આઈપીએલ: આશુતોષે એવું શું કર્યું કે હાર્દિક, બુમરાહ અને રોહિત શર્માના શ્વાસ અધ્ધર થઈ ગયા?

ઇમેજ સ્રોત, ANI
- લેેખક, મનોજ ચતુર્વેદી
- પદ, વરિષ્ઠ ખેલ પત્રકાર, બીબીસી માટે
મુંબઈ ઇન્ડિયન્સ પંજાબ કિંગ્સ સામે આઈપીએલમાં નવ રનથી જીતી ગયું છે, પણ પંજાપ કિંગ્સના આશુતોષ શર્માએ પોતાની આક્રમક બેટિંગથી મુંબઈ ટીમના શ્વાસ અધ્ધર કરી નાખ્યા હતા.
આ યુવા બૅટ્સમૅનનો કમાલ હતો કે આખરી ઓવરોમાં હાર્દિંક પંડ્યાના ચહેરા પર ચિંતા જન્માવી હતી અને રોહિત શર્મા, બુમરાહ સતત તેમની પાસેથી સલાહ લેતા હતા.
મુંબઈ ઇન્ડિયન્સે પહેલા બેટિંગ કરીને સાત વિકેટ પર 192 રન કર્યા હતા.
જવાબમાં પંજાબે બહુ ખરાબ શરૂઆત કરીને 183 રન કર્યા હતા.
આ પ્રયાસમાં પંજાબની ટીમ જીતી તો ન શકી, પણ સામેની ટીમનો પરસેવો છોડી દેવામાં સફળ રહી હતી.
આશુતોષ જ્યારે બેટિંગ કરવા આવ્યા ત્યારે શશાંકસિંહ ટીમની થોડી મુશ્કેલીઓ ઓછી કરી ચૂક્યા હતા. જોકે તેમ છતાં ટીમ પર હારનાં વાદળો ઘેરાયેલાં હતાં.

શાનદાર ઇનિંગથી બદલાઈ મૅચ

ઇમેજ સ્રોત, ANI
પંજાબે 76 રન પર બે વિકેટ ગુમાવી રહતી. પણ પોતાની 61 રનની ઇનિંગથી એક સમયે તો મૅચનું પાસું પલટી નાખ્યું હતું.
તેમણે બે ચોગ્ગા અને સાત છગ્ગાથી આ રન કર્યા હતા અને તેમનો સ્ટ્રાઇક રેટ 217.85 હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શશાંકની ઇનિંગમાં સાથે પૂરાવીને આશુતોષે આવતાંની સાથે છગ્ગો મારીને ટીમનો સ્કોર આગળ વધાર્યો હતો.
ત્યાર બાદ આશુતોષ અને શશાંકની જોડીએ ધમાકેદાર બેટિંગ કરીને સ્ટેડિયમમાં મોજૂદ પ્રીતિ ઝિન્ટા સહિત પોતાના ચાહકોના ચહેરા પર ખુશી લાવી દીધી હતી.
આ જોડીએ સાતમી વિકેટની ભાગીદારીમાં 17 બૉલમાં 34 રન જોડીને આશાનું કિરણ જન્માવ્યું હતું.
આ જોડી પર લગામ કસવા જસપ્રીત બુમરાહને 13મી ઓવર અપાઈ હતી. તેમણે આવતાંની સાથે જ એક ધીમો બૉલ ઑફ સ્ટમ્પની બહાર ફેંક્યો હતો.
શશાંક સારી રીતે આ બૉલને રમી ન શક્યા અને 25 બૉલમાં 41 રન કરીને આઉટ થઈ ગયા.

આશુતોષમાં દેખાઈ સૂર્યકુમારવાળી ઝલક

ઇમેજ સ્રોત, ANI
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આશુતોષ જે રીતે પિકઅપ શૉટ રમતા હતા તેને જોઈને હરભજનસિંહ અને ઇરફાન પઠાણે બંનેએ તેમને જુનિયર સૂર્યકુમાર કહી રહ્યા હતા.
એ સાચું કે તેઓ સૂર્યકુમારની જેમ બેબાક રીતે રમે છે, પણ પોતાનો આગવો અંદાજ પણ હતો.
બુમરાહના એક નો બૉલ પર આશુતોષે યોગ્ય અંદાજ લગાવ્યો કે ફ્રી હિટવાળા બૉલ પર યૉર્કર આવશે અને તેમણે ઑફ સ્ટમ્પની બહાર જઈને લૅપ શૉટથી છગ્ગો ફટકારીને બધાને ચોંકાવી દીધા હતા.
આ સમયે હરભજન એવું કહેતા જોવા મળ્યા કે મેં આ રીતનો શૉટ મારતા માત્ર એબી ડિવિલિયર્સને જોયા છે.
અને ખરું જોવા જઈએ તો મધવાલની 16મી ઓવરમાં પહેલી વાર પંજાબની ટીમ મૅચમાં આગળ જતી જોવા મળી હતી.
આ ઓવરમાં આશુતોષે બે અને હરપ્રીતે એક છગ્ગો લગાવીને ચાર ઓવરમાં 28 રન કરવાનો લક્ષ્ય રાખી દીધો હતો. જોકે આશુતોષના કોઈટ્જીની બૉલિંગમાં આઉટ થવાથી ગાડી પાટા પરથી ઊતરી ગઈ હતી.
જસપ્રીત બુમરાહ મુંબઈ ઇન્ડિયન્સનો આક્રમક જીવ છે.
જે સમયે બૉલરો ધોવાઈ રહ્યા હતા એ સમયે પણ રનની ગતિ રોકીને તેમણે સાબિત કર્યું કે તેમને મારવા એટલા સરળ નથી.
બુમરાહે ચાર ઓવરમાં 21 રન આપીને ત્રણ વિકેટ લીધી અને આ પ્રદર્શન બદલ તેમને પ્લેયર ઑફ ધ મૅચ જાહેર કરાયા હતા.
બુમરાહે ખતરો બની રહેલા આશુતોષને 17મી ઓવરમાં પોતાની બૉલિંગથી રન કરતા રોકી રાખવામાં સફળતા મેળવી અને આ ઓવરમાં માત્ર ત્રણ રન આપીને ફરીથી મુંબઈની જીતની આશા જીવંત રાખી.
એ સાચું છે કે કોઇટ્જીએ આશુતોષનો મોહમ્મદ નવીના હાથમાં કૅચ કરાવીને જીત તરફ જતી પંજાબની ટીમને રોકી, પણ બુમરાહની જેમ તેઓ સસ્તા ન રહ્યા અને 32 રન આપીને ત્રણ વિકેટ લીધી.

શરૂઆત જો વધુ સારી થઈ હોત તો...

ઇમેજ સ્રોત, ANI
પંજાબ કિંગ્સ જે રીતે રમી રહી છે એ જોતા લાગે છે કે આ પીચ પર 193 રનનો ટાર્ગેટ જોઈને એ ગભરાઈ હતી અને પીચને સમજ્યા વિના શરૂઆતથી આક્રમક અંદાજ અપનાવવાને કારણે પોતાની હારની જાળ જાતે જ પાથરી દીધી.
ખરું જોઈએ તો કેટલાક બૅટ્સમૅન તો ઝડપી રન બનાવવાની લહાયમાં મોટા શૉટ રમવામાં આઉટ થયા.
બુમરાહ અને કોઇટ્જીએ શરૂઆતમાં હરીફ ટીમના ગભરાટનો ફાયદો ઉઠાવીને 14 રનનો સ્કોર પહોંચે ત્યાં સુધીમાં ચાર વિકેટ પાડીને મૅચની કહાણી કેટલેક અંશે લખી નાખી હતી.
બાદમાં હરપ્રીત અને જિતેશ પણ જલદી આઉટ થઈ જતા સ્કોર છ વિકેટ પર 77 થઈ ગયો અને જીતની આશા પર પાણી ફરી વળ્યું.
મુંબઈ ઇન્ડિયન્સે વિજય તો ચોક્કસ મેળવી લીધો, પણ તેણે પોતાની બૉલિંગને વધુ કસવાની જરૂર છે.
આપણે તેની બૉલિંગ જોઈએ તો બુમરાહનો ઇકૉનૉમી રેટ સાતની આસપાસ છે અને ટીમની બૉલિંગનો ઇકૉનૉમી રેટ 13 આસપાસ છે.
મુંબઈ ત્રીજી જીત મેળવીને છ અંકો સાથે સાતમા સ્થાને ચોક્કસ છે અને તેનું અભિયાન પણ હવે પાટા પર આવતું દેખાઈ રહ્યું છે.
પણ જેણે પોતાની આક્રમક શૈલીને વધુ કસવી પડશે.
સૂર્યકુમાર યાદવ પોતાના અંદાજમાં રમતા મુંબઈ જ નહીં, પણ ભારતીય ટીમને પણ સારું લાગ્યું છે. તેઓ જે અંદાજમાં રમી રહ્યા છે એનાથી બૉલરો માટે એ વિચારવું મુશ્કેલ થઈ જાય છે કે તેઓ બૉલ નાખે તો ક્યાં નાખે.
તેમનો આ અંદાજ જોઈને એબી ડિવિલિયર્સના રમવાના દિવસો યાદ આવી જાય છે.
ઈશાન કિશન જલદી આઉટ થઈ ગયા બાદ તેમણે રોહિત શર્મા અને પછી તિલક વર્માની સાથે સાથે બે ભાગીદારી કરીને ટીમને મજબૂતી તરફ લઈ જવામાં મદદ કરી હતી.
તેમણે નાખેલા પાયાના આધારે જ મુંબઈ 192 રનના સ્કોર પર પહોંચી શકી.
સૂર્યકુમારે 53 બૉલમાં પોતાની ઇનિંગમાં સાત ચોગ્ગા, ત્રણ છગ્ગાની મદદથી 78 રન કર્યા અને તેમનો સ્ટ્રાઇક રેટ 147.16નો રહ્યો હતો.
તેમના રમવાની ખૂબી એ છે કે તેઓ બૉલર બૉલ નાખે એ પહેલાં પોતાનો શૉટ રમવા માટે પૉઝિશન લઈ લે છે. આ કામ તેઓ રબાડા જેવા બૉલરો સામે પણ સારી રીતે કરતા જોવા મળે છે.
રબાડાની આઠમી ઓવરમાં પણ તેઓ ઑફ સ્ટમ્પથી બહાર નીકળીને તેના પર કટ શૉટ રમતા જોવા મળ્યા હતા.














