You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોરોના વાઇરસ : શું લૉકડાઉનને લીધે ફરીથી દેશ મંદીના વમળમાં ધકેલાશે?
- લેેખક, ડૉ. જય નારાયણ વ્યાસ
- પદ, બીબીસી ગુજરાતી માટે
કોરોના વાઇરસને કારણે દેશની આર્થિક પ્રવૃત્તિ ઉપર ભારે અસર પડી છે. કોવિડ-19ને પગલે માર્ચ મહિનામાં યુરોપ, અમેરિકા, ઑસ્ટ્રેલિયા અને મિડલ ઇસ્ટ જેવાં બજારો બંધ થતાં તેની સીધી અસર સેવાઓના આઉટસોર્સિંગ ઉપર પડી છે.
બીજી બાજુ કોરોના વાઇરસને કારણે માર્ચની 25મીથી 21 દિવસ માટેનું લૉકડાઉન અને આંતરરાષ્ટ્રીય પ્રવાસન સેવા પર માર્ચની શરૂઆતથી જ રોક લગાવવાને કારણે તેની આંતરરાષ્ટ્રીય ટૂર ઑપેરેટર્સ, હોટલ્સ, બુકિંગ એજન્ટ્સ વગેરે પર ભારે અસર પડી છે.
13મી માર્ચે અને તેના પછી વિદેશી પ્રવાસ અને વિદેશી પ્રવાસીઓના આવનજાવન પર સરકારે રોક લગાવી, જેથી માર્ચ મહિનામાં કોરોના વાઇરસની અસરકારકતામાં વધારો થતાં ઇન્ડેક્સમાં ઘટાડો નોંધાયો હતો.
ખાસ કરીને મૅન્યુફૅક્ચરિંગ અને સેવા ક્ષેત્રે વધારે અસર થઈ છે, જ્યારે ખેતી અને અન્ય ખેતઉત્પાદનો અને પશુપાલન ઉદ્યોગને એટલી અસર પડી નથી.
પ્રવાસ-પર્યટન ક્ષેત્ર પર પાણી
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો?જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસ : કોવિડ-19 વિશે આપણે હજુ પણ શું-શું જાણતા નથી? જાણવા માટે અહીં ક્લિક કરો
- ગુજરાત કોરોના સામે લડવા માટે કેટલું તૈયાર છે?જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોનાથી બચવા માટે હાથ ધોવાની યોગ્ય રીત કઈ?જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસની શરૂઆતથી લઈને સારવાર સુધીની તમામ માહિતીજાણવા માટે અહીં ક્લિક કરો
- કયા પ્રાણીને કારણે કોરોના ફેલાયો? જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે અહીં ક્લિક કરો
- 98 વર્ષ અગાઉ ભારતમાં દોઢ કરોડોનો ભોગ લેનારી એ મહામારી વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમની જટિલ દુનિયા કેટલી તમારા હાથમાં? જાણવા માટે અહીં ક્લિક કરો
આપણે ગત ફેબ્રુઆરીમાં IHS માર્કેટ ઇન્ડિયાના મૅન્યુફૅક્ચરિંગ અને સેવા ક્ષેત્રના બિઝનેસ ઍક્ટિવિટી ઇન્ડેક્સની વાત કરી હતી.
તે વખતે (ફેબ્રુઆરીમાં) સેવા ક્ષેત્રનો બિઝનેસ ઍક્ટિવિટી ઇન્ડેક્સ 57.5 પૉઇન્ટ હતો, પરંતુ લૉકડાઉનને કારણે પ્રવાસન અને પર્યટન ઉદ્યોગ ઉપર તેની ભારે અસર પડી છે. જેને પરિણામે હોટેલ્સ, રેસ્ટરાં પણ બંધ કરવી પડી છે. આથી સેવા ક્ષેત્રની પ્રવૃત્તિઓમાં ભારે ઘટાડો થવા પામ્યો છે.
ઇન્ફર્મેશન બિઝનેસ પ્રોવાઇડર IHS માર્કેટ ઇન્ડિયાના જણાવ્યા અનુસાર માર્ચમાં સર્વિસિસ બિઝનેસ ઍક્ટિવિટી ઇન્ડેક્સ (સર્વિસિસ PMI) 8.2 પૉઇન્ટ જેટલો ઘટીને
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
49.3 પર પહોંચી ગયો હતો. જ્યારે ફેબ્રુઆરીમાં તે 57.5 હતો જે છેલ્લા 85 મહિનામાં સૌથી વધુ રહેવા પામ્યો હતો.
સર્વિસિસ PMI 50થી વધુ હોય તો તે બિઝનેસ વિકસી રહ્યો છે તેવું ગણાય છે, પરંતુ અહી સર્વિસિસનો PMI 49.3 જેટલો થયો છે જે બિઝનેસ ઘટી રહ્યો છે તેનું સૂચન કરે છે.
સંકટમાં સર્વિસ સૅક્ટર
IHS માર્કેટના અર્થશાસ્ત્રીએ 12 માર્ચથી 27 માર્ચ સુધીનો સર્વે થયો તેનો આધાર લઈને કોરોના વાઇરસની સર્વિસ સૅક્ટર પર શું અસર થશે તેનું હજુ ચોક્કસ અનુમાન લગાવ્યું નથી.
હેઝે કહ્યું હતું કે દેશમાં લૉકડાઉનની સ્થિતિને કારણે કેટલીક આઈટી કંપનીઓ, બીપીઓ કંપની કે કેપીઓ કંપની પર તેની અસર જોવા મળી રહી છે, જ્યારે અમુક કંપનીઓએ તેના કર્મચારીઓને વર્ક-ફ્રૉમ-હોમ થકી કામ ચાલુ રાખ્યું છે.
આમ ટ્રાન્સપૉટેશન, હોટેલ, રેસ્ટોરાં અને અન્ય સેવાઓ કરતાં આઈટી ક્ષેત્રે વર્ક-ફ્રૉમ-હોમ શક્ય બનતાં અમુક કંપનીઓ કામ કરી રહી છે.
છતાંય જે કંપનીઓ વિદેશી કંપનીઓ સાથે કામ કરે છે અને ડેટા સિક્યૉરિટીને ધ્યાનમાં લેતાં આવી કંપનીઓ બંધ છે.
આમ સેવા ક્ષેત્રે સીધી રીતે સંકળાયેલા પ્રવાસન, ટ્રાન્સપૉર્ટેશન અને તેને સંલગ્ન અન્ય સેવાઓને માઠી અસર થઈ છે.
જ્યારે IHS માર્કેટ દ્વારા જે PMI સર્વે કરાયો તેની પેનલે જે નિર્દેશો કર્યા છે તે મુજબ મૅન્યુફૅક્ચરિંગ ક્ષેત્રે માગમાં ઘટાડો, અમુક કંપનીઓ દ્વારા પોતાનું ઑપેરેટિંગ ખર્ચ ઘટાડવા કર્મચારીઓની સંખ્યા ઓછી કરવી તેમજ ઓછા પગારે નવા લીધેલા કર્મચારીઓને કારણે વ્યાવસાયિક પ્રવૃત્તિમાં ઘટાડો થયો છે.
સેવા ક્ષેત્રે સપ્ટેમ્બર 2019થી ફેબ્રુઆરી 2020 સુધી સર્વિસ પ્રોવાઇડર ઑર્ડરમાં સતત વધારો જોવા મળ્યો હતો, પરંતુ માર્ચમાં સર્વિસ પ્રોવાઇડર ઑર્ડરમાં ઘટાડો માલૂમ પડ્યો છે.
ઉત્પાદન અને સેવા ક્ષેત્રની પ્રવૃત્તિઓને દર્શાવતી કમ્પોઝિટ પીએમઆઈ આઉટપુટ ઇન્ડેક્સ જે ફેબ્રુઆરીમાં 57.6 હતો તે ઘટીને 50.6 પર રહ્યો, જે સૂચવે છે કે ખાનગી ક્ષેત્રના ઉત્પાદનમાં ઘટાડો થયો છે.
વિકાસદરમાં વૃદ્ધિ વિકટ
હવે એ સ્પષ્ટ બન્યું છે કે નાણાકીય વરસ 2020માં ભારતનો આર્થિક વિકાસદર 5 ટકા કરતાં ઓછો રહેશે જે ગત નાણાકીય વરસ 2019માં 6.1 ટકા રહેવા પામ્યો હતો.
દેશ માંડ મોંઘવારીમાંથી બહાર આવ્યો હતો, ત્યાં કોરોના વાઇરસે ફરીથી ફટકો માર્યો છે, ત્યારે આવનાર નાણાકીય વરસ 2021માં દેશનો આર્થિક વિકાસદર બેથી ત્રણ ટકા જેટલો રહેશે તેવી વિવિધ એજન્સીઓએ આગાહી કરી છે.
કોરોનાને કારણે આર્થિક ફટકો ન પડે તે માટે સરકારે 1.7 ટ્રિલિયન રૂપિયાનું આર્થિક પૅકેજ જાહેર કર્યું છે.
તેમજ રાજ્ય સરકારો અને ખાનગી સંસ્થાઓ, કંપનીઓએ આર્થિક સહાયનાં વિવિધ પગલાં લીધાં છે.
વડા પ્રધાન મોદીએ દેશને સંપૂર્ણ લૉકડાઉન કરવાનો આદેશ આપ્યો છે, ત્યારે એ સ્પષ્ટ છે કે, દેશભરમાં સ્ટોર બંધ થવા અને ઘર છોડવાની મનાઈ ફરજિયાત હોવાને કારણે સૌથી ખરાબ પરિણામ હજુ આવવાનું બાકી છે, જેમ કે સોશિયલ મીડિયામાં વિશ્વભરમાં સેવાઓના અર્થતંત્ર પર ભારે અસર પડતાં સ્ટોર આગળ લાંબી લાઇનો જોવા મળી હતી.
અત્યારે જોકે હાલત કાબૂમાં છે પણ જો લૉકડાઉનનો ગાળો વધારવામાં આવે તો રોજબરોજ વપરાતી ચીજોની ઉપલબ્ધિમાં તકલીફ ન પડે તે જોવું પડશે.
રાજ્ય સરકારોએ જોકે આ બાબત કોઈને તકલીફ નહીં પડે તેમ કહ્યું છે.
અત્યારની પરિસ્થિતિ જોતાં કદાચ લૉકડાઉન લંબાય તો રોજબરોજની ચીજવસ્તુઓની તંગી ના સર્જાય તે જોવું રહ્યું.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો