'લગ્ન કરીશ પણ બાળકો પેદા નહીં કરું', 20 છોકરાને ના પાડી ચૂકેલી યુવતી કેમ આવું કહે છે?

યુવતી

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, ફેન વાંગ
    • પદ, બીબીસી સંવાદદાતા

ચેન અત્યાર સુધી તેમનાં માતાએ નક્કી કરેલા 20થી વધારે યુવકોને જોવા માટે ગઈ છે.

તે કહે છે કે કેટલાક અનુભવ અન્યોની સરખામણીએ ઘણા ખરાબ થયા. એવું એટલા માટે કે તેમની એક શરત એવી છે જેને માનવા મોટા ભાગના પુરુષો તૈયાર નથી.

ચેનની એ શરત છે કે તે બાળકો પેદા કરવા નથી ઇચ્છતી.

ચેન તેમનું આખું નામ જણાવવા નથી માગતી. તેની ઉંમર આશરે 20 વર્ષ છે. તે કહે છે, “બાળકો પેદા કરવા એ ખૂબ થકવી નાખનારું કામ છે. મને બાળકો પસંદ નથી.”

તે એમ કહે છે, “પણ આવા માણસને શોધવો અસંભવ છે જે બાળકો ના ઇચ્છતો હોય. એક પુરુષ માટે બાળકો ના હોવાં... એ તેની મારવા બરાબર છે.”

આ મુલાકાતો નિષ્ફળ થવા છતાં તેમના પર લગ્ન કરવાનું દબાણ તો ઓછું નથી જ થયું.

ચેનનાં માતા-પિતા ઇચ્છે છે કે તેઓ લગ્ન કરી લે અને બાળકો પેદા કરે.

ચીનમાં પરિવારની ઓછી થતી સંખ્યા

ચીન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ચીનમાં યુવાનોના લગ્નમાં અનેક અપેક્ષાઓ બાધારૂપ બની રહી છે

ચીનમાં વિવાહ અને જન્મદરમાં થતા ઘટાડાને જોતા ચીની કૉમ્યુનિસ્ટ પાર્ટી લાખો યુવા મહિલાઓ અને પુરુષોને આ સ્થિતિને ઊલટવા માટે પ્રોત્સાહિત કરી રહી છે.

ગત વર્ષે ચીનની જનસંખ્યા 60 વર્ષમાં પહેલી વાર ઘટાડો જોવા મળ્યો. તેનો પ્રજનનદર રેકૉર્ડ સ્તરે નીચો હતો.

1986 પછી માત્ર 6.83 મિલિયન લગ્નો જ નોંધાયાં. તે 1986 પછી સૌથી ઓછાં છે.

અર્થતંત્રની ધીમી ગતિ અને વધતી બેરોજગારીથી નિરાશ યુવાનો તેમનાં માતા-પિતાએ પસંદ કરેલા પારંપરિક વિકલ્પોથી દૂર ભાગી રહ્યા છે. આ ઘટના પાર્ટી માટે માથાનો દુખાવો બની ગઈ છે. રાષ્ટ્રપતિ શી જિનપિંગે જે રાષ્ટ્રીય કાયાકલ્પની અપીલ કરી છે આ તેનાથી ઘણું દૂર છે.

લગ્નને પ્રોત્સાહન આપવાની સરકારી નીતિ

ચીન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ચીનમાં યુવક અને યુવતીઓ લગ્ન કરે એ માટે અનેક પ્રોત્સાહક નીતિઓ બનાવાઈ છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આ ચિંતા શી જિનપિંગ સુધી પહોંચી ગઈ છે. તેમણે હાલમાં જ લગ્ન કરવા અને બાળકો પેદા કરવાની એક નવી સંસ્કૃતિ વિકસાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે લગ્ન, બાળકો અને પરિવાર પર યુવાનોના દૃષ્ટિકોણને આકાર આપવા મજબૂત માર્ગદર્શનની પણ વાત કરી હતી.

એવું નથી કે ચીનના અધિકારીઓ પ્રયાસ નથી કરી રહ્યા.

દેશમાં નોકરી કરતા યુવાનોને લગ્ન કરવા માટે પ્રોત્સાહિત કરવા અને દંપતીઓને લગ્નજીવન વિતાવવા અને બાળકો પેદા કરવા પ્રોત્સાહિત કરવા સક્રિય કરાયા છે.

વર્ષની શરૂઆતમાં જ પૂર્વ ઝેજીયાંગ પ્રાંતના એક નાના શહેરે જાહેરાત કરી હતી કે દુલહનની ઉંમર 25 વર્ષ કે તેનાથી ઓછી છે તો એવાં દંપતીને ઈનામ સ્વરૂપે 1,000 યુઆન અપાશે.

આનાથી સ્થાનિકો નારાજ થઈ ગયા. તેમનું કહેવું હતું કે સ્થાનિક સરકારે એવું કેવી રીતે માની લીધું કે આટલી ઓછી રકમ આટલા મોટા નિર્ણય પર પ્રભાવ પાડી શકે છે.

ત્યાં જ બીજી જગ્યા પર અધિકારીઓએ છૂટાછેડા ઇચ્છતા દંપતીઓ માટે 30 દિવસનો ‘કૂલિંગ ઑફ પીરિયડ’ આપવાની વાત કરી છે. અધિકારીઓના આ પગલા પછી ચિંતા વ્યક્ત કરાઈ કે આ વ્યક્તિગત વિકલ્પોને પ્રભાવિત કરશે અને ઘરેલુ હિંસાનો સામનો કરી રહેલી મહિલાઓને નુકસાન પહોંચાડશે.

તો ગ્રામીણ વિસ્તારોમાં જ્યાં મોટા ભાગે લગ્નવાંચ્છુક કુંવારા યુવકો એક સુંદર દુલહન મેળવવા સંઘર્ષ કરી રહ્યા છે, ત્યાં અધિકારીઓએ મહિલાઓને આદેશ આપ્યો છે કે તેઓ દુલહન માટે વધારે રકમ માગવાનું બંધ કરી દે.

અર્થશાસ્ત્રીઓની ચિંતા

ચીનમાં લગ્ન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પત્ની સાથે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ

અર્થશાસ્ત્રી લી જિંગકુઈ કહે છે કે અન્ય પ્રોત્સાહનોની જેમ આ પણ કામ નહીં કરે.

તેમનું કહેવું છે કે દુલહનની કિંમતો વિના પણ પુરુષો હજુ પણ દુલહન મેળવવા સંઘર્ષ કરી જ રહ્યા છે. સંઘર્ષ કરવાની અન્ય ઘણી રીતો પણ હોઈ શકે છે. જેમ કે ઘર, કાર કે પછી માત્ર શરીર સૌષ્ઠવ.

નિષ્ણાતોનું કહેવું છે કે પુરુષ પ્રભુત્વવાળું ચીનનું નેતૃત્વ કદાચ એ ન સમજી શકે કે યુવાનો, ખાસ કરીને મહિલાઓ માટે આ વિકલ્પો પાછળનું કારણ શું છે.

ચીનમાં નિર્ણય લેનાર સૌથી તાકાતવાન પાર્ટીના સાત સભ્યોના પોલિત બ્યૂરોની સ્ટેન્ડિંગ કમિટીમાં દાયકાથી માત્ર પુરુષો જ છે.

ત્યાં પાર્ટી નેતૃત્વ એની બરાબર નીચે છે. જેમાં 20થી વધારે સીટ છે. પાછલા બે દાયકાથી ત્યાં એક મહિલા સભ્યા હતાં. તેઓ પણ ગત વર્ષે ઑક્ટોબર સુધી જ ત્યાં રહ્યાં. હવે તેમનામાં કોઈ મહિલા નથી.

લી કહે છે, “સરકારમાં લગભગ બધા અધિકારીઓનાં પત્ની છે. એટલે તેમને આ દુખનો અહેસાસ નથી થતો.”

વિલાસ બનતો પ્રેમ

ચીનમાં લગ્ન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ચીનમાં થતાં પારંપરિક લગ્નવિધિની એક તસવીર

નિષ્ણાતો માને છે કે ચીનમાં અવિવાહિત લોકોની વસતી બે અદ્વિતીય સમૂહોથી મળીને બની છે. એ છે શહેરી મહિલા અને ગ્રામીણ પુરુષ.

ગ્રામીણ વિસ્તારોના પુરુષો આર્થિક અપેક્ષાઓના બોજ તળે દબાઈ રહ્યા છે. જેમ કે દુલહનની ઊંચી કિંમત અને એક સુરક્ષિત નોકરી જેનાથી પરિવારનું ગુજરાન ચાલી શકે. આ ગ્રામીણ વિસ્તારની મહિલાઓને શક્તિશાળી બનાવે છે અને તેઓ જીવનસાથીની પસંદગીમાં વધારે સમય લઈ રહી છે.

શાંઘાઈમાં કામ કરનાર 28 વર્ષનાં કૅથી તિયાન કહે છે, "જ્યારે હું ચીન પરંપરા અનુસાર ઊજવાતા નવા વર્ષની ઉજવણી માટે ઘરે ગઈ તો મને ગ્રામ્ય ચીનના વિવાહ બજારમાં એક મહિલા તરીકે ઘણું સારું લાગ્યું."

તેઓ કહે છે કે તેમને લાગતું હતું કે ઉત્તર અનહુઈ પ્રાંતમાં તેમને થોડા વૃદ્ધ માનવામાં આવશે જ્યાં મહિલાઓનાં લગ્નની સામાન્ય રીતે ઉંમર 22 વર્ષની હોય છે. પણ તેમનો અનુભવ આનાથી અલગ હતો.

તેઓ કહે છે, "મારે કંઈ પણ આપવાની જરૂર નથી. પણ પુરુષ પાસે એક ઘર, એક કાર હોવી જોઈએ અને સગાઈ સમારોહ સાથે સાથે દુલહનની કિંમત પણ તેણે ચૂકવવાની હોય છે. મને એવું લાગ્યું જાણે કે વિવાહના આ બજારમાં હું શીર્ષ પર છું."

ત્યાં બીજી તરફ શહેરી મહિલાઓનું કહેવું છે કે તેમને એ વાત પરેશાન કરે છે કે તેઓ લગ્નને કઈ રીતે જુએ છે અને બાકીનો સમાજ તેને કઈ રીતે જુએ છે. આ ખાઈ મોટી થતી જાય છે.

ચેન કહે છે, ''મારી અંદર કોઈ ચિંતા નથી પણ ચિંતા બહારથી મળે છે."

તેઓ કહે છે મારાં માતા-પિતાની પેઢીથી વિપરીત જ્યારે જીવન એક પડકાર હતું અને પ્રેમ વિલાસિતા હતો, હાલ લોકો અને મહિલાઓ પાસે વધારે વિકલ્પ છે.

તેઓ કહે છે, “હવે અમારો વિચાર એ છે કે બાળકો પેદા ના કરવા યોગ્ય છે અને હવે આ એવું કામ નથી કે જેને અમારે પૂરું કરવું જ પડશે.”

પોતાની આસપાસની દુનિયાની જેમ જ મહિલાઓ પણ એ ધ્યાન રાખે છે કે સરકારનાં અભિયાન મહિલાઓ પર ધ્યાન કેન્દ્રીત કરે છે અને એક પાર્ટનરના રૂપમાં પુરુષોની જવાબદારીઓને અવગણે છે.

આ અસમાન અપેક્ષાઓ તેમને માતા-પિતા બનવાના વિચારથી દૂર કરી રહી છે.

માતા-પિતાની જવાબદારીઓ

ચીનમાં લગ્ન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, લગ્નનો અભિનય કરતા કલાકાર

ચીનમાં યુવા માતાઓ વચ્ચે આ રૂઢિપ્રયોગ બની ગયો છે કે પોતાનાં બાળકોનો ઉછેર એવી રીતે કરો જાણે કે તમારા જીવનસાથી મરી ગયા હોય. આનો અર્થ એ થાય છે કે પતિ કામકાજ નથી કરી રહ્યા અથવા પિતા તરીકેની જવાબદારીઓ નથી નિભાવી રહ્યા કે પછી બાળકોના ઉછેરમાં સહયોગ નથી કરી રહ્યા.

33 વર્ષીય એક ડેટા વૈજ્ઞાનિક જે પોતાનું નામ નહીં આપવાની શરતે જણાવે છે કે, “હું જેટલા પણ વિવાહિત પુરુષોને ઓળખું છું તેઓ વિચારે છે કે પરિવારમાં તેમની જવાબદારી માત્ર રૂપિયા રળવાની છે.”

તેઓ કહે છે, “માતાઓ પોતાનાં બાળકો સાથે નહીં રહી શકવા બાબતે અપરાધભાવ અનુભવે છે. તેઓ ત્યાં સુધી વિચાર છે કે મોડે સુધી બહાર રહેવું યોગ્ય નથી. પણ એક પિતાને આવો અપરાધભાવ ક્યારેય નથી થતો.”

પણ ચીનની સત્તાધારી પાર્ટીએ એ વાતનો કોઈ સંકેત નથી આપ્યો કે લગ્ન અને જન્મદરને વધારવા અસમાનતા અને બદલાતી અપેક્ષાઓ એ પડકારોમાંથી છે જેનો તેમને સામનો કરવો પડશે.

ત્યાં ચીનનો યુવાવર્ગ એ સ્પષ્ટ કરી રહ્યો છે કે અધિકારીઓ તેમને આટલી સરળતાથી આકર્ષી નહીં શકે.

જ્યારે તેમની સાથે તેમના પર થતા સામાજિક દબાણની વાત કરવામાં આવે છે ત્યારે મોટા ભાગે તેઓ શાંઘાઈમાં કોવિડ મહામારી દરમ્યાન લોકપ્રિય થયેલી એક વાત જણાવે છે.

કઠોર પ્રતિબંધો સામે અધિકારીઓ સામે દલીલો કરનાર એક યુવકના શબ્દો હતા, “અમે અંતિમ પેઢી છીએ.”

બીબીસી
બીબીસી