ફિલ્મિસ્તાન સ્ટુડિયો : કઈ રીતે દિલીપકુમારને બ્રેક મળ્યો અને સુપરસ્ટાર બની ગયા

દિલીપ કુમાર, વૈજયંતી માલા

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, યાસિર ઉસ્માન
    • પદ, ફિલ્મ ઇતિહાસકાર, બીબીસી હિંદી માટે

હોલીવૂડની સ્ટુડિયો સિસ્ટમથી પ્રેરાયેલા હિન્દી સિનેમાની સંગઠિત સ્ટુડિયો સિસ્ટમમાં જ્યારે ફાટફૂટ પડી, ત્યારે પ્રભાત ફિલ્મ કંપની અને બૉમ્બે ટૉકીઝ જેવા મોટા ફિલ્મ સ્ટુડિયોનું પતન થયું.

આ બંને સ્ટુડિયોઝ તૂટ્યાથી બીજા બે મુખ્ય સ્ટુડિયો નવા બન્યા – વી. શાંતારામનો રાજકમલ કલા મંદિર અને શશધર મુખરજીનો ફિલ્મિસ્તાન. આ બંને, લગભગ એ જ સમયગાળામાં શરૂ થયેલા રાજ કપૂરના આર. કે. સ્ટુડિયોઝની જેમ, એક વ્યક્તિની રચનાત્મક વિચારધારા પર ટક્યા હતા.

આજે આપણે વાત કરીશું ફિલ્મિસ્તાનની, જેને સિનેમાના ઇતિહાસમાં કદાચ એટલો યાદ નથી કરાતો જેટલું તેનું યોગદાન છે.

'ફિલ્મિસ્તાન'ની ફિલ્મોનો એક જ ઉદ્દેશ હતો – મનોરંજન.

ફિલ્મિસ્તાન સ્ટુડિયોનો ઇતિહાસ, દેવ આનંદ, અશોક કુમાર, દિલીપ કુમાર અને પ્રદીપ કુમાર સ્ટાર કેવી રીતે બન્યા, શશાધર મુખર્જી, કાજોલ અને રાણી મુખર્જીનાં દાદા, અયાન મુખર્જી, બોલીવૂડનો ઇતિહાસ, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, BBC World Service

ઇમેજ કૅપ્શન, અશોક કુમાર અને દેવ આનંદ

અત્યાર સુધી દરેક સ્ટુડિયોની પોતાની એક અલગ ઓળખ રહી હતી. પ્રભાત ફિલ્મ કંપની પૌરાણિક અને દેશભક્તિની કહાણીઓ પર આધારિત ફિલ્મો બનાવતી હતી, જ્યારે બૉમ્બે ટૉકીઝ મનોરંજક રીતે સામાજિક મુદ્દાને ઉજાગર કરતી હતી.

લાંબા સ્વતંત્રતા સંગ્રામ પછી દેશ આઝાદ થયો હતો અને ફિલ્મોમાં ગામ, સમાજવાદ અને દેશભક્તિ જેવા વિષયો વધારે હતા, પરંતુ, ફિલ્મિસ્તાને આનાથી અલગ રસ્તો પસંદ કર્યો.

ફિલ્મિસ્તાને દરેક શૈલીની ફિલ્મો બનાવી અને દરેક ફિલ્મનો ઉદ્દેશ એક જ હતો – મનોરંજન.

રોમાન્સ, નાચગાન, સ્ટાઇલિસ્ટ કપડાં, શહેરની કહાણી અને નવા સ્ટાર્સને લૉન્ચ કરવા – બોલીવૂડ આજે જે વસ્તુઓ માટે ઓળખાય છે, તેનો પાયો ફિલ્મિસ્તાનમાં જ નંખાયો.

'ફિલ્મિસ્તાન'ની ફિલ્મોનો એક જ ઉદ્દેશ હતો – મનોરંજન.

ફિલ્મિસ્તાન સ્ટુડિયોનો ઇતિહાસ, દેવ આનંદ, અશોક કુમાર, દિલીપ કુમાર અને પ્રદીપ કુમાર સ્ટાર કેવી રીતે બન્યા, શશાધર મુખર્જી, કાજોલ અને રાણી મુખર્જીનાં દાદા, અયાન મુખર્જી, બોલીવૂડનો ઇતિહાસ, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, દેવ આનંદ જેવા કલાકારોના ઘડતરમાં ફિલ્મિસ્તાનની મોટી ભૂમિકા હતી

અત્યાર સુધી દરેક સ્ટુડિયોની પોતાની એક અલગ ઓળખ રહી હતી. પ્રભાત ફિલ્મ કંપની પૌરાણિક અને દેશભક્તિની કહાણીઓ પર આધારિત ફિલ્મો બનાવતી હતી, જ્યારે બૉમ્બે ટૉકીઝ મનોરંજક રીતે સામાજિક મુદ્દાને ઉજાગર કરતી હતી.

લાંબા સ્વતંત્રતા સંગ્રામ પછી દેશ આઝાદ થયો હતો અને ફિલ્મોમાં ગામ, સમાજવાદ અને દેશભક્તિ જેવા વિષયો વધારે હતા, પરંતુ, ફિલ્મિસ્તાને આનાથી અલગ રસ્તો પસંદ કર્યો.

ફિલ્મિસ્તાને દરેક શૈલીની ફિલ્મો બનાવી અને દરેક ફિલ્મનો ઉદ્દેશ એક જ હતો – મનોરંજન.

રોમાન્સ, નાચગાન, સ્ટાઇલિસ્ટ કપડાં, શહેરની કહાણી અને નવા સ્ટાર્સને લૉન્ચ કરવા – બોલીવૂડ આજે જે વસ્તુઓ માટે ઓળખાય છે, તેનો પાયો ફિલ્મિસ્તાનમાં જ નંખાયો.

બોલીવૂડના પ્રથમ 'સ્ટાર મેકર' શશધર મુખરજી

વીડિયો કૅપ્શન, પહેલી બોલતી ગુજરાતી ફિલ્મ ક્યારે અને કેવી રીતે બની?, જાણો એની મજેદાર વાતો

આ જ સ્ટુડિયોમાંથી 'અનારકલી', 'મુનીમજી', 'પેઇંગ ગેસ્ટ', 'શહીદ', 'નાગિન' અને 'તુમસા નહીં દેખા' જેવી બ્લૉકબસ્ટર ફિલ્મો મળી.

દિલીપકુમાર, દેવ આનંદ, શમ્મી કપૂર, પ્રદીપકુમાર, સાધના, વૈજયંતી માલા જેવાં સ્ટાર્સની આરંભની હિટ ફિલ્મો ફિલ્મિસ્તાનની જ હતી. ખૂબ જ સફળ ગણાતા સ્ક્રીનરાઇટર-ફિલ્મકાર નાસિર હુસૈન, નીતિન બોઝ અને રમેશ સહગલની કૅરિયરને પણ ફિલ્મિસ્તાને જ પાંખો આપી હતી.

ઝળહળતા કલાકારો તો સૌ કોઈને યાદ રહે છે, પરંતુ, તેમને ઘાટ આપનાર કસબીઓનાં નામ ઘણી વાર ધૂંધળાં રહી જાય છે. પડદા પાછળ રહેલા ફિલ્મિસ્તાનના પ્રમુખ શશધર મુખરજી આવા જ કસબી હતા, જેમણે દિલીપકુમાર, દેવ આનંદ, પ્રદીપકુમાર, વૈજયંતી માલા અને શમ્મી કપૂર જેવાં ઍક્ટર્સની કૅરિયરને ઘાટ આપ્યો.

ખરા અર્થમાં તેઓ બોલીવૂડના પ્રથમ 'સ્ટાર મેકર' હતા.

ફિલ્મિસ્તાન કઈ રીતે બન્યો?

ફિલ્મિસ્તાન સ્ટુડિયોનો ઇતિહાસ, દેવ આનંદ, અશોક કુમાર, દિલીપ કુમાર અને પ્રદીપ કુમાર સ્ટાર કેવી રીતે બન્યા, શશાધર મુખર્જી, કાજોલ અને રાણી મુખર્જીનાં દાદા, અયાન મુખર્જી, બોલીવૂડનો ઇતિહાસ, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ફિલ્મિસ્તાનમાં પોલીસ સ્ટેશનના સેટની ફાઇલ તસવીર
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

વર્ષ 1940માં હિમાંશુ રાયના અવસાન પછી તેમનાં પત્ની દેવિકા રાનીએ બૉમ્બે ટૉકીઝનાં સૂત્રો સંભાળ્યાં હતાં, પરંતુ, ટૂંકા સમયગાળામાં જ સ્ટુડિયોમાં અંદરોઅંદર ફાટફૂટ પડવા લાગી. ત્યાં જૂથબંધી વધી ગઈ અને હિમાંશુ રાયના નિકટતમ શશધર મુખરજીએ બળવો પોકાર્યો.

તેમના સાથમાં બૉમ્બે ટૉકીઝના સૌથી મોટા સ્ટાર અશોકકુમાર હતા, જે શશધરના સાળા પણ હતા. સ્ટુડિયોની સૌથી સફળ ફિલ્મ 'કિસ્મત'નું દિગ્દર્શન કરનાર જ્ઞાન મુખરજી પણ તેમની સાથે ભળી ગયા.

આ ત્રણેય બીજા થોડાક લોકોને પોતાની સાથે લઈને સ્ટુડિયોથી અલગ થઈ ગયા. બૉમ્બે ટૉકીઝ ક્યારેય આ ફટકામાંથી બહાર ન નીકળી શક્યો અને થોડાંક વર્ષમાં બંધ થઈ ગયો. પરંતુ,1943માં શશધર મુખરજીએ પોતાની આ ટીમ સાથે મળીને એક નવા સ્ટુડિયોનો આરંભ કર્યો – ફિલ્મિસ્તાન.

આની પહેલાં અહીં 'શારદા' સ્ટુડિયો હતો, જે આગમાં બળીને રાખ થઈ ગયો હતો. મુંબઈના ગોરેગાંવ (પશ્ચિમ)માંની એ જ જગ્યા ફિલ્મિસ્તાને લીધી. લગભગ પાંચ એકરમાં ફેલાયેલો આ સ્ટુડિયો સમયનો માર સહન કરતો આજે પણ અસ્તિત્વ ધરાવે છે.

આમાં સાત શૂટિંગ ફ્લોર, એક શિવમંદિર અને એક લીલોછમ બાગ પણ છે, જેને તમે હજારો ફિલ્મોમાં જોઈ ચૂક્યા છો.

ફિલ્મિસ્તાન સ્ટુડિયોનો ઇતિહાસ, દેવ આનંદ, અશોક કુમાર, દિલીપ કુમાર અને પ્રદીપ કુમાર સ્ટાર કેવી રીતે બન્યા, શશાધર મુખર્જી, કાજોલ અને રાણી મુખર્જીનાં દાદા, અયાન મુખર્જી, બોલીવૂડનો ઇતિહાસ, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ફિલ્મિસ્તાનની પહેલી ફિલ્મના નાયક અશોક કુમાર (તસ્વીરમાં) હતા

ફિલ્મિસ્તાનના મુખ્ય સ્તંભ શશધર મુખરજી હતા, દિગ્દર્શક હતા જ્ઞાન મુખરજી અને મુખ્ય સ્ટાર અશોકકુમાર. તેના આર્થિક વ્યવસ્થાપનની જવાબદારી સોંપવામાં આવેલી બૉમ્બે ટૉકીઝમાંથી તેમની સાથે આવેલા ચુન્નીલાલ કોહલીને, જેઓ મહાન સંગીતકાર મદન મોહનના પિતા હતા.

ફિલ્મો બનાવવાનું મૉડલ, ઘણાખરા ભાગે, બૉમ્બે ટૉકીઝ પાસેથી જ લેવામાં આવેલું. ફિલ્મિસ્તાનની પ્રથમ ફિલ્મ હતી જ્ઞાન મુખરજી દિગ્દર્શિત અશોકકુમાર અને નસીમબાનો અભિનીત 'ચલ ચલ રે નૌજવાન' (1944). પરંતુ, તેની પહેલી જ ફિલ્મ ફ્લૉપ થઈ ગઈ.

ફિલ્મિસ્તાનની શરૂઆતની ફિલ્મોમાં બીજી એક ફિલ્મ હતી 'આઠ દિન' (1946), જે સફળ તો નહોતી, પરંતુ, એને એ માટે યાદ કરવામાં આવે છે કે, ખ્યાતનામ ઉર્દૂ લેખક સઆદત હસન મંટોએ માત્ર તેના લેખનમાં જ ફાળો નહોતો આપ્યો, બલકે, તેમાં એક ઍરફોર્સ અધિકારીનો અભિનય પણ કર્યો.

એ એવો કાળખંડ હતો જ્યારે બંગાળી સિનેમાનો સુવર્ણકાળ અસ્તાચળે હતો અને ત્યાંનાં દિગ્ગજ નામ હવે મુંબઈ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો માર્ગ પકડી રહ્યા હતા અને ફિલ્મિસ્તાને આ તકને ઓળખી લીધી.

સૌ પહેલાં, દિગ્દર્શક નીતિન બોઝ આવ્યા અને તેમના પછી આવ્યા એક સંગીતકાર, જેમણે ફિલ્મિસ્તાનથી શરૂઆત કરી અને આગળ જતાં હિંદી સિનેમાના મહાન સંગીતકાર તરીકે પંકાયા – સચીન દેવ બર્મન.

નીતિન બોઝે ત્યાર પછીની ફિલ્મ દિગ્દર્શિત કરી તેનું નામ હતું 'મજદૂર', પરંતુ, એસ. ડી. બર્મનના સંગીતવાળી ફિલ્મ 'શિકારી' (1946) ખૂબ જ હિટ રહી અને સ્ટુડિયોની હરણફાળ શરૂ થઈ.

શશધર મુખરજી ને સમજાઈ ગયું હતું કે સારાં ગીત-સંગીત ફિલ્મોની સફળતાની ગૅરંટી છે. તેથી, એસડી બર્મન પછી સી રામચંદ્ર અને હેમંતકુમારને પણ ફિલ્મિસ્તાન સાથે જોડ્યા.

એ સમયે આ સ્ટુડિયોનાં 'મ્યૂઝિક સેટિંગ્સ' ઇન્ડસ્ટ્રીમાં પ્રખ્યાત હતાં અને અહીંની ફિલ્મોમાં સાત-આઠ ગીત હોય તે સામાન્ય વાત હતી.

બંકિમચંદ્ર ચેટરજીએ લખેલું 'વંદે માતરમ્...', ભારતનું રાષ્ટ્રીય ગીત, 1950માં બન્યું હતું, પરંતુ આ અનુપમ ગીત બે વર્ષ પછી ખરા અર્થમાં દેશભરમાં ગુંજ્યું – જ્યારે 1952માં ફિલ્મિસ્તાનની 'આનંદ મઠ'માં તેને હેમંતકુમારે સંગીતબદ્ધ કર્યું.

દિલીપકુમાર ફિલ્મિસ્તાનના સ્ટાર બન્યા

ફિલ્મિસ્તાન સ્ટુડિયોનો ઇતિહાસ, દેવ આનંદ, અશોક કુમાર, દિલીપ કુમાર અને પ્રદીપ કુમાર સ્ટાર કેવી રીતે બન્યા, શશાધર મુખર્જી, કાજોલ અને રાણી મુખર્જીનાં દાદા, અયાન મુખર્જી, બોલીવૂડનો ઇતિહાસ, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ફિલ્મિસ્તાને દિલીપકુમારને સ્ટાર તરીકે પ્રસ્થાપિત કર્યા

કેટલાક મતભેદોના કારણે અશોકકુમાર વર્ષ 1946માં ફિલ્મિસ્તાન છોડીને બૉમ્બે ટૉકીઝમાં પાછા જતા રહ્યા હતા અને ત્યાં કેટલીક હિટ ફિલ્મો પણ બનાવી, પરંતુ, ફિલ્મિસ્તાનને, તેમના ગયા પછી, હવે એક નવા મોટા સ્ટારની જરૂર હતી.

અશોકકુમાર ગયાના એક વર્ષ પછી ફિલ્મિસ્તાનમાં દિલીપકુમાર અને કામિની કૌશલની ફિલ્મ 'નદિયા કે પાર' હિટ થઈ, પરંતુ, ખરી ધમાલ મચાવી વર્ષ 1948માં આવેલી ફિલ્મે, જેનું નામ હતું શહીદ, જે એ વર્ષની સૌથી સફળ ફિલ્મ સાબિત થઈ.

ત્યાર પછી, કામિની કૌશલની સાથે ફિલ્મિસ્તાનની તેમની ત્રીજી ફિલ્મ 'શબનમ' પણ હિટ રહી. ફિલ્મિસ્તાન ઉપરાંત દિલીપકુમારે અન્ય નિર્માતાઓ સાથે 'મેલા' અને 'અંદાજ' જેવી સુપરહિટ ફિલ્મો પણ આપી.

આ બે વર્ષોએ દિલીપકુમારને હિંદી સિનેમાના મોટા સ્ટાર અભિનેતા બનાવી દીધા.

જ્યારે શશધર મુખરજીએ સ્ટુડિયો છોડી દીધો

ફિલ્મિસ્તાન સ્ટુડિયોનો ઇતિહાસ, દેવ આનંદ, અશોક કુમાર, દિલીપ કુમાર અને પ્રદીપ કુમાર સ્ટાર કેવી રીતે બન્યા, શશાધર મુખર્જી, કાજોલ અને રાણી મુખર્જીનાં દાદા, અયાન મુખર્જી, બોલીવૂડનો ઇતિહાસ, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, એક તબક્કે શશધર મુખરજીએ ફિલ્મિસ્તાન સ્ટુડિયો છોડી દીધો હતો

ફિલ્મિસ્તાનની સફળતા દરમિયાન એક મોટો વળાંક આવ્યો, જ્યારે 1950માં શશધર મુખરજીએ પોતાના સ્ટુડિયોના શેર બિઝનેસમૅન તોલારામ જાલાનને વેચી દીધા.

આ એ સમય હતો જ્યારે મુંબઈમાં એક પછી એક જૂના સ્ટુડિયો બંધ થઈ રહ્યા હતા.

ઘણાં વર્ષો સુધી ફિલ્મો બનાવ્યા પછી તેઓ થાકી ચૂક્યા હતા અને બ્રેક લેવા માગતા હતા. તેઓ ઇંગ્લૅન્ડ જતા રહ્યા અને તોલારામ જાલાન ફિલ્મિસ્તાનના મુખ્ય નિર્માતા બની ગયા, પરંતુ, જાલાને જે ફિલ્મો બનાવી તે કંઈ ખાસ ચાલી નહીં.

જાલાનને સમજાઈ ગયું કે બીજા વેપારો કરતાં ફિલ્મો અલગ છે. ફિલ્મિસ્તાનને શશધર મુખરજીના ક્રિયેટિવ ઇનપુટની ખોટ સાલી રહી હતી.

આખરે, શશધર મુખરજી પાછા આવ્યા અને તેમની સાથે ફિલ્મિસ્તાનની સફળતા પણ પાછી આવી.

પ્રદીપકુમારને સ્ટાર બનાવ્યા

ફિલ્મિસ્તાન સ્ટુડિયોનો ઇતિહાસ, દેવ આનંદ, અશોક કુમાર, દિલીપ કુમાર અને પ્રદીપ કુમાર સ્ટાર કેવી રીતે બન્યા, શશાધર મુખર્જી, કાજોલ અને રાણી મુખર્જીનાં દાદા, અયાન મુખર્જી, બોલીવૂડનો ઇતિહાસ, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, Twitter@NFAIOfficial

ઇમેજ કૅપ્શન, નાગિન ફિલ્મની ટ્યૂન આજે પણ લોકપ્રિય

ફિલ્મ 'અનારકલી' (1953)માં એક નવા હીરો પ્રદીપકુમારને લૉન્ચ કર્યા. 'અનારકલી' વરસની સૌથી સફળ ફિલ્મ રહી. એવી કહાની જેના પર સાત વર્ષ પછી આસિફે 'મુગલ-એ-આઝમ' બનાવી.

'અનારકલી'ની સાથે બીજા એક સ્ટારનો જન્મ થયો. એ હતા સ્ક્રિપ્ટરાઇટર નાસીર હુસૈન, જે આગળ જતાં બોલીવૂડના ખૂબ જ સફળ નિર્માતા-દિગ્દર્શક બન્યા. ત્યાર પછી બનેલી પ્રદીપકુમાર સ્ટારર ફિલ્મ 'નાગિન' (1954) એ વર્ષની સૌથી મોટી બ્લૉકબ્લસ્ટર રહી, જેણે પ્રદીપકુમારને સ્ટાર બનાવી દીધા.

અભિનેત્રી વૈજયંતી માલાની પણ આ પહેલી સફળ હિંદી ફિલ્મ હતી.

'નાગિન'નાં ગીત જબ્બર હિટ રહ્યાં હતાં અને તેની 'નાગિન' ધૂન આજે પણ અમર છે. એટલે સુધી કે, દેશના વાદી-મદારીઓ પણ પોતાની બીન પર આ જ ધૂન વગાડે છે. ખાસ વાત એ છે કે, ફિલ્મ માટે એ ધૂન બીન પર નહીં, પરંતુ ક્લૅવિઓલાઇન નામના યંત્ર પર વગાડવામાં આવી હતી.

વર્ષ 1954 ફિલ્મિસ્તાનનું ગોલ્ડન વર્ષ હતું. આ વર્ષે 'નાગિન'ની સાથે સાથે 'નાસ્તિક' અને 'જાગૃતિ' પણ ટૉપ હિટ ફિલ્મોમાં ઉમેરાઈ ગઈ.

'જાગૃતિ'માં કવિ પ્રદીપે લખેલાં ગીતો – 'આઓ બચ્ચોં તુમ્હેં દિખાયેં ઝાંકી હિંદુસ્તાન કી...', 'સાબરમતી કે સંત તૂને કર દિયા કમાલ...' અને 'હમ લાયે હૈં તૂફાન સે કશ્તી નિકાલ કે...'એ ખૂબ ધૂમ મચાવી.

તમને એ જાણીને નવાઈ લાગશે કે, 'અજાંત્રિક' અને 'મેઘે ઢાકા તારા' જેવી અમર ફિલ્મો બનાવનારા દેશના મોટા બંગાળી ફિલ્મકાર હૃત્વિક ઘટક પણ 1995માં સ્ક્રિપ્ટરાઇટર તરીકે ફિલ્મિસ્તાનમાં જોડાયા હતા.

પરંતુ, ન તો તેમને ફિલ્મિસ્તાન ફળ્યો, ન મુંબઈ શહેર. તેમનો લગાવ હંમેશાં કલાત્મક અને પ્રયોગાત્મક ફિલ્મો તરફ હતો, જ્યારે ફિલ્મિસ્તાનને રસ હતો સફળ વ્યવસાયિક રીતે સફળ ફિલ્મો બનાવવામાં.

તેથી થોડાક જ સમયમાં ઘટક આ નોકરી છોડીને કલકત્તા પાછા જતા રહ્યા.

ફિલ્મો શહેરી જીવન સાથે જોડાઈ

ફિલ્મિસ્તાન સ્ટુડિયોનો ઇતિહાસ, દેવ આનંદ, અશોક કુમાર, દિલીપ કુમાર અને પ્રદીપ કુમાર સ્ટાર કેવી રીતે બન્યા, શશાધર મુખર્જી, કાજોલ અને રાણી મુખર્જીનાં દાદા, અયાન મુખર્જી, બોલીવૂડનો ઇતિહાસ, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વર્ષ 2011માં ફિલ્મિસ્તાન સ્ટુડિયોની તસવીર

આઝાદી પછી દેશમાં એવો સમય હતો, જેમાં લોકો ગામો અને નાનાં શહેરોમાંથી કામની શોધમાં મોટાં શહેરો તરફ પ્રયાણ કરવા લાગ્યા હતા.

શહેરોમાં સંઘર્ષ, સપનાં, રોમાન્સ અને સફળતાની નવી કહાણીઓ સિનેમામાં ઊભરવા લાગી. શશધર મુખરજી પણ આવી શહેરી કહાણીઓ પર આધારિત, મનોરંજક અને કૉમર્શિયલ ફિલ્મોનું નિર્માણ કરવા માગતા હતા.

શરૂઆત થઈ દેવ આનંદની 'મુનીમજી'થી. ફિલ્મ લખી નાસિર હુસૈને અને દિગ્દર્શિત કરી શશધરના નાનાભાઈ સુબોધ મુખરજીએ. ફિલ્મ હિટ રહી અને પછીની ફિલ્મમાં પણ આ જ ટીમ હતી અને હીરો પણ દેવ આનંદ જ હતા.

આ વખતે તો શહેરી થીમ જ નહીં, પરંતુ ફિલ્મનું નામ પણ અંગ્રેજી હતું – 'પેઇંગ ગેસ્ટ'. તે જમાનામાં આ બિલકુલ નવા અંદાજની ફિલ્મ હતી અને ખૂબ જ સફળ રહી. કિશોરકુમાર–આશા ભોંસલેએ ગાયેલાં ગીતો 'છોડ દો આંચલ...', 'માના જનાબ ને પુકારા નહીં...' અને 'નિગાહેં મસ્તાના...' આજે પણ યાદ કરવામાં આવે છે.

આ વર્ષે ફિલ્મિસ્તાનની ત્યાર પછીની ફિલ્મ 'તુમસા નહીં દેખા'ની સાથે લેખક નાસિર હુસૈનને દિગ્દર્શક બનવાની તક મળી. હીરો માટે દેવ આનંદ સાથે વાત કરવામાં આવી.

કોઈ કારણથી તેમણે ના પાડી દીધી અને ફિલ્મના હીરો બન્યા અત્યાર સુધી ઇન્ડસ્ટ્રીમાં સંઘર્ષ કરી રહેલા અભિનેતા શમ્મી કપૂર, જેમને આ બ્લૉકબ્લસ્ટર મ્યૂઝિકલ ફિલ્મથી પોતાની પહેલી મોટી સફળતા મળી.

પરંતુ, આ ફિલ્મની સાથે સ્ટુડિયોના નસીબે ફરી એક વાર પાસું પલટ્યું. આ ફિલ્મિસ્તાનની અંતિમ હિટ ફિલ્મ સાબિત થઈ.

તોલારામ જાલાન અને શશધર મુખરજીની વચ્ચે કંઈક એવું થયું, જેના પછી મુખરજીએ ફરી એક વાર ફિલ્મિસ્તાન છોડી દીધું. આ વખતે તેઓ પાછા ન ફર્યા. ત્યાર પછી 'સંસ્કાર', 'બાબર', 'દૂજ કા ચાંદ' જેવી ફિલ્મો તો બની, પરંતુ, તેમાં તે વાત નહોતી જે અગાઉની ટીમે બનાવેલી ફિલ્મોમાં હતી.

વર્ષ 1943-57 સુધી શશધર મુખરજીએ ફિલ્મિસ્તાન માટે 27 ફિલ્મો બનાવી; જેમાંથી 19 હિટ રહી. આ સમયમાં, જ્યારે સામાન્ય રીતે સ્ટુડિયોઝની કમાન ઍક્ટર-ડિરેક્ટર (રાજ કપૂર, વી. શાંતારામ)ના હાથમાં જોવા મળતી હતી, ત્યારે, શશધર મુખરજીએ પ્રોડ્યૂસર તરીકે પોતાનું વર્ચસ્વ સ્થાપ્યું.

તેમણે માત્ર ફિલ્મો ન બનાવી, પરંતુ ઘણાને સ્ટાર બનાવી દીધા. આગળ જતાં મુખરજીએ ફિલ્મિસ્તાન સ્ટુડિયોની સ્થાપના કરી.

મુખરજી પરિવારની પેઢીઓ

વીડિયો કૅપ્શન, સૌથી પહેલાં Padma Shri Award મેળવનાર ફિલ્મસ્ટાર કોણ હતાં ખબર છે? જાણો મજેદાર વાતો

શશધર મુખરજીનું કુટુંબ હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મુખ્ય પરિવારોમાં રહ્યું અને આજ સુધી ફિલ્મો સાથે સંકળાયેલું છે.

શશધર મુખરજીના નાનાભાઈ ફિલ્મ દિગ્દર્શક સુબોધ મુખરજી અને ફિલ્મ નિર્માતા પ્રબોધ મુખરજી હતા. શશધરના ચાર પુત્રો – જૉય મુખરજી, દેબ મુખરજી, શોમૂ મુખરજી અને શુબીર મુખરજી હતા.

દેબ મુખરજીના પુત્ર અયાન મુખરજી આજે સફળ દિગ્દર્શક છે. શોમૂનાં પુત્રી અભિનેત્રી કાજોલ છે. શશધરના મોટાભાઈ તો ફિલ્મમાં ન હતા, પરંતુ તેમનાં પૌત્રી રાની મુખરજી છે.

બીજી તરફ, સુવર્ણકાળને ખૂબ પાછળ છોડી ચૂકેલો ફિલ્મિસ્તાન સ્ટુડિયો મુંબઈના ગોરેગાંવમાં આજે પણ હયાત છે અને પોતાના અસ્તિત્વ માટે સંઘર્ષ કરી રહ્યો છે.

અહીં ટીવી સીરિયલ્સ અને જાહેરાતોનાં શૂટિંગ થાય છે. જે સ્થિતિ છે, તેને જોઈને એવું લાગે છે કે થોડાંક વર્ષોમાં તેની હાલત પણ કદાચ આર.કે. સ્ટુડિયો જેવી થશે. અહીં પણ ફિલ્મ સ્ટુડિયોની જગ્યાએ કોઈ નવાં કૉમ્પ્લેક્સ બની જશે.

ફિલ્મિસ્તાન સ્ટુડિયો રહે કે ન રહે, પરંતુ ફિલ્મ ઇતિહાસમાં તેની સફળતાની એક કહાણી તરીકે ચોક્કસ રહેશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.