જસવીન સાંઘા: કરોડપતિ પરિવારની દીકરી 'ડ્રગ માફિયા' કઈ રીતે બની ગઈ?

જસવીન સાંઘા કોણ છે, ડ્રગ્સ ક્વિન, ફ્રેન્ડ્સના કલાકાર મૅથ્યૂ પેરીનું મૃત્યુ, બીબીસી ડૉક્યુમેન્ટ્રી, બીબીસી ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર ઇન્ટરનેશનલ ન્યૂઝ

ઇમેજ સ્રોત, Courtesy of Zanc

ઇમેજ કૅપ્શન, બીબીસીની નવી ડૉક્યુમેન્ટરી અભિનેતા મૅથ્યૂ પેરીના મૃત્યુની પડતાલ કરે છે, જેના કેન્દ્રમાં જસવીન સાંઘા છે
    • લેેખક, બેન બ્રાયન્ટ
    • પદ, બીબીસી ન્યૂઝ

દૂરથી જોતાં તે એવી મહિલા લાગતી જેની પાસે બધું જ હતું—એક ધનિક પરિવારમાં ઉછેર, સારું શિક્ષણ અને મોટું મિત્રમંડળ.

પરંતુ જસવીન સાંઘાનું એક ઊંડું રહસ્ય હતું, જેના વિશે તેમના કેટલાક સૌથી અંગત મિત્રોનું કહેવું છે કે સાંઘાએ આ રહસ્ય તેમનાથી પણ છુપાવ્યું હતું.

જસવીન સાંઘા બ્રિટિશ-અમેરિકન મૂળની નાગરિક છે, જે હૉલીવુડના અમીર અને પ્રખ્યાત લોકોને ડ્રગ્સ સપ્લાય કરતી હતી. તે કોકેન, જૅનૅક્સ, નકલી એડરૉલ ગોળીઓ અને કેટામીન જેવાં ડ્રગ્સનું 'સ્ટૅશ હાઉસ' ચલાવતી હતી.

તેનો આ કારોબાર અને તેની સાથે સંકળાયેલા આકર્ષક જીવન સાથે જોડાયેલો ભ્રમ અચાનક ત્યારે ભાંગી ગયો જ્યારે તેમણે 50 બૉટલ કેટામીન સપ્લાય કર્યું.

આ બૉટલ્સ પ્રખ્યાત 'સિટકોમ ફ્રૅન્ડ્સ'ના ઍક્ટર મૅથ્યૂ પેરીને વેચવામાં આવી હતી. તેના એક ડોઝને કારણે ઓવરડોઝ થયો અને 2023માં મૅથ્યૂ પેરીનું મૃત્યુ થઈ ગયું.

હવે સાંઘા અને બે ડૉક્ટરો સહિત પાંચ લોકોને પેરીનાં મૃત્યુ સાથે જોડાયેલા ગુના માટે દોષિત ઠરાવાયાં છે.

ફેબ્રુઆરીમાં સાંઘાને આ કેસના છેલ્લા આરોપી તરીકે સજા સંભળાવવામાં આવશે, જેમના દ્વારા લૉસ એન્જલિસમાં કેટામીનના એક અંડરગ્રાઉન્ડ ડ્રગ નેટવર્કની જાણકારી મળી હતી. તેને ફેડરલ જેલમાં મહત્તમ 65 વર્ષની સજા થઈ શકે છે.

'સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર'ની છાપ જાળવી રાખી

જસવીન સાંઘા કોણ છે, ડ્રગ્સ ક્વિન, ફ્રેન્ડ્સના કલાકાર મૅથ્યૂ પેરીનું મૃત્યુ, બીબીસી ડૉક્યુમેન્ટ્રી, બીબીસી ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર ઇન્ટરનેશનલ ન્યૂઝ
ઇમેજ કૅપ્શન, 54 વર્ષીય મૅથ્યૂ પેરી વર્ષ 2023માં પોતાના લૉસ એન્જલિસ ખાતેના ઘરમાં મૃત અવસ્થામાં મળ્યા હતા, તેઓ વર્ષોથી ડિપ્રેશન સામે ઝઝૂમી રહ્યા હતા

પેરીના મૃત્યુ સમયે ડ્રગ ઍન્ફોર્સમેન્ટ ઍડમિનિસ્ટ્રેશનની લૉસ એન્જલિસ ઑફિસના સ્પેશિયલ એજન્ટ ઇન્ચાર્જ બિલ બોડનરે બીબીસીને જણાવ્યું કે, 'સાંઘા ઘણું ભણેલી હતી, તેણે ડ્રગ્સની તસ્કરી કરીને પોતાની કમાણી કરવાનો નિર્ણય કર્યો અને એ પૈસાથી સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરની છાપ જાળવી રાખી.'

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

બિલ બોડનરે કહ્યું, "સાંઘા હૉલીવુડના અમીર લોકોની જરૂરિયાતોને પૂરી કરતી એક ખૂબ મોટી ડ્રગ્સ તસ્કરીનું ઑપરેશન ચલાવતી હતી."

પ્રૉસિક્યૂટર્સે જણાવ્યું કે પેરી ડિપ્રેશનની સારવાર માટે કાયદેસર રીતે ડૉક્ટરો દ્વારા આપવામાં આવેલી, નક્કી માત્રામાં કેટામીન લેતા હતા, પરંતુ પછીથી તેઓ ડૉક્ટરોની પરવાનગી કરતાં વધુ માત્રામાં કેટામીન લેવા ઇચ્છવા લાગ્યા.

ફેડરલ તપાસ સાથે સંકળાયેલા કોર્ટ દસ્તાવેજોના આધારે જાણવા મળે છે કે આ ઇચ્છાના લીધે તેઓ ઘણા ડૉક્ટરો પાસે ગયા અને પછી એક ડીલર સુધી પહોંચ્યા, જે એક વચેટિયા દ્વારા સાંઘા પાસેથી ડ્રગ્સ લેતો હતો.

તેમના વકીલ માર્ક ગેરાગોસે કહ્યું કે સાંઘા પોતાની જવાબદારી સ્વીકારે છે, પરંતુ તે એ વાતનો ઇનકાર કરે છે કે તેમને પેરી વિશે કશી માહિતી હતી.

મૅથ્યૂ પેરી લાંબા સમય સુધી ચાલેલી સિટકૉમ ફ્રૅન્ડ્સમાં ચૅન્ડલર બિંગનું પાત્ર ભજવવા માટે ખૂબ જ પ્રખ્યાત હતા.

સાંઘાએ પોતાનો ગુના કબૂલ્યા પછી તેમના વકીલ ગેરાગોસે પત્રકારોને કહ્યું, "સાંઘાને પહેલા દિવસથી જ ખૂબ ખરાબ લાગી રહ્યું છે."

ગોરાગોસે આગળ જણાવ્યું કે, "આ તેમના માટે એક ભયાનક અનુભવ રહ્યો છે."

સાંઘા બેવડું જીવન કઈ રીતે જીવતાં હતાં?

પેરીના મૃત્યુનાં થોડાં અઠવાડિયાં પહેલાં, સાંઘાએ પોતાના જૂના મિત્ર ટોની માર્કેઝ સાથે ફોન પર વાત કરી હતી.

ટોની માર્કેઝ અને સાંઘા સાથે સંકળાયેલા કેટલાક બીજા લોકોએ બીબીસી અને પ્રેઝેન્ટર અંબર હક સાથે વાત કરી, જે આઈપ્લેયર પર આવનારી એક ડૉક્યુમેન્ટરીનો ભાગ છે.

આ ડૉક્યુમેન્ટરી પેરીના મૃત્યુની સ્થિતિની તપાસ કરે છે. એવું પહેલી વાર બન્યું છે, જેમાં તેમના મિત્રોએ 'કેટામીન ક્વીન' નામથી આખી દુનિયામાં પ્રખ્યાત જસવીન સાંઘા વિશે ખૂલીને વાત કરી છે.

'પ્રાઇવેટ જેટમાં દુનિયામાં ફરતાં હતાં'

જસવીન સાંઘા કોણ છે, ડ્રગ્સ ક્વિન, ફ્રેન્ડ્સના કલાકાર મૅથ્યૂ પેરીનું મૃત્યુ, બીબીસી ડૉક્યુમેન્ટ્રી, બીબીસી ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર ઇન્ટરનેશનલ ન્યૂઝ
ઇમેજ કૅપ્શન, ટોની માર્કેઝ ઘણી વાર કૅલિફૉર્નિયામાં સાંઘા સાથે પાર્ટી કરતા હતા

સાંઘા અને માર્કેઝ લગભગ 2010થી એકબીજાંને ઓળખતાં હતાં. માર્કેઝે કહ્યું કે તેઓ તેમના ફૅમિલીને પણ મળ્યા હતા. સાંઘાની જેમ માર્કેઝ પણ ઘણી વાર લૉસ એન્જલિસની પાર્ટી લાઇફમાં રહેતા હતા.

ટોની માર્કેઝને પણ ડ્રગ સાથે સંકળાયેલી કાયદાકીય મુશ્કેલીઓ થઈ છે. અગાઉ તેમને ડ્રગ તસ્કરી માટે દોષિત ઠરાવાઈ ચૂક્યા છે. પરંતુ બંનેની લાંબી મિત્રતા હોવા છતાં, માર્કેઝનું કહેવું છે કે સાંઘાએ ક્યારેય જણાવ્યું નહીં કે તેઓ ઘેરા સંકટમાં ફસાયેલાં છે.

થોડા મહિના પહેલાં જ પોલીસે તેમના નૉર્થ હૉલીવુડવાળા ઘરે દરોડો પાડ્યો હતો, જેને પ્રૉસિક્યૂટર્સે 'સ્ટૅશ હાઉસ' કહ્યું હતું.

જશ નેગાંધીએ 2001માં યુનિવર્સિટી ઑફ કૅલિફૉર્નિયા, ઇર્વાઇનમાં સાંઘા સાથે અભ્યાસ કર્યો હતો અને સાંઘા સાથેની તેમની મિત્રતા 20 વર્ષ કરતાં વધુ જૂની છે.

નેગાંધીએ સાંઘા વિશે યાદ કરતાં કહ્યું, "તે ડાન્સ–મ્યૂઝિકમાં ખૂબ ઍક્ટિવ હતી. તેને ડાન્સ કરવાનું અને મસ્તી કરવાનું ખૂબ ગમતું હતું."

નેગાંધીનું કહેવું છે કે જ્યારે ખબર પડી કે તેમની મિત્ર ડ્રગ ડીલર છે, તો તેમને ખૂબ આશ્ચર્ય થયું. તેમણે કહ્યું, "મને કંઈ ખબર નહોતી, કશી જ નહીં. તેમણે આ વિશે ક્યારેય વાત નહોતી કરી."

મોટા ભાગના મિત્રોને તો એમ જ લાગતું હતું કે તેમને પૈસાની જરૂર જ નથી.

માર્કેઝે કહ્યું, "તેની પાસે હંમેશાં પૈસા રહેતા હતા. તે પ્રાઇવેટ જેટમાં દુનિયામાં ફરતી હતી અને આ બધું જાહેર થયું એના ખૂબ પહેલાંથી તે આ બધું કરતી હતી."

ધનવાન પરિવારનાં પુત્રી

વીડિયો કૅપ્શન, Jignesh Mevani નો 'દારૂ-ડ્રગ્સ વેચાણ' વિવાદ થરાદના જે વિસ્તારથી શરૂ થયો, ત્યાંના લોકો શું બોલ્યા?

ટાઇમ્સ અનુસાર, સાંઘાનાં દાદા-દાદી ઇસ્ટ લંડનમાં ફૅશન રિટેલના મલ્ટિમિલિયનર હતાં અને સાંઘા ઉદ્યોગસાહસિક નીલમસિંહ અને ડૉક્ટર બલજિતસિંહ છોકરની પુત્રી છે.

સાંઘાને પરિવારની સંપત્તિ વારસામાં મળવાની હતી.

તેની માતાએ બે વખત લગ્ન કર્યાં હતાં, ત્યાર પછી તેઓ કૅલિફૉર્નિયાના કૅલાબાસાસમાં જતાં રહ્યાં, જ્યાં સાંઘાનો ઉછેર થયો. માર્કેઝ અનુસાર, લૉસ એન્જલિસમાં તેમનું પારિવારિક ઘર 'ખૂબ સુંદર' અને 'મોટું' છે.

માર્કેઝે જણાવ્યું કે, "અમે તેમનાં માતા-પિતાના ઘરે બાર્બેક્યૂ કે પૂલ પાર્ટી કરતા હતા. તેઓ ખૂબ કાળજી રાખનાર અને પ્રેમાળ છે અને અમને એવું લાગતું હતું, જાણે અમે તેમનાં જ બાળકો છીએ."

હાઇસ્કૂલ પછી સાંઘાએ થોડો સમય લંડનમાં વિતાવ્યો અને 2010માં લંડનની હલ્ટ ઇન્ટરનૅશનલ બિઝનેસ સ્કૂલમાંથી એમબીએની ડિગ્રી મેળવી.

2010માં ફાઇનાન્શિયલ ટાઇમ્સની વિઝિટ દરમિયાનની તસવીરોમાં તે કાળા સૂટમાં સીધા વાળ સાથે કૅમેરા તરફ મધુર હાસ્ય સાથે જોવા મળે છે.

સાંઘા વિશે તેમના સહાધ્યાયીઓએ જણાવ્યું કે, "તે ચાલબાજ જેવી નહોતી લાગતી."

"સાંઘા મૈત્રીપૂર્ણ હતી. જોકે, થોડાં અલગ રહેતી હતી. તે ક્લાસમાં ડિઝાઇનર કપડાં પહેરતી હતી અને એને હરવા-ફરવાનું ગમતું હતું. ડ્રગ્સમાં સામેલ હોવાની કોઈ અફવા નહોતી."

તેમણે ઉમેર્યું હતું કે, "જો હલ્ટમાં તે ડ્રગ્સ લેતી હોત, તો કદાચ અમને ખબર પડી જાત."

એમબીએ પૂરું કર્યા પછી તરત તે લૉસ એન્જલિસ પાછી આવી ગઈ. સાંઘાનાં માતા અને સાવકા પિતા કૅલિફૉર્નિયામાં કેએફસી ફ્રૅન્ચાઇઝી ચલાવતાં હતાં.

કોર્ટ દસ્તાવેજોમાંથી જાણવા મળે છે કે 2013માં કંપનીએ બ્રાન્ડિંગના ઉપયોગ માટે રૉયલ્ટી ન ચૂકવવા બદલ તેમના પર 50,000 ડૉલરથી વધુનો કેસ કર્યો હતો.

સાંઘાના સાવકા પિતાએ કેસ પૂરો થતાં પહેલાં પોતાને નાદાર જાહેર કરી દીધા. જો તે સમય દરમિયાન સાંઘાનો પરિવાર આર્થિક તંગીમાં હતો, તો તેમણે એ વિશે વધુ લોકોને જણાવ્યું નહોતું.

નેગાંધીએ કહ્યું, "મને આ અંગે કશું જાણવા નથી મળ્યું."

એવું લાગતું હતું, જાણે સાંઘા પોતાનાં માતા-પિતાની ઉદ્યોગસાહસિકતાની સફળતા સુધી પહોંચવા માગતી હોય. તેણે સ્ટિલેટો નેઇલ બાર નામનું એક નેઇલ સલૂન ખોલ્યું, જે વધુ સમય ન ચાલ્યું.

સાંઘા પોતાના મિત્રો સાથે રેસ્તોરાં ફ્રૅન્ચાઇઝી ખોલવા જેવી મહત્ત્વાકાંક્ષાઓ વિશે વાતો કરતી હતી.

ડ્રગ્સવાળી પાર્ટીઓ, જે ઘણા દિવસો સુધી ચાલતી હતી

જસવીન સાંઘા કોણ છે, ડ્રગ્સ ક્વિન, ફ્રેન્ડ્સના કલાકાર મૅથ્યૂ પેરીનું મૃત્યુ, બીબીસી ડૉક્યુમેન્ટ્રી, બીબીસી ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર ઇન્ટરનેશનલ ન્યૂઝ
ઇમેજ કૅપ્શન, જશ નેગાંધીએ સાંઘા સાથે યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો

માર્કેઝ અનુસાર, સાંઘાને ક્લબિંગમાં વધુ રસ હતો. લૉસ એન્જલિસમાં તેના મિત્રોનું એક અંગત ગ્રૂપ હતું, જે 'કિટીઝ' કહેવાતું હતું. એ મોટા ભાગે છોકરીઓનું ગ્રૂપ હતું, જેને પાર્ટીઓ આયોજિત કરવાનું ગમતું હતું અને જેમાં સેલિબ્રિટી પણ આવતા હતા.

તેઓ ઘણી વાર હૉલીવુડની વચ્ચોવચ સ્થિત એવલૉનમાં મળતા હતા, જે એક જૂનું થીઅટર છે, જ્યાં કૉન્સર્ટ અને ઇલેક્ટ્રૉનિક મ્યૂઝિક ઇવેન્ટ્સ થાય છે અને સવાર સુધી પાર્ટી કરતા હતા.

માર્કેઝે કહ્યું કે, તેઓ ગોળીઓ અને કેટામીન લેતા હતા. તેમની પાર્ટીઓ, જે આખા કૅલિફૉર્નિયામાં થતી હતી, ક્યારેક-ક્યારેક ઘણા દિવસો સુધી ચાલતી હતી.

માર્કેઝે કૅલિફૉર્નિયા અને એરિઝોનાની સીમા પરના સરોવરને યાદ કરતાં કહ્યું, "અમે લેક હવાસુની ટ્રિપ પર જતાં હતાં. ત્યાં એક મોટું જૂનું મૅન્શન ભાડે લેતાં હતાં અને પોતાનાં ડીજે, સાઉન્ડ સિસ્ટમ બધું લઈને જતાં હતાં. દરેક રાતની એક થીમ રહેતી હતી અને ફક્ત અમે લોકો જ રહેતા હતા."

માર્કેઝે પોતાની ટ્રિપને યાદ કરતાં કહ્યું, "અમે બધા તૈયાર થઈને આવતા હતા – વ્હાઇટ પાર્ટી, ગ્લિટર પાર્ટી. એક શ્રૂમ-શ્રૂમ પાર્ટી પણ થઈ હતી."

માર્કેઝે કહ્યું, "આ પાર્ટીઓમાં હંમેશાં કેટામીન સામેલ રહેતી હતી. પરંતુ આ મિત્રોના ગ્રૂપમાં સાંઘાના ઘણાં નિકનેમ હતાં, છતાં પણ કોઈએ તેમને ક્યારેય 'કેટામીન ક્વીન' નહોતી કહી."

માર્કેઝે 'કેટામીન ક્વીન' નામ વિશે કહ્યું કે, "કોઈએ તેને એ રીતે નથી બોલાવી."

ગ્રૂપને ગેરકાયદેસર ડ્રગની સપ્લાયમાં ઘાતક ઓપિયોઇડ ફેંટેનિલની મિલાવટની ચિંતા હતી, તેથી તેમણે મોટી માત્રામાં હાઈ ક્વૉલિટી કેટામીન મેળવવા માટે ઘણા પ્રયાસો કર્યા.

માર્કેઝે કહ્યું, "જો અમારે કેટામીન લેવાની હોય તો અમે તેને સીધા સોર્સમાંથી લેવા માગતા હતા."

જે મિત્રો કથિત રીતે મૅક્સિકો જઈને ડ્રગ્સ લાવતા હતા તેમણે કુરિયર મોકલ્યાં હતાં. આ દવા સર્જરી દરમિયાન શરીરના ભાગને બેરો/સુન્ન કરવા માટે ઉપયોગમાં લેવાતી હતી અને સીમા પાર ભ્રષ્ટ વેટરનરી ડૉક્ટરો પાસેથી અને ફાર્મસીમાંથી લેવામાં આવતી હતી.

માર્કેઝે જણાવ્યું કે, "મને જસવીન એવું કરતી હોય તેવી માહિતી નહોતી."

તેમણે કહ્યું, "પરંતુ શું અમારી પાસે એટલી પહોંચ હતી? શું અમારા માણસો એવું કરતા હતા? હા."

'સેલિબ્રિટીને ડ્રગ્સ આપનારી જિંદગીનાં શોખીન'

વીડિયો કૅપ્શન, 'Jignesh Mevani એકલા જ કાફી છે', પરેશ ધાનાણી સરકાર સામે લડત અંગે શું બોલ્યા?

માર્કેઝનો દાવો છે કે તેમને ક્યારેય શંકા નહોતી થઈ કે સાંઘા સાઇડમાં ડ્રગ્સ ડીલિંગ કરતી હતી.

સાંઘાના સાઇડમાં ડ્રગ ડીલિંગ બાબતે માર્કેઝે કહ્યું, "આ ચોંકાવનારું છે. હું તમને જણાવી રહ્યો છું. વર્ષોથી હું આ વ્યક્તિને જાણું છું. હું તેમના પરિવારને જાણું. હું જાણું છું કે તેઓ કઈ રીતે વ્યવહાર કરે છે, તેઓ શું કરી શકે છે. હું જાણું છું કે તેઓ ક્યાંથી આવ્યાં છે. આજ સુધી હું વિશ્વાસ નથી કરી શકતો કે આ શું થઈ રહ્યું છે."

પાછા વળીને જોતાં માર્કેઝને લાગે છે કે સાંઘા ધનિક અને પ્રખ્યાત લોકોને ડ્રગ્સ સપ્લાય કરવાથી મળતા સોશિયલ સ્ટેટસથી 'ટેવાઈ' ગઈ હતી.

તેમણે કહ્યું, "મને ખરેખર લાગે છે કે જસવીન સેલિબ્રિટીઝને ડ્રગ્સ આપનારા જીવનની શોખીન થઈ ગઈ હતી."

માર્કેઝે સાંઘા વિશે કહ્યું, "તે એવા સોશિયલ સર્કલમાં રહેવા અને ટીવી પર લાઇફટાઇમ જોવા મળતા સેલિબ્રિટીની ચાહતની શોખીન હતી."

માર્કેઝ માને છે કે તે ક્યારેય 'કિંગપિન' કે મોટી ડીલર નહોતી, બલકે માત્ર આ ધંધામાં ફસાઈ ગઈ, કેમ કે "તેમને કેટામીન ગમતું હતું, બિલકુલ અમારા બધાની જેમ."

જોકે, સાંઘાનાં કામોમાંથી એક ક્રૂર બાબત પણ જાણવા મળે છે.

પ્રૉસિક્યૂટર્સે કહ્યું કે 2019માં સાંઘાએ કોડી મૅક્લૉરી નામના એક વ્યક્તિને કેટામીન વેચી હતી.

મૅક્લૉરીને ઓવરડોઝ થયો અને તેમનું મૃત્યુ થયું. મૅક્લૉરીના મૃત્યુ પછી તેમની બહેને સાંઘાને મૅસેજ કરીને જણાવ્યું કે સાંઘાએ જે ડ્રગ્સ તેમના ભાઈને વેચ્યું હતું, તેનાથી જ મૅક્લૉરી મૃત્યુ પામ્યા છે.

કૅલિફૉર્નિયાના સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટના પૂર્વ ચીફ પ્રૉસિક્યૂટર માર્ટિન એસ્ટ્રાડાએ કહ્યું કે, "તે સમયે કોઈ પણ સમજુ વ્યક્તિ પોલીસની પાસે જાત, અને જેના દિલમાં થોડી પણ લાગણી હોય તે પોતાની પ્રવૃત્તિ અટકાવી દે અને બીજાને કેટામીન આપવાનું બંધ કરી દે."

માર્ટિન એસ્ટ્રાડાએ ઑગસ્ટ 2024માં સાંઘા વિરુદ્ધ ફેડરલ ચાર્જની જાહેરાત કરી હતી.

એસ્ટ્રાડાએ કહ્યું, "તેમણે આ બધું ચાલુ રાખ્યું અને ઘણાં વર્ષો પછી આપણે જોયું કે તેમના આ જ વ્યવહારના કારણે એક બીજી વ્યક્તિ મિસ્ટર પેરીનું મૃત્યુ થઈ ગયું."

'તેમણે 17 મહિનાથી નશો નથી કર્યો'

2010ના દાયકામાં ક્લબ્સમાં સાથે જતા બીજા એક ગ્રૂપના મિત્રને પણ આ સમાચાર સાંભળીને એટલું જ આશ્ચર્ય થયું.

તેમણે બીબીસીને જણાવ્યું કે તેઓ હાઇસ્કૂલ સમયથી સાંઘાને ઓળખતા હતા અને માર્કેઝની સાથે તેમની સાથે પણ ઘણું હરતાફરતા હતા.

આ મિત્ર નામ જણાવવા નથી માંગતા જેથી તેઓ એ મહિલા વિશે ખૂલીને વાત કરી શકે, જેમના પર હવે 'ડ્રગ લૉર્ડ' હોવાના આરોપ થઈ રહ્યા છે.

તેમના મિત્રએ જણાવ્યું, "અમે હંમેશાં પાર્ટીઓમાં રહેતાં હતાં, જેમ કે દરેક રાત્રે. ઘણાં ઘણાં વર્ષો સુધી. તેમણે મને ક્યારેય કંઈ ઑફર નથી કરી."

તેમણે યાદ કર્યું કે સાંઘા પોતાના અંકલ પૉલસિંહને લગભગ દરેક જગ્યાએ સાથે લઈ જતી હતી. "આ 'ડ્રગ લૉર્ડ' જેવો વ્યવહાર તો નથી અને એવું નહોતું કે તેઓ બસ તેમને સાથે ખેંચી લાવતાં હતાં. તેઓ હંમેશાં ફૅશનેબલ કપડાંમાં રહેતાં હતાં."

પૉલસિંહ ઇવેન્ટ ફોટોમાં સાંઘાની સાથે દેખાય છે અને જ્યારે સાંઘાએ 3 સપ્ટેમ્બરે દોષ કબૂલ્યો ત્યારે કોર્ટમાં પણ હાજર હતા.

માર્કેઝ અનુસાર, 2020ના દાયકામાં કોઈ એક સમયે સાંઘા રિહૅબમાં ગયાં હતાં.

ગયા મહિને કોર્ટ ફાઇલિંગમાં તેમના વકીલ માર્ક ગોરાગોસે દાવો કર્યો કે તેમણે 17 મહિનાથી નશા નથી કર્યો. નેગાંધી સાથે તેમની છેલ્લી વાતચીતમાં તેમણે ભવિષ્ય અંગે વાત કરી હતી.

તેમના મિત્રએ જણાવ્યું કે, "અમે બંને 40નાં થઈ ચૂક્યાં છીએ અને આ ઉંમરે લોકો પોતાનું મૂલ્યાંકન કરવા લાગે છે. વિચારે છે કે હવે આ ઉંમરે આપણે શું કરવા માગીએ છીએ? તેઓ લાંબા સમય સુધી નશાથી દૂર રહેવા બાબતે ખૂબ ઉત્સાહિત હતાં અને જીવનમાં ઘણી વસ્તુઓ તરફ જોઈ રહ્યાં હતાં."

સાંઘાએ એ ન જણાવ્યું કે તાજેતરમાં જ તેમની ધરપકડ થઈ હતી.

તેમના મિત્રએ કહ્યું, "જ્યારે અમે વાત કરતાં હતાં, મને કશો અંદાજ નહોતો કે તેઓ આ બધામાંથી પસાર થઈ રહ્યાં છે. તેમણે આનો સહેજ પણ ઉલ્લેખ ન કર્યો."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન