ભારત મોબાઇલ ફોન માર્કેટમાં ચીનના પ્રભુત્વને પછાડી દેશે?

ઇમેજ સ્રોત, DEEPA ASWANI
- લેેખક, મુંબઈથી પ્રીતિ ગુપ્તા અને લંડનથી બેન મૉરિસ
- પદ, બીબીસી સંવાદદાતા

- ભારત ચાર્જર, કેબલ અને બૅટરી સહિતની સામગ્રી બનાવે છે
- ચાઇનીઝ સ્માર્ટફોન નિર્માતાઓ સાથે પ્રતિસ્પર્ધા કરવી અઘરી છે
- ઘણા ફોન ભારતમાં કાર્યરત્ તાઇવાનની ફૉક્સકૉન અથવા દક્ષિણ કોરિયાના સૅમસંગ જેવી વિદેશી કંપની દ્વારા બનાવવામાં આવ્યા હશે

મુંબઈમાં માર્કેટિંગનું કામ કરતાં દીપા અસવાણી માટે નવો સ્માર્ટફોન ખરીદવો એ એક મિશન હતું.
તેઓ કહે છે કે “હું કેવો ફોન ખરીદું, તેના વિશે હું ચોક્કસ છું. હું વધારે ખર્ચો કરવા માગતી નથી.”
બે મહિનાના વિચાર-વિમર્શ પછી તેમણે OnePlus 10R લીધો, જેની કિંમત વેચાણ $400 (અંદાજે 32 હજાર રૂપિયા) હતી. જે સ્માર્ટફોન માટે વાજબી કિંમત હતી, પરંતુ હજુ પણ કોઈ પણ દેશમાં અને ખાસ કરીને ભારત જેવા વિકાસશીલ દેશમાં આ રકમ મોટી છે.
તેઓ કહે છે કે, “એક એવો ફોન ખરીદવાનો વિચાર હતો, જે વધુ ખર્ચ ન કરાવે અને તેનાં ફીચર્સ પણ સારાં હોય. મેં જે ફોન ખરીદ્યો છે, તેનાથી હું ખુશ છું.”
દીપા અસવાણીનો નવો સ્માર્ટફોન એક ચીની કંપની દ્વારા ભારતમાં બનાવવામાં આવ્યો હતો, જે આજકાલ એક સામાન્ય વ્યવસ્થા છે.
જોકે 2014માં ભારતમાં વેચાતા મોટા ભાગના ફોન આયાત કરેલા હશે.
તાજેતરનાં વર્ષોમાં આ બધું બદલાઈ ગયું છે. ઇન્ડિયા સેલ્યુલર ઍન્ડ ઇલેક્ટ્રોનિક્સ ઍસોસિયેશન અનુસાર, 2022માં ભારતમાં વેચાતા લગભગ તમામ ફોન પણ ત્યાં જ બનાવવામાં આવ્યા હતા.
તેમાંથી ઘણા ફોન ભારતમાં કાર્યરત્ તાઇવાનની ફૉક્સકૉન અથવા દક્ષિણ કોરિયાના સૅમસંગ જેવી વિદેશી કંપની દ્વારા બનાવવામાં આવ્યા હશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે, સ્થાનિક કંપનીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે.

માઇક્રોમૅક્સ ઇફૉર્મેટિક્સ એ ચૅલેન્જર્સમાંથી એક છે

ઇમેજ સ્રોત, MICROMAX
માઇક્રોમૅક્સ ઇફૉર્મેટિક્સ એ ચૅલેન્જર્સમાંથી એક છે. તેણે 2008માં મોબાઇલ હૅન્ડસેટ વ્યવસાયમાં પ્રવેશ કર્યો છે. માત્ર બે વર્ષમાં આ ઓછી કિંમતના ફોનના ભારત સૌથી મોટા ઉત્પાદકોમાંનું એક બની ગયું છે, જે ફીચર ફોન તરીકે ઓળખવામાં આવે છે.
આ વૃદ્ધિ બાદ પણ માઇક્રોમૅક્સના સહસ્થાપક રાજેશ અગ્રવાલનું કહેવું છે કે, “ચાઇનીઝ સ્માર્ટફોન નિર્માતાઓ સાથે પ્રતિસ્પર્ધા કરવી અઘરી છે.”
જ્યારે તેમની કંપની એક નવો ફોન લૉન્ચ કરે, ત્યારે તે ભારતમાં લગભગ દસ લાખ યુનિટ વેચવાની અપેક્ષા રાખી શકે છે, પરંતુ એક ચીની ફોન નિર્માતા 10 મિલિયન કે તેથી વધુ ફોન વેચી શકે છે, જે તેમને મોટો ફાયદો કરાવે છે.
તેઓ વધુમાં કહે છે કે, “તેમની પાસે ઉત્પાદનની દૃષ્ટિએ મોટી તાકાત છે.”
ચીની કંપનીઓ તેમના લગભગ તમામ ઘટકોને સ્થાનિક સ્તરે ખરીદી શકે છે.

PLI યોજના ભારતમાં બનેલા મોબાઇલ ફોન ઘટકોને સબસિડી આપે છે

ઇમેજ સ્રોત, MICROMAX
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ભારત ચાર્જર, કેબલ અને બૅટરી સહિતની સામગ્રી બનાવે છે, પરંતુ સ્ક્રીન અને કમ્પ્યુટર ચિપ જેવી સામગ્રી હંમેશાં વિદેશોમાં બને છે.
રાજેશ અગ્રવાલ કહે છે કે “જ્યાં સુધી મૅન્યુફેક્ચરિંગનો સવાલ છે, આ શરૂઆત છે. અમે અમારી રસોઈ જાતે બનાવવા માગીએ છે, જ્યાં આપણે આપણી તમામ સામગ્રીનું સ્થાનિક સ્તરે ઉત્પાદન કરી શકીએ.”
“અંતિમ ધ્યેય માત્ર ફોન નહીં, પરંતુ લેપટૉપ, ટૅબલેટ અને અન્ય ઉપકરણો માટે ઘરેલુ ખર્ચ માટે નિર્માતા દ્વારા વૈશ્વિક માગને પહોંચી વળવા પરિવર્તન લાવવું પડશે.”
ભારત સરકાર આ પગલાને વેગ આપે તેવી અપેક્ષા છે.
એપ્રિલ 2021માં તેમણે ટેલિકૉમ અને નેટવર્કિંગ સાધનો માટે પ્રોડક્શન લિંક્ડ ઇન્સેટિવ (પીએલઆઈ) યોજના શરૂ કરી.
આ એક સરકારી નીતિનો નવો ભાગ છે, જે ભારતમાં દરેક પ્રકારના ઉત્પાદનને વધારવાના ઉદ્દેશથી તેની શરૂઆત થઈ છે.
પીએલઆઈ યોજના ભારતમાં બનેલા મોબાઇલ ફોન ઘટકોને સબસીડી આપે છે. તેનાથી તેઓ વધુ પ્રતિસ્પર્ધી બનશે અને તેનાથી ઉત્પાદનમાં વધારો થશે તેવી અપેક્ષા છે.
ઇન્ડિયા સેલ્યુલર ઍન્ડ ઇલેક્ટ્રૉનિક્સ ઍસોસિયેશન (આઈસીઈએ) અનુસાર, હાલમાં ભારતીય ફોનના 15થી 20 ટકા પાર્ટ્સ ભારતમાં બનાવવામાં આવે છે.
પીએલઆઈ યોજનાનો ઉદ્દેશ તેને 35થી 40 ટકા સુધી વધારવાનો છે.

“ભારત સેલ ફોન નિર્માતાઓ માટે બીજું વૈશ્વિક કેન્દ્ર બની જશે”

ઇમેજ સ્રોત, MICROMAX
આઈસીઈએના ચૅરમૅન પંકજ મહેન્દ્રુ કહે છે કે “પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમ ઇલેક્ટ્રોનિક્સ મૅન્યુફૅક્ચરિંગ માટે ગેમ ચેન્જર છે."
તેઓ કહે છે કે, “ભારત વર્તમાનમાં દુનિયામાં ઝડપથી વધી રહેલા મોબાઇલ ફોન ઉત્પાદકોમાંનું એક છે અને દુનિયામાં મોબાઇલ હૅન્ડસેટના બીજા સૌથી મોટા નિર્માતાના રૂપે ઊભરી આવે છે.”
આઈસીઈએ અનુસાર, “મોબાઇલ ફોન ભારતના ઇલેક્ટ્રૉનિક નિકાસનો સૌથી મોટો ઘટક છે અને આગામી વર્ષોમાં ઇલેક્ટ્રોનિક્સ નિકાસમાં તેનો 50 ટકા ભાગ રહેવાની ધારણા છે.”
ભારતીય ફોન નિર્માતા લાવા ઇન્ટરનેશનલના અધ્યક્ષ હરિઓમ રાયની ભવિષ્યવાણી છે કે, “ભારત સેલ ફોન ઉત્પાદકો માટે આગામી વૈશ્વિક હબ બની જશે.”
તેઓ જણાવે છે કે, “ચીન જેવી રીતે સમૃદ્ધ બન્યું છે અને વેતનમાં વધારો જોયો છે, તેણે અન્ય દેશોની સરખામણીએ તેનો કેટલોક ખર્ચાળ લાભ ગુમાવ્યો છે.”
હરિઓમ રાયનું કહેવું છે કે, “દુનિયાભરની કંપનીઓ ચીનના ઉત્પાદકો પર વધુ પડતા નિર્ભર હોવાના કારણે ચિંતિત છે. ”
ઝેંન્ગ્ઝો શહેરમાં ઍપલના મુખ્ય સપ્લાયરના વિક્ષેપથી આ ચિંતાઓ ઓછી થવાની શક્યતા નથી.
જો કંપનીઓ અન્યત્ર ઉત્પાદન કરવા માગતી હોય, તો હરિઓમ રાયના મતે ભારત એક આકર્ષક વિકલ્પ છે.
તેઓ કહે છે કે, “ભારત વિશ્વની વસ્તીના 18 ટકા હિસ્સો ધરાવે છે, જે જીડીપીમાં માત્ર 3.1 ટકા છે. જેમજેમ દેશનો જીડીપી વધશે તેમ તેમ તે વિશ્વના સૌથી મોટા બજારોમાંનું એક બની જશે. લાંબા ગાળાની સંભવિતતાને જોતાં, દરેક કંપની પોતાને સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહી છે અને ભારતમાં તેના સ્પર્ધકોને પાછળ રાખી દે છે.”
મુંબઈમાં આ તમામ ઔદ્યોગિક નીતિ દીપા અસવાણી માટે ઘણી ઓછી રુચિ રાખે છે.
તેઓ કહે છે કે, “મારો સ્માર્ટફોન ક્યાં બને છે, એ વાતથી મને કોઈ ફરક પડતો નથી. મને લાગે છે કે, એક ગ્રાહક તરીકે બજેટ અને ફિચર મહત્ત્વપૂર્ણ હોય છે. સ્માર્ટફોન ખરીદનાર તરીકે, હું એવા દેશની શોધ કરીશ કે જે અદ્યતન ટેકનોલૉજી ધરાવતો હોય અને પૉકેટ-ફ્રેન્ડલી હોય."














