You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
છત્તીસગઢના નવા મુખ્ય મંત્રી ભૂપેશ બઘેલ કોણ છે?
- લેેખક, આલોક પ્રકાશ પુતુલ
- પદ, બીબીસી ગુજરાતી માટે, રાયપુરથી
છત્તીસગઢના મુખ્ય મંત્રી તરીકે ભૂપેશ બઘેલે શપથગ્રહણ કરી લીધા છે.
રાયપુરમાં ટી.એસ. સિંહદેવ અને તામ્રધ્વજ સાહુએ પણ મંત્રીપદ માટે શપથ લીધા.
મહત્ત્વપૂર્ણ છે કે વિધાનસભાની ચૂંટણીમાં સપાટો બોલાવ્યા બાદ કૉંગ્રેસમાં રાજ્યના મુખ્ય મંત્રીનાં નામ માટે બઘેલ ઉપરાંત, સાહુ અને ટી.એસ.સિહદેવના નામની ચર્ચા ચાલી રહી હતી.
જોકે, સૌને પાછળ છોડી કૉંગ્રેસ મોવડીમંડળે બઘેલના નામ પર મંજૂરીની મહોર મારી હતી.
આ પહેલાં રવિવારે મધ્ય પ્રદેશ અને રાજસ્થાન બાદ કૉંગ્રેસે છત્તીસગઢના આગામી સુકાની તરીકે ભૂપેશ બઘેલની જાહેરાત કરી હતી.
છત્તીગઢમાં લાંબા સમયથી મૃતપ્રાયઃ એવી કૉંગ્રેસ પાર્ટીમાં પ્રાણ ફૂંકવાનું કામ તેમણે કર્યું હતું.
આ માટે ભૂપેશ બઘેલે રાજ્યમાં 2,75,000થી વધુ કિલોમીટરનો પ્રવાસ ખેડ્યો હતો.
કેન્દ્રીય નિરીક્ષક તરીકે આવેલાં મલ્લિકાર્જુન ખડગે તથા છત્તીસગઢ કૉંગ્રેસના પ્રભારી પી. એલ. પુનિયાએ આ જાહેરાત કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમે આ વાંચ્યું કે નહીં?
કેવી રીતે નક્કી થયું નામ
મુખ્ય મંત્રી પદના અન્ય એક દાવેદાર મનાતા ટી. એસ. સિંહદેવ તથા બઘેલે ખુદને 'જય-વીરુની જોડી' જણાવીને 'તેરે જૈસા યાર કહાં' તથા 'યે દોસ્તી હમ નહીં તોડેંગે'નો દાવો કર્યો હતો અને સાથે મળીને કામ કરવાની વાત કરી હતી.
દિલ્હીથી આવેલાં કેન્દ્રીય નિરીક્ષકોએ બે દિવસ સુધી સ્થાનકો સાથે વાત કરી હતી.
લાખો કિલોમીટરની યાત્રા
ભૂપેશ બઘેલના ડ્રાઇવરના કહેવા પ્રમાણે, કાળા રંગની આ એસયૂવી (સ્પેશિયલ યૂટિલિટી વ્હીકલ) માર્ચ, 2015થી તેની પાસે છે.
જે 1,97,000 કિલોમીટર ફરી ચૂકી છે. છત્તીસગઢ કૉંગ્રેસના અધ્યક્ષ બન્યા બાદ જે બે ગાડીઓનો તેમણે ઉપયોગ કર્યો, તેનો સરવાળો 2,75,000થી વધુ કિલોમીટરનો પ્રવાસ ખેડ્યો છે.
આ વાહનો દ્વારા બઘેલે નાનકડાં એવા છત્તીસગઢમાં અનેક યાત્રાઓ ખેડી અને સભાઓ સંબોધી હતી.
બઘેલે માત્ર વાહનોમાં જ યાત્રાઓ ખેડી એવું નથી. પાંચ વર્ષના ગાળા દરમિયાન બઘલે લગભગ એક હજાર કિલોમીટરની પદયાત્રા પણ કરી હતી.
આ યાત્રાઓ દરમિયાન બઘેલે આદિવાસીઓ માટે વનાધિકાર તથા નોટબંધીને કારણે લોકો માટે ઊભી થયેલી સમસ્યા જેવા મુદ્દા ઉઠાવ્યા હતા.
કપરાકાળમાં મળી જવાબદારી
કૉંગ્રેસના અગ્રણી નેતાઓ ઝીરમ ઘાટીમાં થયેલા કથિત નક્સલી હુમલામાં મૃત્યુ પામ્યાં હતાં. આવા કપરાં કાળમાં ભૂપેશ બઘેલે છત્તીસગઢ કૉંગ્રેસનું અધ્યક્ષપદ સંભાળ્યું હતું.
ગત વિધાનસભા ચૂંટણી કૉંગ્રેસે માત્ર 0.73ના નજીવા માર્જિનથી ચૂંટણી હારી હતી.
ડિસેમ્બર, 2013માં કૉંગ્રેસ હાઈકમાન્ડે તેમને પદભાર સોંપ્યો ત્યારે કૉંગ્રેસી કાર્યકર્તાઓ નિરાશાની ગર્તામાં ધકેલાઈ ગયા હતા અને લોકસભાની ચૂંટણીઓ ગાજી રહી હતી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો