ફણગાવેલા મગ ખાધા અને 50નો જીવ ગયો, ફૂડ પૉઇઝનિંગથી કઈ રીતે બચવું?

ફણગાવેલા મગ

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, માર્ક શ્યા
    • પદ, બીબીસી વર્લ્ડ સર્વિસ

બિલ માર્લેર વકીલ છે અને ખાદ્ય સુરક્ષાની બાબતમાં નિષ્ણાત છે. છેલ્લાં 30 વર્ષથી તેઓ ફૂડ પોઇઝનિંગના કેસમાં અસીલો માટે કામ કરતા આવ્યા છે. ઈ કોલી, સાલ્મોનેલા, લિસ્ટેરિયા અને એવા પ્રકારના ઝેરી પદાર્થોથી નુકસાન સામે રક્ષણ માટે તેઓ કામ કરતા રહે છે.

માર્લેરે ફૂડ પોઇઝનિંગનો પ્રથમ મોટો મુકદ્દમો લડ્યો તે પછી એક પુસ્તક લખ્યું "પોઇઝન્ડઃ ધ ડર્ટી ટ્રૂથ અબાઉટ યૉર ફૂડ" (ઝેરીલા પદાર્થોઃ તમારી ખાણીપીણીનું કડવું સત્ય). આ પુસ્તકને આધારે નેટફ્લિક્સ પર બનેલી ડૉક્યુમૅન્ટરીમાં પણ માર્લેર દેખાયા છે.

શરીરમાં ઝેર ના ફેલાય તે માટે કેવા પ્રકારના આહારને ટાળવો જોઈએ તે વિશે માર્લેરે બીબીસી સાથે વાતચીત કરી હતી.

17 વર્ષનાં સ્ટેફની ઇન્ગબર્ગ ખુશહાલ જિંદગી જીવતી હતી અને ડૉમિનિક રિપબ્લિકમાં માતાપિતા સાથે વેકેશન ગાળવા જવાનાં હતાં.

વિમાનની મુસાફરી શરૂ થાય તે પહેલાં સ્ટેફનીએ પેટમાં થોડો દુખાવો થવા લાગ્યો હતો, પણ તેમણે બહુ ધ્યાન આપ્યું નહીં.

ટાપુ પર તેઓ પહોંચી ગયાં ત્યારે થોડું સારું પણ લાગી રહ્યું હતું. પણ રાત્રે દુખાવો ફરી વધી ગયો અને અસહ્ય થઈ પડ્યો ત્યારે હૉસ્પિટલે દાખલ થવું પડ્યું હતું.

તેમની કિડનીએ કામ કરવાનું જ બંધ કરી દીધું હતું અને બીજા દિવસે તેમનાં માતાને પણ તેઓ ઓળખી શક્યાં નહીં. તેમના મગજમાં સોજો ચડી ગયો હતો અને તેમને આંચકીઓ આવી રહી હતી.

તેમનાં માતાપિતા તાત્કાલિક તેમને અમેરિકા પરત લઈ ગયાં. તે પછી નિદાન થયું કે તેને ઈ કોલી બૅક્ટેરિયાનો ગંભીર ચેપ લાગ્યો છે. તેમની સ્થિતિ વણસી રહી હતી અને તેઓ કોમામાં જતાં રહ્યાં. માતાપિતાએ પ્રાર્થના માટે પાદરીને પણ બોલાવી લીધા.

નેટફ્લિક્સની ડૉક્યુમૅન્ટરીમાં સ્ટેફની પણ એક સ્ટાર તરીકે છે, જે ભૂમિકાથી તે દર્શાવે છે કે કઈ રીતે ફૂડ ચેઈનમાં સ્વચ્છતાના અભાવને કારણે ગ્રાહકો માટે ઝેરી સ્થિતિ ઊભી થઈ શકે છે.

વિશ્વ આરોગ્ય સંસ્થાના (વ્હૂ)ના જણાવ્યા અનુસાર દર વર્ષે ઝેરી ખોરાકને કારણે સ્ટેફનીની જેમ 60 કરોડ લોકો બીમાર પડી જાય છે

ઇમેજ સ્રોત, NETFLIX

ઇમેજ કૅપ્શન, વિશ્વ આરોગ્ય સંસ્થાના (વ્હૂ)ના જણાવ્યા અનુસાર દર વર્ષે ઝેરી ખોરાકને કારણે સ્ટેફનીની જેમ 60 કરોડ લોકો બીમાર પડી જાય છે

પાદરીએ પ્રાર્થના શરૂ કરી ત્યારે સ્ટેફનીએ આંખ ખોલી. ગમે તેમ કરીને તેઓ બચી ગયાં, પણ આખી જિંદગીની સમસ્યા સાથે રહી ગઈ.

ડૉક્યુમૅન્ટરીમાં તેઓ અનુભવ વર્ણવતાં કહે છે, "મારી કિડનીનાં ફિલ્ટર્સ બરાબર કામ કરે તે માટે મારે રોજેરોજ દવા લેવી પડે છે."

"કદાચ મારે કિડની ટ્રાન્સપ્લાન્ટ પણ કરાવવું પડશે. જિંદગીભર ડાયાલિસિસ કરાવતા રહેવું પડશે. આપણે ક્યારેય આવી સ્થિતિ ના ઇચ્છીએ."

"મેં સલાડ ખાધો હતો અને તેના કારણે ઝેર ચડ્યું જેના કારણે મારે આખી જિંદગી ભોગવવું પડશે."

વિશ્વ આરોગ્ય સંસ્થાના (વ્હૂ)ના જણાવ્યા અનુસાર દર વર્ષે ઝેરી ખોરાકને કારણે સ્ટેફનીની જેમ 60 કરોડ લોકો બીમાર પડી જાય છે. તેમના નસીબ કે વર્ષે 420,000 લોકો મોત પામે છે, તે આંકડામાં તેમનો સમાવેશ ના થયો.

તમારી ખાણીપીણીની બાબતમાં કેવી કાળજી રાખવી જોઈએ તે જીવનમરણનો સવાલ થઈ પડે છે. બિલ માર્લેર અહીં જણાવે છે કે કેવા પ્રકારની ખાણીપીણીને ટાળવી જોઈએ, જેથી તંદુરસ્તી જળવાઈ રહે.

ગ્રે લાઇન

પેસ્ચરાઇઝ્ડ કર્યા વિનાનું દૂધ અથવા જ્યૂસ

દૂધ

ઇમેજ સ્રોત, Getty Images

પોતાના મુકદ્દમાઓને કારણે માર્લેર એટલું સમજી શક્યા કે કાચું દૂધ કે કાચું જ્યૂસ ક્યારેય લેવું નહીં.

સ્ટેફની જેને કારણે મુશ્કેલીમાં મૂકાઈ ગઈ એ ઈ કોલી બૅક્ટેરિયાનો ચેપ આવા પદાર્થોમાંથી લાગી શકે છે.

માર્લેર કહે છે, "દૂધના જે પણ ફાયદા હોય, તેને સીધું પી લેવું જોખમી છે. 19મી સદીમાં કેવા રોગો થતા હતા તે લોકો ભૂલી ગયા છે."

ગ્રે લાઇન

કાચા દાણા

સિંગ, ચણા, રજકાના બી વગેરે પણ માર્લેર કાચાં ખાતાં નથી.

દુનિયામાં ફૂડ પોઇઝનિંગના બહુ કિસ્સાઓ આ પ્રકારના દાણા ખાવાથી થયા છે. 2011માં મેથીના કારણે થયેલા ચેપમાં 900 લોકોના લીવર ફેઇલ થયાં હતાં અને 50થી વધુનાં મોત થયાં હતાં.

"જમીનની અંદર ઊગે ત્યારે આ દાણામાં ચેપ લાગી ગયો હોય. તમે તેને ખેંચીને બહાર કાઢો અને પાણીથી સાફ કરો એટલે ઊલટાનું બૅક્ટેરિયાને વધવા માટે ભેજ મળી જાય."

માર્લેર કહે છે, "ફૂડ ઇન્ડસ્ટ્રીમાં કામ કરનારા ક્યારેય આવા દાણાને કાચા ખાતા મેં જોયા નથી."

ગ્રે લાઇન

કાચું માંસ

કાચું માંસ

ઇમેજ સ્રોત, Getty Images

કાચું માંસ હોય તેની ઉપર લાગેલા બૅક્ટેરિયા અંદર પણ ઊતરી ગયા હોય. એટલે બર્ગરને ખાતા પહેલાં સારી રીતે તેને શેકવું જરૂરી છે.

થોડા બૅક્ટેરિયાનો પણ ચેપ લાગી જાય તો બીમારી લાગી જાય છે.

"માત્ર 50 જેટલા ઈ કોલી બૅક્ટેરિયાનો ચેપ લાગી જાય તોય માણસ મરી જાય. સોયની ટોચ પર એક લાખ બૅક્ટેરિયા સમાય જતા હોય છે. એ ક્યારેય દેખાવા નથી, ગંધ આવવાની નથી કે સ્વાદમાં ફરક લાગશે નહીં. સલામતી માટે એક જ રસ્તો છે, સારી રીતે રાંધેલો ખોરાક લેવો."

બર્ગરને 69 ડિગ્રી સેલ્સિયસ ડિગ્રી પર ગરમ કરીને આપવામાં આવે તેવો આગ્રહ રાખવો જોઈએ, જેથી તેના પર રહેલા બધા જંતુઓ મરી જાય.

મીટના ટુકડા તેમાં મૂકાયા હોય તેમાં થોડું ઓછું જોખમ હોય છે, કેમ કે તેને રાંધવામાં આવ્યું હોય ત્યારે તેની અંદર રહેલા બૅક્ટેરિયાનો નાશ થઈ ગયો હોય છે.

ગ્રે લાઇન

ધોયા વિનાના કાચાં ફ્રૂટ અને શાકભાજી

અમેરિકામાં 2006માં કોથમીરમાંથી ઈ કોલીનો ચેપ ફાટી નીકળ્યો હતો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અમેરિકામાં 2006માં કોથમીરમાંથી ઈ કોલીનો ચેપ ફાટી નીકળ્યો હતો

આ ડૉક્યુમૅન્ટરીમાં ફૂડ સેફ્ટી કન્સલ્ટન્ટ મનસૂર સમદપોર જણાવે છે કે "તમે હેમ્બર્ગર ખાવ છો ત્યારે સૌથી જોખમી હેમ્બર્ગર પોતે નથી હોતું, પણ તેની અંદર રખાયેલા કોબીનાં પાન, ડુંગળી અને ટમેટાં હોય છે."

અમેરિકામાં 2006માં કોથમીરમાંથી ઈ કોલીનો ચેપ ફાટી નીકળ્યો હતો અને 200થી વધુ બીમાર પડી ગયા હતા અને પાંચનાં મોત થયાં હતાં. તેમાંના મોટાભાગના દર્દીઓના કેસ માર્લેર લડ્યા હતા.

કેલિફોર્નિયામાં ઉગાડવામાં આવેલી કોથમીરમાંથી આ બૅક્ટેરિયાનો ચેપ લાગ્યો હોવાનો ખ્યાલ આવ્યો હતો. આવાં ખેતરોમાં પશુઓ અંદર ચરવાં ગયાં હોય તેના કારણે કોથમીરમાં ઈ કોલીના બૅક્ટેરિયા આવી ગયા હતા.

આ કોથમીર ફેકટરીઓમાં પહોંચી અને ત્યાં તેને કાપીને ત્રણેક વાર ધોવામાં આવી. તેનાથી બૅક્ટેરિયા ફૂલ્યાફાલ્યા અને આખા દેશમાં તેનો ચેપ પહોંચ્યો હતો.

માર્લેર કહે છે, "કોથમીરને ધોવામાં ના આવે તે માટે બહુ લોકો સીધી તેને વાપરે તે જોખમ લેવા જેવું છે ખરું? વધુ લોકો કોથમીરને સ્પર્શે તેના કારણે વધારે લોકોને ચેપ લાગે અને વધારે ઝડપથી ફેલાય.”

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

કાચાં કે બાફ્યાં વિનાનાં ઈંડા

કાચા કે બાફ્યા વિનાના ઈંડા ખાવામાં આવે તો હજીય સાલ્મોનેલાનો ચેપ લાગવાનું જોખમ રહે છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કાચા કે બાફ્યા વિનાના ઈંડા ખાવામાં આવે તો સાલ્મોનેલાનો ચેપ લાગવાનું જોખમ રહે છે

ઈંડાંમાં સાલ્મોનેલાનો ચેપ લાગવાનું જોખમ હોય છે. આ બૅક્ટેરિયાને કારણે ઝાડા થવા, તાવ આવવો, ઊલટી થવી અને પેટમાં દુખાવો થવાની બીમારી આવે છે. નાનાં બાળકો અને વૃદ્ધો માટે આ બૅક્ટેરિયાનો ચેપ વધારે જોખમી થાય છે અને તેમાંથી કેટલાકનાં મોત પણ થઈ શકે છે.

હાલના સમયમાં ઈંડાંને કારણે ચેપ ફેલાયો હોય તેવા ઘણા ગંભીર બનાવો બન્યા છે: 1988માં સાલ્મોનેલાનો રોગચાળો ફેલાવાના જોખમને કારણે બ્રિટિશ સરકારે 20 લાખ ચિકનની કતલ કરી નાખવાનો આદેશ આપવો પડ્યો હતો. 2010માં અમેરિકામાં પણ આવું જોખમ થયું હતું અને તેના કાણે 50 કરોડ ઈંડાંનો નાશ કરવો પડ્યો હતો.

માર્લેર કહે છે કે અગાઉ કરતાં હવે ઈંડાં સલામત બન્યાં છે, પણ તેમ છતાં સાવચેતી રાખવી જોઈએ. કાચાં કે બાફ્યાં વિનાનાં ઈંડાં ખાવામાં આવે તો હજીય સાલ્મોનેલાનો ચેપ લાગવાનું જોખમ રહે છે.

"દર 10,000 ઈંડાંમાંથી એકમાં પડની અંદર સાલ્મોનેલાના બૅક્ટેરિયા હોઈ શકે છે. મરઘીના ગર્ભાશયમાં સાલ્મોનેલા હોય ત્યારે તે ઈંડાંમાં આવી જાય છે એટલે તેને રાંધીને જ ખાવા જોઈએ."

ગ્રે લાઇન

કાચી માછલીઓ અને સીફૂડ

કરચલાં અને શેલફિશ વગેરેને ફિલ્ટર્સની જે ખવરાવામાં આવે છે. તેનો અર્થ કે પાણીમાં બૅક્ટેરિયા હોય કે વાઇરસ હોય તે તેની અંદર જતા રહે છે.

માર્લેર માને છે કે ગ્લોબલ વૉર્મિંગને કારણે પણ દરિયાઈ ફૂડમાં સમસ્યા વધી રહી છે.

તેઓ કહે છે, "દરિયાનું પાણી ગરમ થાય છે તેના કારણે કરચલાં જેવામાં વધુ ચેપ થઈ રહ્યા છે: હેપેટાઇટિસ, નોરોવાઇરસ વગેરે જોવા મળે છે."

"હું સિએટલનો છું અને અહીં સૌથી સારા કરચલા મળે છે, પણ જળની સ્વસ્છતા અને તાપમાનને કારણે તેની શુદ્ધતા પર અસર થવા લાગી છે. તમે હવે દરિયાઈ પદાર્થોને કાચા આહારમાં લો ત્યારે તેની સાથે જોડાયેલા નવા જોખમોને પારખી લેવા જરૂરી બન્યા છે."

ગ્રે લાઇન

પૅક કરેલી સૅન્ડવિચ

માર્લેરની ખાસ સલાહ છે કે "પેકિંગમાં સૅન્ડવિચ હોય તેની તારીખ ખાસ જોઈ લેવી જોઈએ. ખરેખર તો તમારી સામે જ તૈયાર કરવામાં આવે તેને ખાવાનું જ પસંદ કરવું જોઈએ. કાં જાતે બનાવીને ખાવી જોઈએ."

સૅન્ડવિચમાં સૌથી વધારે જોખમ મોનોસાટોજિન્સનું હોય છે, જે બહુ ખતરનાક બૅક્ટેરિયમ છે.

અમેરિકા અને દુનિયાભરમાં સૅન્ડવિચમાંથી લાગતા આ ચેપને કારણે સૌથી વધુ લોકોનાં મોત થાય છે અને આવી સેૅન્ડવિચ ખાઈએ ત્યારે દવાખાને દાખલ જ થઈ જવું પડે છે.

"લિસ્ટેરિયા રેફ્રિજરેટર તાપમાનમાં વધવા લાગે છે. એટલે સૅન્ડવિચ તાજી બનેલી હોય ત્યારે જ ખાવી જોઈએ. તાજી સૅન્ડવિચમાં લિસ્ટેરિયાનું જોખમ ઓછું હોય છે. એક અઠવાડિયા સુધી સૅન્ડવિચ ફ્રિજમાં પેક કરીને રખાયેલી હોય ત્યારે તેમાં લિસ્ટેરિયા વધી ગયાનું જોખમ હોય છે. તે ખાવ ત્યારે તેમને ચેપ લાગવાનું જોખમ વધી જાય છે."

ગ્રે લાઇન

સુશી કેટલી સલામત?

સુશી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સુશી

જોકે સુશી (જાપાની ચોખાની વાનગી) જેવા ખોરાક બાબતમાં માર્લેર બહુ ચિંતિત નથી, પણ કહે છે કે તેને ખરીદતા પહેલાં ચકાસણી કરી લેવી જોઈએ.

તેઓ કહે છે, "હું સ્ટિક કરતાં સુશી રેસ્ટોરાંમાં વધારે જતો હોઉં છું. ફિશમાંથી ચેપ લાગવાનું જોખમ એટલું વધારે નથી હોતું."

તેઓ ઉમેરે છે "જોકે હું રસ્તા પરની સુશી લારીમાંથી કે પેટ્રોલ પંપથી સુશી ખરીદતો નથી. સુશી રેસ્ટોરન્ટ સારું હોય તો જોખમ ઓછું થાય. ફિશમાં આમ પણ બેક્ટેરિયાનું જોખમ થોડું ઓછું હોય છે. તેના જોખમ હું જાણતો હોઉં છું એટલે ઓછો ચિંતિત હોઉં છું".

રેડ લાઇન
ગ્રે લાઇન