બિગ બૉસ : દરરોજ ત્રણ કિલો સોનું પહેરનારા 'ગોલ્ડન ગાયઝ્' કોણ છે?

ગોલ્ડન ગાયઝ

ઇમેજ સ્રોત, GOLDEN GUYS TEAM

ઇમેજ કૅપ્શન, ગોલ્ડન ગાયઝ
    • લેેખક, સુપ્રિયા સોગલે
    • પદ, બીબીસી હિન્દી માટે

તાજેતરમાં ભારતના પ્રખ્યાત રિયાલિટી શો બિગ બૉસના ઘરમાં 'ગોલ્ડન ગાયઝ્' એન્ટ્રી થઈ છે.

'ગોલ્ડન ગાયઝ્' તરીકે જાણીતા સની નાનાસાહેબ વાઘચૌરે અને સંજય ગુર્જરને બિગ બૉસ દ્વારા એક કામ સોંપવામાં આવ્યું છે.

'ગોલ્ડન ગાયઝ્' બિગ બૉસના ઘરમાં રહેતા સ્પર્ધકોને 25 લાખની ગુમાવેલી રકમ ફરી જીતવાની તક આપશે.

બિગ બૉસ-16ના સ્પર્ધકો ટાસ્ક દરમિયાન ઇનામની 50 લાખની રકમમાંથી 25 લાખ હારી ચૂક્યા છે.

હવે આ 25 લાખની હારેલી રકમ પાછી મેળવવા માટે 'ગોલ્ડન ગાયઝ્' ખાસ ટાસ્ક સાથે બિગ બૉસના ઘરે આવ્યા છે.

ગ્રે લાઇન

કોણ છે 'ગોલ્ડન ગાયઝ્'

ગોલ્ડન ગાયઝ

ઇમેજ સ્રોત, GOLDEN GUYS TEAM

2016ની ફિલ્મ ગ્રેટ ગ્રાન્ડમસ્તીના પ્રમોશન દરમિયાન ફિલ્મની સ્ટારકાસ્ટ વિવેક ઓબેરૉય, રિતેશ દેશમુખ અને આફતાબ શિવદાસાની કપિલ શર્મા શોમાં ગયા હતા.

દર્શકોએ પહેલીવાર આ શોમાં આ 'ગોલ્ડન ગાયઝ્'ને જોયા હતા.

તેમના ગળામાં સોનાની જાડી ચેન, કાંડા પર સોનાના જાડા કડા અને સોનાના બૂટ પહેરેલા સની નાનાસાહેબ વાઘચૌરે અને સંજય ગુર્જરે શોના હોસ્ટ કપિલ શર્માનું ધ્યાન ખેંચ્યું હતું.

'ગોલ્ડન ગાયઝ્' પૂણેના પિંપરી-ચિંચવાડના છે.

પૂણેમાં ઉછરેલા 'ગોલ્ડન ગાયઝ્' નાનપણથી જ સોનાનાં ઘરેણાં પહેરે છે. બંને દરરોજ ત્રણ કિલોથી વધુ સોનું પહેરે છે.

પૂણેમાં તેમને ગોલ્ડ મૅન તરીકે પણ ઓળખવામાં આવે છે.

બિગ બૉસમાં ગોલ્ડન ગાયઝ

ઇમેજ સ્રોત, COLOR PR

ઇમેજ કૅપ્શન, બિગ બૉસમાં 'ગોલ્ડન ગાયઝ્'

સની નાનાસાહેબ વાઘચૌરેને પ્રેમથી 'નાના' તરીકે પણ બોલાવવામાં આવે છે. તેમણે તેમના પિતાને સમર્પિત "નાના" નામની સોનાની ચેન બનાવી છે, જેને તેઓ હંમેશા પહેરી રાખે છે.

સનીએ મૉડલ-એક્ટર પ્રીતિ સોની સાથે લગ્ન કર્યાં છે.

સંજય ગુર્જરને પ્રેમથી બંટી ગુર્જર નામથી પણ બોલાવવામાં આવે છે. સંજયનો લકી નંબર સાત છે અને તે ઘણીવાર તેના ગળામાં સાતના આંકડાની ડિઝાઇન સાથે મોટી સોનાની ચેન પહેરેલા જોવા મળે છે.

2016માં કપિલ શર્મા શોમાં જોવા મળેલા રિતેશ દેશમુખે દર્શકોને કહ્યું હતું કે તેઓ અભિનેતા વિવેક ઑબેરૉયના મિત્ર છે અને વિવેક ઑેબેરૉયની ફિલ્મોના ફાઇનાન્સર પણ રહ્યા છે.

ગ્રે લાઇન

ફિલ્મી કનેક્શન

કપિલ શર્મા શોમાં ગોલ્ડન ગાયઝ

ઇમેજ સ્રોત, GOLDEN GUYS TEAM

ઇમેજ કૅપ્શન, કપિલ શર્મા શોમાં 'ગોલ્ડન ગાયઝ્'
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

2016માં કપિલ શર્મા શોમાં જોવા મળેલા રિતેશ દેશમુખે દર્શકોને કહ્યું હતું કે તેઓ અભિનેતા વિવેક ઓબેરૉયના મિત્ર છે અને વિવેક ઑબેરૉયની ફિલ્મોમાં રોકાણ પણ કરી રહ્યા છે.

જેમાં 'ઝિલા ગાઝિયાબાદ' અને 'જયંતિભાઈ કી લવ સ્ટોરી'નો સમાવેશ થાય છે.

2013માં સની વાઘચૌરે વિવેક ઑબેરૉયની ફિલ્મ 'ઝિલા ગાઝિયાબાદ'માં નાનકડો રોલ પણ કર્યો હતો.

વાસ્તવમાં, 2012માં બંનેએ ફિલ્મોને ફાઇનાન્સ કરવાનું શરૂ કર્યું હતું. ફિલ્મ ફાઇનાન્સની સાથે તેમનો અંગત બિઝનેસ પણ છે. તેમનો સ્ક્રૅપ, રિયલ એસ્ટેટ અને બાંધકામનો વ્યવસાય છે.

તેમણે ઘણાં ગોડાઉન, ફ્લૅટ અને મકાન ભાડે આપ્યાં છે. તેમની પુણેમાં બે હોટલ છે અને એક રિસૉર્ટ પણ છે. આ બધા વ્યવસાયને સની, તેમના પિતા અને મોટા ભાઈ સંભાળી રહ્યા છે. બીજી તરફ, બંટી અને બંટીના મોટા ભાઈ, જેઓ રાજકારણી છે, તેઓ વ્યવસાય સંભાળે છે.

'ગોલ્ડન ગાયઝ્'ના સલમાન ખાનના પરિવાર સાથે પણ સંબંધો છે. સલમાન ખાનના નાના ભાઈ સોહેલ ખાન 'ગોલ્ડન ગાયઝ્'ને તેમના મિત્ર ગણાવે છે.

કપિલ શર્મા શો પછી બંનેની ખ્યાતિ વધી છે અને તેઓ સોશિયલ મીડિયા સ્ટાર બની ગયા છે.

તેમણે ઈન્ડિયન આઈડલ, ધ ખતરા શો સહિત અન્ય ઘણા ટીવી રિયાલિટી શોમાં મહેમાન તરીકે દેખા દઈ રહ્યા છે.

સોશિયલ મીડિયા પર બંનેના લાખો ફૉલોઅર્સ છે.

તેઓ ઘણીવાર સોશિયલ મીડિયા પર ફિલ્મ સ્ટાર્સ સાથેની મુલાકાતની તસવીરો શેર કરે છે.

'ગોલ્ડન ગાયઝ્' વર્ષ 2021માં અન્સારી મોહસીન અને નિકિતા રાયના ગીત "દોનો યારા" અને 2022માં સ્ટાર બૉય એલઓસીના ગીત "નાચ બસંતી"ના વીડિયોમાં પણ જોવા મળ્યા હતા.

પુણેના સ્થાનિક કાર્યક્રમોમાં તેઓ ઘણીવાર સેલિબ્રિટી તરીકે હાજરી આપે છે. તેઓ અવારનવાર તેમના સોશિયલ મીડિયા પર તેની અમીર જીવનશૈલી શેર કરતા રહે છે.

બંનેએ 'ગોલ્ડન ગાયઝ્' નામની સંસ્થા પણ શરૂ કરી છે જેમાં તેઓ પુણેમાં ગરીબ બાળકોને રોજ ભોજન આપે છે અને જરૂરિયાતમંદોને મદદ કરે છે.

બીબીસી સમાચાર

સોના સાથે સંબંધ

ગોલ્ડન ગાયઝ પૅલેસ

ઇમેજ સ્રોત, GOLDEN GUYS TEAM

ઇમેજ કૅપ્શન, ગોલ્ડન ગાયઝ પૅલેસ

'ગોલ્ડન ગાયઝ્' મહારાષ્ટ્રના પુણેના પિંપરી-ચિંચવાડના રહેવાસી છે. સનીનો જન્મ 2 જાન્યુઆરી 1990ના રોજ પુણેમાં થયો હતો અને સંજયનો જન્મ 27 જાન્યુઆરી 1985ના રોજ થયો હતો.

પુણેમાં ઉછરેલા 'ગોલ્ડન ગાયઝ્' બાળપણના મિત્રો છે. તેમણે ડીવાય પાટીલ કૉલેજમાંથી અભ્યાસ પૂરો કર્યો છે. કપિલ શર્માના શોમાં તેમણે કહ્યું હતું કે તે કૉલેજ પણ તેમની જ છે.

વાસ્તવમાં કૉલેજની જમીન તેમની છે અને તેમણે બાંધકામ પણ કરાવ્યું છે. બંને બાળપણથી જ સોનાના ઘરેણા પહેરે છે. બંને સંયુક્ત કુટુંબમાંથી આવે છે જેમાં 58 સભ્યો છે.

સની વાઘચૌરે અને સંજય ગુર્જરનો સોનાનો ક્રેઝ માત્ર સોનાના ઘરેણાં પૂરતો મર્યાદિત નથી.

ગોલ્ડન ગાયઝ

ઇમેજ સ્રોત, GOLDEN GUYS TEAM

તેમને મોંઘાં વાહનોનો પણ શોખ છે. બંને પાસે ઘણી મોંઘી કાર છે જેમાં બીએમડબલ્યુ, મર્સિડિઝ, ઓડી, રેન્જ રોવર અને જેગુઆરનો સમાવેશ થાય છે.

આમાંના કેટલાંક મોંઘાં વાહનો પર તેમણે સોનાનું અસ્તર લગાવ્યું છે.

જ્યારે સોનાનો ઢોળ ચડાવેલાં વાહનો રોડ પર નીકળે છે ત્યારે તેને નુકશાનથી બચાવવાં બે-ચાર વાહનો આગળ-પાછળ ચાલે છે.

તેમની પાસે ઘરેણાં અને વાહનો ઉપરાંત ફોન, જૂતાં, ઘડિયાળ અને સાયકલ પણ સોનાની છે.

જ્યારે પણ 'ગોલ્ડન ગાયઝ્' બહાર જાય છે ત્યારે સુરક્ષા માટે તેમની સાથે બે બૉડીગાર્ડ હંમેશા હાજર હોય છે.

રેડ લાઇન
રેડ લાઇન