પરિવારનું સુકાન આત્મવિશ્વાસ અને પોતાની આગવી ઓળખ સાથે સંભાળતી ભારતીય મહિલાઓની કહાણી
ભારત વસતીના આંકડાએ ચીનને પાછળ છોડીને વિશ્વમાં સૌથી વધુ વસતી ધરાવતો દેશ બની ગયો છે.
જોકે વધતી વસતી સાથે દેશના નાગરિકોનો લગભગ 50 ટકા ભાગ એટલે કે મહિલાઓનું સ્થાન હવે તેમના પરિવારોમાં બદલાઈ રહ્યું છે.
અગાઉ પરિવારમાં રસોડા અને ઘરગથ્થું કામો સુધી જ મર્યાદિત રહેતી મહિલાઓની ભૂમિકા હવે બદલાઈ રહી છે.
ક્યારેક પતિ ગુમાવી દેવાના કારણે અથવા તો પતિ રોજગારી માટે ઘરેથી દૂર સ્થળાંતર કરીને ગયા હોય ત્યારે ઘરે રહેલી મહિલાઓ પર પરિવાર ચલાવવાની જવાબદારી સાથે વ્યક્તિગત વિકાસ કરવાની તક ઊભી થઈ રહી છે.

પરિવારનું ગુજરાન ચલાવવા પતિ સાથે વતન છોડીને મોટાં શહેરોમાં આવતી મહિલાઓ પણ પોતાનાં કામોથી પોતાની એક વિશિષ્ટ ઓળખ બનાવી રહી છે.
ભારતની મહિલાઓ હવે પરિવારનાં વડાં તરીકેની ભૂમિકામાં પણ જોવા મળી રહી છે.
એક વાત નિશ્ચિત છે કે ભારત બદલાઈ રહ્યું છે, અને તેણે હજુ બદલાવું પડશે એવી મહિલાઓ માટે જેઓ સમાજના તમામ નિયમોને પલટાવીને પોતાની અને પોતાના પરિવારની કમાન સંભાળવા તૈયાર છે.
જુઓ નૂર, ઉષા અને માનની હૃદયસ્પર્શી કહાણીઓ...





