અહીં શાકભાજી નહીં પણ લગ્ન માટેનું બજાર ભરાય છે

વીડિયો કૅપ્શન, અહીં શાકભાજીનું નહીં પણ લગ્નનું બજાર ભરાય છે

વર્ષ 2005થી ચીનના શાંઘાઈમાં દર સપ્તાહે લગ્ન બજાર ભરાય છે. પહેલાં લોકો અહીં માત્ર ફરવા માટે કે વ્યાયામ કરવા આવતા હતા, પરંતુ પછી તેમણે પોતાના બાળકોના લગ્ન માટે મળવાનું શરૂં કરી દીધું.

ચીનમાં એક તરફ મોંઘવારી વધી રહી છે અને યુવક-યવતીઓની પોતાના જીવનસાથી માટેની અપેક્ષાઓ પણ વધી છે.

આથી તેઓ મોડેથી લગ્ન કરે છે અથવા લગ્ન જ નથી કરી રહ્યા અથવા લગ્ન મામલે તેમની ધારણાઓ બદલાઈ ગઈ છે.

ચીનની સમાજશાસ્ત્રની અકાદમી અનુસાર વર્ષ 2020 સુધી ચીનમાં કુંવારી યુવતીઓની સામે કુંવારા યુવકોની સંખ્યા 3 કરોડ વધુ હશે.

ચીનમાં એવી સ્થિતિ છે કે યુવતી શિક્ષિત હોય અને તોપણ યુવતીના લગ્ન ન થઈ રહ્યા હોય, તો તેને ‘લેફ્ટ-ઓવર’ પણ કહેવામાં આવે છે. ઉપરાંત તેને ખરાબ નજરથી જોવામાં આવે છે.

જુઓ ચીનમાં ભરાતા આ અનોખા બજારનો નજારો અને તેની પાછળના કારણો.

બીબીસીના સંવાદદાતા વિનીત ખરેનો ચીનથી વિશેષ અહેવાલ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો