યુક્રેનનું યુદ્ધ બે ભારતીયોને ફળ્યું : પોલેન્ડમાં ફસાયેલા 20 હજાર કિલો પૌંઆમાંથી બનાવી દીધો ભારતીય બીયર

ચંદ્ર મોહન અને સુકુમારન ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયેલી પ્રોડક્ટ બનાવવા માંગતા હતા

ઇમેજ સ્રોત, CHANDRA MOHAN NALLUR

ઇમેજ કૅપ્શન, ચંદ્ર મોહન અને સુકુમારન ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયેલી પ્રોડક્ટ બનાવવા માંગતા હતા
    • લેેખક, ઇમરાન કુરેશી
    • પદ, બીબીસી
બીબીસી ગુજરાતી
  • પોલૅન્ડમાં બે ભારતીય હાઈબ્રિડ બીયરનું વેચાણ કરનારા સૌપ્રથમ ઉદ્યોગસાહસિક બન્યા છે
  • તેમણે ચોખાના પૌંઆનું મિશ્રણ યુરોપિયન હોપ્સ સાથે કરીને હાઈબ્રિડ બીયર બનાવ્યો છે
  • પોલૅન્ડમાં રહેતા ચંદ્ર મોહન નામના ભારતીય એક વર્ષ પહેલાં મુશ્કેલીમાં ફસાયા હતા
  • એક ગ્રાહકે તેમને 20 હજાર કિલો પૌંઆ (રાઈસ ફ્લેક્સ)નો ઓર્ડર આપ્યો હતો, પરંતુ તે ગ્રાહક ઓર્ડરનો માલ ઉઠાવવા તૈયાર ન હતા
  • ચંદ્રમોહને પૌંઆનો તે જથ્થો ખરીદી લીધો અને તેમના ડિઝાઈનર દોસ્ત સાથે મળીને તેમાંથી બીયર બનાવવાનું નક્કી કર્યું હતું
  • યુક્રેનમાંના યુદ્ધે આ ભારતીયોના સાહસને કેવી રીતે આકાર આપ્યો તેની ખૂબ રસપ્રદ છે
બીબીસી ગુજરાતી

પોલૅન્ડમાં બે ભારતીય હાઈબ્રિડ બીયરનું વેચાણ કરનારા સૌપ્રથમ ઉદ્યોગસાહસિક બન્યા છે. તેમણે ચોખાના પૌઆનું મિશ્રણ યુરોપિયન હોપ્સ સાથે કરીને હાઈબ્રિડ બીયર બનાવ્યો છે.

યુક્રેનમાંના યુદ્ધે આ ભારતીયોના બીયર સ્ટાર્ટઅપને કેવી રીતે આકાર આપ્યો તેની વાત રસપ્રદ છે.

પોલૅન્ડમાં રહેતા ચંદ્ર મોહન નામના ભારતીય એક વર્ષ પહેલાં મુશ્કેલીમાં ફસાયા હતા. એક ગ્રાહકે તેમને 20 હજાર કિલો પૌંઆ (રાઈસ ફ્લેક્સ)નો ઓર્ડર આપ્યો હતો, પરંતુ તે ગ્રાહક ઓર્ડરનો માલ ઉઠાવવા તૈયાર ન હતા. પરિણામે એ જથ્થો ચંદ્રમોહન માટે બોજ બની ગયો હતો.

પોલૅન્ડમાં પૌઆ ઉત્તર પ્રદેશની એક પેઢી દ્વારા મોકલવામાં આવ્યા હતા અને સ્થાનિક વ્યવસાયી સિરિયલ બનાવવા માટે તેની આયાત કરવામાં આવી હતી.

યુક્રેનમાં યુદ્ધ હજુ શરૂ થયું હતું. પૌઆનો એ જથ્થો લઈને આવી રહેલું જહાજ પોલૅન્ડના બંદર પર માલ ઉતારે તેના ચાર દિવસ પહેલાં, વિનિયમ દરમાં મોટો ફેરફાર થતાં ચંદ્રમોહનના ક્લાયન્ટે તે માલ ઉઠાવવાનો નનૈયો ભણ્યો હતો.

ચંદ્રમોહન ઈન્ડો-પોલિશ ચેમ્બર ઓફ કોમર્સ ખાતે વ્યાપારી સંબંધ વિભાગના વડા છે. ક્લાયન્ટને શિપમેન્ટ ઉઠાવવું પરવડે તેમ ન હતું અને તેઓ ઇચ્છતા હતા કે ઇન્ડો-પોલિશ ચેમ્બર ઓફ કોમર્સ તેમની સમસ્યાનું નિરાકરણ કરે.

ચંદ્રમોહને પૌઆનો તે જથ્થો ખરીદી લીધો હતો અને તેમના ડિઝાઈનર દોસ્ત સર્ઘેવે સુકુમારન સાથે મળીને તેમાંથી બીયર બનાવવાનું નક્કી કર્યું હતું.

સુકુમારન કહે છે કે, “ચંદ્ર મોહન કહેલું કે હું આમાંથી 'મલયાલી' નામનો બીયર બનાવવા ઇચ્છું છું.”

ચંદ્ર મોહન અને સુકુમારન બન્ને કેરળના વતની છે અને તેમની માતૃભાષા મલયાલમ હોવાને કારણે તેઓ મલયાલી તરીકે ઓળખાય છે.

સુકુમારન કહે છે કે, “મને પણ અમારા ઇતિહાસ, કેરળ અને ભારતીય પરંપરા સાથે અનુસંધાન ધરાવતી, પરંતુ સમગ્ર વિશ્વના લોકોને આકર્ષી શકે તેવી એક પ્રોડક્ટ બનાવવાની ઇચ્છા હતી.”

બન્નેની સમજ સ્પષ્ટ હતી કે બીયર બનાવવા માટે રાઈસ ફ્લેક્સ એટલે કે પૌંઆનો ઉપયોગ થવો જોઈએ, પરંતુ તે ‘રાઇસ બીયર’ ન હોવો જોઈએ. આ વિચાર પણ નવો ન હતો.

ચંદ્ર મોહન કહે છે કે “જાપાની હોપ્સ તથા ચોખાના મિશ્રણ વડે બનાવવામાં આવતો જાપાનીઝ બીયર ક્યારનો ઉપલબ્ધ છે.” યુરોપિયન હોપ્સ સાથે ચોખાનો સ્વાદ મેળવી એક અલગ પ્રોડક્ટ તૈયાર કરવાનો તેમનો વિચાર હતો.

ચંદ્ર મોહન તથા સુકુમારને એક અન્ય મલયાલી પાસેથી સલાહ લેવાનું નક્કી કર્યું હતું. લિજો ફિલિપ કાલિકટ-1498 નામની તેમની પોતાની બીયર બ્રાન્ડ કોરોના મહામારી શરૂ થઈ તે પહેલાં લોન્ચ કરી ચૂક્યા હતા. કાલિકટ કેરળનું એક શહેર છે, જે હવે કોઝીકોડ તરીકે ઓળખાય છે.

ગ્રે લાઇન

પૌંઆમાંથી બીયર બનાવવાની મથામણ

કંપનીનું કહેવું છે કે તેણે અત્યાર સુધીમાં 50,000 બીયરની બોટલો વેચી છે

ઇમેજ સ્રોત, CHANDRA MOHAN

ઇમેજ કૅપ્શન, કંપનીનું કહેવું છે કે તેણે અત્યાર સુધીમાં 50 હજાર બીયરની બોટલો વેચી છે

લિજો ફિલિપના માર્ગદર્શન હેઠળ ચંદ્રમોહન અને સુકુમારને પોતાની આગવી બીયર બ્રાન્ડના ઉત્પાદનનું કામ શરૂ કર્યું હતું.

સુકુમારન કહે છે કે “પોલૅન્ડમાં યુરોપના અન્ય દેશોમાંથી મોટા પ્રમાણમાં બીયરનો જથ્થો આવે છે. ખાસ કરીને બેલ્જિયમમાંથી સારો બીયર આવે છે, પરંતુ એ પૈકીના એકેયમાં ચોખાનો ઉપયોગ થતો નથી.”

ચંદ્ર મોહન મદ્યપાન કરતા નથી. તેથી પોતાની પ્રોડક્ટના ટેસ્ટિંગનું કામ સુકુમારને સંભાળી લીધું હતું. તેઓ કહે છે કે “અમને ત્રીજા પ્રયાસે એકદમ સંતુલિત સ્વાદયુક્ત બીયર બનાવવામાં સફળતા મળી હતી.”

એ પછી જંગી પડકાર બીયરનું મોટાપાયે ઉત્પાદન કરવાનો હતો. ચંદ્રમોહન અને સુકુમારને એક બ્રુઅરી સાથે તેની વ્યવસ્થા કરી હતી. બ્રુઅરીનો આગ્રહ હતો કે તેમણે ચોક્કસ ઓર્ડર સાથે બોઈલર ભાડા પર લેવું જોઈએ. તેનો અર્થ એ થયો કે બીયર સર્વ કરવા માટે તેમને સંખ્યાબંધ રેસ્ટોરાંનો સાથ લેવો જરૂરી હતો. આ બધાની વચ્ચે તેમણે પોતાના બીયરનું નામ નક્કી કરી લીધું હતું.

ગ્રે લાઇન

સફળતાના પંથે

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

યુદ્ધ પછી યુક્રેન છોડી આવેલા ભારતીયોને મદદ કરતા વિદેશવાસીઓના એક જૂથનું નેતૃત્વ પણ ચંદ્ર મોહન કરે છે. તેઓ કહે છે કે “અમારા મોટાભાગના સ્વયંસેવકો કેરળના છે અને મલયાલી હોવાને નાતે અમારી વચ્ચે લાગણીનો સેતુ છે તેનું મને ભાન થયું હતું.”

તેનાથી પ્રેરાઈને બન્ને ભાગીદારે તેમના પ્રોડક્ટનું નામ મલયાલી બીયર રાખવાનો નિર્ણય કર્યો હતો. આ બ્રાન્ડની ડિઝાઈનમાં પણ સાંસ્કૃતિક ઓળખને સામેલ કરવામાં આવી છે.

મહોરું પહેરીને કથકલી નૃત્ય કરતા કલાકારનું ચિત્ર ધરાવતું લેબલ સુકુમારને ડિઝાઈન કર્યું હતું. મલયાલી લોકોના ફિલ્મો માટેના પ્રેમનો તેમાં ઉમેરો કરવા માટે તેમણે લેબલમાંના કલાકારને એવિએટર સનગ્લાસ પહેરાવ્યા હતા અને દંતકથારૂપ કલાકાર મોહનલાલ જેવી મૂછો પણ લગાવી હતી.

બિઝનેસ એકધારો જળવાઈ રહે એ માટે તેમણે વેડિંગ પ્લાનર્સને ઓર્ડર મુજબ સપ્લાય શરૂ કરી હતી. પોલિશ નાગરિકો સાથે લગ્ન કરતા ભારતીય વસાહતીઓમાં તે હિટ સાબિત થયું હતું.

ચંદ્ર મોહન અને સુકુમારને સાથે મળીને રચેલી મલયાલી સ્પિરિટ્સ નામની કંપનીએ હવે ભારતીય તથા એશિયન ગ્રોસરી સ્ટોર્સને દર બે મહિને 2,400 લીટર બીયર પૂરો પાડવાનો કોન્ટ્રાક્ટ એક વિતરક સાથે કર્યો છે.

કંપનીનો દાવો છે કે તેણે અત્યાર સુધીમાં બીયરની 50 હજાર બોટલ્સનું વેચાણ કર્યું છે અને ટૂંક સમયમાં ઉત્પાદન વધારવાની કંપનીની યોજના છે.

ચંદ્ર મોહન કહે છે કે “અમને યુરોપના અન્ય દેશો તથા અમેરિકામાંથી પણ સંખ્યાબંધ ઈન્ક્વાયરી મળી રહી છે.”

રેડ લાઇન
રેડ લાઇન