'મારા ફોનની રિંગ વાગે ત્યારે મારે સેક્સ માટે જવું પડે', સેક્સ વર્કરની અંધારી દુનિયાની કહાણી

ઇમેજ સ્રોત, LEYLA JEYTE
- લેેખક, મોહમ્મદ ગબોબે, લૈલા મહમૂદ
- પદ, મોગાદિશુ, લંડન
“સોમાલિયાની રાજધાની મોગાદિશુમાં ચાલેલા લાંબા ગૃહયુદ્ધ બાદ અમે અંડરવર્લ્ડ સેક્સવર્કમાં ફસાઈ ગયાં હતાં.”
બે મહિલાઓએ બીબીસી સાથેની વાતચીતમાં પોતાની વ્યથા ઠાલવતાં આ વાત કરી હતી. તેમની સુરક્ષાને અને અંગતતાને ધ્યાનમાં રાખીને તેમનાં નામ બીબીસી દ્વારા ગુપ્ત રાખવામાં આવ્યાં છે.
મોગાદિશુ વેપાર-વાણિજ્ય માટે પ્રખ્યાત શહેર છે અને ત્યાંનો લીડો બીચ લોકોને આકર્ષે છે. રિસોર્ટ, હોટલો, મોટી રેસ્ટોરાં, વેપાર-ધંધા, સ્વાદિષ્ટ વ્યંજનો આ શહેરનાં સૌથી મોટાં આકર્ષણો છે, પણ માત્ર એ જ નહીં... પાર્ટીઓ, ડ્રગ્સ અને સેક્સ ક્રાઇમ આ શહેરની બીજી બાજુ છે અને એમાં ફસાયેલી મોટા ભાગની યુવતીઓ ગરીબ છે.
આ મુસ્લિમ બહુમતીવાળા દેશમાં જેમની પાસે ઓછી સુવિધાઓ છે અને ગરીબ છે એવી ઘણી મહિલાઓ આમાં ફસાઈ જાય છે.
22 વર્ષીય ફરદૌસા સેક્સ વર્કર તરીકે છેલ્લાં ત્રણ વર્ષથી કામ કરે છે. મોગદિશુના વારડિંગલે જિલ્લામાં એક ઍપાર્ટમેન્ટના અંધારિયા ઓરડામાં લાલ પડદાઓની પાછળ છુપાઈને તે બેસી રહે છે.
તેમના મૃદુ અવાજમાં તે બીબીસી સાથે વાત કરીને સમજાવે છે કે કઈ રીતે તેઓ આ જાળમાં ફસાઈ ગયાં. 19 વર્ષની ઉંમરે જ તેઓ ઘર છોડીને ભાગી ગયાં હતાં. જોકે સોમાલી સમાજ પ્રમાણે લગ્ન વિના ઘર છોડી દેવું એ ખૂબ જૂજ બનતી ઘટના હતી.
સોમાલી સમાજમાં મહિલાઓ ઘર છોડે એ પાછળનાં કારણોમાં મોટા ભાગે ઘરેલુ હિંસા કે પરિવારની સ્થિતિ સારી ન હોવાનું જણાય છે અને છેલ્લા કેટલાક સમયથી સોમાલી સમાજમાં આવા કિસ્સાઓ વધ્યા છે.
"હું ઘર છોડવા નહોતી માગતી પણ હું મારી સાવકી માતા સાથે રહી શકું એમ નહોતી. હું નાની હતી ત્યારે મારી માતાનું મૃત્યુ થયું હતું અને એ બાદ મારા પિતાએ એની સાથે લગ્ન કર્યાં હતાં. એણે વર્ષો સુધી મારું અપમાન કર્યું અને એમ છતાં મારા પિતાએ હંમેશાં એનો જ પક્ષ લીધો હતો."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઇમેજ સ્રોત, LEYLA JEYTE
ફરદૌસાના ઘર છોડ્યા પછી ઘણા નવા મિત્રો મળ્યા. ફરદૌસાને એવું લાગતું હતું કે તેઓ તેને મદદ કરશે.
"મેં વિચાર્યું હતું કે તેઓ મારી સંભાળ લેશે. પરંતુ, જ્યારે હું આજે પાછળ ફરીને જોઉં છું, તો મને અહેસાસ થાય છે એ લોકો મારા સાચા મિત્રો ન હતા.''
ધીરેધીરે ફરદૌસાને મોર્ફિન, ટ્રેમાડોલ અને પેથિડીન જેવા ડ્રગ્સની લત લાગી ગઈ અને લીડો બીચ ખાતેની ગુપ્ત પાર્ટીઓમાં પણ એણે જવાનું શરૂ કરી દીધું. ત્યાં તેણે સેક્સ વર્કર બનવું પડ્યું.
ફરદૌસા પણ મોગાદિશુમાં આ પ્રાઈવેટ સેક્સ લાઈફમાં સામેલ થઈ ગયાં હતાં અને તેઓ હોટલોથી લઈને અજાણ્યા લોકોનાં ઘરોમાં જવા લાગ્યાં.
ફરદૌસા કહે છે કે તેના ગ્રાહકો જ્યારે પણ ફોન કરે છે, ત્યારે તેમને એમની સાથે જવું પડે છે.
ફરદૌસા કહે છે, "હું મારા ફોનની રિંગ વાગે તેની રાહ જોઉં છું અને એ પુરુષો સાથે સેક્સ કરવા માટે બહાર જાઉં છું. ઘણી વખત, ગ્રાહકો મળી આવે ત્યારે મારી મિત્રો પણ ફોન કરે છે."

'મારી લતો માટે પૈસાની જરૂર છે'

ઇમેજ સ્રોત, LEYLA JEYTE
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ફરદૌસાએ કહ્યું કે તેઓ જીવનમાં દરેક પ્રકારના લોકોને મળ્યાં છે.
"આ પુરુષો સાથે પ્રથમ પરિચય મારી મિત્રોને કારણે થયો હતો અને એ બાદ હું જેમને ઓળખતી પણ નહોતી એવા પુરુષો સાથે પણ સેક્સ કરવાનું શરૂ થઈ ગયું હતું. શહેરની મારા જેવી કેટલીય મહિલાઓની માફક હું લાચાર હતી અને મારાં વ્યસનો માટે મારે પૈસાની જરૂર હતી.
જોકે, આ સેક્સવર્ક વિશે કોઈ સત્તાવાર આંકડાઓ નથી. પરંતુ અન્ય લોકો પાસેથી મળેલી માહિતીના આધારે ફરદૌસા જાણે છે કે આ શહેરમાં સેક્સવર્ક કેટલું જોખમી છે. ઘણા યુવાનો આમાં ફસાયેલા છે.
હોદાન નામનાં 23 વર્ષીય યુવતી પણ છેલ્લાં અઢી વર્ષથી સેક્સ વર્કર તરીકે કામ કરે છે. હોદન પણ તેના ઘરેથી ભાગી ગયાં હતાં અને આર્થિક સહકાર વગર ઘરેથી ભાગનારી યુવતીની માફક તેઓ પણ મોગાદિશુના ગુપ્ત સેક્સવર્કની અંધારી દુનિયામાં ફસાઈ ગયાં હતાં.
હોદાન કહે છે, "મેં ઘણી રાત હોટલોમાં વિતાવી છે. ઘણા યુવાનોને આ રીતે જીવવું પડે છે. તમે અહીં વિવિધ પ્રકારના પુરુષોને મળો છો, પરંતુ કેટલાક લોકો સાથે પરિસ્થિતિ વધુ અસહ્ય બની જાય છે"
સોમાલિયામાં સેક્સવર્ક ગેરકાયદેસર છે. આ યુવતીઓ પણ મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. આ સમયે પણ તેમને સત્તાધારીઓ તરફથી કોઈ મદદ મળી નથી.
બીબીસીએ આ મામલે મહિલા અને માનવાધિકાર વિકાસ મંત્રાલય અને પોલીસ અધિકારીઓનો સંપર્ક કર્યો. પરંતુ તેમણે જવાબ આપ્યો ન હતો.
મોટા ભાગે યુવતીઓને ખૂબ જ ખરાબ રીતે હેરાન કરવામાં આવે છે. હોદાને કહ્યું કે યુવતીઓ પુરુષો દ્વારા તેમનાં શરીર પર કરાયેલી ઇજાઓ સાથે પરત ફરે છે.
ફરદૌસાને પણ આ પ્રકારની જાતીય હિંસાનો સામનો કરવો પડ્યો હતો. ફરદૌસાએ આપવીતી વર્ણવતા કહ્યું કે, "શરૂઆતમાં, પુરુષો ઇચ્છે એ જગ્યાએ હું એમની સાથે સેક્સ કરવા માટે જતી પણ એક રાત ખૂબ જ ડરામણી હતી. મને માર પડ્યો અને મારા ચહેરા પર ઉઝરડા પડ્યા અને લોહી નીકળવા લાગ્યું. પૈસા બાબતે થયેલી અસહમતીને લીધે આવું થયું હતું.”
"એ બાદથી હું કોઈ વ્યક્તિ સાથે એ ઇચ્છે એવી ગમે તે જગ્યાએ ગઈ નથી. આ ખૂબ જ ખતરનાક પરિસ્થિતિ છે. હું ફક્ત તે જ હોટલ હવે પસંદ કરું છું જ્યાં મને વિશ્વાસ છે કે મને હેરાન કરવામાં નહીં આવે. જો કંઈક અજુગતું બને તો કોઈ મદદ માટે આવવું જોઈએ.”
ફરદોસા ઉમેરે છે, "સેક્સવર્ક કરતી મોટા ભાગની મહિલાઓ એટલી નસીબદાર નથી હોતી. જ્યારે તેઓ આ પુરુષો સાથે તેમના ઘરે કે બીજી કોઈ જગ્યાએ જાય છે ત્યારે તેમને માર મરાય છે અને ક્યારેક એક કરતાં વધારે પુરુષો દ્વારા એમનો બળાત્કાર પણ કરાય છે."
તેઓ કહે છે કે કેટલીય વખત એનું શૂટિગ કરી લેવાય છે અને બાદમાં એમને બ્લૅકમેઇલ પણ કરાય છે.
હોદાને કહ્યું કે ડ્રગ આપ્યા બાદ સેક્સ વર્કર સાથે આવું કામ કરવામાં આવે છે. ત્યારબાદ તેઓ તેમની સાથે નફો વહેંચવા માટે તેમને હેરાન કરે છે.
હોદાન ઉમેરે છે, "જો અમે તેમનું નહીં માનીએ તો તેમના માણસો અમને મારશે. શારીરિક રીતે અત્યાચાર ગુજારશે. તેઓ તે વીડિયોનો હથિયાર તરીકે ઉપયોગ કરે છે. કેટલીક વાર આવા વીડિયોનો ઉપયોગ યુવતીઓને માનસિક રીતે હેરાન કરવામાં કરાય છે. આ ડિજિટલ પ્રકારનું બ્લૅકમેઇલ છે."
બ્રિટિશ ટીવી નેટવર્ક 'ચેનલ 4'એ પણ સોમાલી મહિલાઓના આવા જ બ્લૅકમેઇલ અંગેનો અહેવાલ બહાર પાડ્યો હતો.
હોદાન જણાવે છે, "હું ઓળખું છું તેવી ઘણી બધી છોકરીઓ સાથે આવું થયું છે. ઘણા લોકોને આ વાતનો લોકો સામે સ્વીકાર કરવામાં મુશ્કેલી પડે છે. પણ અમે લાંબા સમયથી આ પ્રકારનું જીવન જીવીએ છીએ,"
સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટમાં એ પણ જાણવા મળ્યું છે કે 2019 અને 2020 વચ્ચે યૌનહિંસામાં ઘણો વધારો થયો છે. કહેવાય છે કે આવી ઘટનાઓ એ જગ્યાએ વધુ બની રહી છે જ્યાં કાયદા નબળા છે. પીડિતોને ખૂબ ઓછું અથવા તો નહિવત્ સમર્થન મળી રહ્યું છે.
સોમાલી સમાજમાં સેક્સવર્કમાં જોડાયેલી મહિલાઓ આ પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરી રહી છે.
ફરદૌસાએ કહ્યું કે તેમનાં જેવાં લોકોને સોમાલિયામાં સમર્થન મળતું નથી. તેમણે કહ્યું કે કોઈ મદદ માટે આગળ નહીં આવે. સામાજિક દબાણ આ પ્રકારની પરિસ્થિતિઓને વધુ ભયાવહ બનાવી રહ્યું છે.

‘સ્નેહીજનોનો સામનો કરવો મુશ્કેલ છે'
હોદાનનું કહેવું છે કે આ ફિલ્માંકન સેક્સ વર્કર્સને ડ્રગ્સ આપ્યા બાદ થયું હશે, જેમાં ગુનેગારો તેમના નફાને વહેંચવા માટે મજબૂર કરે છે.
"જો તેઓ ઇનકાર કરે તો પુરુષો દ્વારા તેમને મારવામાં આવે છે અને તેમના વીડિયોનો તેમની જ વિરુદ્ધ ઉપયોગ કરવામાં આવે છે. તેઓ વીડિયો શૅર કરવા માટે જાણીતા છે. આ ડિજિટલ બ્લૅકમેઈલનું એક સ્વરૂપ છે."
બ્રિટિશ ટીવી નેટવર્ક ચેનલ 4 દ્વારા તાજેતરમાં આ પ્રકારની બ્લૅકમેઈલ અંગે અહેવાલ કરાયો હતો. આ પ્રકારની બ્લૅકમેઈલ સોમાલી મહિલાઓ સાથે થઈ રહી હતી.
હોદાનનું કહેવું છે, કે "હું જાણું છું કે ઘણી યુવતીઓ સાથે આવું બન્યું છે. મોટા ભાગની યુવતીઓ તેનો સ્વીકારવામાં ખૂબ જ શરમ અનુભવે છે, પરંતુ આપણે બધા જાણીએ છીએ કે શું થઈ રહ્યું છે. અમે આ જીવનશૈલીમાં લાંબા સમયથી છીએ."
યુએનના એક અહેવાલમાં જાણવા મળ્યું છે કે 2019થી 2020 સુધી જાતીય હિંસામાં મોટો ઉછાળો આવ્યો, તેમણે ઉમેર્યું હતું કે સંઘર્ષક્ષેત્રોમાં દુર્વ્યવહાર ઘણી વાર વધી જાય છે.
તેમણે એવું પણ નોંધ્યું હતું કે, "નબળા કાયદા ગુનેગારોને સ્વતંત્ર ચાલવાની પરવાનગી આપે છે અને બચી ગયેલા લોકોને બહુ ઓછું સમર્થન મળે છે અથવા નથી મળતું."
જે મહિલાઓ સેક્સવર્કમાં જોડાય છે, તે સોમાલી સમાજમાં સૌથી વધુ સંવેદનશીલ હોય છે, કારણકે તેમની વર્જિત જીવનશૈલીને કારણે તેઓને દૂર રાખવામાં આવે છે, આવશ્યકપણે તેમને બહિષ્કૃત કરવામાં આવે છે.
ફિરદૌસા કહે છે કે, "સોમાલિયામાં અમારાં જેવી સ્ત્રીઓ પાસે કોઈ સપોર્ટ સિસ્ટમ નથી અને જેનો તમે સંપર્ક કરી શકો, એવું કોઈ નથી. સામાજિક દબાણ સ્થિતિને ખરાબ કરે છે, તેથી જ આમાંની ઘણી નબળી મહિલાઓ મદદ લેવા માટે ઇચ્છા બતાવતી નથી.
સોમાલિયામાં ઘણી સંસ્થાઓ છે, પરંતુ જ્યારે બીબીસી દ્વારા સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેઓ વિષયની સંવેદનશીલતાને કારણે ટિપ્પણી કરવા તૈયાર ન હતા.
હોદાન અને ફરદૌસા ભારપૂર્વક જણાવે છે કે જો તેમને ટેકો આપવા માટે મિકેનિઝમ અને સંગઠનો હોત, તો ઘણી સ્ત્રીઓ આવા જોખમી કામમાં ન આવી હોત, જે હંમેશાં તેમને હિંસક અને શોષણકારી જીવનશૈલીમાં ફસાવવા માટે પ્રેરિત કરે છે.
ફરદૌસા કહે છે કે, "ઘણી યુવતીઓ માદક દ્રવ્યોની લત સામે લડી રહી છે, જે તેમને વધુ કમજોર બનાવે છે. તેમાંથી ઘણી યુવતીઓ પાસે રાત્રે સૂવાની જગ્યા પણ હોતી નથી.”
"તેઓ લીડો બીચ વિસ્તાર અને શહેરના અન્ય ભાગોની આસપાસના રસ્તાઓ પર સૂઈને આશરો લે છે, જ્યારે અન્ય લોકો સૂવા માટે પુરુષો સાથે જતાં રહે છે. પછી જાતીય લાભ માટે તેમનું વધુ શોષણ કરવામાં આવે છે."
ફિરદૌસા તેમના ખભા પર જુએ છે અને તેમની પાછળ એક યુવા મહિલા બેઠાં છે, જેમના હાથમાં એક બાળક છે. તેઓ પૂર્વ સેક્સ વર્કર અમીના છે, જે ગર્ભવતી બન્યાં પછી છૂટાં થઈ ગયાં હતાં.
"અમીના હંમેશાં મને આ જીવન પાછળ છોડી દેવા અને ઘરે પરત જવા કહે છે, પરંતુ તે એટલું સરળ નથી. પોતાના સંબંધીઓનો સામનો કરવો મુશ્કેલ છે. મેં ત્રણ વર્ષથી મારા પરિવારને જોયો નથી."














