You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
લોકસભા ચૂંટણી 2019: ભાજપ સરકારે ભારતનાં દરેક ઘરમાં વીજળી પહોંચાડી?
- લેેખક, શાદાબ નઝમી
- પદ, બીબીસી રિયાલિટી ચેક
11 એપ્રિલથી ભારતમાં લોકસભા ચૂંટણીની શરુઆત થવા જઈ રહી છે ત્યારે બીબીસી રિયાલિટી ચેક મુખ્ય રાજકીય પાર્ટીઓ દ્વારા કરવામાં આવેલા વાયદા અને દાવાઓનું પરીક્ષણ કરી રહ્યું છે.
ગત વર્ષે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની સરકારને મળેલી એક મોટી સિદ્ધિની પ્રશંસા કરી હતી.
સરકારે કહ્યું હતું કે દેશનાં દરેક ગામડાંમાં વીજળી પહોંચાડવાનું તેમનું લક્ષ્ય સાધી લેવાયું છે.
વડા પ્રધાન મોદીએ ટ્વીટ કરીને કહ્યું હતું, "ગઈકાલે અમે અમારો વાયદો પૂર્ણ કર્યો છે કે જેના કારણે મોટાભાગના ભારતીયોનું જીવન હંમેશાં માટે બદલાઈ જશે."
દેશનાં દરેક ગામડાં અને ઘર સુધી વીજળી પહોંચાડવી એ મોદી સરકારની પ્રાથમિકતા હતી.
તો શું વડા પ્રધાન મોદીનો દાવો સાચો સાબિત થયો છે?
તે જાણવા માટે ગામડાંની પરિસ્થિતિ પર નજર કરીએ.
સરકારની વ્યાખ્યા પ્રમાણે એક ગામ વીજળીની સુવિધાથી સંપૂર્ણપણે સજ્જ ત્યારે કહેવાય જ્યારે તે ગામનાં 10% ઘરોમાં વીજળી હોય, સાથે જ જાહેર સ્થળો જેમ કે સ્કૂલ, દવાખાના જેવી જગ્યાઓ વીજળીથી કનેક્ટેડ હોય.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વર્ષ 2011ની જનગણના પ્રમાણે ભારતમાં આશરે 6 લાખ ગામડાં છે અને સરકારની વ્યાખ્યા અનુસાર આ દરેક ગામડાંમાં વીજળી પહોંચી ચૂકી છે.
જોકે, ઘણું કામકામજ છે કે જે ભૂતપૂર્વ સરકારના શાસનમાં થયું હતું.
જ્યારે વડા પ્રધાન મોદીએ સત્તા સંભાળી ત્યારે દેશના 96% ગામડાંમાં વીજળી હતી. માત્ર 18,000 ગામડાં એવાં હતાં કે જ્યાં વીજળી પહોંચી ન હતી.
ભારતની સિદ્ધિના વર્લ્ડ બૅન્કે પણ વખાણ કર્યા છે.
વર્લ્ડ બૅન્કનું અનુમાન છે કે દેશની 85% જનતા સુધી વીજળી પહોંચી ગઈ છે. સરકારનું અનુમાન હતું કે દેશની 82% જનતા સુધી વીજળી પહોંચી છે.
જ્યારે ભાજપને સત્તા મળી હતી, ત્યારે ભારતમાં વીજળીની ભારે કમી હતી. 27 કરોડ લોકો એવા હતા કે જેમના સુધી વીજળી પહોંચી ન હતી.
વર્લ્ડ બૅન્કના 2017ના સ્ટેટ ઑફ ઇલેક્ટ્રિસિટી ઍક્સેસ રિપોર્ટ પ્રમાણે આ આંકડો ભારતને વીજળીની ખામી મામલે વિશ્વમાં ત્રીજા નંબરે લઈ ગયો હતો.
તમે આ વાંચ્યું કે નહીં?
ઘરોની કેવી છે સ્થિતિ?
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સપ્ટેમ્બર 2017માં લક્ષ્ય નિર્ધારિત કર્યું હતું કે ડિસેમ્બર 2018 સુધીમાં દરેક ઘરમાં વીજળી પહોંચાડાશે. તેમાં તેમની પ્રાથમિકતા 4 કરોડ ગ્રામવાસીઓ હતા.
સરકારના આંકડા પ્રમાણે દેશનાં દરેક ગામડાં સુધી વીજળી પહોંચી ગઈ છે. માર્ચ સુધીના આંકડા પ્રમાણે માત્ર 19,753 ઘર એવાં છે જ્યાં વીજળી પહોંચી નથી.
વર્તમાન સરકારનો દાવો છે કે તેમણે પૂર્વ સરકાર કરતાં વીજળી મામલે ઝડપથી કામ કર્યું છે.
જોકે, સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઑથોરિટીના આંકડામાં અમને જાણવા મળ્યું કે જૂની કૉંગ્રેસ સરકારના કાર્યકાળ દરમિયાન એક વર્ષમાં સરેરાશ 9 હજાર ગામ સુધી વીજળી પહોંચી હતી તેની સરખામણીએ મોદી સરકારના કાર્યકાળમાં એક વર્ષમાં સરેરાશ 4 હજાર કરતાં વધારે ગામડાં સુધી વીજળી પહોંચી છે.
વીજળી પહોંચવાની સમસ્યા
ભારતીય ગામડાં સુધી વીજળી પહોંચાડવા માટે પૂરતા પ્રયાસ કરવામાં આવ્યા છે. આ પ્રયાસ વર્તમાન અને પૂર્વ બન્ને સરકારો દ્વારા થયા છે. પણ વીજળી કેટલા સમય માટે મળે છે તે દરેક સરકારના શાસન દરમિયાન મુદ્દો રહ્યો છે, ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં.
સંસદમાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન સરકારે એક સવાલના જવાબમાં કહ્યું હતું કે 29માંથી માત્ર 6 રાજ્યો એવાં છે કે જ્યાં 24 કલાક પાણી મળે છે.
સરકારી આંકડા અનુસાર, દેશના માત્ર અડધા ભાગનાં ગામડાં એવાં છે કે જ્યાં દિવસનાં 12 કલાક ઘરમાં વીજળી મળે છે. જ્યારે એક તૃતિયાંશ ભાગનાં ગામડાંમાં દિવસ દરમિયાન 8થી 12 કલાક વીજળી મળે છે.
દેશમાં વીજળી મામલે સૌથી ખરાબ પરિસ્થિતિ ઉત્તર પૂર્વના રાજ્યોની છે.
ઝારખંડ, મિઝોરમ અને અરુણાચલ પ્રદેશ એવાં રાજ્યો છે કે જ્યાં લોકોને દિવસ દરમિયાન માત્ર એક કલાકથી ચાર કલાક સુધી જ વીજળી મળે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો