ઋષિ કપૂર : બૉબીના રાજાથી લઈ મુલ્કના મુરાદ અલી મોહમ્મદ સુધી

ઋષિ કપૂર

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, રેહાન ફઝલ
    • પદ, બીબીસી સંવાદદાતા

ઋષિ કપૂર જન્મજાત અભિનેતા હતા. એવું કહેવાય છે કે ચાલતા શીખ્યા ત્યારથી જ તેઓ અરીસાની સામે જઈને જાતજાતના હાવભાવ મોઢા પર લાવવા લાગ્યા હતા.

કપૂર ખાનદાનની મહેફિલોમાં એક કહાણી જરૂર સંભળાવવામાં આવે છે. કહાણી એવી છે કે એ દિવસોમાં રાજ કપૂરે તેમના દીકરાને વ્હિસ્કીના પોતાના ગ્લાસમાંથી ઘૂંટડો શરાબ પીવડાવી હતી અને ઋષિએ અરીસાની સામે જઈને શરાબીનો અભિનય કરવાનું શરૂ કરી દીધું હતું.

ઋષિના અભિનયની શરૂઆત બાળપણથી જ થઈ ગઈ હતી. તેમના દાદાના નાટક 'પઠાન'માં ખાટલા પર જે બાળક સુતેલું દેખાય છે બીજું કોઈ નહીં, પણ ઋષિ કપૂર હતા.

line

મેરા નામ જોકર અપાવ્યો નેશનલ એવૉર્ડ

ઋષિ કપૂર

ઇમેજ સ્રોત, Getty Images

ઋષિ કપૂર મુંબઈની કેમ્પિયન સ્કૂલમાં ભણતા હતા ત્યારે તેમના પિતા રાજ કપૂરે પોતાની આત્મકથાત્મક ફિલ્મ 'મેરા નામ જોકર'માં પોતાના બાળપણની ભૂમિકા ઋષિને સોંપી હતી.

શૂટિંગ માટે ઋષિ સ્કૂલે નહીં આવવાના બહાના કરતા હતા, જે તેમના શિક્ષકોને બહુ ખૂંચતું હતું. તેનું પરિણામ એ આવ્યું હતું કે તેમને સ્કૂલમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા.

દીકરાનું સ્કૂલમાં ફરી એડમિશન કરાવવા માટે રાજ કપૂરે આકાશપાતાળ એક કરવા પડ્યાં હતાં.

આમ તો કપૂર પરિવારમાં આ રીતે અભ્યાસ છોડાવીને સંતાનો પાસે અભિનય કરાવવાની લાંબી પરંપરા છે.

રાજ કપૂરના ભાઈ શમ્મી કપૂરે પણ ભણવાનું પડતું મૂકીને 'શકુંતલા' ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું હતું. ઋષિ કપૂરને સર્વશ્રેષ્ઠ બાળ કલાકારનો રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો હતો.

એ વિશે ઋષિ કપૂરે તેમની આત્મકથા 'ખુલ્લમ ખુલ્લા'માં લખ્યું હતું કે "હું મુંબઈ પાછો ફર્યો ત્યારે મારા પિતાએ મને પુરસ્કાર સાથે મારા દાદા પૃથ્વીરાજ કપૂર પાસે મોકલ્યો હતો.

મારા દાદાએ મેડલ હાથમાં લીધો હતો અને તેમની આંખો સજળ થઈ ગઈ હતી. તેમણે મારું કપાળ ચૂમીને ઘેધૂર અવાજમાં કહ્યું હતુઃ રાજ ને મેરા કર્ઝ ઉતાર દિયા."

line

અભિનયની જબરદસ્ત રેંજ

ઋષિ કપૂર

ઇમેજ સ્રોત, Getty Images

ચિંટુના હુલામણા નામે ઓળખાતા ઋષિ કપૂરની ઇમેજ 1970 અને 1980ના દાયકાથી જર્સી પહેરીને, ગીતો ગાતા, એક હાથમાં ગિટાર અને બીજા હાથમાં સુંદર છોકરીનો હાથ લઈને ફરતા કાસાનોવાની બની ગઈ હતી.

અભિનય કારકિર્દીના છેલ્લા તબક્કામાં ઋષિ તે ઇમેજમાંથી છૂટકારો મેળવી શક્યા હતા અને અલગ-અલગ પ્રકારોના પાત્રોમાં જોવા મળ્યા હતા.

'હમ તુમ' (2004)નો નારાજ પતિ હોય કે 'સ્ટુડન્ટ ઑફ ધ યર' (2012)નો ચંચળ અધ્યાપક હોય કે પછી 'ડી-ડે'(2013)નો ડોન કે 'અગ્નિપથ'(2012)નો દલાલ કે 'કપૂર એન્ડ સન્સ'(2016)નો 90 વર્ષની વયનો નટખટ વૃદ્ધ હોય. ઋષિ કપૂરે વિવિધતાના નવા આયામ સિદ્ધ કર્યા હતા.

'મુલ્ક' ફિલ્મમાં તેમણે ભજવેલી એક રાષ્ટ્રવાદી મુસ્લિમની ભૂમિકાએ સમગ્ર દેશને ખળભળાવી મૂક્યો હતો.

line

બૉબીથી મળી રાષ્ટ્રીય ઓળખ

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

રાજ કપૂરની ફિલ્મ 'બૉબી'થી ઋષિને પહેલીવાર રાષ્ટ્રીય ઓળખ મળી હતી.

રાજ કપૂરે તેમના દીકરાને આ ફિલ્મમાં એવી ઈમેજમાં ઢાળ્યો હતો, જે ઇમેજે તેનો સાથ બે દાયકા સુધી છોડ્યો ન હતો.

રાજ કપૂરની ખાસિયત હતી કે તેઓ બદલતા સમયની માગને જાણતા હતા. 'બોબી'માં તેમણે ઋષિ કપૂરને ઓવરસાઇઝ્ડ સનગ્લાસીસ પહેરાવ્યા હતા.

તેમના સ્કૂટરનું હૅન્ડલ જરૂર કરતા કંઈક વધારે જ લાંબુ હતું અને તેની બન્ને બાજુએ સાઇડ મિરર લગાવવામાં આવ્યા હતા, જેમાં તેમના દીકરાનો ચહેરો દેખાતો રહેતો હતો.

એ સ્કૂટર ભારતના બદલાતાં મૂલ્યોનું પ્રતિનિધિત્વ કરતું હતું અને તાજગી, ઊર્જા તથા આધુનિકતાનું પ્રતીક હતું.

line

એક સીનના નવ રિટૅક

ઋષિ કપૂર

ઇમેજ સ્રોત, Getty Images

'બૉબી'માં ઋષિ કપૂર પાસેથી શ્રેષ્ઠ કામ લેવા માટે રાજ કપૂરે કોઈ કસર છોડી ન હતી.

ઋષિ કપૂરે પોતાની આત્મકથા 'ખુલ્લમ ખુલ્લા'માં લખ્યું છેઃ "કેમેરા રોલ થાય એ પહેલાં મારા પિતા મારી પાસે એટલાં રિહર્સલ કરાવતા હતા કે તેની તમે કલ્પના પણ નહીં કરી શકો. એ ફિલ્મમાં અચલા સચદેવ મારાં મમ્મી બન્યાં હતાં. એ ફિલ્મના એક દૃશ્યમાં તેઓ મારા ગાલ પર એકસાથે અનેક થપ્પડ મારે છે. એ દૃશ્ય હું ક્યારેય ભૂલી શકીશ નહીં."

"પાપા એમને કહેતા હતા કે દૃશ્યને જીવંત બનાવવા માટે તમારે (અચલા સચદેવે) ચિંટૂને જોરદાર થપ્પડ મારવી પડશે. પાપાજીએ તે દૃશ્યના નવ વખત રીટેક લીધા હતા અને સીન ઓકે થયો ત્યારે મારો ગાલ કાળો થઈ ગયો હતો અને આંસુ રોકાતા ન હતાં."

નેશનલ સ્વીટહાર્ટ બન્યા

આત્મકથા ખુલ્લમ ખુલ્લાનું લૉન્ચિંગ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, આત્મકથા ખુલ્લમ ખુલ્લાનું લૉન્ચિંગ

1973માં 'બૉબી' રિલીઝ થઈ ત્યારે તેણે સમગ્ર દેશમાં ધમાચકડી મચાવી દીધી હતી. ઋષિ કપૂર જ્યાં પણ જતા ત્યાં તેમને રોક સ્ટારની માફક ચાહકો ઘેરી વળતા હતા. તેમને લોકો 'નેશનલ સ્વીટહાર્ટ' કહેવા લાગ્યા હતા.

'બૉબી'માંની ઋષિ કપૂરની ભૂમિકા તેમની અનેક આગામી ફિલ્મોની બ્લ્યૂ-પ્રિન્ટ બની ગઈ હતી. ડિમ્પલ કાપડિયા સાથે બનેલી તેમની જોડી ટૂંક સમયમાં તૂટી ગઈ હતી, કારણ કે ડિમ્પલે રાજેશ ખન્ના સાથે લગ્ન કરી લીધાં હતાં.

ચિંટૂએ 1974માં નીતુ સિંહ સાથે પહેલી ફિલ્મ 'ઝહેરીલા ઇન્સાન' કરી હતી. દેશે ઋષિ-નીતૂની જોડીને ઉમળકાભેર આવકારી હતી. એ પછી બન્નેએ 'ખેલખેલમેં', 'રફૂચક્કર' અને 'ઝિંદાદિલ' જેવી ફિલ્મો કરી હતી.

ફિલ્મોમાં 70નો દાયકો સેક્સ, હિંસા અને એકશનનો યોગ હોવા છતા ઋષિ કપૂરની લવરબોય ઇમેજને કોઈ ફટકો પડ્યો ન હતો.

એ સમયમાં 'એન્ગ્રી યંગમેન' અમિતાભ બચ્ચનનો દબદબો હતો. ઋષિ કપૂર સાથે અનેક અભિનેત્રીઓએ કરિયરની શરૂઆત કરી હતી અથવા તો ઋષિ સાથે કરેલી ફિલ્મોને કારણે તેમની કરિયર ઉંચકાઈ હતી.

કાજલ કિરણ (હમ કિસીસે કમ નહીં), શોમા આનંત (બારુદ), જયાપ્રદા (સરગમ), નસીમ (કભીકભી), સંગીતા બિજલાની (હથિયાર) અને પાકિસ્તાની અભિનેત્રી ઝેબા બખ્તિયાર (હીના)ની પહેલી મોટી ફિલ્મના હીરો ઋષિ કપૂર જ હતા.

બદલો Facebook કન્ટેન્ટ, 1

આ કન્ટેન્ટ ઉપલબ્ધ નથી

Facebook પર વધુ મેળવોબહારની વેબસાઇટ્સની સામગ્રી માટે બીબીસી જવાબદાર નથી.

Facebook કન્ટેન્ટ પૂર્ણ, 1

નીતૂ સિંહ સાથે લગ્ન

ઋષિ કપૂર

ઇમેજ સ્રોત, Getty Images

ઋષિ કપૂર સાથે પહેલી મુલાકાત થઈ ત્યારે નીતૂ સિંહની વય 14 વર્ષની હતી.

વર્ષો પછી મધુ જૈનને આપેલા ઈન્ટર્વ્યૂમાં નીતૂ સિંહે કહ્યું હતુઃ "એ જમાનામાં ચિંટૂને અનેક ગર્લફ્રેન્ડ હતી. તેઓ એ ગર્લફ્રેન્ડઝ સાથે ફોન પર મારી વાત કરાવતા હતા. ક્યારેક તો હું ઋષિ તરફથી એમને ફોન કરતી હતી. હું 17 વર્ષની હતી ત્યારે તેમણે મને પહેલીવાર કહ્યું હતું કે તેઓ મને 'મિસ' કરે છે. મેં તેમને એવું કહ્યું કે શું બકવાસ કરો છો તો તેમણે તેમના બુટ ઉતારીને મને દેખાડ્યું હતું કે તેમણે પોતાની આંગળીઓને ક્રોસ કરીને રાખી ન હતી. હું 18 વર્ષની હતી ત્યારે તેમણે મને એક ચાવી આપી હતી અને મારા ગળામાં એ ચાવી પહેરાવતાં કહ્યું હતુ કે આ મારા દિલની ચાવી છે." ('દિવાર' ફિલ્મમાં ધ્યાનથી જોશો તો નીતૂ સિંહે ગળામાં પહેરેલી આ ચાવી દેખાશે)

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

નીતૂ સિંહે નામ આપ્યું બૉબ

મુલ્કમાં મુરાદ અલી મોહમ્મદના પાત્રમાં

ઇમેજ સ્રોત, Mulk Film Promo

ઇમેજ કૅપ્શન, મુલ્કમાં મુરાદ અલી મોહમ્મદના પાત્રમાં

એ ઇન્ટર્વ્યૂમાં નીતૂ સિંહે એમ પણ કહ્યું હતુઃ "એક વખત તાજ હોટેલમાં ભોજન કર્યા બાદ ઋષિએ મને પૂછ્યું હતું કે તું લગ્ન કરવા ઇચ્છતી નથી? મેં કહેલું કે લગ્ન તો કરવાં છે, પણ કોની સાથે કરું? ઋષિએ બહુ ભોળાભાવે મને કહ્યું હતુ, મારી સાથે."

ચિંટૂને નીતૂ સિંહ હંમેશા 'બૉબ' કહીને બોલાવતાં હતાં. નીતૂ સિંહે એકવાર લખ્યું હતું કે "ઋષિ કપૂર ઇર્ષાળુ હતા. મને ખબર હતી કે હું બહુ કોઈની નજીક જઈ શકતી ન હતી, કારણ કે એવું કરું તો ચિંટૂને તરત માઠું લાગી જતું હતું. મારો દીકરા રણબીર સાથેની ઘનિષ્ઠતા પણ ચિંટૂને ગમતી ન હતી. એક જમાનામાં તેઓ બહુ દારૂ પીતા હતા. એ સમયે તેઓ દારૂના નશામાં તેમના દિલમા હોય એવી બધી વાતો બધાને કરતા હતા. એ દિવસોમાં તેમને જે છોકરીમાં રસ હતો એ છોકરી વિશે પણ તેઓ બધાને કહેતા હતા. બીજા દિવસે હું એમના વર્તન વિશે પૂછતી ત્યારે બહુ ભોળાભાવે પૂછતા હતા કે આ બધું તને કોણે કહ્યું? એવું એટલી બધી વાર બન્યું હતું કે દારૂ પીધા પછી તેઓ એ વિચારે નવર્સ થઈ જતા હતા કે તેઓ તેમના વિશેની કોઈ ગુપ્ત વાત મને કહી ન દે."

ઋષિ કપૂરની કંજૂસી

ઋષિ કપૂર

ઇમેજ સ્રોત, Getty Images

ઋષિ કપૂર તેમના કાકા શશી કપૂરની માફક રવિવારે ક્યારેય કામ કર્યું ન હતું. રવિવાર તેમના માટે પરિવારનો દિવસ હતો.

જોકે, શશી કપૂરથી વિપરીત રીતે ઋષિ કપૂર અત્યંત કડક તથા શિસ્તપ્રેમી પિતા હતા અને તેમના બાળકો સાથે બહુ વાત કરતા ન હતા.

ચિંટૂ નાના હતા ત્યારે રાજ કપૂર સામે તેમનો અવાજ નીકળતો ન હતો. ઋષિ કપૂર વિશેની જાણીતી વાત એ છે કે તેઓ થોડા કંજૂસ હતા. લોકોને ભેટસોગાદ આપવાનું તેમને પસંદ ન હતું.

ઋષિનો દીકરો રણબીર 16 વર્ષનો થયો ત્યારે તેણે તેની મમ્મી નીતૂ સિંહ પાસે કારની માગણી કરી હતી, પણ ચિંટૂએ તેને કહ્યું હતું કે તારી ઉંમર હજુ પોતાના કાર રાખવા જેવડી થઈ નથી.

ઋષિ કપૂર તેમનાં સંતાનો રિદ્ધિમા અને રણબીરને બગાડવા ઇચ્છતા ન હતા. આત્મનિર્ભર ન બન્યાં ત્યાં સુધી રિદ્ધિમા અને રણબીરે પ્લેનમાં કાયમ ઇકૉનૉમી ક્લાસમાં પ્રવાસ કર્યો હતો.

ઋષિ કપૂરની કંજૂસીનો રસપ્રદ કિસ્સો એકવાર નીતૂ સિંહે સંભળાવ્યો હતોઃ "ખાવાની બાબતમાં ચિંટૂ કોઈ કંજૂસી કરતા ન હતા. મને યાદ છે, અમે ન્યૂ યોર્ક ગયા હતા ત્યારે તેઓ મને મોંઘી રેસ્ટોરામાં લઈ જતા હતા અને ભોજન માટે સેંકડો ડૉલરનો ખર્ચ કરતા હતા, પણ મામૂલી ચીજો માટે ખર્ચ કરવામાં એમને બહુ તકલીફ પડતી હતી. એક વખત ન્યૂ યોર્કમાં અમારા અપાર્ટમેન્ટમાં પાછા ફરતી વખતે સવારની ચા માટે હું દૂધની એક બોટલ ખરીદવા ઇચ્છતી હતી. એ વખતે મધરાત થઈ ચૂકી હતી, પણ ચિંટૂ દૂર આવેલી એક દુકાને એટલા માટે ગયા હતા કે ત્યાં દૂઘ 30 સેંટ સસ્તું મળતું હતું."

line

કપૂર ખાનદાનના સૌથી હોનહાર અભિનેતા

102 નૉટઆઉટમાં

ઇમેજ સ્રોત, 102 NOTOUT FILM PROMO

ઋષિ કપૂરે ચરિત્ર અભિનેતા તરીકે જેટલાં પાત્રો ભજવ્યાં હતાં એ બધા સાથે હંમેશા ન્યાય કર્યો હતો. 'તેઓ કપૂર ખાનદાનના સૌથી પ્રતિભાશાળી અભિનેતા હતા,' એવું લતા મંગેશકરે કારણ વિના કહ્યું ન હતું.

એમના અભિનયની ખાસિયત હતી હતી તેમની સહજતા.

આજના સમયમાં રોમેન્ટિક હીરોએ સારા દેખાવા ઉપરાંત દુબળા-પાતળા હોવું પણ જરૂરી છે. ઋષિ કપૂર હંમેશા ઓવરવેઈટ હતા, પણ યુવાવર્ગમાં તેમનું આકર્ષણ ક્યારેય ઓછું થયું ન હતું.

ચરિત્ર અભિનેતા તરીકેના બીજા અવતારમાં ઋષિ કપૂરને એટલી જ વાહવાહી મળી હતી જેટલી તેમને 70ના દાયકામાં તેમણે કારકિર્દી શરૂ કરી ત્યારે મળી હતી.

line
કોરોના વાઇરસ
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો