ધ ઍલિફન્ટ વ્હિસ્પરર્સ : જ્યારે જંગલનાં રહેવાસી બોમ્મન-બેલ્લીએ જીવનની સમીસાંજે હાથીનાં બચ્ચાં રઘુ-અમ્મુ સાથે રચ્યો પરિવાર

ઇમેજ સ્રોત, KARTIKIGONSALVES/INSTAGRAM
તમિલનાડુના નીલગીરી જિલ્લાના મુદુમલાઈમાં હાથીઓની સંભાળ રાખતા દંપતી પર બનેલી ડૉક્યુમેન્ટરી "ધ ઍલિફન્ટ વ્હિસ્પરર્સ" ઑસ્કર જીતી ચૂકી છે.
આ ડૉક્યુમેન્ટરી કટ્ટુ નયક્કર સમુદાયના બોમ્મન અને બેલ્લી પર આધારિત છે. તેઓ મુદુમલાઈ અભ્યારણ્યમાં હાથીઓની સારસંભાળ રાખવાનું કામ કરે છે.
બોમ્મન કહે છે, "મારી પાસે શબ્દો નથી, જેનાથી હું મારી લાગણી વ્યક્ત કરી શકું. હું ખુબ ખુશ છું કે ઑસ્કર મળ્યો અને સાથે એ વાતનું દુખ પણ છે કે રઘુ અમારી સાથે નથી."
બોમ્મન અને બેલ્લી અનાથ હાથીઓની સંભાળ રાખે છે. આ ડૉક્યુમેન્ટરીમાં તેમની અને હાથીઓ વચ્ચેની લાગણી અને પ્રેમને દર્શાવવામાં આવ્યો છે.

ડૉક્યુમેન્ટરીમાં શું છે?

નેટફ્લિક્સ પર રિલીઝ થયેલી આ ડૉક્યુમેન્ટરી કાર્તિકી ગોન્ઝાલ્વિસ દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે અને ગુનીત મોંગા તેનાં પ્રોડ્યુસર છે.
આ ડૉક્યુમેન્ટરી રિલીઝ થયા બાદ તમિલનાડુના મુદુમલાઈમાં હાથીઓની સંભાળ રાખતાં બોમ્મન અને બેલ્લીની કહાણી પર સમગ્ર વિશ્વનું ધ્યાન પડ્યું અને તેની ચર્ચા પણ થવા લાગી.
ડિરેક્ટર કાર્તિકી ગોન્ઝાલ્વિસે ખૂબ જ સુંદરતાથી બોમ્મન અને બેલ્લી તથા હાથીઓના સંબંધોની કહાણીને આ ડૉક્યુમેન્ટરીમાં દર્શાવી છે. સાથે જ કટ્ટુ નયક્કર સમુદાયના લોકોની જીવનશૈલીને પણ અદ્ભુત રીતે પ્રદર્શિત કરી છે.
જંગલમાં એક હાથીનું બચ્ચું અત્યંત ગંભીર હાલતમાં મળી આવે છે. તેના બચવાની શક્યતા ઘણી ઓછી દેખાય છે. અભ્યારણ્યમાં બધાને એમ લાગતું હોય છે કે તેની સંભાળ અને પુનર્વસન કરવું જટિલ રહેશે. પણ બોમ્મન તેની સંભાળ રાખવા તૈયાર થઈ જાય છે અને તેને સાથે લઈ જાય છે. તેમનાં પત્ની બેલ્લી હાથીની સંભાળ રાખવામાં બોમ્મનની મદદ કરે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેઓ હાથીના બચ્ચાનું નામ રઘુ રાખે છે. તેઓ રઘુની ખુદના બાળકની જેમ સંભાળ રાખતાં હોય છે અને જોતજોતામાં તેની તબિયત સુધરવા લાગે છે. બાદમાં બેલ્લીને વધુ એક હાથીની સંભાળ રાખવાની જવાબદારી સોંપવામાં આવે છે. જેનું નામ હોય છે 'અમ્મુ.'

કેવી રીતે બની ડૉક્યુમેન્ટરી?

ઇમેજ સ્રોત, KARTIKIGONSALVES/INSTAGRAM
જીવનની અડધી સદી વટાવી ચૂકેલાં બોમ્મન અને બેલ્લી એક જ જંગલનાં રહેવાસી હતાં. બંનેએ લગ્ન કર્યાં અને સાથે જ હાથીઓની સંભાળ રાખવાનું કામ કરે છે.
બોમ્મન, બેલ્લી, રઘુ અને અમ્મુ પરિવાર બની જાય છે. આ ડૉક્યુમેન્ટરીની સફળતા અને ઑસ્કરમાં જીતનું કારણ માણસ અને પ્રાણી વચ્ચેનો અનહદ પ્રેમ છે.
બોમ્મન અને બેલ્લીએ ક્યારેય વિચાર્યું નહોતું કે તેમની કહાણીને મોટા સ્તર પર ખ્યાતિ મળશે. જે સમયે દુનિયાભરમાં તેમના પર બનેલી ડૉક્યુમેન્ટરીની ચર્ચા થઈ રહી હતી અને તેઓ વૈશ્વિક સ્તરે પ્રખ્યાત થઈ ગયા હતા. ત્યારે પણ તેઓ જંગલમાં દૂર હાથીઓની સંભાળ રાખવામાં વ્યસ્ત હતા.
ડૉક્યુમેન્ટરીના ઑસ્કર નૉમિનેશન વખતે જ્યારે અમે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો હતો ત્યારે બોમ્મન જંગલમાં હાથીની સંભાળ રાખવામાં વ્યસ્ત હતા. બેલ્લી તેમને અમારી સાથે વાત કરવામાં ઉતાવળ રાખવાનું કહી રહ્યા હતા.

ઇમેજ સ્રોત, KARTIKIGONSALVES/INSTAGRAM
બોમ્મને હાથીની સાથે ચાલતાચાલતા અમારી સાથે વાત કરી. તેમણે કહ્યું, "હું કાર્તિકીને વર્ષોથી ઓળખું છું. તેઓ પોતાના મિત્રો સાથે મુદુમલાઈ આવતાં હતાં. જ્યારે મેં રઘુની સારસંભાળ રાખવાનું ચાલુ જ કર્યું હતું ત્યારે કાર્તિકી આવ્યાં હતાં અને તેમણે કહ્યું હતું કે તેઓ અમારા વિશે ફિલ્મ બનાવવાં માગે છે અને તેમણે શૂટિંગ ચાલુ કર્યું."
તેમણે આગળ કહ્યું, "શૂટિંગ બે વર્ષ સુધી ચાલ્યું હતું. દર વખતે થોડાથોડા લોકો આવતા હતા. મને લાગે છે કે તેઓ મુંબઈથી આવતા હતા. કેટલીક વખતે વહેલી સવારે તો કેટલીક વખત મોડી રાત્રે શૂટિંગ કરતા હતા."

રઘુ ન હોવાનું દુખ

ઇમેજ સ્રોત, KARTIKIGONSALVES/INSTAGRAM
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
હવે ડૉક્યુમેન્ટરી ઍકેડમી ઍવૉર્ડ જીતી ચૂકી છે. જે વૈશ્વિક સ્તરે મહત્ત્વપૂર્ણ ઓળખ છે.
ઍવૉર્ડ વિશે વાત કરતા બોમ્મન કહે છે, "જ્યારે તેઓ શૂટિંગ કરતા હતા, ત્યારે મને નહોતું લાગતું કે આ આટલા મોટા સ્તરે ઓળખ અપાવશે. અમે જંગલમાં અમારું રોજિંદુ કામ ચાલુ રાખ્યું હતું. હવે અમારી કહાણી સમગ્ર વિશ્વ સમક્ષ છે. એ માટે કાર્તિકીનો આભાર માનીએ છીએ."
ઍવૉર્ડની જાહેરાત બાદ અમે બોમ્મન સાથે વાત કરી. તેમણે કહ્યું, "મારી પાસે શબ્દો નથી. અમે ક્યારેય વિચાર્યું નહોતું કે ફિલ્મ જીતશે. અમે ઘણા ખુશ છીએ. ડૉક્યુમેન્ટરી બનાવવા બદલ અમે કાર્તિકીનો આભાર માનીએ છીએ. અમને એ વાતનું પણ દુ:ખ છે કે રઘુ અને અમ્મુ અમારી સાથે નથી."
તાજેતરમાં ક્રિશ્નાગિરીમાં ઇલેક્ટ્રિક તારમાં ફસાઈ જવાથી ત્રણ હાથીનાં બચ્ચાનાં મૃત્યુ થયાં હતાં. માત્ર બે બચ્ચાં બચી શક્યાં હતાં. યોજના તેમને જંગલમાં મોકલવાની અને હાથીઓના ધણ સાથે જોડવાની હતી અને જો હાથીઓ તેમને જોડાવા ન દે તો તેમને પાછાં કૅમ્પમાં લઈ જવાનાં હતાં.
હાલ બોમ્મન રૅસ્ક્યુ કરાયેલા હાથીનાં બચ્ચાઓ સાથે કામ કરે છે. બીબીસી સાથે વાત કરતા કહે છે, "અમે આ બાળકોને જંગલમાં છોડવાં માટે આવ્યાં હતાં અને ગત રાત્રે તેઓ જંગલમાં ગયા અને હાથીઓના ધણ સાથે જોડાઈ ગયા."














