લગ્નની એવી કંકોત્રી જે સોશિયલ મીડિયા પર બની 'ટોક ઑફ ધ ટાઉન'

ઇમેજ સ્રોત, Soorya Nair/FB
- લેેખક, દિપલકુમાર શાહ
- પદ, બીબીસી ગુજરાતી
તાજેતરમાં નિક જોનાસ-પ્રિયંકા ચોપરા, રણવીર- દીપિકા અને ત્યાર બાદ અનિલ અંબાણીના દીકરી ઈશા અંબાણીનાં લગ્ન ચર્ચાનો વિષય રહ્યાં. વળી સ્ટેન્ડ-અપ કોમેડીયન કપિલ શર્માએ પણ ગિન્ની ચતરથ સાથે લગ્ન કર્યા.
આ સેલિબ્રિટીસના ડિઝાઈનર કપડાં, તસવીરો અને કંકોત્રી સહિતની વસ્તુઓ ઇન્ટરનેટ પર છવાઈ ગયા.
પરંતુ આ બધામાં એક એવું વેડિંગ કાર્ડ છે જે સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યું છે.

ઇમેજ સ્રોત, Soorya Nair/FB
આ કાર્ડ કોઈ સેલિબ્રિટીનાં લગ્નનું નથી પરંતુ એક સામાન્ય પ્રોફેસરનું છે.
કાર્ડ એટલું વાઈરલ થયું કે કૉંગ્રેસના વરિષ્ઠ નેતા શશી થરૂરને ધ્યાને આવતા તેમણે પણ શૅર કર્યું.
તમે જો સાયન્સના વિદ્યાર્થી હો તો તમને તરત જ ખ્યાલ આવી જશે કે આ કાર્ડમાં લખેલું લખાણ કેમ આવું છે.
બીબીસીએ જાણવાની કોશિશ કરી કે આ કાર્ડ કોનું છે અને આવું કાર્ડ કેમ બનાવવામાં આવ્યું.

ઇમેજ સ્રોત, Soorya Nair/FB
આ વેડિંગ કાર્ડ સૂર્યા નાયર અને વિથુન શેખર નામના યુગલનું છે અને તેઓ ત્રિવેન્દ્રમનાં છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કેરળ રાજ્યનું આ પાટનગર થિરુવનંતપુરમ તરીકે પણ ઓળખાય છે.
બીબીસી સાથેની વાતચીતમાં સૂર્યા નાયર(દુલ્હન)એ જણાવ્યું કે આ કાર્ડ તેમણે ખાસ મિત્રો અને સગાંવહાલાં માટે વિશેષ બનાવડાવ્યું છે.
કાર્ડ વિશે વાત કરતા સૂર્યાએ કહ્યું, "હું કૅમિસ્ટ્રીની પ્રોફેસર છું અને વિથુન (તેમના પતિ) સિવિલ એંજિનયર છે. આવું કાર્ડ બનાવવાનો વિચાર મારો જ હતો."
સૂર્યા ઉમેરે છે, ''આવા કાર્ડનો વિચાર મેં વિથુનને જણાવ્યો અને તેને પસંદ આવી ગયો. અમે આવા પચાસ કાર્ડ છપાવ્યાં અને વહેચ્યાં.''

તમે આ વાંચ્યું કે નહીં?
કાર્ડમાંશું છે?

ઇમેજ સ્રોત, Soorya Nair/FB
વેડિંગ કાર્ડમાં એક ઑર્ગેનિક સ્ટ્રક્ચર (ફૉર્મ્યુલા)ના આકારમાં 'LOVE' શબ્દને મૂકવામાં આવ્યો છે.
જ્યારે બન્નેનાં નામ વિથુન (Vn) અને સૂર્યા (Sa)ના પરમાણુએ મળીને અણુ બનવાનું નક્કી કર્યું છે એવું કહેવાયું છે.
કાર્ડમાં લગ્નવિધિને એક રાસાયણિક પ્રક્રિયા તરીકે દર્શાવવામાં આવી છે.
જે માતાપિતાની સક્રીય ઊર્જાથી થઈ રહી હોવાનું જણાવાયું છે.
આ કન્ટેન્ટ ઉપલબ્ધ નથી
Facebook પર વધુ મેળવોબહારની વેબસાઇટ્સની સામગ્રી માટે બીબીસી જવાબદાર નથી.Facebook કન્ટેન્ટ પૂર્ણ, 1
કાર્ડમાં મહેમાનોને તેમની હાજરી અને પ્રતિભાવ સાથે હાજર રહેવાનું નિમંત્રણ આપવામાં આવ્યું હતું.
કાર્ડમાં મહેમાનોને ઉદ્દીપક બનવાનું પણ કહેવાયું હતું.
વળી લગ્નનો સમય અને સ્થળ દર્શાવવાં માટે પણ કૅમિસ્ટ્રીના શબ્દાર્થ વાપર્યા છે.
જેમાં લગ્નની 'રાસાયણિક પ્રક્રિયા'ની તારીખ અને સ્થળ દર્શાવાયાં છે.
શશી થરૂરે આ કાર્ડ શૅર કરીને તેમને અભિનંદન પાઠવ્યા હતા.
જોકે, કેટલાક અન્ય સોશિયલ મીડિયા યુઝર્સે પણ તેને શૅર કર્યું હતું.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1

X કન્ટેન્ટ પૂર્ણ, 2
એક યુઝરે લખ્યું કે વોલ્ટર વ્હાઇટને આ કાર્ડ જોવા પર ખુશી થઈ હોત.
અત્રે નોંધવું કે વોલ્ટર વ્હાઇટ કૅમિસ્ટ્રી સાથે સંકળાયેલું એક રસપ્રદ પાત્ર છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 3
ઉપરાંત એક યુઝરે તેમને આ રીતે શુભેચ્છા પાઠવી.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 4
બીબીસી સાથેની વાતચીતમાં સૂર્યાએ વધુમાં કહ્યું,"કાર્ડ છપાવવાં મામલે મારે કંઈક ખાસ કરવું હતું એટલે મને આ આઇડિયા આવ્યો.''
''હું કૅમિસ્ટ્રીમાં અનુસ્નાતક છું અને પ્રોફેસર પણ હોવાથી આવું કાર્ડ બનાવવાની કોશિશ કરી."
"મારા પતિને તે ખૂબ જ પસંદ આવ્યું અને મેં ક્યારેય વિચાર્યું નહોતું કે મારું કાર્ડ દેશભરમાં આટલું વાઈરલ થઈ જશે. પણ હું ઘણી ખુશ છું."
"આજે(શુક્રવારે)અમારાં લગ્ન છે. અમે કાર્ડની સાથે કેટલાક ગ્રીન સીડ્સ પણ મોકલ્યાં હતાં, જેથી પર્યાવરણ અંગે સંદેશો આપી શકાય.''
''વળી અમે જે કાર્ડ છપાવ્યાં તે 'ડિગ્રેડેબેલ' છે આથી પર્યાવરણની દૃષ્ટિએ પણ તે સુરક્ષિત છે."
કાર્ડની કિંમત વિશે તેમણે કહ્યું કે 50 કાર્ડ છપાવવાં તેમને 4 હજાર રૂપિયાનો ખર્ચ કરવો પડ્યો.
એટલે 80 રૂપિયામાં એક કાર્ડ તૈયાર થયું.
આ કાર્ડ સોશિયલ મીડિયામાં 'ટોક ઑફ ધી ટાઉન બન્યું' છે.
આખરમાં જ્યારે અમે પૂછ્યું કે શું કંકોત્રીમાં દર્શાવેલ કૅમિકલ ફૉર્મ્યુલા છે તે સાચું છે?
જવાબ આપતા સૂર્યાએ કહ્યું કે તેમણે માત્ર બન્ને વચ્ચેની કૅમિસ્ટ્રી દર્શાવવા તે બનાવ્યું હતું અને કૅમિકલ થિયરી મુજબ તે સાચું નથી.

આ કાર્ડ પણ બન્યું હતું ચર્ચાનો વિષય
અત્રે નોંધવું રહ્યું કે રિલાયન્સ કંપનીના માલિક મુકેશ અંબાણીના દીકરી ઈશા અંબાણીના લગ્નની કંકોત્રી પણ સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની હતી.
મીડિયા અહેવાલ અનુસાર તેમનાં લગ્નની કંકોત્રી ખોલતા જ તેમાં ગાયત્રી મંત્ર વાગવાનું ચાલુ થતું હતું અને યુગલ વતી લખેલો એક પત્ર પણ તેમાં સામેલ કરાયો હતો.
તેમાં ત્રણ થ્રી-ડી ફ્લાવર પણ હતાં. વળી અહેવાલ અનુસાર કંકોત્રી સાથે બૉક્સમાં અન્ય ચાર નાના બૉક્સ હતા અને તેમાં સોનાથી મઢેલી ભેટ હતી.
મીડિયા અહેવાલ અનુસાર કંકોત્રી સહિતના આમંત્રણ પત્રિકાની કિંમત ત્રણ લાખ રૂપિયા હતી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો