You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ચંદ્રગ્રહણ 2025 : 10 તસવીરમાં જુઓ ભારત સહિત વિશ્વભરમાં દેખાયેલા બ્લડમૂનનો નજારો
રવિવાર, 7 સપ્ટેમ્બર, ખગોળશાસ્ત્રીઓ અને અવકાશ ઉત્સાહીઓ માટે ખૂબ જ ખાસ દિવસ હતો. ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં પૂર્ણ ચંદ્રગ્રહણ જોવા મળ્યું હતું.
આ પૂર્ણ ચંદ્રગ્રહણ 'બ્લડમૂન' તરીકે દેખાયું હતું. જેને કારણે ચંદ્ર લાલ રંગનો અને સામાન્ય કરતાં મોટો દેખાયો હતો.
આ ખગોળીય ઘટના ભારત સહિત પૂર્વ આફ્રિકા, યુરોપ, પશ્ચિમ ઑસ્ટ્રેલિયા અને એશિયાના ઘણા દેશોમાં શરૂઆતથી અંત સુધી સ્પષ્ટપણે દેખાતી હતી.
મહત્ત્વનું છે કે આ વર્ષનું આ છેલ્લું ચંદ્રગ્રહણ છે. ચંદ્રગ્રહણને જુઓ તસવીરોમાં.
લદ્દાખથી લઈને ગુજરાત સુધી, લાખો લોકોએ રવિવાર રાત્રે એક દુર્લભ 'બ્લડ મૂન' તેમજ પૂર્ણ ચંદ્રગ્રહણ નિહાળ્યું હતું.
રવિવારે રાત્રે 9.57 વાગ્યે પૃથ્વીનો પડછાયો ચંદ્રની સપાટી પર પડવાનું શરૂ થયો હતો. વાદળછાયું આકાશ અને વરસાદને કારણે દેશના કેટલાક ભાગોમાં ચંદ્ર દેખાતો નહોતો.
જ્યારે પૃથ્વીના પડછાયાએ ચંદ્રને સંપૂર્ણપણે ઢાંકી દીધો હતો ત્યારે 'બ્લડ મૂન' જોવા મળ્યો હતો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર