You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જમ્મુ-કાશ્મીર અંગેના અનુચ્છેદ 370 નાબૂદી અધિનિયમમાં 50થી વધુ ભૂલો સરકારે સુધારી
ભારત સરકારે 5 ઑગસ્ટે જમ્મુ-કાશ્મીરના વિશેષ દરજ્જાની નાબૂદી પર જે જમ્મુ-કાશ્મીર રિઑર્ગેનાઇઝેશન બિલ રજૂ કર્યું હતું તેમાં 50થી વધુ ભૂલો સુધારવામાં આવી છે.
સમાચાર સંસ્થા પીટીઆઈના અહેવાલ મુજબ સરકારે 3 પાનાંની પુરવણી રજૂ કરીને આ ભૂલોને સુધારી લીધી છે.
ગત 5 ઑગસ્ટે ભારત સરકારે જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો સમાપ્ત કરવાની જાહેરાત કરી હતી.
આ અંગે રાષ્ટ્રપતિની મંજૂરી પછી ગૅઝેટ નોટિફિકેશન 9 ઑગસ્ટે બહાર પાડવામાં આવ્યું હતું.
આ ગૅઝેટ નોટિફિકેશનમાં 50થી વધારે ભૂલો હતી, જે અંગે સુધારાની પુરવણી ભારત સરકારે 12 સપ્ટેમ્બરે બહાર પાડી છે.
કાયદા મંત્રાલયે આ અંગે સુધારો બહાર પાડ્યો છે.
ઉલ્લેખનીય છે કે વિપક્ષો ભારત સરકાર પર આરોપ મૂકે છે કે સરકારે અનુચ્છેદ 370 નાબૂદીનો નિર્ણય ઉતાવળે લીધો છે.
કેવી કેવી ભૂલો રહી હતી?
Additional (ઍડિશનલ)ના સ્પેલિંગમાં (i) આઈ નહોતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
Administrator (ઍડમિનિસ્ટ્રેટર)ના સ્પેલિંગમાં ભૂલ હતી.
એવી જ રીતે શરિયતના સ્પેલિંગમાં પણ ભૂલ હતી.
તો article (આર્ટિકલ)ના સ્પેલિંગમાં ભૂલ હતી.
Safai Karamcharis (સફાઈકર્મચારી) શબ્દના સ્પેલિંગમાં ભૂલ હતી.
ગૅઝેટમાં Union territory of Jammu and Kashmir (યુનિયન ટૅરેટરી ઑફ જમ્મુ-કાશ્મીર)ને બદલે સ્ટેટ ઑફ જમ્મુ-કાશ્મીર લખાયું હતું.
શૅડ્યુલ્ડ કાસ્ટનો સ્પેલિંગ પણ ખોટો લખાયો હતો.
figure (ફિગર)નો સ્પેલિંગ ખોટો લખાયો હતો.
વર્ષ 1909ને બદલે 1951 લખવામાં આવ્યું હતું.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો.