ભારતના શરમાળ પુરુષો માટે જ્યારે ચાલ્યું 'કૉન્ડોમ બોલ'નું અભિયાન

- લેેખક, ઝોયા માતિન અને દેવાંગ શાહ
- પદ, બીબીસી
તમે પરિવાર નિયંત્રણ વિશે લાખો લોકોને કેવી રીતે જાગૃત કરી શકો?
તેમને કૉન્ડોમ શબ્દ વારંવાર કહેવા માટે ત્યાં સુધી પ્રેરવું જ્યાં સુધી તે તેના ઉપયોગને લઈને સૂગ અને શરમનો ત્યાગ ન કરે.
આ વાત અભદ્ર કે અશ્લીલ લાગી શકે છે. પણ આ જ જાહેરાતના લેખક આનંદ સસ્પીએ 18 વર્ષ પહેલાં કરી હતી જ્યારે તેમની ટીમે 'કૉન્ડોમ બિનધાસ્ત બોલ' અભિયાન તૈયાર કર્યું હતું.
આ અભિયાન 2006માં શરૂ કરવામાં આવ્યું. ભારત સરકારના સહયોગથી શરૂ કરવામાં આવેલું આ અભિયાન હકીકતમાં ઉત્તર ભારતનાં આઠ રાજ્યોમાં કૉન્ડોમનાં વેચાણ અને ઉપયોગમાં થઈ રહેલા ઘટાડાને કારણે શરૂ કરવામાં આવ્યું હતું. આ રાજ્યોમાં દેશના કૉન્ડોમના કુલ બજારનો અડધો હિસ્સો વેચાણ અને વપરાશમાં હતો.
આ અભિયાનમાં વિવિધ હાસ્યપૂર્ણ પરિદૃશ્યો હતાં. જેમાં એક શરમાળ પુરુષ પણ હતો, એક ભયાનક દેખાવ ધરાવતો પોલીસકર્મી પણ હતો અને ગંદુ-ગોબરું પોલીસ સ્ટેશન પણ હતું.
તેમાં એક વકીલ પણ હતો જે કોર્ટની બહાર કૉન્ડોમ શબ્દ બોલતા શરમાતો હતો. આ અભિયાનનો ઉદ્દેશ્ય જ એ હતો કે આ તમામને જાહેરમાં કૉન્ડોમ શબ્દ સ્પષ્ટપણે અને જોરથી બોલતાં કરવા.

“બોલ, બિનધાસ્ત બોલ.”

"બોલ, બિનધાસ્ત બોલ" આ વાક્ય જ્યાં સુધી શરમાળ પ્રકૃતિ ધરાવતી વ્યક્તિ ન બોલે ત્યાં સુધી તેમને આ વાક્ય બોલવા માટે પ્રોત્સાહિત કરવામાં આવતી.
આ પહેલાં ભારતમાં પરિવાર નિયોજન પર અનેક અભિયાનો થયાં. પરંતુ આ પ્રચાર અભિયાન ભયંકર રીતે લોકપ્રિય થયું એટલું જ નહીં પરંતુ તેની જાહેરાતે યુએનનો એક ઍવૉર્ડ પણ જીત્યો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પહેલાં એ પ્રકારની જાહેરાતો આવતી હતી જેમાં ઝડપથી વધતી જનસંખ્યા પર ભાર મૂકવામાં આવતો હતો અને યૌન શિક્ષણને પ્રાથમિકતા આપવામાં આવતી હતી.
જ્યારે કે આ અભિયાનમાં આ પારંપરિક પ્રથાઓને બદલે મજાક સાથે સંદેશ આપવામાં આવતો હતો.
આમ તો આ પ્રકારના અભિયાનમાં નારાઓ પહેલીવાર 1950ના દાયકા દરમિયાન સાંભળવા મળ્યા.
ભારતે તે સમયે શરૂ કરેલા નવા પરિવાર નિયોજન વિભાગે આ પ્રકારના અભિયાનની શરૂઆત કરી.
દુનિયામાં પહેલીવાર આક્રમક રીતે ગર્ભનિરોધકના ઉપયોગને વધારવા અને નસબંધી કરાવવા માટે લોકોને પ્રોત્સાહિત કરવાની શરૂઆત કરવામાં આવી.

પરિવારનિયોજનના પ્રચાર માટે હાથીનો ઉપયોગ થતો

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
હમ દો, હમારે દો તથા છોટા પરિવાર, સુખી પરિવાર જેવી આકર્ષક પંક્તિ લોકોને ઓછા બાળકો પેદા કરવા માટેની અપીલ કરતી હતી. આ જાહેરાતો પોસ્ટરો, બેનરો મારફતે ઠેરઠેર જોવા મળતી, ઉપરાંત તે ટીવી અને રેડિયો કાર્યક્રમોમાં પણ જોવા મળતી.
એક પણ પ્રચાર માધ્યમ બાકી નહોતું. દેશના અંતરિયાળ વિસ્તારમાં આ સંદેશ ફેલાવવા માટે હાથીનો ઉપયોગ પણ કરવામાં આવતો હતો.
આ અભિયાન આજે પણ ચાલે છે અને તે ભારતના પરિવાર નિયોજનનું પર્યાય બની ગયું છે.
જાણકારોનું કહેવું છે કે તેમણે ગર્ભનિરોધક અને જન્મ નિયંત્રણ જેવા સંવેદનશીલ વિષયો માટે બનાવેલી નવી શબ્દાવલીએ પણ મદદ કરી છે કારણકે દેશમાં ઘણા વિસ્તારોમાં આ પ્રકારના શબ્દો પ્રત્યે સૂગ છે.
સસ્પી કહે છે, “તમામ જગ્યાએ પુરુષો ભદ્દા ચુટકુલા સંભળાવી રહ્યા હોય છે પણ અચાનક કૉન્ડોમ શબ્દનો પ્રયોગ કરે છે ત્યાં તેઓ શરમાઈ જાય છે.”
અભ્યાસમાં જોવા મળ્યું છે કે ભારતીય પુરુષના શરમાળપણાની આ ઓળખ છે કે તે પોતાના સુરક્ષિત શારીરિક સંબંધો વિશે જાહેરમાં વાત કરવા તૈયાર નથી.
આ પ્રકારના અભિયાન પર કામ કરનારા સાર્વજનિક સ્વાસ્થ્ય વિશેષજ્ઞ શાશ્વતી બેનરજી કહે છે, "બિનધાસ્ત બોલ અભિયાન પાછળ એક સરળ વિચાર હતો. વિચાર એ હતો કે પુરુષો કોઈ પણ હિચકિચાટ વગર કૉન્ડોમ માગે."
તેઓ ઉમેરે છે, "કારણકે કૉન્ડોમ એક સરળ શબ્દ નથી. એક ખરાબ શબ્દ કે જેને અપશબ્દોની યાદીમાં મુકવો જોઈએ, ઘીરેથી બોલવો જોઈએ. કૉન્ડોમનો ઉપયોગ બધાં કરે છે. તેનો ઉપયોગ બધાંએ કરવો જોઈએ."

‘રમૂજી જાહેરાતોએ જે કામ કર્યું તે અભૂતપૂર્વ હતું’

આ અભિયાનને સફળ બનાવવા માટે અને ગર્ભનિરોધકોનું વેચાણ વધે તે માટે ટીમે 40 હજારથી વધુ કૉન્ડોમ વિતરકો અને કેમિસ્ટો સાથે ભાગીદારી કરવામાં આવી, જેથી પુરુષોને તેને ખરીદવામાં સરળતા રહે અને સહજતા પણ.
"પરંતુ કામ તો આ અભિયાનમાં ઉપયોગમાં લેવાયેલા હાસ્યએ કર્યું, પહેલાં તમે હસો છો અને પછી જે આપવા માગો છો તે સંદેશ મળી જાય છે." સસ્પી જણાવે છે.
આ પહેલાં જે સરકારી અને ગૈરસરકારી સંગઠનોએ જાહેરાત અભિયાનો પર પૈસા ખર્ચ કર્યા પણ તે પૈકી તમામ સફળ ન થયા.
આલોચકોનું કહેવું છે કે ઘણા કાર્યક્રમો એટલા માટે પ્રભાવી નહોતા થયા કારણકે તેમણે તેમનું ધ્યાન માત્ર મહિલાઓ પર કેન્દ્રિત કર્યું. તેમણે પુરુષોને હાશિયા પર ધકેલી દીધા.
બીબીસી મીડિયા ઍક્શનના રાષ્ટ્રીય રચનાત્મક નિદેશક અને કાર્યકારી નિર્માતા રાધારાની મિત્રા કહે છે, "જ્યારે ગર્ભનિરોધકના વિકલ્પની વાત આવતી હતી ત્યારે મહિલાઓ પાસે કોઈ પસંદ નહોતી."
"તેથી મહિલાઓએ ગર્ભનિરોધકનો બોજો પોતે ઉઠાવ્યો પરંતુ હકીકતમાં ભારતમાં મહદંશે ઘરોમાં પુરુષો જ નિર્ણયો લેતા હતા અને તેઓ પરિવાર નિયોજન પ્રત્યે ક્યાં અજાણ બની ગયા અથવા તો પ્રતિરોધી."
"આ પ્રવૃત્તિ હજુ જોવા મળે છે."
વર્ષ 2019 અને 2021 વચ્ચે પાંચમાં રાષ્ટ્રીય પરિવાર સ્વાસ્થ્ય સર્વેક્ષણ (એનએફએચએસ) પ્રમાણે દેશમાં 38 ટકા મહિલાઓએ નસબંધી કરાવી હતી જ્યારે કે તેની સામે નસબંધી કરાવનારા પુરુષોની ટકાવાળી માત્ર 0.3 ટકા જ હતી.
સાર્વજનિક સ્વાસ્થ્ય વિશેષજ્ઞ આનંદ સિન્હા કહે છે, "નારા પારંપરિક પરામર્શ અને સમગ્ર સામાજિક વિકાસની ઘણી આવશ્યકતાને પ્રતિસ્થાપિત નહીં કરી શકે."
પરંતુ તેઓ ઉમેરે છે, "પણ તેમણે સામાજિક માનદંડોને બદલવામાં અને તેને સકારાત્મક બનાવવામાં ગતિ આપવામાં મદદ કરી છે."

કટોકટી દરમિયાન પરિવાર નિયોજનના અભિયાનને લાગ્યો ઝાટકો

ઇમેજ સ્રોત, Getty Images
1975ની ઇમર્જન્સી દરમિયાન જ્યારે નાગરિક સ્વતંત્રતા અવરોધાઈ હતી ત્યારે ભારતના પરિવાર નિયોજનને ઝાટકો લાગ્યો હતો.
કહેવાય છે કે આ સમય દરમિયાન સરકારે લાખો મહિલાઓ, પુરુષોને નસબંધી કરાવવા માટે મજબૂર કર્યાં હતાં.
સિન્હા કહે છે, "આ ઉપાયોને કારણે અભિયાન બદનામ થયું અને અચાનક લોકો ગર્ભનિરોધકના ઉપયોગ કરવાના વિચારથી ગભરાવા લાગ્યા."
ત્યારબાદ સરકાર માટે સૌથી મોટો પડકાર પરિવાર નિયોજનની કલ્પનાને ફરી સાકાર કરવાનો અને લોકો તેને અપનાવે તે માટે તેની સ્વીકૃતિ વધારવાનો હતો.
ખાનગી કંપનીઓએ નવદંપતિઓ માટે ચલાવ્યું રચનાત્મક અભિયાન.
દરમિયાન ખાનગી ક્ષેત્રોએ યુવા દંપતિઓને ગર્ભનિરોધકો વેચવા માટે રચનાત્મક અને રસપૂર્ણ અભિગમ અપનાવ્યો. જેને કારણે આ અભિયાન કામુક અને પ્રાસંગિક બન્યું.
મિત્રા કહે છે, "ગર્ભનિરોધકોના માર્કેટિંગ માટેની નવા અને મોટા અભિયાનની શરૂઆત 1980ના દાયકામાં થઈ. ત્યારે એચઆઈવી પશ્ચિમ માટે વધુ જોખમરૂપ બન્યો હતો. તેનો ભય ભારત સુધી પણ પહોંચ્યો."
"સેક્સનો ટૉપિક ખુલ્લામાં ચર્ચાવા લાગ્યો અને કૉન્ડોમ માટેનું સામાજિક અભિયાને પણ જોર પકડ્યું."

કૉન્ડોમ રિંગટોને લોકોના જનમાનસમાં પરિવારનિયોજન વિશે મોટી અસર છોડી

2008માં કૉન્ડોમ રિંગટોને આ અભિયાનને જનમાનસમાં સામાન્ય બનાવવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો.
આ અભિયાન બીબીસી મીડિયા ઍક્શન દ્વારા ચલાવવામાં આવ્યું હતું અને તેને ફંડ મળ્યું હતું બિલ ઍન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન દ્વારા.
ભારતમાં એચઆઈવીથી બચવા માટે સેફ સેક્સ માટેનું આ મોટું અભિયાન હતું.
જેમાં મોબાઇલ રિંગટોનનો ઉપયોગ થયો હતો. જેમાં કૉન્ડોમ શબ્દનું સમૃદ્ધ અને સરસ રીતે સંવાદિતા સ્થાપિત કરવા પુનરાવર્તન કરવામાં આવતું હતું. તે લોકોને અનોખી અનુભૂતિ આપતું હતું.
આ ઝુંબેશમાં એક રમુજી વીડિયો પણ દર્શાવવામાં આવ્યો હતો જેમાં એક ભારતીય વ્યક્તિ લગ્ન સમારંભમાં કૉન્ડોમ રિંગટોન સાથે તેનો ફોન રણકે છે ત્યારે તે કેવી રીતે ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ જાય છે.
મિત્રા કહે છે, "રિંગટોન વાઇરલ થઈ હતી. 4,80,000 લોકોએ તેને ડાઉનલોડ કરવાની વિનંતી કરી હતી. એનપીઆર દ્વારા તેને અમેરિકા સહિત જાપાનથી લઈને ઇન્ડોનેશિયા જેવા વિશ્વના દેશો ઉપરાંત યુરોપમાં પણ પ્લે કરવામાં આવતી હતી."
મિત્રા વધુમાં ઉમેરે છે, "ત્યારે તે વિશ્વભરમાં હેડલાઇન બની હતી. ઘણી જગ્યાએ ઍવૉર્ડ પણ જીત્યા હતા. પણ આ બધા કરતા તેની અસર કે જે મહત્ત્વપૂર્ણ હતી તે જોવા મળી."
બેનરજી કહે છે કે વ્યવહારમાં પરિવર્તન એક જીગશો પઝલ જેવું છે, "અલગ અલગ ચિત્રોના ટુકડા તમે ભેગા કરો ત્યારે મૂળ ચિત્ર બને."
"ક્યારેક માત્ર વાર્તાલાપ કરવાથી પણ વલણ બદલવામાં મદદ મળે છે.














