"વિકલાંગ છું તો શું થયું? મારે પણ સેક્સનો અનુભવ કરવો હતો..."

ઇમેજ સ્રોત, MELANIE
- લેેખક, બેથ રોઝ
- પદ, બીબીસી એક્સેસ ઓલ
કોવિડ-19 નો સમય હતો. મેલાની તેના ઓસ્ટ્રેલિયા સ્થિત ઘરમાં આઇસોલેશનને કારણે બંધ હતી. એક દિવસ તેને વિચાર આવ્યો અને તેણે પોતાની જાતને એક વચન આપ્યું. આ વચન શું હતું? મેલાનીએ પોતાને વચન આપ્યું કે જેવું આઇસોલેશન પૂરું થશે એટલે તેઓ એક પુરુષ સેક્સવર્કરને બોલાવશે અને પોતાનું કૌમાર્ય (વર્જિનિટી) ગુમાવશે.
મેલાનીના મનમાં પ્રેમ અને કોઈ વ્યક્તિ સાથેની નિકટતા વિશે વર્ષોથી પ્રશ્નો ઉદ્ભવી રહ્યા હતા. આ બધા પ્રશ્નો ઊઠવા સ્વાભાવિક હતા કારણ કે તે વિકલાંગ હતાં અને પોતાની દૈનિક ક્રિયાઓ માટે પણ તેમણે બીજા પર આધાર રાખવો પડતો હતો.
મનમાં ઉદ્ભવતા આવા પ્રશ્નો પર તે પૂર્ણવિરામ મૂકવા માંગતાં હતાં અને એટલે જ તેમણે પોતાની વર્જિનિટી ગુમાવવાનું નક્કી કરી લીધું હતું. આ માટે તેણે ચેઝ નામના પુરુષ સેક્સવર્કરને પસંદ કર્યો.
મેલાનીના મનમાં ઉદ્ભવેલાં આ વિચારો પાછળ પણ એક કારણ હતું. મેલાનીને ઘરે તેમની મદદ માટે આવતાં ટ્રેસીએ તેમને આ પ્રેરણા આપી હતી. તેઓ બંને જ્યારે આઇસોલેશનમાં હતા ત્યારે ટ્રેસીએ તેમને બોડી મસાજ કરી આપ્યો હતો.
મસાજ પહેલાં કોઈએ તેના શરીરને ચિકિત્સનીય કારણો સિવાય સ્પર્શ કર્યો નહોતો. મસાજ પછી 43 વર્ષની ઉંમરે તેને લાગ્યું કે હજુ કંઈક વધુ અનુભૂતિ કરવી છે. આ સ્પર્શ તેને ખૂબ ગમ્યો.

‘હું પણ એક સેક્સ વર્કર હતી'

ઇમેજ સ્રોત, MELANIE
ટ્રેસી (આ સાચું નામ નથી) એ મેલાનીને કહ્યું, ‘હું પણ એક સેક્સ વર્કર હતી. એટલે મને લાગ્યું આ પ્રકારનો અંગત કહી શકાય તેવો અનુભવ કદાચ તમને આનંદ આપી શકે અને કંઈક નવો અનુભવ કરવા માટે પ્રેરી શકે.’
મેલાનીએ બીબીસી ઍક્સેસ ઑલ સાથે વાતચીતમાં કહ્યું કે, ‘મારી આંખો ખુલી ગઈ અને મને એવું લાગ્યું કે હકીકતમાં મારે આ પ્રકારનો અનુભવ કરવો જોઈએ.’
મેલાની એ ઓનલાઈન એસ્કોર્ટ એજન્સી શોધી અને તેમાં ઘણા લોકોની પ્રોફાઇલ જોઈ. ત્યાં તેમને ચેઝની પ્રોફાઇલમાં રસ પડ્યો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
મેલાની ખૂબ ઉત્સાહમાં હતાં અને તેમણે ચેઝનું બુકિંગ કરી દીધું. ચેઝ તેમના ઘરે પહેલા સેશન માટે આવ્યો.
‘જ્યારે હું વ્હીલચેયર પરથી ઊતરી અને ટ્રેસી પણ જતી રહી ત્યારે રૂમમાં માત્ર અમે બંને જ હતાં. હું વિચારી પણ નહોતી શકતી કે હું શું કરવા જઈ રહી છું.’
ત્રણ વર્ષનાં હતાં ત્યારથી જ મેલાની વ્હીલચેર પર નિર્ભર થઈ ચૂક્યાં હતાં. ત્રણ વર્ષની ઉંમરે જ તેમને ટ્રાન્સવર્સ માયલિટીસ નામનો રોગ થયો હતો. આ રોગમાં કરોડરજ્જુમાં ઓચિંતા કે ધીમેધીમે સોજો આવી જાય છે. પછી સ્નાયુઓમાં નબળાઈ અને લકવા જેવી પરિસ્થિતિ ઉદ્ભવે છે. મેલિનાને પગમાં પેરેલિસિસ થઈ ગયો હતો અને તેના હાથ પણ થોડુંઘણું જ હલનચલન કરી શકતા હતા. તેમને રોજિંદી ક્રિયાઓ માટે પણ કોઈની મદદ લેવી પડતી હતી.
મેલાની ઘણાં વર્ષો સુધી જાપાનમાં રહ્યાં અને હવે તેઓ વિડીયો એડિટર છે. પણ જીવનમાં ક્યારેય તેમણે રોમાન્સનો અનુભવ કર્યો ન હતો.
એક વિકલાંગ વ્યક્તિ તરીકે ડેટિંગ કરવું અને બીજા લોકો સાથે ખૂબ નિકટના સબંધો કેળવવા, જાતીય રીતે સક્રિય થવું વગેરેને આ વિશ્વ સારી નજરે જોતું નથી.
બ્રિટનની સરકારે 2021માં એક ડિસેબિલિટી સરવે બહાર પાડ્યો હતો. આ સરવેમાં શારીરિક રીતે સામાન્ય હોય તેવા માત્ર 56 ટકા લોકો એવું માને છે કે વિકલાંગ વ્યક્તિ સાથે શારીરિક સબંધો બાંધવામાં તેમને કોઈ વાંધો નથી.
પહેલા મેલાનીએ ચેઝને ઇ-મેઇલ મારફતે સંપર્ક કર્યો હતો. ત્યારબાદ બંનેએ ઘણીવાર વિડીયો કોલ પર વાત કરી હતી, જેથી તેઓ એકબીજાને સમજી શકે અને શક્ય લાગતી સમસ્યાઓ વિશે ચર્ચા કરી શકે.
મેલાનીએ કહ્યું કે મેં તેને સેંકડો પ્રશ્નો પૂછ્યા હશે. જેમ કે તમારા એપાર્ટમેન્ટમાં વ્હીલચેરની સુવિધા છે? લિફ્ટની સુવિધા છે? લિફ્ટ બ્રેક ડાઉન થઈ જવાની સમસ્યા રહે છે?

‘સેક્સ્પેક્ટેશન’ - સેક્સથી રહેલી વિવિધ પ્રકારની અપેક્ષાઓ

ઇમેજ સ્રોત, MELANIE
ચેઝે આપેલા પ્રશ્નોના જવાબથી મેલાની સંતુષ્ટ થયાં અને તેઓ ચેઝના એપાર્ટમેન્ટ પર જવા તૈયાર થયાં. જોકે તેઓ જરાય ચિંતિત ન હતાં. હકીકતમાં તેઓ ખૂબ ઉત્સાહિત હતાં, કારણ કે ચેઝ સાથે વાત કરીને તેમને બધા પ્રશ્નોના જવાબ મળી ગયા હતા.
કાયદાકીય રીતે જોઈએ તો પણ બંને વચ્ચે થયેલી આ સમજૂતીમાં કોઈ સમસ્યા ન હતી.
પશ્ચિમી ઑસ્ટ્રેલિયામાં વર્ષ 2000ના પ્રૉસ્ટિટ્યૂશન એક્ટ પ્રમાણે કોઈ વ્યક્તિ જાહેરમાં સેક્સને લગતી પ્રવૃત્તિઓ ન કરી શકે કે વેશ્યાલય ન ચલાવી શકે પરંતુ વેશ્યાવૃત્તિ એ ગેરકાનૂની નથી અને ઍસ્કોર્ટ એજન્સીઓ ચલાવી શકાય છે. જોકે ઑસ્ટ્રેલિયાનાં અન્ય રાજ્યો વિકટોરિયા, ન્યૂ સાઉથ વેલ્સ જેવા રાજ્યોમાં આ પ્રવૃતિ પર કોઈ પ્રકારનો પ્રતિબંધ નથી.
મેલાની એ જગ્યાએ પહોંચ્યાં જ્યાં ચેઝે તેમને બોલાવ્યાં હતાં. તેમના મનમાં અનેક પ્રશ્નો ઉદ્ભવી રહ્યા હતા. પરંતુ તેમને એ વાતનો વિશ્વાસ થઈ ચૂક્યો હતો કે તેમની સામે જે વ્યક્તિ છે તે ઍક્સ્પર્ટ છે અને તેમણે કોઈ ચિંતા કરવાની જરૂર નથી.
ત્યાં પહોંચીને બંને વચ્ચે વાતચીતનો તબક્કો શરૂ થયો. ચેઝને વિકલાંગતા વિશેનું મારું જ્ઞાન જાણીને નવાઈ લાગી. ખૂબ હસીમજાકમાં અમે અમારો સમય વીતાવી રહ્યાં હતાં અને બે કલાકમાં તો અમે ખૂબ સારા મિત્રો બની ગયા.
ચેઝે આ ઈન્ડસ્ટ્રીમાં છ વર્ષ કામ કર્યું છે અને તે કહે છે કે નવા ગ્રાહકોમાં ‘સેક્સ્પેક્ટેશન’ (સેક્સથી રહેલી વિવિધ પ્રકારની અપેક્ષાઓ) એ સૌથી મોટી સમસ્યા છે.
ચેઝ કહે છે, ‘બીજા કોઈપણ પ્રકારના નિકટ સબંધોની જેમ જ તમારે એવું નક્કી કરવું પડશે કે શું ચાલશે અને શું નહીં ચાલશે.’
ચેઝને બુક કરતાં પહેલાં મેલાનીને એ વાતનો અંદાજો ન હતો કે અતિ નિકટના સબંધોમાં તેમનું શરીર કઈ રીતે પ્રતિભાવ આપશે. શું તે પરિસ્થિતિને અનુકૂળ થઈ શકશે? તે આ ઘટનાને માણી શકશે કે કેમ? આવા અનેક પ્રશ્નો તેમના મનમાં હતા.
એટલે જ તેમણે ચેઝને મહત્તા આપી હતી. ‘હું એવું ઇચ્છતી ન હતી કે હું કોઈપણ વ્યક્તિને કોઈ બારમાંથી પકડી લાવું અને તેની સાથે સેક્સ કરું. તે મને જરાય સલામત લાગતું ન હતું.’
મેલાનીને એવું લાગતું હતું કે ચેઝ સાથે તેમને ખૂબ મજા આવશે અને પોતાની જાતને તેમણે કોઈ લિમિટમાં બાંધવી નહીં પડે.
બીજી સમસ્યા એ પણ હતી કે તેમના પગ કાબૂમાં રહેતા ન હતા. ક્યારેક તે ઓચિંતા વળી જતા હતા. અંગોને રીફ્રેશ કરવા માટે તેણે ફિઝીયોથેરાપીનાં સેશન લેવાં પડતાં હતાં. તેમને એવું લાગતું હતું કે એમણે એમના પગ બાંધી રાખવા પડશે.
આ પ્રકારની વાત સાંભળીને એવું લાગે કે મેલાની માટે આ કેટલી નાજુક પરિસ્થિતિ હતી. તે વિકલાંગ પણ હતાં અને કોઈ અન્ય વ્યક્તિના ઘરમાં પણ હતાં.
‘આવું પહેલીવાર બની રહ્યું હતું કે હૉસ્પિટલને બાદ કરતાં હું કોઈ પુરુષની સામે નગ્ન અવસ્થામાં હતી.’
ચેઝ આ બધી પરિસ્થિતિથી વાકેફ હતો તેથી તે સતત એવા પ્રયત્નો કરી રહ્યો હતો કે તે મારા માટે એક એવો માહોલ ઊભો કરી શકે જેમાં હું સંપૂર્ણપણે નિશ્ચિંત હોઉં.’
એક કલાકનો ચાર્જ 400 ઓસ્ટ્રેલિયન ડૉલર

પણ મેલાનીની પરિસ્થિતિને નાજુક ગણી શકાય તેનું કારણ માત્ર શારીરિક સામર્થ્યનું જ અસંતુલન જવાબદાર ન હતું. વિકલાંગતા ક્યારેક લોકોને એવો અનુભવ કરાવે છે કે અમે આ દુનિયામાં અમુક વસ્તુઓ કરવા સક્ષમ નથી. લોકોને આ વાત ખૂબ સામાન્ય લાગી શકે છે કારણ કે તેઓ સક્ષમ હોય છે.
તાજેતરમાં બાંધેલા ગાઢ સબંધોથી મેલાનીનો આત્મવિશ્વાસ ખૂબ વધ્યો છે અને તેની ખૂબ તાકાત મળી છે.
ચેઝને બુક કરતી વખતે, સર્વિસ માટે પૈસા આપતી વખતે મને એ બાબતોનો ખ્યાલ હતો કે ચેઝ મને બીજા લોકો કરતાં મારી સાથે અલગ વ્યવહાર કરશે અને કદાચ મને એવું લાગે કે મને નથી મજા આવતી તો તે મારા કહેવાથી તરત જ અટકી જશે.’
જો મને ન ગમે એવું કંઈક થયું હોત તો મેં તેને ફરીવાર બુક ન કર્યો હોત. પણ તેની પાછળ ખર્ચો પણ ખૂબ થાય છે.
ચેઝનો એક કલાકનો ચાર્જ 400 ઑસ્ટ્રેલિયન ડૉલર છે અને 48 કલાક માટે તે હજારો ડૉલર થઈ જાય છે.’
પોતાની કિંમત બાબતે ચેઝ કહે છે, ‘મોટાભાગના લોકો એ વાત સમજતા નથી કે કોઈ વ્યક્તિને તમે 48 કલાક સુધી સમય આપો છો ત્યારે તમે તમારા જીવનમાં 48 કલાક સુધી બીજું કંઈ કામ કરતા નથી. આ સમયની પણ વિશેષ કિંમત છે.’
ચેઝ એ વાતનો પણ સ્વીકાર કરે છે કે તેને આ કામથી ખૂબ સંતોષ પણ મળે છે.
‘કોણ એવું હોઈ શકે જે બીજા લોકોને મદદ કરવા ન ઇચ્છતું હોય? જો બીજા લોકોને જરૂરિયાત હોય તો હું શા માટે તેમને મદદરૂપ ન થઈ શકું? તેમને જો સારું લાગતું હોય, આનંદ મળતો હોય તો મારે આ કામ ચાલુ રાખવું જોઈએ એવું મને લાગે છે.
મેલાની એ વાતનો સ્વીકાર કરે છે કે તમે ચેઝના પ્રેમમાં પડ્યા વગર ન રહી શકો. પણ મારે એ વાત યાદ રાખવી પડે છે કે આ પ્રોફેશનલ સબંધ માત્ર છે.
મેલાની અને ચેઝ એકબીજાને છેક જાન્યુઆરીથી ઓળખે છે અને મળે છે. પણ વાત માત્ર સેક્સ પૂરતી જ સીમિત છે એવું નથી.
પોતાની સેક્સવર્કર તરીકેની આવડતનો ઉપયોગ કરીને ચેઝ મેલાનીને અનેક રીતે મદદરૂપ થઈ રહ્યો છે. એ સિવાય તે એક ડેટિંગ કોચની પણ મદદ લઈને મેલાનીના મનમાં ડેટિંગ પ્રત્યે રહેલા સવાલોને દૂર કરવા માંગે છે. જેથી તે બીજા લોકો સાથે પણ પ્રેમના સબંધો બાંધી શકે.
મેલાની કહે છે, ‘હું ચેઝના રીપ્લેસમૅન્ટ માટે કોઈ વ્યક્તિને શોધી રહી છું. એવું કોઈ કે જે મને ચાહી શકે, મને પ્રેમ આપી શકે અને એ પણ બધુ ફ્રી માં.’
‘મેં ક્યારેય વિચાર્યું ન હતું કે હું ડેટિંગ ઍપ્સ પર જઈશ અને કોઈ પુરુષો સાથે ઓનલાઈન વાત કરીશ. પણ હવે હું તે દરરોજ કરી રહી છું.’
મેલાની માટે આ અનુભવ શારીરિક સબંધો કે સેક્સથી ઘણો મહત્ત્વનો હતો. તેમને આ અનુભવથી ખૂબ શીખવા મળ્યું અને સંતોષ પણ મળ્યો. તે માને છે કે સરકારે જ વિકલાંગ લોકો માટે આ પ્રકારની એક સર્વિસ શરૂ કરવી જોઈએ.’
મારો આત્મવિશ્વાસ સાતમા આસમાને પહોંચી ગયો છે અને હું આટલી ખુશ ક્યારેય ન હતી. અને હું માનું છું કે આ પ્રકારના અનુભવની તમે કોઈ કિંમત નક્કી ન કરી શકો.’
તે હવે આ અનુભવની વાત તેના પરિવાર અને મિત્રો સાથે પણ વહેંચવા આતુર છે.
‘પહેલાં મને આ વાત કહેતાં ખૂબ શરમ અનુભવાતી હતી, પણ આ ઘટનાને લીધે મારા જીવનમાં બહુ મોટો ફેરફાર થયો છે. હું એટલી ખુશ છું કે હું બધા લોકોને આ વાત વર્ણવી રહી છું. મારા ચહેરા પરની ખુશી જાણે કે ઓછી થવાનું નામ જ નથી લઈ રહી’.














