સેક્સ અને સાપ : માદા સાપ સંભોગ પછી નર સાપને કેમ ખાઈ જાય છે?

દક્ષિણ અમેરિકામાં જોવા મળતા વિશાળકાય સાપ એટલે કે એનાકોંડાની સેક્સ લાઈફ વિશે જીઝસને તાજેતરમાં અજબગજબની વાત જાણવા મળી હતી.
એનાકોંડામાં માદા સેક્સ પછી નરને ખાઈ જાય છે. અગાઉ વિજ્ઞાનીઓ એવું માનતા હતા કે સાપમાં સેક્સ દરમિયાન નરનું પ્રભુત્વ રહેતું હોય છે.
માદા સાપ માત્ર નર સાપના ઈશારે નાચતી હોય છે, પરંતુ એનાકોંડા વિશેની આ માહિતીએ તેમને ચોંકાવી દીધા છે. જીઝસના જણાવ્યા મુજબ, સાપના સંવનન વિશેની આ સૌથી નવીનતમ ચોંકાવનારી માહિતી છે.

સેક્સ દરમિયાન હોય છે માદાનું પ્રભુત્વ

ઇમેજ સ્રોત, FRANCO BANFI/NATUREPL.COM
બીજાં પ્રકારનાં પ્રાણીઓમાં નર મોટા આકારના હોય છે, વધારે શક્તિશાળી હોય છે, પરંતુ સાપના મામલામાં તેનાથી તદ્દન વિપરીત હોય છે. તેથી ઘણી વખત સેક્સ પછી માદા સાપ, નર સાપને ગળી જાય છે. એનાકોંડા પ્રજાતિમાં ઘણી વાર માદાનું કદ નર કરતાં પાંચ ગણું મોટું હોય છે. તેથી તે નરને આસાનીથી ગળી જઈ શકે છે.
ગરોળી, પક્ષીઓ અને સ્તનધારી પ્રાણીઓમાં નરનું કદ સામાન્ય રીતે માદા કરતાં મોટું હોય છે. તેનું કુદરતી કારણ એ છે કે માદાની સરખામણીએ કદ મોટું હોવાથી નરને જાતીય સંબંધ બાંધવા માટે સાથી શોધવામાં આસાની રહે છે.
જોકે, સાપ પ્રજાતિમાં માદાથી મોટું કદ હોવાનો કોઈ લાભ હોતો નથી. સેક્સ માટે બીજા નર સાપની સરખામણીએ આ નર સાપ પોતાની પૂંછડી વડે બીજાને ધકેલીને માદા સાપના જનનાંગ સુધી આસાનીથી પહોંચી જાય છે. તેથી તેમનું કદ માદાથી મોટું હોવું જરૂરી નથી.

સેક્સની ઇચ્છા પ્રગટ કરે છે માદા

ઇમેજ સ્રોત, TONY PHELPS/NATUREPL.COM
માદા સાપનું મોટું કદ તેને વધુમાં વધુ ઈંડાં આપવામાં તથા સાપ બચ્ચાને જન્મ આપવામાં મદદગાર સાબિત થાય છે. તેથી નાના નર સાપ, સેક્સના સાથી તરીકે વિશાળકાય માદાને શોધતા હોય છે, પરંતુ સવાલ એ થાય કે સાપ તો સારી રીતે જોઈ પણ શકતા નથી ત્યારે તેઓ જાતીય સંબંધ માટે મોટા કદના માદાને કેવી રીતે શોધતા હશે?
રિસર્ચમાં જાણવા મળ્યું છે કે સાપ પ્રજાતિમાં સેક્સની ઇચ્છા પ્રથમ માદા પ્રગટ કરે છે. માદા સાપ સુપ્તાવસ્થા એટલે કે ઠંડી કે ગરમીમાં હાઇબરનેશનમાંથી બહાર આવે છે ત્યારે પોતાની કાંચળી ઉતારે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એ પછી તે ફેરોમોન નામનું હોર્મોન છોડે છે. તેને કારણે નર સાપ તેના ભણી ખેંચાઈ આવે છે. એ હોર્મોનની મદદ વડે નર સાપ માદાના આકાર વિશે પણ જાણી લે છે.
સાપના બ્રીડિંગની સિઝનમાં માદા જેટલી મોટી હોય, એટલા જ વધુ પ્રમાણમાં તેના શરીરમાંથી કેમિકલ્સ રિલીઝ થાય છે. તેનો પીછો કરીને નર સાપ માદા સાપ સુધી સેક્સ કરવા પહોંચી જાય છે. નર સાપ નાના કદની માદાને આકર્ષવાના પ્રયાસ નથી કરતા એવું નથી, પણ આવું બહુ ઓછું થાય છે.
એવું થાય ત્યારે મોટા કદની માદા આજુબાજુમાં હોય તો નર સાપ ઝડપથી તેની તરફ ચાલ્યા જાય છે. સાપ વિશે સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે નર સાપ અનેક માદા સાથે સંબંધ બાંધે છે, પરંતુ નવા સંશોધનમાં તેનાથી વિપરીત માહિતી જાણવા મળી છે.

ખાસ માદાની પાછળ પડી જાય છે એનાકોંડા

ઇમેજ સ્રોત, FRANCO BANFI/NATUREPL.COM
બ્રિટનની યુનિવર્સિટી ઑફ વોલ્વરહેંપ્ટનના માર્ક ઓશિયાને જાણવા મળ્યું હતું કે મલેશિયા જોવા મળતા પેરેડાઈઝ ફ્લાઈંગ સ્નેક ઊલટું વર્તન કરે છે. અહીં અનેક નર સાપ એક માદાનો પીછો કરતા હોય છે.
કીલ-બેલીડ વ્હિપ સ્નેક નામની પ્રજાતિમાં નર સાપ સાથે મળીને માદાને આકર્ષવાના પ્રયાસ કરે છે.
ઓર્જી એટલે કે એક સાથે, એક જગ્યાએ અનેક યુગલોનું સેક્સ કરવું સાપોમાં બહુ મોટા પ્રમાણમાં જોવા મળે છે. જેમ કે, એનાકોંડામાં માદા કીચડમાં એક જગ્યાએ બેસી જાય છે. નર એનાકોંડા તેની આસપાસ ચક્કર મારવા લાગે છે. માદાને વળગીને તેને રાજી કરવાના પ્રયાસ કરે છે. વિજ્ઞાનીઓ કહે છે કે આ પ્રક્રિયા ઘણી વાર તો મહિનાઓ સુધી ચાલતી રહે છે.
જીઝસ રિવાસના જણાવ્યા મુજબ, તેમણે એક વખત એક ગ્રીન એનાકોંડા નરને એક માદાનો પીછો કરતો જોયો હતો. આજુબાજુ બીજી અનેક માદા એનાકોંડા હતી અને એ તેની સાથે સેક્સ કરી શકે તેમ હતો, પરંતુ તે એક ચોક્કસ માદા એનાકોંડાની પાછળ જ પડ્યો હતો. કદાચ, તે નર એનાકોંડા પેલી માદાને સાચો પ્રેમ કરતો હશે.

એક માદા પાછળ 100-100 નર સાપ

ઇમેજ સ્રોત, TIM LAMAN/NATUREPL.COM
કૅનેડામાં જોવા મળતા ગાર્ટર સ્નેક્સ વચ્ચે તો વધારે ભયંકર મુકાબલો થતો હોય છે. ત્યાં 100-100 નર સાપ એક માદાની પાછળ પડી જતા હોય છે. તેની આસપાસ વિંટળાયેલા રહે છે. કૅનેડાના મેનિટોબા જંગલમાં સાપની સંવનન ઋતુમાં આવું દૃશ્ય બહુ સામાન્ય હોય છે.
જોકે, સાપની આ પ્રજાતિ અમેરિકાના બીજા હિસ્સામાં આવું કરતી નથી. એટલે કે સાપનું સેક્સ સંબંધી વર્તન પ્રદેશના હિસાબે બદલાતું રહે છે. જેમ કે, ન્યૂ મૅક્સિકોમાં જોવા મળતા ગાર્ટર સ્નેક આવું નથી કરતા.
સાપના આ ‘સ્વયંવર’માં પોતાના સાથીની પસંદગી સામાન્ય રીતે માદા જ કરે છે. માદા જ પોતાના યૌનઅંગ વડે સેક્સની સંપૂર્ણ પ્રક્રિયા પર અંકુશ રાખે છે. તે જાતીય સંબંધ માટે પોતાનો સાથી પસંદ કરવા ઉપરાંત સેક્સની પ્રક્રિયા કેટલો સમય ચાલશે તે પણ નક્કી કરે છે.

સંતોષ ન થાય તો બીજા સાથીની શોધ

ઇમેજ સ્રોત, FRANCOIS SAVIGNY/NATUREPL.COM
તેને કોઈ નર સાપ સાથેના જાતીય સંબંધથી સંતોષ ન થાય તો તે તરત તેને દૂર ધકેલી દે છે અને બીજા સાથીની શોધ કરે છે. હવે મોટો સવાલ એ છે કે પોતાની સાથે સેક્સ માટે ક્યો નર સાપ વધારે યોગ્ય રહેશે તે માદા સાપ કેવી રીતે નક્કી કરે છે?
એ સવાલનો સ્પષ્ટ જવાબ વિજ્ઞાનીઓ આજ દિવસ સુધી શોધી શક્યા નથી. તેનો આધાર કદાચ નર સાપની કાબેલિયત અને તેની લગન પર હશે. કે પછી માદા પોતાની સ્પર્શની ક્ષમતા વડે નરની તાકાતનો અંદાજ મેળવી લેતી હશે.
માદા સાપ કોઈ એક જ નર સાપ સાથે જાતીય સંબંધ બાંધે તે જરૂરી નથી. માદા સાપ અનેક નર સાપ સાથે સેક્સ કરતી હોય તેવું અનેક વખત જોવા મળ્યું છે.
બીજી તરફ, નર સાપ સામાન્ય રીતે કોઈ એક માદા સેક્સ કરવા રાજી થાય ત્યારે તેના પ્રત્યે વફાદાર રહેતા હોય છે. માદા સાપ ઊંઘી જાય છે ત્યારે પણ નર સાપ તેની આસપાસ ચક્કર મારતા રહે છે.

માદા સાપ એકસાથે અનેક સેક્સ પાર્ટનર શા માટે પસંદ કરે છે?

ઇમેજ સ્રોત, HUW CORDEY/NATUREPL.COM
આખરે માદા સાપ જાતીય સંબંધ માટે અનેક સાથીની પસંદગી શા માટે કરે છે?
કદાચ તેનામાં સેક્સની વધારે ઇચ્છા હશે કે પછી અનેક સાપ સાથે જાતીય સંબંધ બાંધીને માદા સાપ એ નક્કી કરતી હશે કે કયા નર સાથે સંબંધ બાંધવાથી તે વધારે શક્તિશાળી સાપોલિયાને જન્મ આપી શકશે. આખરે સેક્સનો હેતુ તો ભાવિ પેઢીને જન્મ આપવાનો જ છે.
નર સાપના શુક્રાણુ પોતાની શરીરમાં થોડા દિવસ સુધી જાળવી રાખવાની તાકાત માદા ધરાવતી હોય છે.
કદાચ એટલે જ તે અનેક નર સાપ સાથે સેક્સ કરીને, જેની સાથેના સંબંધથી સૌથી વધુ સ્વસ્થ સાપોલિયા પેદા થવાની શક્યતા હોય તે નરના શુક્રાણુ સાચવી રાખતી હશે.
કુદરતનો ખેલ જુઓ કે માદા સાપ અનેક વખત સેક્સ પછી પણ ખાસ પ્રકારનું ફેરોમોન હોર્મોન છોડે છે. તેનાથી નર સાપને સંદેશ મળે છે કે તે હવે સેક્સ કરશે નહીં.
બીજી તરફ અમેરિકાની રેડ ગાર્ટર સ્નેક પ્રજાતિના નર સાપ જાતીય સંબંધ બાંધ્યા પછી જિલેટિન જેવો પદાર્થ માદાના યૌનઅંગમાં છોડતા હોય છે.

માદા સાથે કોઈ બળજબરી ન કરી શકે

ઇમેજ સ્રોત, HUW CORDEY/NATUREPL.COM
વિજ્ઞાનીઓ આને મેટિંગ પ્લગ કહે છે. તેમાં માદા સાપના યૌનઅંગનો માર્ગ બંધ થઈ જાય છે. એટલે કે કોઈ નર સાપ ઇચ્છે તો પણ માદા સાથે સેક્સ કરીને સાપોલિયા પેદા કરી શકતો નથી, કારણ કે તેના શુક્રાણુ અંદર જતાં જ નથી.
જોકે, આ મેટિંગ પ્લગ કાયમ સફળ સાબિત થતા નથી. ઘણી વાર પડી જાય છે. અનેક સાપમાં આવા મેટિંગ પ્લગ શુક્રાણુઓ ભરેલા હોય છે. તે થોડી-થોડી વારે માદાના અંડાણુ સુધી પહોંચવાનો પ્રવાસ શરૂ કરે છે. એટલે કે મેટિંગ પ્લગ મારફત નર સાપ પોતાનો વંશ આગળ વધારવાનું કામ પણ કરે છે.
કોઈ માદા સાપ અનેક નર સાથે સેક્સ કરે છે ત્યારે સૌથી છેલ્લે એવું કરનારને લાભ થાય છે.
તેના શુક્રાણુ સૌથી ઉપર રહે છે અને તે અંડાણુ સુધી પહોંચી જાય છે, પરંતુ સેક્સ પછી તેણે પોતાની જાતને બચાવવાની હોય છે, કારણ કે માદા એનાકોંડા તો સેક્સ પછી નરને ખાઈ જાય છે. તેથી નર એનાકોંડા સેક્સ પછી તરત જ ભાગવાની ફિરાકમાં રહેતા હોય છે.

માદા એનાકોંડા સેક્સ પછી નરને ખાઈ જાય છે

ઇમેજ સ્રોત, SVEN ZACEK/NATUREPL.COM
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
માદા એનાકોંડા સેક્સ કર્યા પછી નરને ખાઈ જાય એવું દર વખતે બનતું નથી, પરંતુ સેક્સ કર્યા પછી તે નરને ઓહિયાં કરી જવાનો નિર્ણય માદા એનાકોંડા ક્યારે કરે છે તે સ્પષ્ટ થયું નથી.
તેનું પાક્કું કારણ ખબર નથી, પણ નરને ઓહિયાં કરી જવાથી માદાને કદાચ પૌષ્ટિક આહાર મળી જતો હશે, કારણ કે ગર્ભવતી માદા એનાકોંડા સાત મહિના સુધી કશું ખાતી-પીતી નથી.
સાપમાં સેક્સની રીત પણ માનવજાત જેટલી જ જટિલ છે, પરંતુ સાપના આદતો કરોળિયા જેવી જ હોય છે. આકારમાં નરથી મોટી હોય છે અને માદાને આકર્ષવા માટે નરો વચ્ચે જોરદાર મુકાબલો થતો હોય છે.
જાતીય સંબંધ દરમિયાન સંપૂર્ણપણે માદાનો જ અંકુશ હોય છે અને ઘણી વાર માદા સેક્સ કર્યા પછી નરને ખાઈ જતી હોય છે.
કરોળિયા અને સાપ વચ્ચે કુદરતી રીતે કોઈ સંબંધ નથી. ધરતી પર જીવનના વિકાસની પ્રક્રિયામાં બન્ને કરોડો વર્ષ પહેલાં એકમેકથી અલગ થઈ ગયા હતા તો પછી એમની સેક્સની પદ્ધતિમાં આટલી સમાનતા કેમ છે? આ સવાલના જવાબમાં અનુમાનનો દૌર ચાલુ છે. આખરે તો સેક્સ વિશ્વનો સૌથી જટિલ વિષય છે.
સેક્સ વિશ્વની સૌથી જટિલ બાબત છે. કુદરતે તેમાં એટલી જટિલતા ઉમેરી છે કે સેક્સ વિશે જેટલું રિસર્ચ કરો તેટલી નવીનતા તેમાં દર વખતે જોવા મળે છે, તેટલી જ ચોંકાવનારી વાતો સામે આવતી રહે છે. સેક્સની રીત, દૃષ્ટિકોણ, માન્યતા દરેક જીવ સાથે બદલાતી રહે છે, પછી તે માણસ હોય કે સાપ.
જીઝસ રિવાસ અમેરિકાની મેક્સિકો હાઈલૅન્ડ્ઝ યુનિવર્સિટીમાં કાર્યરત સાપના નિષ્ણાત છે. અંગ્રેજી ભાષામાં આવા લોકોને હર્પીટોલૉજિસ્ટ કહેવામાં આવે છે.














