એવું શું ખાય છે આ ટાપુના લોકો કે 100 વર્ષ જીવે છે?

પાંચ 'બ્લુ ઝોન'માંથી એક ઇકારિયા ટાપુ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પાંચ "બ્લુ ઝોન"માંથી એક ઇકારિયા ટાપુ
    • લેેખક, ક્રિસ્ટીના સ્લેટરી
    • પદ, ફિચર્સ સંવાદદાતા

ઇકારિયા એ ગ્રીસના પૂર્વ વિસ્તારનો એક નાનકડો ટાપુ છે. તે વિશ્વના પાંચ નિયુક્ત "બ્લુ ઝોન" પૈકીનો એક છે. ત્યાં અન્ય સ્થળની સરખામણીમાં લાંબા ગાળા માટે ચાલતી બીમારીઓ, જેવી કે ડાયાબિટીસ ઓછી જોવા મળે છે. ઉપરાંત, અહીંની 8000ની વસ્તી વિશ્વમાં સૌથી લાંબું આયુષ્ય ધરાવે છે.

હકીકતમાં અહીંના એક તૃતીયાંશ ઇકારિયન 90 વર્ષથી વધુ ઉંમર સુધી જીવે છે.

અહીંના સ્થાનિક લોકોના શતાબ્દી સુધી જીવવા પાછળનાં કારણોમાં મજબૂત સામાજિક અને કૌટુંબિક સંબંધો, રોજિંદા જીવનમાં વ્યાયામ કરવાની ટેવ, પૂરતી ઊંઘ લેવી જેવાં પરિબળો માનવામાં આવે છે.

બીજું મહત્ત્વનું પરિબળ છે તેમનો ખોરાક.

ભૂમધ્ય આહારની જેમ જ ઇકારિયન આહારમાં તંદુરસ્ત ફેટ, પુષ્કળ ફાઇબર અને પોષકતત્ત્વોથી ભરપૂર સંપૂર્ણ ખોરાકનો સમાવેશ થાય છે. આ આહાર વનસ્પતિ પર આધારિત છે, જેમાં બદામ, બટાકા, કઠોળ, શાકભાજી અને બીજ છે. ઑલિવ ઑઇલ તેમના આહારમાં ફેટનો મુખ્ય સ્રોત છે.

આ લોકો દહીં, ચીઝ, માંસ અને રેડ વાઇન સપ્રમાણ લે છે અને લાલ મીટ મહિનામાં ફક્ત અમુક વાર જ ખાય છે. આવો અહાર લેવાથી હૃદયરોગ, સ્ટ્રૉક, ડાયાબિટીસ, હાઈ કોલેસ્ટ્રૉલ, સ્થૂળતા અને હાઈ બ્લડપ્રેશર જેવી સ્વાસ્થ્ય માટે જોખમી બીમારી નથી થતી.

કેટલાક સંશોધકો તરફથી બ્લુ ઝોન થિયરીની ટીકા કરવામાં આવી છે જે સૂચવે છે કે, આ સંશાધન માટે વપરાયેલો ડેટા ખામીયુક્ત હોઈ શકે છે અને સંભવિત રીતે જન્મપ્રમાણપત્રની માહિતી ભૂલયુક્ત હોઈ શકે. પરંતુ મૂળ અભ્યાસ પાછળના આ સંશોધકોએ આગ્રહ કર્યો છે આ ડેટા સચોટ છે.

'ધ ઇકારિયા વે' પુસ્તક

 રસોઈ પુસ્તક

ઇમેજ સ્રોત, CHRISTOPHER BIERLEIN

ઇમેજ કૅપ્શન, ડિયાન કોચિલાસ

ગ્રીક અમેરિકન શેફ ડિયાન કોચિલાસ તેમના 'ધ ઇકારિયા વે' રસોઈ પુસ્તકમાં એવા લોકો માટે એક "સૂચન" કરે છે, જેઓ ઇકારિયા કેવી રીતે ખાય છે તેનાથી પ્રેરિત છે અને તે ભૂમધ્ય (મેડિટેરિયન) આહારને તેમના આહારમાં સામેલ કરવા માગે છે.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આ પુસ્તક બે મુદ્દા પર ભાર મૂકે છે. એક, કેવી રીતે તમારે તમારા મન પર બળજબરી કર્યા વગર તમારા તમારા શરીરને સારું ભોજન આપવું. અને બીજું, કેવી રીતે આ ટાપુના આરામદાયક અને ધીમી ગતિના જીવનથી પ્રેરાયેલા ખોરાકને રાધંવો.

આ પુસ્તકમાં એવી વાનગીઓની રીત કહેવામાં આવી છે જે હળવા આહાર તરીકે વાપરી શકાય, નાસ્તામાં બનાવી શકાય અને વધારે મહેમાનો માટે પણ બનાવી શકાય. તેમાં, અખરોટ સાથે દહીં અને કાકડીનો સૂપ, શેકેલું આળું (પીચ) અને ફેટા ચીઝ સાથે રૉકેટ સલાડ અને રેડ વાઇનમાં પકાવેલ મસાલેદાર ફવા બીન્સ (ચોળી) બનાવી અને પિસ્તા અને કિશમિશ સાથે ઓર્ઝો પીલાફ વગેરેનો સમાવેશ કરાયો છે.

તેઓ કહે છે, "મને હંમેશાં આશ્ચર્ય લાગે છે કે લોકોને જીવનમાં કેટલો તણાવ રહેલો છે. યુએસમાં તણાવ ખૂબ જ હાનિકારક છે, પરંતુ તે મોટા ભાગે આપણા વિચારોના કારણે ઉદ્ભવે છે. ઇકારિયા વે પુસ્તકનો ઉદ્દેશ્ય લોકોને તેઓ કેવી રીતે પોતાની સંભાળ રાખવી તે અંગે વધુ જાગૃત બનવામાં મદદ કરવાનો છે અને કોચિલાસ તમને બતાવવા માગે છે કે કેવી રીતે "ખોરાક તેમનો પ્રેમ છે."

અન્ય કેટલીક રસોઈ સંબંધિત પુસ્તકના લેખક અને પીબીએસ રસોઈ શો માય ગ્રીક ટેબલને હોસ્ટ કરવા ઉપરાંત, કોચિલાસ ઇકારિયા એક રસોઈશાળા પણ ચલાવે છે. કોચિલાસ ઇકારિયાનાં વતની છે, જ્યાં તેઓ વર્ષનો અડધો સમય રહે છે.

બીન્સના સ્વાસ્થ્ય પર ફાયદા

બીન્સના સ્વાસ્થ્ય પર ફાયદા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, દિવસની શરૂઆત કરવા માટે ટમેટાંનું સૂપ જેમાં ભરપૂર માત્રામાં શાકભાજી હોય છે

તેમના એક વર્ગ દરમિયાન તેમને 100 વનસ્પતિ આધારિત વાનગીઓ માટે પ્રેરણા મળી જેનો તેમણે તેમના રસોઈના નવા પુસ્તકમાં સમાવેશ કર્યો છે.

તેઓ લખે છે, "મારા વર્ગના ત્રીજા દિવસે, મારા કલાસિસમાં મોન્ટાનાના બે મહેમાનો હતા. તેઓ તેમના રોજિંદા જીવનમાં તેમના આહારમાં દિવસમાં ત્રણ વાર મીટ લેતા હતા. પરંતુ તેમણે જોયું કે આ ટાપુ પર જે છોડ આધારિત આહાર લેવામાં આવે છે તે આહાર સંતોષકારક, વૈવિધ્યસભર અને વાસ્તવિક હતો."

ઇકારિયા ટાપુ પર બનતો શાકાહારી ખોરાક માત્ર આરોગ્યપ્રદ અને સંતોષકારક જ છે એવું નથી, તે બનાવવામાં પણ આસાન છે.

આ ટાપુ પર, ગ્રીસના અન્ય ભાગોની જેમ, કેટલાક લોકો હજુ પણ ગ્રીક ઑર્થોડૉક્સ ચર્ચના ઉપવાસના કૅલેન્ડરને અનુસરે છે અને તેથી તેઓ વર્ષના અમુક સમયે માંસ ખાતા નથી, જેમ કે લેન્ટ દરમિયાન.

કોચિલાસના રસોઈના પુસ્તકમાં ઉલ્લેખ કરાયેલ ઘટકો (ઇન્ગ્રિડિઅન્ટ્સ) ઇકારિયા ટાપુ પર પુષ્કળ પ્રમાણમાં મળે છે - જેમાં દહીં, સૂકાં ફળો, મધ, દરિયાઈ મીઠું, ઑલિવ ઑઇલ, બદામ, તાજી વનસ્પતિ, અનાજ, લસણ અને વિવિધ પ્રકારના કઠોળનો સમાવેશ થાય છે.

પરંતુ તે નોંધે છે કે આ ઇન્ગ્રિડિઅન્ટ્સ મોટા ભાગના સુપરમાર્કેટમાં આસાનીથી મળી રહેશે.

ઇકારિયા વે પુસ્તકમાં કોચિલાસ બીન્સનો ખૂબ જ ઉપયોગ કરે છે. તે ઘણી વાનગીઓમાં મુખ્ય ઇન્ગ્રિડિઅન્ટ્સ છે.

બીન્સથી વિવિધ વાનગીઓ બની શકે છે. જેવી કે,

  • બીટ અને બીન્સ,
  • બીન્સ, તલ અને દહીં,
  • લીંબુ અને બીન્સ,
  • મરચાંના ટુકડા અને તાજી વનસ્પતિઓ સાથે રાજમા, હળદર, વરિયાળી અને
  • કોબી સાથે સાંતળેલા બીન્સમાં, વગેરે.

બીન્સના આરોગ્ય માટે કેટલા ફાયદાકારક

બીન્સના આરોગ્ય પર ફાયદા

ઇમેજ સ્રોત, Getty Images

કોચિલાસ અનુસાર, "બીન્સના સેવનથી કોલેસ્ટરોલ ઘટે છે અને હૃદયનું સ્વાસ્થ્ય સુધરે છે,કારણ કે બીન્સ ફાઇબરથી સમૃદ્ધ છે, જે કોલેસ્ટ્રોલના કણોને જોડે છે અને તેને શરીરમાંથી બહાર કાઢે છે. તે એ પણ કહે છે કે બીન્સ ટાઇપ 2 ડાયાબિટીસના સંચાલન અને તેને અટકાવવાનું કામ કરે છે."

તે લખે છે કે બ્લુ ઝોનમાં એક મંત્ર છે કે, "બીન્સ ખાઓ અને લાંબા સમય સુધી જીવો." આ મંત્ર નેશનલ જિયોગ્રાફિકના એક નિષ્ણાંતે આપ્યો હતો, જેમને કહ્યું હતું કે, "દરરોજ એક કપ બીન્સ ખાવાથી વ્યક્તિનું આયુષ્ય ચાર વર્ષ સુધી લંબાય છે."

તેથી જ કોચીલાસે બીન્સ પર ઘણી વાનગીઓ લખી છે, જેમ કે- સૂપ, સલાડ, અથવા બીજી મુખ્ય વાનગીનો.

તેઓ ઉમેરે છે કે, "સારા બીન્સ બધે જ આસાનીથી મળે છે."

રીંગણ, ટામેટા અને પનીર સાથે સફેદ બીન સ્ટ્યૂ માટેની તેમની રેસીપી વિશે કોચિલાસ લખે છે કે, "ગ્રીસના લોકોના રસોડામાં બીન્સ અને કઠોળને શાકભાજી સાથે જોડવામાં આવે છે અને આ સરળ રેસિપી છે.

બીન્સ એ એક સૌથી આરોગ્યપ્રદ વનસ્પતિ આધારિત ખોરાક છે. તે ઇકારિયામાં ખુબ જ ખવાય છે.

આને કેવી રીતે બનાવવું

સફેદ રાજમાં, રીંગણ, ટામેટા અને ચીઝની રેસીપી.

ઇમેજ સ્રોત, VASILIS STENOS

ઇમેજ કૅપ્શન, સફેદ રાજમા (ચોળા), રીંગણ, ટામેટા અને ચીઝ રેસીપી- ડિયાન કોચિલાસ દ્વારા

ઊંડી કડાઈમાં બે ચમચી તેલ (ઑલિવ ઑઇલ) ગરમ કરવું, પછી ડુંગળી સાંતળવી. ત્યાર બાદ કોથમીરનો રંગ હલકો ભૂરો થાય ત્યાં સુધી સાંતળવી. તેમાં મીઠું ઉમેરવું.

પછી એક લસણની કળી નાખી એક મિનિટ હલાવો. હવે લસણ, કોથમીર અને ડુંગળીની પેસ્ટ તૈયાર છે.

હવે કડાઈમાં રીંગણ નાખો અને તેને જ્યાં સુધી ભૂરો રંગ આવે ત્યાં સુધી તેને હલાવતા રહો. આ લસણ, કોથમીર અને ડુંગળીની પેસ્ટ ઉમેરો. હવે ટામેટાં. વધારાનું મીઠું અને થોડા કાળા મરી નાખો. આ મિશ્રણને લગભગ 8 મિનિટ સુધી ઉકળવા દો, અથવા જ્યાં સુધી રીંગણ નરમ ન થાય ત્યાં સુધી.

હવે કડાઈમાં બીન્સ ઉમેરો, ઓરેગાનો ઉમેરો અને લગભગ 15 મિનિટ સુધી અથવા બધું નરમ ન થાય ત્યાં સુધી બધું એકસાથે પકાવો.

જો ઇચ્છા હોય તો વધારાનું ઑલિવ ઑઇલ ઉમેરી શકો છો અને છીણેલું ચીઝ અથવા કાજુ-દૂધની સાથે સર્વ કરો.