વધુ શેકેલો ખોરાક ખાવાથી કૅન્સર થવાનું જોખમ વધી જાય?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, જેસ્સિકા બ્રેડલી
    • પદ, બીબીસી ફ્યૂચર

શું તમે ટોસ્ટનો બળી ગયેલો ટુકડો ફેંકી દો છો? તાજું સંશોધન સૂચવે છે કે આ એક સારી આદત હોઈ શકે છે.

તમે ખાનપાન અને રાંધવા વિશેની કેટલીક આદતો તમારા વડીલોને જોઈને શીખ્યા હશે, જે આજે પણ તમારામાં પ્રવર્તમાન હશે. તમને આનો ખ્યાલ પણ નહીં હશે.

કદાચ, તમે તમારા ચપ્પુ પર લાગેલું ફૂડ ચાખતા નહીં હોવ અથવા તમે નકારાત્મક ઊર્જાને દૂર રાખવા ખભે મીઠું ભભરાવ્યું હશે.

આ બધું એક અંધવિશ્વાસથી વધુ કંઈ નથી. જેમાંથી કેટલીક ગેરમાન્યતાઓ દાયકાઓ પહેલાંથી જાણબહાર જીવનમાં વણી લેવાયેલી હતી. જે વૈજ્ઞાનિક શોધ થાય ત્યાં સુધી પ્રવર્તતી રહી.

પણ 2002માં સ્ટૉકહોલ્મ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ શોધ કરી કે બળેલા ટોસ્ટનો ટુકડો ખાવા કરતા ફેંકી દેવો સ્વાસ્થ્ય માટે હિતાવહ છે.

તેમનું કહેવું છે કે જ્યારે ખોરાકને 120 સેન્ટિગ્રેડ ડિગ્રીથી વધુ ગરમી સ્પર્શ કરે તો એ બળી જાય છે અને એમાં ઍક્રલમાઇડ નામનો પદાર્થ પેદા થાય છે.

બટાકા, બ્રેડ, બિસ્કિટ, સિરિયલ અને કૉફી સહિતના કેટલાક ફૂડમાં આવું થાય છે. તેમાં રહેલી શુગર ઍમિનો ઍસિડ ઍસ્પરજન સાથે રાસાયણિક ક્રિયા કરે છે.

આ પ્રક્રિયાને મૅઇલલાર્ડ રીઍક્શન કહે છે. એના લીધે ખોરાક ‘બ્રાઉન’ એટલે કે કથ્થાઈ કલરનો થઈ જાય છે અને એમાં એક ચોક્કસ પ્રકારનો સ્વાદ આવી જાય છે.

જોકે વૈજ્ઞાનિકોને જાણવા મળ્યું કે આ ઍક્રલમાઇડ પ્રાણીઓ માટે ઝેરી છે. પણ જો તે મનુષ્યના ખોરાકમાં રહેલા પ્રમાણથી વધારે પ્રમાણમાં હોય તો જ ઝેરી છે. એના લીધે મનુષ્યોમાં કૅન્સર થવાનું જોખમ પણ વધી જાય છે. યુરોપિયન ફૂડ સૅફ્ટી ઑથૉરિટી અનુસાર ખાસ કરીને બાળકોમાં. પણ સંશોધકો મનુષ્ય પર એની કેવી અસર થાય છે એના પર અભ્યાસ કરી રહ્યા છે અને ચોક્કસ નિષ્કર્ષ પર હજુ નથી પહોંચ્યા.

ગ્રે લાઇન

પુરાવા અપૂરતા?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

બૈરુત આરબ યુનિવર્સિટી – લેબનનના ઍસોસિયેટ પ્રોફેસર ફાતીમા સલેહ કહે છે, “મનુષ્ય માટે શક્યત ઝેર ગણવામાં આવ્યાનાં 30 વર્ષ પછી પણ હજુ પુરાવા અપૂરતા છે. જો વધુ સંશોધન કરવામાં આવે તો પૂરતો ડેટા મળી શકે છે.”

જોકે વૈજ્ઞાનિકો એ ચોક્કસપણે માને છે કે, ઍક્રલમાઇડ મનુષ્યો માટે એક ન્યૂરોટૉક્સિક એટલે કે મગજના ઝેર બરાબર છે. એટલે કે એ મગજની નર્વ સિસ્ટમને અસર કરે છે. એની ચોક્કસ અસર પાછળનાં કારણો હજુ સંપૂર્ણ પણે જાણી શકાયાં નથી.

સંશોધનમાં જાણવા મળ્યું છે કે લાંબા ગાળા સુધી ઓછી માત્રામાં પણ જો આ તત્ત્વ લેવામાં આવે તો લાંબા સમય પછી અંગોમાં અસર થઈ શકે છે.

કૅરોલિન્કા ઇન્સ્ટિટ્યૂટના ઍન્વાર્યમેન્ટ મેડિસિન – સ્વીડનના પ્રોફેસર ફેડેરિકા લગૂઝી કહે છે કે, પ્રાણીઓમાં થયેલા અભ્યાસમાંથી ખાસ પુરાવા મળ્યા છે કે લાંબો સમય આવો ખોરાક લેવાથી ડિમેન્શિયા સહિતના રોગ થઈ શકે છે, જે બાળકો સાથે સંકળાયેલા છે.

પ્રોફેસર કહે છે, “ઍક્રલાઇડનું મૉલેક્યૂલર વજન ઓછું હોવાથી એ પાણીમાં ઓગળી જાય છે. અને ગર્ભવતી મહિલાઓમાં એનું વધુ પ્રમાણ બાળકનું ઓછું વજન, મોટું માથું, નવજાતની લંબાઈ સાથે સીધો સંબંધ ધરાવે છે.”

નૅધરલેન્ડમાં માસ્ટરિચ યુનિવર્સિટીના પ્રોફેસર લીયો શૂટેન કહે છે,“માનવમાં કૅન્સરનું જોખમ વધારવા પાછળ ઍક્રલમાઇડ હોઈ શકે એ હજુ સુધી જાણ નહોતી. પણ હવે એ ખબર પડી શકે છે.”

2002માં સ્વીડિશ સંશોધકે ખોરાકમાં આ પદાર્થની હાજરી વિશે સંશોધન કર્યું હતું. અને ડચ ફૂડ ઑથૉરિટીએ કૅન્સર સંશોધન કેન્દ્રના સંશોધનકર્તાઓનો સંપર્ક કર્યો અને લોકો કેટલા પ્રમાણમાં આવો ખોરાક ખાય છે એ તપાસ કરવાની કોશિશ કરી.

અને લોકોમાં ઓછા અને વધુ પ્રમાણના સેવન વિશે જાણવા મળ્યું કે જે લોકો નાસ્તામાં એક નૅધરલૅન્ડની એક ખાસ કૅક ખાતા જેમાં બૅકિંગ સોડા વપરાતો એમાં ઍક્રલાઇડનું પ્રમાણ વધુ હતું.

જોકે આ શોધની અન્ય સંશોધકોએ પુષ્ટિ નથી કરી. અમેરિકી વસ્તીમાં 2012માં અભ્યાસ થયો એ સૂચવે છે કે જે મહિલાઓ ધૂમ્રપાન નથી કરતી એમનામાં ઍક્રલાઇડના લીધે ઑવેરિયન અને પેટના કૅન્સર થવાનું જોખમ વધી ગયું હતું.

ગ્રે લાઇન

હૉર્મોન પણ જવાબદાર

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

જોકે જે લોકો ઍક્રલાઇડનું સેવન કરે છે અને એમની અન્ય જીવનશૈલીના કારણે પણ તેમનું જોખમ વધી જાય છે.

જોકે એના સિવાય અન્સ કોઈ સંબંધ નથી મળ્યો અથવા કોઈ નબળો સંબંધ. જોકે એવું પણ નથી મળ્યું કે શૂટેન અને તેમની ટીમનું સંશોધન ખોટું છે અથવા એ ઍક્રલાઇડના સેવનને ચોક્કસાઈથી દર્શાવતું નથી.

શૂટેન અનુસાર ઍક્રલાઇડ કૅન્સર કરી શકે એ પાછળ હોર્મોન પણ જવાબદાર હોઈ શકે છે. મહિલાઓને મેનોપૉઝ પછી થતી અસરનું સંશોધન એનું ઉદાહરણ છે.

શૂટેન કહે છે કે ઍક્રલાઇડ ઇસ્ટ્રોજન અથવા પ્રોજેસ્ટેરોનને અસર કરી શકે છે એને એ મહિલાઓમાં થતા કૅન્સર વિશે સમજ આપે છે પણ પુરવાર નથી થઈ શક્યું.

ઉંદરો પર થયેલા પ્રયોગોમાં પણ જાણવા મળ્યું કે ઍક્રલાઇડથી થાયરોઇડ અને યુટેરસમાં કૅન્સર થવાનું જોખમ છે. પણ મનુષ્યોમાં આવું જોખમ હોય એના સીધા પુરાવા નથી મળ્યા.

જોકે વિશ્વ આરોગ્ય સંગઠનની નિષ્ણાત સમિતિ જોઇન્ટ ફૂડ ઍન્ડ ઍગ્રિકલ્ચર ઑર્ગેનાઇઝેશન સૂચવે છે કે લાંબા સમય ઍક્રલાઇડના સેવનથી કૅન્સર થવા વિશે વધુ પુરાવાની જરૂર છે. જોકે ખોરાકમાં એનું પ્રમાણ ઘટાડવાની સલાહ એ સૂચવે છે.

જોકે આપણે કેટલું ઍક્રલાઇડનું સેવન કરીએ છે એ ચોક્કસાઇથી માપવું એક પડકાર છે, કેમ કે એ લોકોને સવાલ પૂછીને જવાબ સ્વરૂપે જાણવામાં આવે છે. અને જવાબોમાં તફાવત હોઈ શકે છે. એ ચોક્ક્સ હોઈ શકતા નથી.

વર્ષ 2022નના અભ્યાસ મુજબ અમેરિકામાં બાયોમૅકર્સ દ્વારા એનું પ્રમાણ માપવામાં આવતું હતું. અને એમાં કૅન્સરથી થયેલા મોત અને ઍક્રલાઇડ વચ્ચે સંબંધને દર્શાવાયું છે.

ઍક્રલાઇડ કૅન્સર કરે છે કે નહીં એના પૂરતા પુરાવા નથી પણ ફૂડ ઇન્ડસ્ટ્રી છતાં એને ખોરાકમાં ઓછા પ્રમાણમાં રાખવા પ્રયાસ કરી રહ્યા છે.

યુરોપિયન યુનિયન એનું ઉદાહરણ છે. જે ખોરાકની એની મહત્ત્વ માત્રા નક્કી કરી રહ્યું છે. ખાસ કરીને બેબી ફૂડમાં એનું પ્રમાણ ઘટાડવા સૂચન છે.

આને લીધે જ ડચ કૅકમાં એનું પ્રમાણ 20 ટકા ઘટાડી દેવાયું અને પ્રોફેસર શૂટન એનાથી ખુશ છે.

વળી કેટલીક વસ્તુઓ ઘરે બનાવવાથી પણ આવું કરી શકાય. બટાકાની વેફર બનાવતી વખતે એને ગરમ પાણીમાં 10 મિનિટ રાખી લેવા એનાથી ઍક્રલાઇડનું પ્રમાણ વેફરમાં 90 ટકા ઘટી જાય છે.

જોકે સંશોધકો અને વૈજ્ઞાનિકોને આશા છે કે ભવિષ્યમાં વધુ સંશોધન કરીને ઍક્રલાઇડ અને કૅન્સર વિશેના સંબંધને વધુ સ્પષ્ટ રીતે ઉજાગર કરી શકાશે.

રેડ લાઇન
રેડ લાઇન