દિવસ પછી પ્રતિબંધની યાદીમાં ઈરાનનો પણ ઉમેરો કરી દેવાયો

માર્ચની મધ્યમાં નાઉરી ઍરલાઇન્સે ફિજી, કિરિબાતી અને માર્શલ્સ આઈલૅન્ડ્સની ફ્લાઇટ્સ બંધ કરી દીધી. તે સિવાય બ્રિસ્બેનમાં અઠવાડિયે ત્રણ ફ્લાઇટ હતી તે પખવાડિયે એક કરી દેવાઈ.

એ પછી ઑસ્ટ્રેલિયાથી આવી રહેલા બધાને જ (મોટા ભાગના પરત ફરી રહેલા રહેવાસીઓને) સ્થાનિક હોટલોમાં 14 દિવસ માટે ક્વોરૅન્ટીન કરી દેવાયા હતા.

હાલમાં કોઈએ રાજ્યાશ્રય માગ્યો નથી, પરંતુ કોઈ આવે તો તેને પણ ઓછામાં ઓછા બે અઠવાડિયાં ક્વોરૅન્ટીન કરાશે - ઑસ્ટ્રેલિયાનું માઇગ્રન્ટ પ્રોસેસિંગ કેન્દ્ર આ ટાપુ પર છે.

કોરોના વાઇરસ

ઇમેજ સ્રોત, Getty Images

પ્રમુખ લાયોનેલ એન્જિમેઆ કહે છે કે તેમની નીતિ "કૅપ્ચર ઍન્ડ કન્ટેઇનમૅન્ટ"ની છે."અમે સરહદે જ તેને અટકાવી રહ્યા છીએ. અમારા ઍરપૉર્ટને જ બૉર્ડર ગણીને, ટ્રાન્ઝિટ એરિયાને અમારી બૉર્ડર ગણી રહ્યા છીએ," એમ તેઓ કહે છે.

ક્વોરૅન્ટીનમાં હોય તેમની તબિયતની રોજ તપાસ થાય છે. કોઈને તાવ આવે ત્યારે તેમને વળી સૌથી અલગ કરાય છે અને Covid-19 માટેનો ટેસ્ટ કરાય છે. ટેસ્ટ કિટ્સ ઑસ્ટ્રેલિયા મોકલાઈ હતી, પણ બધા જ ટેસ્ટ અત્યારે નૅગેટિવ આવ્યા છે.

આવા સંકટ વચ્ચે જ નાઉરુના લોકો "શાંત અને સ્થિર" છે, એમ પ્રમુખ કહે છે. ઑસ્ટ્રેલિયા અને તાઇવાન જેવા દેશોએ કરેલી મદદ માટે તેઓ આભાર વ્યક્ત કરે છે.

"અમે આ નીતિ શરૂ કરી ત્યારે ગોડને પ્રાર્થના કરી અને તેમણે મને શીખ આપી છે, જે Psalms 147, verses 13 અને 14માં છે. બાઇબલે કહ્યું છે તે પ્રમાણે મોતની આ ખીણમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ ત્યારે આ ઉક્તિઓએ મને હૈયાધારણ આપી છે."

બીજા દેશો આટલા નસીબદાર નથી એ તેઓ જાણે છે અને તેથી આશા વ્યક્ત કરે છે કે તેમની પ્રાર્થના બીજા દેશોને પણ ફળશે.

નાઉરુ ઉપરાંત કિરિબાતી, ટોન્ગા, વનુઆતુ અને બીજા નાના ટાપુ રાષ્ટ્રોએ પણ રાષ્ટ્રીય કટોકટી જાહેર કરેલી છે.

સાઉથ પૅસિફિકના નીઉના ડૉ. કોલીન તુકુઇટોન્ગા ન્યૂઝીલૅન્ડ ખાતેથી કહે છે કે આમ કરવું યોગ્ય છે.

તેઓ કહે છે, "તેમના માટે આ જોખમને દૂરો રાખવું જરૂરી છે, કેમ કે ત્યાં પહોંચશે તો ભરાઈ પડવાના."

વિશ્વ આરોગ્ય સંસ્થાના ભૂતપૂર્વ કમિશનર ડૉક્ટર તુકુઇટોન્ગા જાહેર આરોગ્યના નિષ્ણાત છે અને હાલમાં ઑકલેન્ડ યુનિવર્સિટીની મેડિકલ સ્કુલના ઍસોસિયેટ ડિન છે.

તેઓ કહે છે, "આ જગ્યાએ સારી આરોગ્ય સુવિધા નથી. તેઓ બહુ નાની છે, બહુ નાજુક છે. કેટલાક દેશો પાસે વૅન્ટિલેટર પણ નથી. ત્યાં ચેપ ફાટ્યો તો વસતિ ખાલી થઈ જશે."

તેઓ કહે છે કે પૅસિફિક આઈલૅન્ડમાં ઘણા લોકો આમ પણ બીમાર છે.

"આ જગ્યાએ મોટા પ્રમાણમાં ડાયાબિટિસ, હૃદયરોગો અને ફેફસાંના રોગો છે અને તેના કારણે વાઇરસ વધુ જોખમી બની શકે છે."

કોરોના વાઇરસ

ઇમેજ સ્રોત, Getty Images

પેસિફિકના કોઈ નાના ટાપુ પર ચેપ ફેલાય તો દર્દીઓને વિદેશ મોકલવા પડે. પરંતુ બીજા દેશો સરહદો બંધ કરી રહ્યા છે ત્યારે તે પણ મુશ્કેલ બનવાનું.

તેથી ચેપ બિલકુલ ના આવે તે જ યોગ્ય છે, એમ ડૉક્ટર તુકુઇટોન્ગા કહે છે.

કેટલાક દેશો જેઓ જમીની સરહદ ધરાવે છે તેઓ પણ હજી સુધી કોરોનાથી મુક્ત રહી શક્યા છે.

પૂર્વ આફ્રિકામાં 1.8 કરોડની વસતિ ધરાવતા મલાવીમાં ગયા ગુરુવારે જ પહેલો કેસ આવ્યો. સરકારે તે માટેની તૈયારીઓ કરી રાખી હતી.

"આપત્તિ કાળ" જાહેર કરીને શાળાઓ બંધ કરી દેવાઈ છે અને 20 માર્ચ પહેલાં અપાયેલા બધા વીઝા રદ કરી દીધા છે. લિવરપૂલ સ્કૂલ ઑફ ટ્રોપિકલ મેડિસિનના ડૉક્ટર પિટર મેકફર્સન કહે છે કે "મોટા પાયે ટેસ્ટિંગ" પણ થઈ રહ્યું છે. મલાવીમાં રહીને કામ કરતાં ડૉક્ટરને વેલકમ ટ્રસ્ટ તરફથી ફંડ મળે છે.

"એક કે બે અઠવાડિયાં વધુ અમારે તૈયારી કરવી પડે તેમ જ હતી," એમ જણાવતા તેઓ આશા વ્યક્ત કરે છે કે મલાવી સ્થિતિ સંભાળી લેશે.

"છેલ્લાં 30 વર્ષમાં અમે HIVનો રોગચાળો ભોગવ્યો છે અને સાથે જ ટીબીની મહામારી પણ જોઈ છે," એમ તેઓ કહે છે.

ડૉક્ટર મૅકફર્સન કહે છે કે પુરાવા એવું જ જણાવે છે કે દરેક દેશ સુધી કોરોના પહોંચવાનો છે. તેથી જો મલાવી નહીં તો Covid-19 વિનાનો છેલ્લો દેશ કયો હશે?

"કદાચ દક્ષિણ પેસિફિક, તેના દૂર-દૂરના ટાપુઓ. હું તેના પર શરત લગાવવા તૈયાર છું," એમ સાઉથમ્પ્ટન યુનિવર્સિટીના પ્રોફેસર ઍન્ડી ટેટમ કહે છે.

"જોકે વૈશ્વિક અર્થતંત્રના આ જમાનામાં કોઈ જગ્યા બાકી રહી જાય તેવું મને લાગતું નથી."

તેઓ કહે છે કે નુઆરુમાં પ્રતિબંધો મૂકી દેવાયા છે તે ઉપયોગી થાય, પણ તે કાયમ ના ચાલી શકે.

"આ બધા દેશોએ કોઈ ને કોઈ પ્રકારે બહારની આયાત પર - માલસામાન હોય કે પર્યટકો હોય - તેના પર આધાર રાખવો પડે છે. નિકાસ પણ કરે છે. તેઓ સાવ જ અવરજવર બંધ કરી દે તેવું શક્ય છે, પણ તેનાથી બહુ નુકસાન થાય અને આખરે અવરજવર શરૂ કરવી જ પડે."

તેઓ ચેતવણી આપે છે કે હજી સુધી આંકડા ટોચ સુધી પહોંચ્યા નથી.

"અત્યારે ચારે બાજુ લૉકડાઉન છે એટલે વસતિમાં ચેપ ફેલાઈ રહ્યો નથી, બહુ મોટી સંખ્યા સુધી તે હજી પહોંચ્યો નથી

"દુનિયામાં હજી ઘણા સંભવિત લોકો બાકી રહ્યા છે. થોડો સમય હજી આપણે આ વાઇરસની સાથે પનારો પાડવો જ પડશે."

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો