'મારી બહેનના બળાત્કારનો વીડિયો ફેલાવવાની ધમકી ત્રણ વર્ષથી અપાતી હતી' - ઇંડોનેશિયા રિવૅન્જ પોર્ન કેસમાં ઐતિહાસિક સજા

રિવૅન્જ પોર્ન

ઇમેજ સ્રોત, DAVIES SURYA/BBC INDONESIA

ઇન્ડોનેશિયામાં રિવૅન્જ પોર્નના એક કેસમાં આરોપીને છ વર્ષની સજા થઈ છે. જોકે પીડિત પરિવારે બીબીસી સાથે વાત કરતા કહ્યું કે આ સજા પૂરતી નથી. આરોપી અલ્વી હુસૈન મુલ્લાને કોર્ટે દોષિત જાહેર કરતા છ વર્ષની સજા સંભળાવી છે. આ સિવાય આરોપીના ઇન્ટરનેટના ઉપયોગ પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે.

જેના પર પ્રતિક્રિયા આપતા પીડિતાના ભાઈએ બીબીસીને કહ્યું "આ ઘટનાએ તેના પર સ્થાયી પ્રભાવ પાડ્યો છે. સજા એટલી નથી જેટલી પીડિતાની પીડા હતી."

સમગ્ર મામલો ઇન્ડોનેશિયાના બેંટન પ્રાંતનો છે. જ્યાં સહમતી વગર યુવતીની અંતરંગ તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાઈ હતી.

પીડિતાના ભાઈએ બીબીસીને કહ્યું કે તેઓ પોલીસમાં નવી ફરિયાદ આપશે અને આરોપી વિરુદ્ધ જાતીય હિંસા ઍક્ટ અંતર્ગત કાર્યવાહી કરવાની માગ કરશે.

તો કોર્ટના નિર્ણયને ઐતિહાસિક ગણાવતા પોલીસ કમિશનર અમીના ટાર્ડીએ કહ્યું છે કે આ નિર્ણય પોતાનામાં એક અલગ અને ખૂબજ મહત્ત્વનો છે. અને કાયદાની સફળતા છે. કારણ કે કદાચ જ આ પહેલાં કોઈ આરોપીનો ઇન્ટરનેટ વાપરવાનો અધિકાર રદ કરાયો હશે.

જોકે, પીડિત પરિવારનું એ પણ કહેવું છે કે આરોપીને જે છ વર્ષની મહત્તમ સજા મળી છે. તે પાછળ સોશિયલ મીડિયાની ભૂમિકા છે. કારણ કે આ મુદ્દા અંગે સોશિયલ મીડિયા પર અભિયાન ચાલ્યું હતું.

બીબીસી ગુજરાતી

પીડિત પરિવારના આરોપો

બળાત્કાર

ઇમેજ સ્રોત, DAVIES SURYA/BBC INDONESIA

પરિવારનો આરોપો છે કે પ્રૉસિક્યૂશન કાર્યાલયે પીડિતાને નજરઅંદાજ કરી અને આઠ મહિના સુધી તેનો પક્ષ ન સાંભળ્યો.

પીડિત પરિવારે સમગ્ર મુદ્દાને લઈને ટ્વિટર પર ટ્વીટ્સની શ્રેણી (થ્રેડ) ચલાવી. ત્યાર બાદ ઇન્ટરનેટ પર આ કેસને લઈને લોકોએ પ્રતિક્રિયાઓ આપી હતી. અને ઇન્ડોનેશિયામાં સમગ્ર બાબતે ચર્ચાઓ શરૂ થઈ હતી.

કોર્ટે આ કેસમાં ગુરુવારે આરોપીને સજા સંભળાવી. પીડિતાના ભાઈએ 26 જૂન 2023ના દિવસે ટ્વિટર પર સમગ્ર મુદ્દે એક બાદ એક અનેક ટ્વિટ કર્યાં હતા.

પીડિતાના ભાઈએ સમગ્ર મામલે પોતાની ઓળખ સાર્વજનિક કરીને ટ્વીટ કર્યાં હતા. તેમણે બીબીસીને કહ્યું "પોતાની બહેન સાથે થયેલી આ ઘટના અંગે સાર્વજનિક રીતે વાત કરવી એ કોઈ સુખદ અનુભવ ન હતો. જેનાથી મારી બહેન પર મનોવૈજ્ઞાનિક અસર પડી છે."

જોકે, પીડિતાના ભાઈ ઈમાન ઝનાતુલ હૈરીનું કહેવું છે કે પોતાની બહેન માટે ન્યાય અપાવવા માટે મારી પાસે આ મુદ્દાને સોશિયલ મીડિયા પર વાયરલ કરવા સિવાય અન્ય કોઈ વિકલ્પ નહોતો બચ્યો.

તેમણે ઉમેર્યું "જો આ મામલો વાયરલ ન થયો હોત અને સામાન્ય કાયદાકીય પ્રક્રિયાનું પાલન કરાત તો તેનું પરિણામ આટલું સારું ન હોત. તેથી અમારા પરિવારે તેને વાયરલ કરવાનું જોખમ ઉઠાવ્યું."

બીબીસી ગુજરાતી

શું થયું હતું?

બળાત્કાર

ઇમેજ સ્રોત, DETIK.COM

ઇમેજ કૅપ્શન, ઈન્ડોનેશિયાની કોર્ટમાં આરોપી
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ઈમાને એક બાદ એક કરેલા ટ્વીટમાં કહ્યું હતું કે "તેમની બહેનની સાથેના બળાત્કારનો વીડિયો જાહેર કરીને તેને ફેલાવી દેવાની ધમકી ત્રણ વર્ષથી અપાઈ રહી હતી."

તેમણે કહ્યું કે આ દરમિયાન તેમની નાની બહેન માનસિક પીડાથી પસાર થતી રહી. 14 ડિસેમ્બર 2022ના દિવસે પીડિતાને એક અજાણ ઇન્સ્ટાગ્રામ ઍકાઉન્ટથી એક મૅસેજ આવ્યો હતો. જેમાં તેમની બેભાન હાલતમાં રેકૉર્ડ કરાયેલો એક વીડિયો હતો. ઈમાન મુજબ તેમની બહેને રડતાં-રડતાં તેમને બધુ જ કહ્યું. ત્યાર બાદ પરિવારે પોલીસમાં કેસ નોંધાવવાનો નિર્ણય કર્યો.

લાંબી તપાસ પ્રક્રિયામાંથી પસાર થયા બાદ છેલ્લે 21 ફેબ્રુઆરી 2023ના દિવસે આરોપીની ધરપકડ કરી લેવાઈ. ઈમાન મુજબ આ દરમિયાન તેમનો પરિવાર ખૂબ જ દબાણમાં હતો.

તેઓ કહે છે કે "મારી બહેનને જબરદસ્તીથી ખેંચવામાં આવી, માર મારવામાં આવ્યો, મુક્કા મારવામાં આવ્યા, પગથિયે પર માર મરાયો. અપરાધીએ વારંવાર મારી બહેનના ગળા પર ચપ્પું મૂક્યું અને તેને મારવાની ધમકી આપી."

ઈમાન મુજબ "આરોપી વીડિયોની ધમકી આપીને મારી બહેન પર (તેનો) બૉયફ્રેન્ડ બનવાનું દબાવ કરતો હતો."

ઈમાને પોતાની બહેન સાથે થયેલી ઘટના અંગે ત્રણ ભાગમાં ટ્વીટ કર્યા અને તેને લાખો લોકોએ જોયા.

બીબીસી ગુજરાતી

બળાત્કારનો આરોપ ન નક્કી થયો

બળાત્કાર

ઇમેજ સ્રોત, Getty Images

આ કેસમાં આરોપી અલ્વી હુસૈન મુલ્લા વિરુદ્ધ અનેક આરોપો ઘડાયા હતા. જે અંતર્ગત છ વર્ષની સજાની જ જોગવાઈ હતી. ઈમાને દાવો કર્યો કે "કેસની પહેલી સુનાવણી અંગે તેમને કે તેમના વકીલોને કોઈ જાણકારી નહોતી મળી. બીજી તારીખે જ્યારે તેમની બહેનને જુબાની માટે બોલાવાયાં ત્યારે તેમને તેની સુનાવણી અંગે ખબર પડી."

ઈમાન દાવો કરે છે કે તેમની બહેન પર કોર્ટમાં વારંવાર આરોપીને માફ કરી દેવાનું દબાણ કરાયું. ઈમાન દાવો કરે છે કે કોર્ટમાં તેમને અનેક પ્રકારના પડકારોનો સામનો કરવો પડ્યો. આરોપીએ ઘટનાના વીડિયોને પોતાના લેપટૉપમાં ખોલવાનો પણ ઇનકાર કરી દીધો.

ઈમાને એ દાવો પણ કર્યો કે તેમની બહેનનો કોર્ટમાં પક્ષ લેનારા પ્રૉસિક્યૂટર તેમની બહેનને ડરાવી રહ્યા હતા અને યોગ્ય રીતે તેનું પ્રતિનિધિત્વ નહોતા કરી રહ્યા.

કોર્ટે અશ્લીલ વીડિયોના કેસમાં તો આરોપીને સજા આપી પણ તેના પર બળાત્કારનો આરોપ ન ઘડાયો.

ઈમાન કહે છે કે તેમની બહેનનું હંમેશા માટે એ કહેવું છે કે તેની સાથે બળાત્કાર થયો છે અને એટલા માટે જ તેઓ આ અંગે નવો કેસ દાખલ કરાવશે.

પાંડેલાંગ જિલ્લા કોર્ટમાં ચુકાદો આપતા જજે કહ્યું હતું કે આરોપીએ જાણી જોઈને આપત્તિજનક સામગ્રીનું ઇન્ટરનેટ પર વિતરણ કર્યું.

આરોપીને છ વર્ષ જેલની સજા સિવાય તેના પર આવનારા આઠ વર્ષ સુધી ઇન્ટરનેટના ઉપયોગ પર પ્રતિબંધ પણ લાદવામાં આવ્યો છે.

માનવામાં આવી રહ્યું છે કે આ નિર્ણય ઇન્ડોનેશિયામાં એક મિસાલ સાબિત થશે. આ પહેલીવાર છે કે જ્યારે કોઈ આરોપીનો ઇન્ટરનેટ વાપરવાનો અધિકાર રદ કરાયો છે.

બીબીસી ગુજરાતી

બીબીસી ગુજરાતી