You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
એસ. ગુરુમૂર્તિ - સબરીમાલા વિવાદને કારણે કેરળમાં પૂર આવ્યું
કેરળ 100 વર્ષમાં આવેલા સૌથી ભયાનક પૂરની પરિસ્થિતિથી ઝઝૂમી રહ્યું છે જેમાં મૃતકઆંક 300ને પાર પહોંચી ગયો છે. આ પરિસ્થિતિને અમુક લોકો સબરીમાલા મંદિરના ભગવાન અયપ્પનના ક્રોધનું કારણ ગણાવે છે.
આ અંગે ટ્વીટર પર ચર્ચા ચાલી રહી છે. આ યાદીમાં રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાના પાર્ટ-ટાઈમ નિદેશક એસ ગુરુમૂર્તિનો પણ સમાવેશ થાય છે.
એસ ગુરુમૂર્તિ તેમનાં ટ્વીટ પરથી એવો ઇશારો કરતા જોવા મળે છે કે જો કેરળનું પૂર સબરીમાલાના ભગવાનની નારાજગીને કારણે આવ્યું છે તો સુપ્રીમ કોર્ટે તેમનો નિર્ણય બદલવો જોઈએ.
તેમણે આ વાત એક ટ્વિટર યુઝરનાં ટ્વીટ પર જણાવી.
તેમણે લખ્યું, "સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોએ જોવું જોઈએ કે પૂર અને સબરીમાલા વચ્ચે કોઈ સંબંધ છે કે નહીં. જો સંબંધ હોવાનો લાખોમાં એક ચાન્સ પણ હોય તો, લોકોને ભગવાન અયપ્પન વિરુદ્ધ નિર્ણય પંસદ નહીં આવે."
ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે એક સુનાવણી દરમિયાન નિર્ણય આપ્યો હતો કે સબરીમાલા મંદિરમાં પુરુષોની જેમ મહિલાઓને જવાનો પણ અધિકાર છે.
ટ્વિટર પર અમુક લોકોએ ગુરુમૂર્તિનાં ટ્વીટની આલોચના કરી હતી. ત્યારબાદ ગુરુમૂર્તિએ ફરીથી પોતાની પ્રતિક્રિયા આપી.
તેમણે લખ્યું, "હું ભારતમાં એ બુદ્ધિજીવીઓના પાખંડને જોઈને હેરાન છું, જે લોકોના વિશ્વાસને કચરાસમાન ગણે છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"99 ટકા ભારતીયો ભગવાનમાં વિશ્વાસ રાખે છે અને 100 ટકા લોકો જ્યોતિષમાં વિશ્વાસ રાખે છે જેમાં લિબરલ, સેક્યુલર અને બુદ્ધિજીવીઓનો સમાવેશ થાય છે."
"નાસ્તિક કરુણાનિધિ માટે તેમના અનુયાયીઓએ પ્રાર્થના કરી. હું પણ તેમાંથી છું જે ભગવાનને માને છે પરંતુ જ્યોતિષને નહીં."
કોણ છે એસ ગુરુમૂર્તિ?
ગુરુમૂર્તિ સ્વદેશી જાગરણ મંચના સહ-સંયોજક છે. તેમને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિચારક પણ માનવામાં આવે છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નજીકના વ્યક્તિ ગણાતા ગુરુમૂર્તિને 8 ઑગસ્ટના રોજ રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયામાં પાર્ટ ટાઇમ નિદેશક બનાવવામાં આવ્યા હતા.
એવું માનવામાં આવતું કે મોદીના નોટબંધીના નિર્ણય પાછળ ગુરુમૂર્તિનું દિમાગ છે.
તમે આ વાંચ્યું કે નહીં?
નિદેશક બન્યા બાદ ગુરુમૂર્તિએ લખ્યું હતું, "મને પહેલીવાર આ પદ મળ્યું છે. મેં ક્યારેય ખાનગી ક્ષેત્ર કે પીએયુમાં નિદેશકનું પદ સ્વીકાર્યું નથી. મેં આ ક્ષેત્રોમાં ક્યારેય ઑડિટ પણ નથી કર્યું. હું સ્વતંત્ર થઈને બોલવા માગતો હતો."
"પરંતુ જ્યારે દબાણ વધતા મને લાગ્યું કે મારે લોકોના હિતમાં કામ કરવું જોઈએ, એટલા માટે મેં આ પદ સ્વીકાર્યું."
સબરીમાલા અને કેરળનું પૂર
હરી પ્રભાકરન નામના ટ્વીટર યુઝરે સબરીમાલાની તસવીર પોસ્ટ કરીને લખ્યું, "ભગવાનથી મોટો કોઈ કાયદો નથી. જો તમે બધાને ઘૂસવા દેશો, તો તે બધાને આવવાની મનાઈ કરી દેશે."
આ ટ્વીટને 3400 લોકોએ લાઇક કર્યું અને 1700 લોકોએ રીટ્વીટ કર્યું.
આ સિવાય એવું પણ લખ્યું, "જો તમે તમારા જન્મ કે મરણ નથી બદલી શકતાં તો મંદિરોમાં સદીઓથી ચાલી આવતી પ્રથાને શા માટે બદલી રહ્યા છો. સબરીમાલા અમારો વિશ્વાસ છે."
આ ટ્વીટ પર ગુરુમૂર્તિએ પોતાની પ્રતિક્રિયા આપી હતી.
અન્ય એક યુઝર સતીશ કુમારે લખ્યું કે આને બીજી રીતે પણ જોઈ શકાય છે. જો તમે મહિલાઓને ના કહેશો, તો તે બધાને ના કહી દેશે.
ગોપાલકૃષ્ણન નામના યુઝરે લખ્યું કે કેરળના લોકોને વિશ્વાસ છે કે ભગવાન અયપ્પન નારાજ છે. સુપ્રીમ કોર્ટે એ બાબતે દખલ ના દેવી જોઈએ જે લોકોના વિશ્વાસ અને પ્રથાઓ સાથે સંકળાયેલી હોય.
લોકોએ આવી રીતે આપ્યો જવાબ
ગુરુમૂર્તિના ટ્વીટ પર લોકોએ ઘણી આલોચના કરી.
મનિકંદન નામના એક યુઝરે લખ્યું, "આ બાબતને કોઈ ધાર્મિક મુદ્દા સાથે ના જોડો. તમારાથી આ ઉમેદ નહોતી. ફસાયેલા લોકોને મદદની જરૂર છે જો તમે કરી શકો તો કરો"
કમલાકર દુર્ગે લખે છે, "એસ ગુરુમૂર્તિ જેવી વ્યક્તિ આરબીઆઈમાં કેવી રીતે કામ કરશે? જો કંઈક ખરાબ થશે તો તેઓ કહી દેશે કે ભગવાનની આ જ ઇચ્છા હતી."
પત્રકાર લતા વેંકટેશ લખે છે, "ભયાનક છે ગુરુમૂર્તિ જેવા લોકો કેરળની આફતને સબરીમાલા મંદિર સાથે જોડે છે. સરકારી હોદા પર બેસનાર વ્યક્તિને આવા ગેરબંધારણીય નિવેદન આપવાની પરવાનગી ન હોવી જોઈએ."
ગોપી શંકર નામના યુઝર લખે છે, "મેં ક્યારેય વિચાર્યું નહોતું કે આવી અતાર્કિક વ્યક્તિ આરબીઆઈ બોર્ડનો ભાગ બનશે. જો ભગવાનને સજા આપવી હોત તો પૂર દિલ્હીમાં આવ્યું હોત, કારણ કે સુપ્રીમ કોર્ટ ત્યાં છે."
શું છે સબરીમાલા વિવાદ?
આ મહિને સુપ્રીમ કોર્ટે કેરળના સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ લગાવતી અરજી પર સુનાવણી હાથ ધરી હતી.
કેરળમાં સબરીમાલા મંદિરમાં 10થી 50 વર્ષની મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ છે. આ સદીઓ જૂની પરંપરા છે.
પ્રતિબંધ એવા માટે છે કારણ કે 10થી 50 વર્ષની મહિલાઓને માસિક ધર્મ હોય છે.
કોર્ટે તેમની ટિપ્પણીમાં ઘણીવાર કહ્યું કે પુરુષોની જેમ મહિલાઓને પણ મંદિરમાં જવાનો અધિકાર છે.
આ અંગે સુપ્રીમ કોર્ટ તેમના નિર્ણય પર અડગ છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો