‘નિર્ભયાકાંડ બાદ બે દિવસ બીકમાં કૉલેજ નહોતી ગઈ’

પ્રદર્શન

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

"આજથી પાંચ વર્ષ પહેલાં અંધારી રાત્રે જ્યારે 23 વર્ષની 'નિર્ભયા' બળાત્કારનો ભોગ બની હતી ત્યારે મારી ઉંમર માત્ર 21 વર્ષની હતી."

"હું ત્યારે એમએસસીના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હતી. એ ઘટનાની મારા પર એવી અસર થઈ હતી કે બીકમાં બે દિવસ હું કૉલેજ નહોતી ગઈ."

આ શબ્દો છે ગુજરાતની એક યુવતી રુત્વી સોનીના.

રુત્વી હાલમાં અંગ્રેજી ભાષાની પરીક્ષાની તૈયારી કરી રહ્યાં છે, અગાઉ તેમણે પત્રકાર તરીકે કામ કર્યું છે.

નિર્ભયાકાંડ થયો ત્યારે રુત્વી મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીમાં ફૅકલ્ટી ઑફ ફૅમિલિ ઍન્ડ કૉમ્યુનિટી સાયન્સિસમાં એમએસસી (માસ્ટર ઑફ સાયન્સ)નો અભ્યાસ કરી રહ્યા હતાં.

રુત્વીના જણાવ્યા મુજબ, તેમણે વિદ્યાર્થીઓની એક સ્વૈચ્છિક સંસ્થા સાથે પોસ્ટર્સ લઈને કૅન્ડલ માર્ચમાં ભાગ લીધો હતો અને નિર્ભયાકાંડનો વિરોધ કર્યો હતો.

નિર્ભયા કાંડના છઠ્ઠા વર્ષે આ ઘટનાએ તેમનાં મતે શું પરિવર્તન આવ્યું તે બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું.

લાઇન

તમે આ વાંચ્યું કે નહીં?

લાઇન

'એ ઘટના આજે પણ રૂંવાટી ઉભી કરી નાખે'

પ્રતિકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

હું ઘરે હતી ત્યારે મને ટેલિવિઝનના માધ્યમથી જાણ થઈ હતી કે દિલ્હીમાં એક છોકરી સાથે દુષ્કર્મ થયું છે અને ત્યારબાદ તેની સાથે ખૂબ જ અત્યાચાર કરવામાં આવ્યો હતો.

આ ઘટનાની વિગતે જાણ થયા બાદ હું અને મારી અમુક ફ્રેન્ડ્સ અમે બે દિવસ કૉલેજ નહોતાં ગયાં.

આજે પણ એ ઘટનાને યાદ કરું તો રૂંવાટીઓ ઉભી થઈ જાય છે અને આંખ ભીની થઈ જાય છે.

આ ઘટનાની જાણ થયા પછી ઘણી વાર એવો વિચાર આવતો કે 'જો મારી સાથે આવું થયું હોય તો શું થાય?' આ વાતનો ડર કાયમ રહેતો હતો.

ગુજરાત છોકરીઓ માટે સુરક્ષિત છે એવો દાવો કરાય છે, તેમ છતાં આ ઘટના બાદ ઘણાં દિવસો સુધી હું રાત્રે એકલા બહાર જતાં ડરતી હતી.

અમે આ વિષયની ચર્ચા અનેક દિવસો સુધી કરી હતી.

કૅન્ડલ માર્ચ અને પોસ્ટર્સ લઈને પ્રદર્શનો કર્યા હતા છતાં આજે પણ મારા મતે મહિલાઓ માટે સમાજમાં કોઈ ખાસ પરિવર્તન આવ્યું નથી.

દરેક રાજ્યની સરકાર દ્વારા મહિલાની સુરક્ષા માટે પગલાં લેવાયા જેના અંતર્ગત 24/7 હેલ્પ-લાઇન 13 મુદ્દાનો એક્શન પ્લાન વગેરે જેવા અનેક કાયદાઓ આવ્યા.

દેશમાં ઘણું પરિવર્તન મને અનુભવાયું, પરંતુ આ મુદ્દે બધું યથાવત્ છે. આજે પણ 'નિડર' મહિલા સુરક્ષિત નથી.

લાઇન
લાઇન

'અસુરક્ષાનો અહેસાસ'

રુત્વી સોનીની તસવીર

ઇમેજ સ્રોત, Rutvi Soni/Facebook

ઇમેજ કૅપ્શન, 'સલામત ગણાતા ગુજરાતમાં પણ ડર લાગતો'

આ ઘટનાના છ વર્ષ થશે. નિર્ભયા કેસમાં આંદોલન થયા, કોર્ટમાં પણ ચુકાદો આવી ગયો.

જોકે, એક છોકરી તરીકે મને અને મારા જેવી ઘણી છોકરીઓને અસુરક્ષાનો અનુભવ થતો હશે.

આજે પણ મહિલા કોઈ પણ સ્થળે 100 ટકા સુરક્ષિત નથી.

મેં અને મારા જેવા અનેક લોકોએ કાળા- સફેદ કપડાં પહેરીને હાથમાં પોસ્ટર્સ લઈને વિરોધ પ્રદર્શનો કરેલાં.

એક છોકરી તરીકે હું જ્યારે જ્યારે નિર્ભયા વિશે વિચારું છું, ત્યારે મને એવું થાય છે કે તેના માતાપિતાને શું મળ્યું? દીકરી તો પાછી નથી જ મળવાની.

નિર્ભયા બાદ કઠુઆમાં પણ દુષ્કર્મની ઘટના બની છે અને આવી અનેક ઘટનાઓ થતી રહે છે.

મારો સ્પષ્ટ મત છે, જ્યારે એક મહિલા પુરૂષના કોઈ પણ પ્રકારના સ્પર્શને 'ના' કહેવાનો અવાજ ઉઠાવશે ત્યારે સ્થિતિ બદલી શકાશે.

લાઇન
લાઇન

દોષિતોને ફાંસીની સજા

આરોપીની તસવીર

ઇમેજ સ્રોત, Delhipolice

ઇમેજ કૅપ્શન, ચાર આરોપીની તસવીર

નિર્ભયા કેસમાં મુકેશ, પવન ગુપ્તા, વિનય શર્મા, અને અક્ષયકુમાર સિંહને ફાંસીની સજા ફટકારી હતી.

આરોપીઓમાથી અક્ષયકુમાર સિંહ સિવાયના દોષિતોએ ફાંસીની સજા પર પુન:વિચારની અરજી કરી હતી.

સુપ્રીમ કોર્ટે જુલાઈ મહિનામાં આ અરજી પર સુનાવણી કરતા ફાંસીની સજા યથાવત્ રાખી હતી.

સુપ્રીમે પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે દોષિતો ચુકાદામાં ભૂલ દર્શાવવામાં નિષ્ફળ ગયા હતા.

એક સગીર આરોપી ત્રણ વર્ષની સજા ભોગવીને બહાર આવી ગયો છે, કથિત રીતે આ ગુનેગારે જ નિર્ભયા સાથે સૌથી વધુ બર્બરતા આચરી હતી.

જ્યારે રામસિંહ નામના મુખ્ય આરોપીએ નીચલી કોર્ટમાં સુનાવણી દરમિયાન દિલ્હીની હાઈસિક્યુરિટીવાળી તિહાર જેલમાં ખુદને ફાંસી લગાડીને આત્મહત્યા કરી લીધી હતી.

લાઇન
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો