#Hischoice: એ પિતા જેણે પોતાની જિંદગી દીકરીને નામે કરી નાખી

કાર્ટૂન

મોડી રાત થઈ ગઈ હતી અને મારી પત્નીએ તેને બાથરૂમમાં બંધ કરી લીધી હતી. મારી પુત્રી સૂતી હતી અને તે જાગી ના જાય એટલા માટે હું સાવધ હતો.

હું ખૂબ જ ડરી ગયો હતો અને મારા સતત કહેવા છતાં મારી પત્ની દરવાજો ખોલવા તૈયાર નહોતી. આ દરમિયાન હું યાદ કરતો કે શું મેં કંઈ ખોટું કર્યું છે?

વાત એવી છે કે મારી પત્નીનો ફોન સતત વાગી રહ્યો હતો અને તે ઉઠાવી નહોતી રહી. એટલા માટે મેં ઉઠાવવાનો પ્રયાસ કર્યો, તો તેણે મારા હાથમાંથી ફોન આંચકી લીધો અને બાથરૂમમાં જતી રહી.

તેણે અંદરથી દરવાજો પણ બંધ કરી દીધો. મેં આવગેમાં આવીને દરવાજો તોડી નાખ્યો અને તેના હાથમાંથી ફોન છીનવી ચેક કરવા લાગ્યો.

જે નંબરથી મિસ્ડ કોલ આવ્યા હતા તે નંબર પર મારી પત્નીએ એક મેસેજ મોકલ્યો હતો.

તેમાં લખ્યું હતું, "હવે ફોન ના કરતો, ફોન મારા ભાઈ પાસે છે."

કાર્ટૂન

આ બાબતથી હું ખૂબ જ ગુસ્સે ભરાયો પરંતુ મેં તેને કંઈજ ના કહ્યું.

મને ડર હતો કે તે ખુદને નુકસાન પહોંચાડશે અથવા તો ફરીથી પોતાને બાથરૂમમાં બંધ કરી લેશે.

બીજા દિવસે મારા બે ખૂબ સારા મિત્રો ઘરે આવ્યા. તેમણે મારી પત્ની સાથે વાત કરી.

તેઓ મારી પત્નીથી અજાણ્યા નહોતા કારણ કે તેઓ ભૂતકાળમાં પણ અમારો ઝઘડો શાંત પાડવા આવેલા હતા.

તેમણે મારી પત્નીને એ સમજાવવાનો પ્રયાસ કર્યો કે અમારે અલગ ના થવું જોઈએ.

કારણ કે અમારે એક બાળક પણ છે. ખોટા પગલાંને કારણે અમારો પરિવાર વિખેરાઈ જશે.

પરંતુ આ વખતે મારી પત્ની માની નહીં. તેણે કહ્યું કે તેના માટે આ જિંદગી જીવવી ખૂબ જ મુશ્કેલ છે.

બીજા દિવસે તે મને અને મારી પુત્રીને મૂકી જતી રહી.

હું તૂટી ગયો હતો અને એકલો પડી ગયો હતો. પરંતુ એક તરફ હું ખુશ પણ હતો કે મારી સાથે મારી ત્રણ વર્ષની દીકરી છે.

તમે આ વાંચ્યું કે નહીં?

line

'હું નહોતો ઇચ્છો કે મારી પુત્રી માતાને યાદ કરે'

કાર્ટૂન

લવ મેરેજ માટે અમારે અમારાં માતાપિતા પાસે ખૂબ જ સંઘર્ષ કરવો પડ્યો હતો.

એક વખત એવું બન્યું હતું કે મારી પત્ની ઘર છોડીને જતી રહી હતી. તે સમયે મારી પુત્રીની ઉંમર માત્ર 3 મહિના હતી. પરંતુ મારા મિત્રના સમજાવવા પર તે પરત આવી ગઈ હતી.

પંરતુ આ વખતે કોઈ આવ્યું તો તે છૂટાછેડાંના દસ્તાવેજ હતા.

કોર્ટમાં તેણે કહ્યું હતું કે અમારી પુત્રીની જો કોઈ સારી રીતે સંભાળ રાખી શકે તો તે છે તેના પિતા. મતલબ કે હું.

આ સાંભળી હું અને મારો પરિવાર ખુશ હતો કારણ કે મારી પુત્રી અમારી સાથે રહેશે.

પરંતુ ક્યારેક ડર પર હતો કે મારી પત્ની પરત ફરશે અને મારી પુત્રીને લઈ જવાનું કહેશે તો?

શરૂઆતમાં અમારી પુત્રીની સંભાળ અમે બન્ને લેતાં હતાં. પરંતુ હવે આ કામ મારે એકલાએ જ કરવાનું છે.

જોકે, મારો પરિવાર પણ છે એટલે વધુ ચિંતા નથી.

એટલા માટે હું મારાં માતાપિતા સાથે રહેવા લાગ્યો કારણ કે હું નહોતો ઇચ્છતો કે મારી પુત્રી તેની માતાને યાદ કરે.

તે જેમજેમ મોટી થતી ગઈ તેમતેમ તેને ઐતિહાસિક સ્થળોમાં રસ પડવા લાગ્યો.

એટલા માટે હું તેને આવા ઘણાં સ્થળો પર લઈ જતો હતો. પરંતુ ક્યારેક તેને કોઈ તેની માતા અંગે સવાલ કરતા તો તે ચૂપ થઈ જતી.

જો કોઈ મારી નિંદા કરતું તે તે મારો બચાવ કરતી. જ્યારે હું ઉદાસ થતો ત્યારે તે મને દિલાસો પણ આપતી.

પરંતુ ક્યારેય તેણે તેની માતા અંગે ઉલ્લેખ નહોતો કર્યો. તેણે ક્યારેય તેની માતા વિશે પૂછ્યું પણ નહોતું.

જો મારી પત્ની હોત તો, મારી પુત્રીએ તેની સાથે વધુ લાગણીઓ શૅર કરી હોત.

line

મારી જિંદગીનો ધ્યેય મારી પુત્રી

કાર્ટૂન

થોડાં વર્ષો પહેલાં મારો અકસ્માત થયો હતો અને મને ગંભીર ઈજાઓ થઈ હતી.

પરંતુ હૉસ્પિટલ અને ત્યારબાદ ઘરે મારી આસપાસ મારી પુત્રી હોવાથી અને તે સમયમાંથી નીકળવામાં ભારે મદદ મળી.

તે સારી રીતે મારી સંભાળ રાખતી અને ડૉક્ટરના જણાવ્યા અનુસાર મને દવાઓ આપતી.

એટલું જ નહીં તે મારી માતાને પણ ડાયાબિટિસની સમયસર દવાઓ આપતી અને તેની કાળજી રાખતી.

મને બીજું લગ્ન કરવા માટે સતત કહેવામાં આવી રહ્યું હતું. જોકે, અમે લવ મેરેજ કર્યાં હતાં ત્યારબાદ ડિવોર્સ થઈ ગયાં. આ બધામાંથી નીકળવું મારા માટે ખૂબ જ અઘરું હતું.

હવે મારી પુત્રી 13 વર્ષની થઈ ગઈ છે. તેને કલ્પના ચાવલાની જેમ અવકાશયાત્રી બનવાની ઇચ્છા છે અને તે હોશિયાર પણ છે.

મને ડર છે કે જો હું બીજું લગ્ન કરી લઈશ, તો તેને વધુ સમય નહીં આપી શકું.

જો હું ફરીથી લગ્ન કરું તો મારી પુત્રીને આ બાબતથી કોઈ વાંધો પણ નહીં હોય. તે ખૂબ જ મિલનસાર સ્વભાવની છે.

પરંતુ બીજી તરફ મને એ વાતનો પણ ડર છે કે જો મારી જિંદગીમાં કોઈ અન્ય મહિલા આવશે અને ફરીથી કોઈ અણસમજ થશે તો?

બીજું કે જો તે મારી પુત્રીની સાધારણ રીતે કાળજી લે તો મને નહીં ગમે.

આને કારણે ફરીથી ક્લેશ થઈ શકે છે. એટલા માટે મેં બીજી વખત લગ્ન ના કરવાનો નિર્ણય કર્યો.

મારી જિંદગીનો એકમાત્ર ધ્યેય મારી સુંદર દીકરી જ છે.

(આ કહાણી એક પુરુષના જીવન પર આધારિત છે જેની સાથે બીબીસી સંવાદદાતા એ. ડી. બાલાસુબ્રમણ્યનએ વાત કરી હતી. આ યુવકની ઓળખ ગુપ્ત રાખવામાં આવી છે. આ સિરીઝનાં પ્રોડ્યૂસર સુશીલા સિંહ છે.)

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો