ઑસ્કર 2023માં ભારતની ધૂમ, ધ ઍલિફન્ટ વિસ્પરર અને 'નાટૂ નાટૂ'ને ઍવૉર્ડ

ઑસ્કર 2023

ઇમેજ સ્રોત, Facebook

બીબીસી ગુજરાતી
  • સોમવારે અમેરિકાના લૉસ એન્જલસ ખાતે 95મો ઑસ્કર ઍવૉર્ડ સમારોહ આયોજિત કરાયો
  • આ વખત ભારતીય ફિલ્મ આરઆરઆરના ગીત ‘નાટૂ-નાટૂ’ને ઑરિજિનલ ગીત માટેનો ઍવૉર્ડ મળ્યો છે
  • ડૉક્યુમેન્ટરી ફિલ્મ ધ ઍલિફન્ટ વિસ્પરરને પણ ઑસ્કરમાં મળ્યો ઍવૉર્ડ.
  • અગાઉ ‘નાટૂ-નાટૂ’ને ગોલ્ડન ગ્લોબ ઍવૉર્ડ મળી ચૂક્યો છે
બીબીસી ગુજરાતી

સોમવારે સવારે જ્યારે ભારતમાં લોકો જાગ્યા ત્યારે અમેરિકાના લૉસ એન્જલસમાં ઑસ્કર પુરસ્કારની જાહેરાત થઈ રહી હતી.

ઑસ્કરમાં ભારત તરફથી આ વખતે ઑરિજિનલ સૉંગમાં નાટુ-નાટુ, ડૉક્યુમેન્ટરી શૉર્ટ ફિલ્મમાં 'ધ એલિફન્ટ વ્હીસ્પર્સ' અને ડૉક્યુમેન્ટરી ફીચર ફિલ્મમાં 'ઑલ ધેટ બ્રેધ્સ' રેસમાં હતાં.

એક પછી એક ભારતના લોકોને સવાર સવારમાં બે સારા સમાચાર મળ્યા. ભારતીય ફિલ્મ 'આરઆરઆર'ના ગીત 'નાટૂ-નાટૂ'ને મળ્યો 'બેસ્ટ એરિજિનલ સૉન્ગ' ઍવૉર્ડ મળ્યો તો ભારતની 'ધ ઍલિફન્ટ વ્હિસ્પરર્સ'ને મળ્યો 'બેસ્ટ ડૉક્યુમેન્ટરી શૉર્ટ ફિલ્મ' ઍવોર્ડ મળ્યો છે.

આ વર્ષે જાન્યુઆરીમાં નાટુ-નાટુએ ભારતીય સિનેમામાં નવો ઇતિહાસ રચ્યો હતો. આ ગીતે રિહાના, ટેલર સ્વિફ્ટ અને લેડી ગાગા જેવા પ્રખ્યાત કલાકારોને પછાડીને શ્રેષ્ઠ ઑરિજિનલ ગીત માટે ગોલ્ડન ગ્લોબ ઍવૉર્ડ જીત્યો હતો.

ગ્રે લાઇન

ક્યાંથી આવ્યું આ ગીત?

નાટુ-નાટુ

'નાટૂ-નાટૂ' જેવા શબ્દોથી પ્રતીત થાય કે આ એક 'લોકગીત' છે.

એસએસ રાજામૌલીના દિમાગમાં એ ચાલતું હતું કે 'એનટીઆર જુનિયર અને રામચરણ બંને તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઉત્તમ ડાન્સર છે. પોતપોતાની રીતે બંને ઘણી વાર પોતાની કાબેલિયત સાબિત કરી ચૂક્યા છે. જો બંનેને એકસાથે ડાન્સ કરતા દેખાડાય તો કદાચ સારું રહેશે. તેમને સાથસાથ પર્ફૉર્મ કરતા દર્શાવવાથી દર્શકોના આનંદ અને અહેસાસને એક નવા લેવલ પર લઈ જઈ શકાય છે.'

રાજામૌલીએ પોતાનો આ વિચાર સંગીતકાર કિરવાણીને જણાવ્યો.

કિરવાણીએ આ અંગે બીબીસી સાથે વાત કરતા જણાવ્યું, "રાજામૌલીએ મને કહ્યું, મોટા ભાઈ, હું એક એવું ગીત ઇચ્છું છે જેમાં બંને ડાન્સર એકબીજા સાથે હરીફાઈ કરતા ડાન્સ કરે."

પછી ગીત લખવા માટે કિરવાણીએ વર્તમાન સમયના તેલુગુ ફિલ્મગીતકારોમાંથી પોતાને ગમતા ગીતકાર ચંદ્રબોઝની પસંદગી કરી.

કિરવાણીએ બોઝને કહ્યું, "ગીત એવું જોઈએ જેમાં બંને લીડ ઍૅક્ટર ગીતમાં ડાન્સથી એક જોશ અને ઉત્સાહ પેદા કરે. તમે ઇચ્છો તેવું લખી શકો છો, પરંતુ માત્ર એ ધ્યાનમાં રાખવાનું છે કે ફિલ્મ 1920ના થનારી ઘટનાઓની આસપાસ ઘૂમતી જોવા મળે. આથી એ જોઈ લેજો કે શબ્દ એ જમાનાના હોય."

ગ્રે લાઇન

આઝાદીનું ગીત નાટુ-નાટુ

ઑસ્કર

ઇમેજ સ્રોત, RRR

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આ ગીતે પશ્ચિમના દેશોના ફિલ્મ રસિકોને ઘેલું લગાડ્યું છે.

આ અગાઉ આ ગીતને ગોલ્ડન ગ્લોબ ઍવૉર્ડમાં બેસ્ટ ઓરિજિનલ સૉંગ મોશન પિક્ચરનો પુરસ્કાર મળી ચૂક્યો છે.

ફિલ્મમાં જુનિયર એનટીઆર અને રામચરણે મુખ્ય ભૂમિકા નિભાવી છે. આ ગીત પણ એ બંને પર ફિલ્માવાયું છે.

આ તેલુગુ ગીતને એમએમ કિરવાણીએ કમ્પોઝ કર્યું છે અને ચંદ્રબોઝે લખ્યું છે. રાહુલ સિપલીગુંજ અને કાલભૈરવે ગીતને અવાજ આપ્યો છે.

આ એ ગીત છે, જેના પર બાળકો અને મોટેરા પણ એકસાથે ઝૂમી રહ્યા છે. આ ગીત સિનેમાપ્રેમીઓના દિલોદિમાગ પર છવાયેલું છે.

આ ગીત વાસ્તવમાં આઝાદીનું ગીત છે. જેમાં એક નબળી કોમ નાચતાં નાચતાં, પોતાને અજેય માનીને ગર્વ લેતી વિદેશી તાકતને હરાવી દે છે.

આરઆરઆર ફિલ્મમાં આઝાદીના લડાઈના બે નાટુ યૌદ્ધા તાકતવર બ્રિટિશ સામ્રાજ્ય સામે ટકરાય છે.

આ ફિલ્મમાં બ્રિટિશ સામ્રાજ્યનું પ્રતિનિધિત્વ એક અંગ્રેજ ગવર્નર સ્કૉટ બક્સટન અને તેમની એટલી જ ખરાબ પત્ની કેથરીન કરે છે.

તેમની સાથે બ્રિટિશ શાસનના કેટલાક નાનામોટા અધિકારીઓની જમાત છે, જે ભારતીય લોકોને અવાર-નવાર થપ્પડ કે લાત મારતા રહે છે. પરંતુ રાજુ અને ભીમ પોતાની બહાદુરીથી બ્રિટિશ શાસનને ઝૂકવા મજબૂર કરે છે.

'ધ ઍલિફન્ટ વ્હિસ્પરર્સ'ને મળ્યો 'બેસ્ટ ડૉક્યુમેન્ટરી શૉર્ટ ફિલ્મ' ઍવોર્ડ

ઑસ્કર 2023

ઇમેજ સ્રોત, Getty Images

ગુનીત મોંગા અને કાર્તિકી ગોન્ઝાલ્વિસની 'ધ ઍલિફન્ટ વ્હિસ્પરર્સ'ને બેસ્ટ ડૉક્યુમેન્ટરી શૉર્ટ ફિલ્મનો ઑસ્કર ઍવૉર્ડ મળ્યો છે.

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

X કન્ટેન્ટ પૂર્ણ

આ ફિલ્મમાં હાથી અને માણસ વચ્ચેના પ્રેમ અને લાગણીને દર્શાવવામાં આવી છે.

'ધ એલિફન્ટ વ્હિસ્પર્સ' નેટફ્લિક્સની ડૉક્યુમેન્ટરી છે.

આ એક હાથી અને તેની સંભાળ રાખનારા બે લોકોની કહાણી છે.

'ઑલ ધેટ બ્રેધ્સ' ઍવૉર્ડ ચૂકી

ઑસ્કર

ઇમેજ સ્રોત, ALL THAT BREATHES

'ઑલ ધેટ બ્રેધ્સ' દિલ્હીના બે ભાઈની કહાણી છે, જેઓ 2003થી પક્ષીઓને બચાવવાનું કામ કરી રહ્યા છે.

ડાયરેક્ટર શૌનક સેનની આ ડૉક્યુમેન્ટરી ક્લાઈમેટ ચેન્જ પર છે.

દિલ્હીના વઝીરાબાદમાં નદીમ શહઝાદ અને મોહમ્મદ સઈદ તેમના નાના ફ્લેટમાં ઘાયલ પક્ષીઓની સારવાર કરે છે અને ટેરેસ પર એક ખુલ્લું પાંજરું બાંધે છે.

નદીમ શહઝાદે કહ્યું હતું, "ઑસ્કર માટે આશા છે. મેં મારા જીવનમાં આ પક્ષીઓને જેટલું નથી આપ્યું, એટલું તેમણે મને આપ્યું છે."

ગયા વર્ષે રિન્ટુ થોમસ અને સુસ્મિતા ઘોષની ડૉક્યુમેન્ટરી 'રાઈટિંગ વિથ ફાયર' ડૉક્યુમેન્ટરી ફીચર કૅટેગરીમાં નૉમિનેટ થઈ હતી પરંતુ ઑસ્કર મેળવી શકી ન હતી.

અગાઉ 2019માં ભારતમાં બનેલી ટૂંકી ડૉક્યુમેન્ટરી 'પીરિયડ - ધ ઍન્ડ ઑફ સેન્ટન્સ'ને ઑસ્કર ઍવૉર્ડ મળ્યો હતો.

બીબીસી ગુજરાતી

ઑસ્કર કોણ આપે છે?

ઑસ્કર

ઇમેજ સ્રોત, WRITING WITH FIRE POSTER

અમેરિકાની લૉસ એન્જલસ હિલ પર ‘HOLLYWOOD’ લખેલું લગભગ સૌએ રૂબરૂ કાં તો ફોટો-વીડિયોમાં જોયું છે. બસ એ સ્થળેથી અમુક માઇલના અંતરે આવેલ ડૉલ્બી થિયેટર દર વર્ષે લાખો લોકોને આકર્ષે છે. તેનું કારણ છે વાર્ષિક ઍકેડમી ઍવૉર્ડ. એટલે કે ઑસ્કર ઍવૉર્ડ.

અમેરિકાના અમુક ફિલ્મમેકરોએ ભેગા થઈને બનાવેલા એક ગ્રૂપે વર્ષ 1927માં ધ ઍકેડમી ઑફ મૉશન આર્ટ્સ ઍન્ડ સાયન્સિઝની સ્થાપના કરી હતી.

1928માં આ ઍવૉર્ડ પ્રથમ વખત અપાયો હતો.

આજે યુનાઇટેડ સ્ટેટ્સ સહિત સમગ્ર વિશ્વના ડાયરેક્ટર, પ્રોડ્યૂસર, ઍક્ટર, લેખકો, ગીતકારો, સંગીતકારો અને અન્ય ફિલ્મમેકરો ઍકેડમીના સભ્યો છે.

ઍકેડમીના સભ્યપદ માટે તમારે નિર્દેશન, અભિનય, સંગીત વગેરે જેવાં ક્ષેત્રે સક્રિયપણે કામ કરવું પડે છે. અને ઍકેડમી સભ્યપદ માટે આવા લોકોને આમંત્રિત કરે છે.

આના માટે અરજી કરી શકાતી નથી. પરંતુ જે લોકોને ઑસ્કર માટે નામાંકિત કરવામાં આવે છે તેમને ઍકેડમીના સભ્યપદ માટે આમંત્રણ મળે છે.

પરંતુ ઍકેડમી ઍવૉર્ડને ઑસ્કર શા માટે કહેવામાં આવે છે? આ ઍવૉર્ડ તરીકે જે ટ્રૉફી આપવામાં આવે છે તેને ઑસ્કર કહેવામાં આવે છે. આ નામ કેવી રીતે પડ્યું એ અંગે ઘણી કહાણીઓ છે, પરંતુ તે પાછળની ચોક્કસ કહાણી અંગે કહેવું મુશ્કેલ છે.

બીબીસી ગુજરાતી

ઑસ્કર ઍવૉર્ડ કેવી રીતે અપાય છે?

ઑસ્કર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ફિલ્મ સ્લમડોગ મિલિયનરના બૅકગ્રાઉન્ડ સ્કોર માટે એ. આર. રહમાનને ગુલઝાર સાથે મળ્યો હતો ઑસ્કર

ભારત સહિત સમગ્ર વિશ્વમાં દર વર્ષે ઘણી ફિલ્મો બનાવાય અને રજૂ કરાય છે.

પરંતુ ઑસ્કર નૉમિનેશન માટે ક્વૉલિફાય કરવા માટે કેટલીક ચોક્કસ શરતો છે.

ફિલ્મ ઓછામાં ઓછી 40 મિનિટ લાંબી હોવી જોઈએ

લૉસ એન્જલસના કોઈ પણ થિયેટરમાં ઓછામાં ઓછું એક અઠવાડિયા સુધી આ ફિલ્મ દર્શાવાઈ હોવી જોઈએ

એક જાન્યુઆરીથી 31 ડિસેમ્બરના સમયગાળામાં થિયેટરમાં રજૂ થઈ હોવી જોઈએ અને એ પહેલાં કોઈ ઓટીટી પ્લૅટફૉર્મ પર રજૂ ન થવી હોવી જોઈએ

આ શરતોમાં ફોરેન ભાષાની કૅટગરીમાં આવેદન કરતી ફિલ્મો માટે ચોક્કસપણે અમુક છૂટછાટ હોય છે.

દરેક દેશ આ કૅટગરી હેઠળ માત્ર એક જ ઍન્ટ્રી મોકલી શકે છે.

જે ફિલ્મો આ તમામ શરતો પૂરી કરતી હોય તેની ટીમે ઍક્ટરોનાં નામ સાથેનું અરજીપત્રક ઍકેડમીને મોકલવાનું હોય છે.

ઍકેડમી સમયાંતરે નૉમિનેશન માટે લાયક ફિલ્મોની એક રિમાઇન્ડર યાદી જાહેર કરે છે, જેમાં સંપૂર્ણ વિશ્વમાંથી લગભગ 400 ફિલ્મો હોઈ શકે છે. ઍકેડમીના સભ્યો આ બાદ માત્ર પાંચ ફિલ્મોની પસંદગી કરશે, જે પૈકી અંતે એક વિજેતાની પસંદગી થશે.

રેડ લાઇન
રેડ લાઇન