વાયગ્રાને કયા ફળ સાથે નહીં લેવી જોઈએ, દવાઓની ખોરાક પર થતી આડઅસર વિશેનાં સંશોધનોમાં શું બહાર આવ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, સોફિયા કાગ્લિયા
આપણે જે દવાઓ લઈએ છે તેની અસરકારકતા ક્યારેક આપણે જે ખોરાક લઈએ છે તેનાથી પ્રભાવિત થઈ શકે છે. વૈજ્ઞાનિકો હવે આ પ્રકારની અસરોને નિયંત્રણમાં લાવવાનો અને સારવારને વધુ અસરકારક બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
તામિલનાડુમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો હતો. ઘટના એવી હતી કે 46 વર્ષીય વ્યક્તિને હૉસ્પિટલના ઇમર્જન્સી વૉર્ડમાં દાખલ કરવામાં આવી હતી. ડૉકટર અને સ્ટાફ એની સમસ્યાથી પરેશાન હતા.
એ વ્યક્તિએ વાયગ્રા ખાઈ લીધી હતી. એ વ્યક્તિએ પોતાની પત્ની સાથે સેક્સ કરતાં પહેલાં આ દવા લીધી હતી. યોગ્ય માત્રામાં દવા લીધી હોવા છતાં પણ સતત પાંચ કલાક સુધી એના લિંગમાં ઉત્તેજના રહી હતી. અને તેનાથી છુટકારો મેળવવા તે કંઈ જ ન કરી શક્યા.
ડૉકટરોએ જ્યારે એની સમસ્યા વિશે તપાસ કરી તો ખ્યાલ આવ્યો કે એ વ્યક્તિએ વાયગ્રા લીધી તે પહેલાં દાડમનું જ્યૂસ વધારે માત્રામાં પીધું હતું.
ડૉકટરે એક ઇન્જેક્શન આપ્યું અને ભવિષ્યમાં વાયગ્રાની સાથે દાડમનું જ્યૂસ ન પીવાની સલાહ આપી.
ડૉકટરોએ આ કેસ પરથી તારણ કાઢ્યું કે દાડમનું જ્યૂસ પીવાથી દવાની અસરકારકતા અનેકગણી વધી ગઈ હતી.
દવા પર ભોજનનો પ્રભાવ

ઇમેજ સ્રોત, Getty Images
આ આપણા દ્વારા લેવામાં આવતું ભોજન અને દવાની સંયુક્ત અસરનું આ એક ઉદાહરણ માત્ર છે.
ખોરાક અને દવા એકસાથે લેવાથી થતી આડઅસરો કેવી રીતે થાય છે તે વિશેનું ઘણું તબીબી સાહિત્ય ઉપલબ્ધ છે. જેમાં જણાવાયું છે કે ભોજન અને દવાને એકસાથે લેવામાં આવે તો ઘણીવાર દુષ્પ્રભાવ પણ પડે છે. ક્યારેક આ દુષ્પ્રભાવ જોખમ સર્જે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એવા કિસ્સાઓની સંખ્યા વધી રહી છે કે જે સાબિત કરે છે કે દવા લેતી વખતે ભોજન, પીણાંની શું અસર થાય છે.
ઉદાહરણ માટે સમજીએ તો દ્રાક્ષ ઘણી દવાની અસરમાં વધારો કરી શકે છે. દવાના દુષ્પ્રભાવની સંભાવના પણ વધી જાય છે. બીજી બાજુ ફાઇબરયુક્ત ખાદ્ય પદાર્થ કેટલીક દવાની અસરને ઓછી પણ કરી શકે છે.
દવા મનુષ્ય માટે કેટલીક અસરકારક છે એ નક્કી કરવા માટે દવાની કંપનીઓ દાયકાઓ સુધી પરીક્ષણ કરે છે.
બજારમાં હજારો દવાઓ અને લાખો ખાદ્ય પદાર્થ ઉપલબ્ધ છે કે જેને એકસાથે લઈ શકાય છે. અને એવા પણ છે જેને એકસાથે ન લઈ શકાય.
દવા અને આહાર વિશે નિષ્ણાતો શું કહે છે?

ઇમેજ સ્રોત, Serenity Strull/BBC
વૈજ્ઞાનિકોએ કરેલી સમીક્ષાને આધારે જણાયું છે કે ભોજન અને દવાઓ વચ્ચેનો સંબંધ એમની સુરક્ષા અને અસરકારતાનું પ્રમુખ કારણ બની શકે છે.
નિષ્ણાતો હવે દવાઓ અને ખોરાક વચ્ચેની ક્રિયા-પ્રતિક્રિયાઓને વ્યવસ્થિત રીતે ટ્રૅક કરવાનું શરૂ કરી રહ્યા છે. કેટલાકને આશા છે કે આ અભ્યાસ ખોરાક અને દવાઓની સંયુક્ત અસરો વિશે સમજણ આપશે.
કૅલિફોર્નિયા સ્થિત વેસ્ટર્ન યુનિવર્સિટી ઑફ હેલ્થ સાયન્સમાં ફાર્મસી પ્રૅકટીસ અને ઍડમિનીસ્ટ્રેશનના પ્રોફેસર પૈટ્રિક ચાન કહે છે, "મોટાભાગની દવાઓ પર તમે લીધેલા ભોજનની કોઈ અસર થતી નથી. કેટલાક કિસ્સામાં કોઈ દવાઓ પર ભોજનની અસર થાય છે અને આ દવાનું ધ્યાન રાખવું જોઈએ."
અમેરિકી ખાદ્ય અને ઔષધિ પ્રશાસન અને યુરોપીય ઔષધ એજન્સી(યુએસએફડીએ)ના કેટલાક માપદંડો છે જે પ્રમાણે દવાઓ પર ખાદ્ય પદાર્થોની અસરનું પરીક્ષણ કરવું જરૂરી છે.

ઇમેજ સ્રોત, Getty Images
આ પરીક્ષણમાં એ લોકોને સામેલ કરવામાં આવે છે જેણે ઉપવાસ કર્યો છે અથવા તો ચરબીવાળું ભોજન-માખણ સાથે બ્રેડની સ્લાઇસ, બેકનની બે સ્લાઇસ, બે ઈંડા, થોડા બટાકા સાથે દૂધનો એક ગ્લાસ લીધો હોય.
પણ દરેકની તપાસ કરવી લગભગ મુશ્કેલ કામ છે.
સર્બિયાના બેલગ્રેડ સ્થિત સેન્ટર ઑફ રિસર્ચ ઍકસેલન્સ ઇન ન્યુટ્રિશન ઍન્ડ મેટાબૉલિઝમનાં રિસર્ચ ઍસોસિએટ જેલેના મિલેસેવિક કહે છે, માનવ શરીરમાં મેટાબૉલિઝમ એક બહુ જટીલ પ્રક્રિયા છે
જેલેના આગળ કહે છે, આ એક નાની ફૅકટરી જેવી છે. ફૅકટરીમાં થનારી જટીલ પ્રક્રિયાઓની જેમ છે.
જેલેના કહે છે, જ્યારે શરીર, ભોજન અને દવામાં બધી રાસાયણિક પ્રતિક્રિયાઓ એકસાથે થાય તો તેને અલગ કરવી મુશ્કેલ છે.
તેઓ એના પર શોધ કરી રહ્યાં છે કે વિટામીન-ડી શરીરમાં દવાઓને કઈ રીતે અસર કરે છે અને દવાઓ વિટામીન-ડી પર કઈ રીતે અસર કરે છે.
આપણે જે ભોજન લઈએ છીએ, તેને આપણા દ્વારા લેવામાં આવતી દવાઓને બે પ્રકારે અસર કરી શકે છે.
ભોજન દવાને અસર કરતાં મુખ્ય અથવા તો સક્રિય અંગમાં ભળી જાય છે, અથવા ભોજન દવાની આપણા શરીર પર થતી અસરને બદલી શકે છે.
ભોજન અને દવાનું સંયોજન

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
કેટલાંક ખાદ્ય પદાર્થો અને દવાઓનું સંયોજન 1980ના દાયકાથી જાણીતું છે. દ્રાક્ષ અથવા તો દ્રાક્ષનો રસ દવાને કેવી રીતે અસર કરે છે.
જેમાં કેટલીક કોલેસ્ટ્રૉલ ઓછી કરનારી દવાઓ, જેમકે સ્ટેટિન્સ, હાઈ બ્લડપ્રેશરની દવાઓ જેમકે નિફેડિપિન અને ફેલોડિપિન સામેલ છે.
દ્રાક્ષ અથવા તો દ્રાક્ષનો રસ સાઇક્લૉસ્પોરિન પર પણ અસર કરે છે. જે શરીરને અંગ પ્રત્યારોપણ પછી અંગને નકારવાથી રોકવા માટે રોગપ્રતિકારક શક્તિને દબાવવા માટે વપરાતી દવા છે. તે વિશ્વભરના દર્દીઓ માટે વપરાતી ઘણી દવાને અસર કરી શકે છે.
દ્રાક્ષ બ્લડમાં કેટલીક દવાઓની માત્રાને વધારી શકે છે જેનાથી તેની અસરકારકતા વધે છે. આમાં આર્ટેમેથર અને પ્રેઝિક્વેન્ટલ જેવી મેલેરિયા વિરોધી દવાઓ અને સક્વિનાવીર જેવી ઍન્ટિવાઇરલ દવાઓનો સમાવેશ થાય છે.
આ સાયટોક્રોમ P450 3A4 નામના ઍન્ઝાઇમને અટકાવીને કરવામાં આવે છે. આ ઍન્ઝાઇમ વિવિધ દવાઓને તોડી નાખે છે. આનાથી દવાઓ એટલી મોટી માત્રામાં એકઠી થઈ શકે છે કે તે ઝેરી બની શકે છે.
ઉદાહરણ તરીકે, સિલ્ડેનાફિલ, જે ઇરેક્ટાઇલ ડિસફંક્શન(ઈડી)ની સારવાર માટે વપરાતી દવા છે, તે વાયગ્રા નામથી વેચાય છે.
પોર્ટુગલની કોઇમ્બ્રા યુનિવર્સિટીમાં ડ્રગ-હર્બ ઇન્ટરેક્શનનાં ઑબ્ઝર્વેટરી ડિરેક્ટર મારિયા દા ગ્રાકા કેમ્પોસ કહે છે, "આ ઍન્ઝાઇમ વિના, દવા લાંબા સમય સુધી શરીરમાં રહે છે અને તેની વઘારે માત્રા શરીર માટે ઝેરી બની શકે છે."
"ફળોનો રસ દવાઓ પર વધુ અસર કરે છે કારણ કે તે ઘણીવાર સાંદ્ર સ્વરૂપમાં હોય છે. આનો અર્થ એ છે કે તેમાં સક્રિય સંયોજનોનું પ્રમાણ વધુ હોય છે જે ફળો કરતાં દવાઓ પર વધુ અસર કરે છે."
દવાઓ પર ક્રેનબેરી ફળની અસર

ઇમેજ સ્રોત, Getty Images
એવું માનવામાં આવતું હતું કે ક્રેનબેરી પણ વૉરફેરિન નામની દવા પર સમાન અસર કરે છે, જે એક ઍન્ટિકૉએગ્યુલન્ટ દવા છે.
ક્રેનબેરીનો રસ પીવા અંગે ડઝનબંધ કેસ રિપોર્ટ્સ પ્રકાશિત થયા છે.
એક કિસ્સામાં, એક અઠવાડિયા સુધી દરરોજ સૅન્ડવિચ પર અડધો કપ (113 ગ્રામ) ક્રેનબેરી સોસ ખાવાથી વૉરફેરિનની લોહી પાતળી કરવાની અસરોમાં વધારો જોવા મળ્યો.
જોકે, ક્લિનિકલ ટ્રાયલ્સમાં તારણ નીકળ્યું છે કે ક્રેનબેરીનું નિયમિત સેવન વૉરફેરિનની અસરમાં કોઈ ખાસ ફરક પડતો નથી.
જોકે, એ નોંધવું જોઈએ કે આ ટ્રાયલ માટે ક્રેનબેરી જ્યૂસ ઉત્પાદક દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવ્યું હતું.
ઍન હૉલબ્રુક કહે છે, "મોટાભાગનું તબીબી સાહિત્ય ખૂબ જ નબળી ગુણવત્તાવાળા દર્દીના અહેવાલો સુધી મર્યાદિત છે, જે એવાંં પરિબળોને અવગણે છે જે તારણોને મૂંઝવણમાં મૂકી શકે છે,"
તેઓ કૅનેડાના હેમિલ્ટનમાં મૅકમાસ્ટર યુનિવર્સિટીમાં ક્લિનિકલ ફાર્માકોલૉજી અને ટૉક્સિકૉલૉજીના ડિરેક્ટર છે.
હૉલબ્રુકનું કહેવું છે કે આ પ્રશ્નોના જવાબ આપવા માટે, સેંકડો દર્દીઓના અભ્યાસની જરૂર પડશે જેથી ફક્ત વૉરફેરિનની અસરની તુલના વૉરફેરિન અને ક્રેનબેરીની અસરો સાથે કરી શકાય, અને તેમાં ક્રેનબેરી ઉત્પાદનોનાં ધોરણોને પણ ધ્યાનમાં લેવાની જરૂર પડશે.
સિડની યુનિવર્સિટીના ફાર્મસીના ડીન ઍન્ડ્રુ મૅકલાચલાન કહે છે કે, તમે તાજો રસ લો, સાંદ્ર રસ લો કે અર્ક લો, તેમજ ફળની માત્રા અને દવાની તુલનામાં રસ લેવાનો સમય, આ બધું દવાની અસરકારકતાને પણ અસર કરી શકે છે.
2011 માં, યુએસ ફૂડ ઍન્ડ ડ્રગ ઍડમિનિસ્ટ્રેશન (USFDA)એ વૉરફેરિન માટે તેની માર્ગદર્શિકામાં સુધારો કર્યો, જેમાં ક્રેનબેરી વિશેની ચેતવણીઓ દૂર કરવામાં આવી.
જો કે, યુકેમાં NHS હજુ પણ દર્દીઓને દવા લેતી વખતે ક્રેનબેરીનો રસ પીવાનું ટાળવાની ચેતવણી આપે છે.
વિવિધ રોગો પર અલગ-અલગ અસર

ઇમેજ સ્રોત, AFP via Getty Images
લિકરિસ ચોક્કસ દવાઓ સાથે ક્રિયા-પ્રતિક્રિયા કરી શકે છે. તે સાયકોક્રોમ ઍન્ઝાઇમને અસર કરે છે, જે સામાન્ય રીતે દવાઓને તોડી નાખે છે.
તે દવાઓ સાથે ક્રિયા-પ્રતિક્રિયા કરે છે, જેમાં ડિગોક્સિન, હૃદયની દવા અને કેટલીક ઍન્ટિડિપ્રેસન્ટ્સનો સમાવેશ થાય છે.
જોકે, આ અસરોની તીવ્રતાનો કાળજીપૂર્વક અભ્યાસ દર્શાવે છે કે તેની કોઈ સંભવિત તબીબી આડઅસર નથી.
"આપણે ડ્રગ-ફૂડ ક્રિયા-પ્રતિક્રિયાઓને બધી અથવા કંઈ નહીં તરીકે વિચારી શકતા નથી. ડ્રગ-ફૂડ ક્રિયા-પ્રતિક્રિયાઓને ગંભીર, મધ્યમ અથવા ગૌણ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે," ચાન કહે છે.
2017 માં, મારિયા દા ગ્રાસા કેમ્પોસે ખોરાક અને દવા વચ્ચેની એક વિચિત્ર ક્રિયા-પ્રતિક્રિયા પર પ્રકાશ પાડ્યો.
આ ત્યારે બન્યું જ્યારે સંધિવા માટે દવા લેતા એક દર્દીને તેનાં અંગોમાં દુ:ખાવો અને નબળાઈ સાથે હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો.
એવું બહાર આવ્યું કે દર્દીએ સંધિવા માટે વપરાતી દવા કોલ્ચીસીન, આર્ટિકોક્સ (એક શાકભાજી) માંથી બનાવેલું પીણું સાથે લીધું હતું. તેણે ડાયાબિટીસ અને હાઈ બ્લડપ્રેશર માટે અન્ય દવાઓ પણ લીધી હતી.
આર્ટિચોકમાં રહેલાં કેટલાંક બાયૉકેમિકલ્સના કારણે તેમના શરીરની તે દવાઓનો ઉપયોગ કરવાની સામાન્ય ક્ષમતા ઘટી ગઈ હતી, જેના કારણે તેમના લિવરમાં ઝેરી પદાર્થો એકઠા થઈ ગયા હતા.
"તે ખરેખર ખરાબ હતું. શરૂઆતમાં અમને લાગ્યું કે તેને લિવર ટ્રાન્સપ્લાન્ટની જરૂર પડી શકે છે. તે ખરેખર જટિલ હતું," દા ગ્રાકા કેમ્પોસે કહ્યું.
સદનસીબે, દર્દી સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયો.
"પરંપરાગત દવામાં આર્ટિકોક ચા જેવા અર્ક અને જડીબુટ્ટીઓનો ઉપયોગ થાય છે, અને તેનું કડક નિયમન કરવામાં આવતું નથી. ક્યારેક, ભલે તે કૃત્રિમ દવાઓ જેટલી અસરકારક અથવા કાર્યક્ષમ હોય, પણ તે નથી," દા ગ્રાસા કેમ્પોસ કહે છે.
હળદર અને દરિયાઈ શેવાળમાંથી બનેલી દવા એકસાથે લો તો યકૃત પર શું અસર થાય?

ઇમેજ સ્રોત, Getty Images
તેવી જ રીતે દા ગ્રાકા કેમ્પોસે એક અભ્યાસ હાથ ધર્યો હતો જેમાં હળદર અને ક્લોરેલા શેવાળમાંથી બનાવેલું પોષક પૂરક દર્દીની કૅન્સરની દવાઓ સાથે ક્રિયા-પ્રતિક્રિયા કરે છે, જેના કારણે દર્દીના યકૃતમાં ગંભીર ઝેરી અસર થાય છે.
હળદર લોહીને પાતળું કરવા અને ડાયાબિટીસની દવાઓની અસરકારકતા વધારવા માટે મહત્ત્વની છે.
સેન્ટ જૉન્સ વૉર્ટનો અર્ક ઍન્ટિ-ઍન્ઝાયટી અને ડિપ્રેસન-વિરોધી દવાઓ, તેમજ ગર્ભનિરોધક અને કેટલીક કિમૉથેરાપી દવાઓ સાથે પ્રતિક્રિયા કરી શકે છે.
દા ગ્રાકા કેમ્પોસ કહે છે, "લોકોએ એ સમજવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે કે ઔષધીય વનસ્પતિઓ મોટા પાયે આવી ક્રિયા-પ્રતિક્રિયાઓ અને પરિણામો લાવી શકે છે."
દવા અને ખોરાક સાથે સંબંધિત આ પૅટર્ન કાયમી અને વ્યાપક છે કે દર્દીના કિસ્સામાં ક્યારેક ક્યારેક જ જોવા મળે છે તે જોવા માટે વધુ ક્લિનિકલ ટ્રાયલની જરૂર છે.
ખોરાક દવાની અસરકારકતા ઘટાડી શકે છે

ઇમેજ સ્રોત, Getty Images
ખોરાક અને દવાઓની ક્રિયા-પ્રતિક્રિયા હંમેશાં દવાઓને હંમેશાં વધુ ઝેરી કે ખતરનાક બનાવતી નથી પરંતુ ક્યારેક તે દવાઓની અસરકારકતા પણ ઘટાડી શકે છે.
વૉરફેરિન (એક ઍન્ટિકોએગ્યુલન્ટ દવા જે ક્રેનબેરી સાથે પ્રતિક્રિયા કરે છે) પાંદડાંવાળા લીલા શાકભાજીમાં જોવા મળતા વિટામિન-K સાથે જોડવામાં આવે ત્યારે તેની અલગ અસર દેખાય છે.
જ્યારે લોહી ગંઠાઈ જતી દવા વૉરફેરિન અને વિટામિન-K એકબીજાના સંપર્કમાં આવે છે, ત્યારે વૉરફેરિનની અસર ઓછી થાય છે. આનો અર્થ એ નથી કે વૉરફેરિન લેતા દર્દીઓએ પાંદડાંવાળા શાકભાજી ન ખાવા જોઈએ.
પરંતુ તેનો અર્થ એ છે કે તેમની દવાની માત્રા તેમના આહાર સાથે સુસંગત હોવી જોઈએ અને તેમનો આહાર સુસંગત હોવો જોઈએ.
"શું તમે મારા કરતાં વધુ લીલાં શાકભાજી ખાઓ છો? પછી ડૉક્ટર તે લીલાં શાકભાજીની અસર ઘટાડવા માટે તમારા વૉરફેરિનની માત્રા વધારી શકે છે," ચાન કહે છે.
મૉનોઍમાઇન ઑક્સિડેઝ ઇન્હિબિટર્સ (MAOIs) તરીકે ઓળખાતાં ઍન્ટિડિપ્રેસન્ટ્સ લેતા દર્દીઓને ઘણીવાર આથાવાળાં ખોરાક અને ચીઝ ઓછાં ખાવાની સલાહ આપવામાં આવે છે.
કારણ કે, તેમાં ટાયરામાઇનનું પ્રમાણ વધુ હોય છે. આ ઍન્ઝાઇમ શરીરની ટાયરામાઇનની ચયાપચય કરવાની ક્ષમતામાં ફેરફાર કરે છે અને બ્લડપ્રેશર વધારી શકે છે.
ચીઝની દવા પર અસર

ઇમેજ સ્રોત, Getty Images
દૂધ, દહીં અને ચીઝ જેવાં ડેરી ઉત્પાદનો તમારા પાચનતંત્રમાં ચોક્કસ ઍન્ટિબાયૉટિક્સ (સિપ્રોફ્લોક્સાસીન અને નોર્ફ્લોક્સાસીન) કેવી રીતે શોષાય છે તેના પર અસર કરી શકે છે. સંશોધકો આને 'ચીઝ ઇફેક્ટ' કહે છે.
ચાન કહે છે, "આખાં અનાજ જેવા ફાઇબરથી ભરપૂર ખોરાક પણ આવી જ અસર કરી શકે છે. જ્યારે દવાઓ આંતરડાંમાં હોય છે, ત્યારે ડેરી ઉત્પાદનો અને ફાઇબરથી ભરપૂર ખોરાકમાં રહેલા પરમાણુઓ દવાઓ સાથે ચોંટી જાય છે, જે તેમને લોહીના પ્રવાહમાં પ્રવેશતા અટકાવે છે."
ચાન સમજાવે છે, "કારણ કે, દવા આંતરડાંમાં ડેરી ઉત્પાદનો સાથે જોડાયેલી હોય છે, તે લોહીના પ્રવાહમાં પ્રવેશતી નથી. પરિણામે, તે તમારાં આંતરડાંમાં અટવાઈ જાય છે."
તેઓ ઉમેરે છે, "આનો ઉકેલ સરળ છે. દર્દીઓએ ઍન્ટિબાયોટિક્સ લેતા પહેલાં અથવા પછી બે થી ચાર કલાક સુધી ડેરી ઉત્પાદનોનું સેવન કરવાનું ટાળવું જોઈએ."
"તમે દૂધ અને ચીઝનું સેવન કરી શકો છો, ફક્ત આ ખોરાક અને દવાઓ એક જ સમયે ન લો," ચાન કહે છે.
કેટલાક સંશોધકો એવી આશા રાખે છે કે દવાઓ અને ખોરાક, પીણાં અને ઔષધિઓ વચ્ચેની ક્રિયા-પ્રતિક્રિયાઓને એવી રીતે નિયંત્રિત કરી શકાય છે કે જેનાથી દવાઓની અસરકારકતામાં વધારો થાય.
ઉદાહરણ તરીકે, કેટલાક ઑન્કોલૉજિસ્ટ (કૅન્સર નિષ્ણાત) ખોરાક ચોક્કસ સારવારોને કેવી રીતે અસર કરે છે તેનો ઉપયોગ કરીને કૅન્સરની સારવારને વધુ અસરકારક બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
યોગ્ય આહાર દ્વારા દવાઓની અસરકારકતા વધારવાના પ્રયાસો

ઇમેજ સ્રોત, Getty Images
બૉસ્ટન, મૅસેચ્યુસેટ્સમાં હાર્વર્ડ મેડિકલ સ્કૂલમાં હાલમાં કોષ જીવવિજ્ઞાની લેવિસ કેન્ટલીએ શોધ્યું છે કે એક માર્ગ જે કોષ વૃદ્ધિને નિયંત્રિત કરે છે અને કેટલીક કૅન્સર દવાઓ માટે લક્ષ્ય છે તે ખાંડ ઓછી હોય તેવા ખોરાકનો સમાવેશ કરવામાં આવે ત્યારે સારવાર માટે વધુ સારી પ્રતિક્રિયા આપે છે.
"માણસો હજારો વર્ષ પહેલાં માંસ અને કાચાં શાકભાજી ખાવા માટે વિકસિત થયા હતા. આ ખોરાક ખાધા પછી શરીરમાં ગ્લુકોઝનું સ્તર ઝડપથી વધતું નથી," કેન્ટલી કહે છે.
તેઓ કહે છે, "હજારો વર્ષ પહેલાં, કૅન્સર મૃત્યુનું એક દુર્લભ કારણ હતું. છેલ્લા પાંચ દાયકામાં કૅન્સરના કેસોમાં વધારો આપણા આહારમાં કાર્બોહાઇડ્રેટ્સથી ભરપૂર ખોરાકના વધારાને કારણે થઈ શકે છે."
કેન્ટલીએ 2018 માં પ્રયોગો કર્યા હતા જેમાં ઊંદરોને કીટોજેનિક આહાર આપવામાં આવ્યો હતો. એટલે કે, એવો ખોરાક જેમાં કાર્બોહાઇડ્રેટ્સ ઓછાં અને માંસ અને શાકભાજી વધુ હોય.
આ અભ્યાસમાં આશાસ્પદ પ્રારંભિક તારણો બહાર આવ્યાં છે, જે દર્શાવે છે કે આ પ્રકારનો ખોરાક ખવડાવેલાં ઊંદરોમાં કૅન્સર વિરોધી દવાઓ વધુ અસરકારક હતી.
કેન્ટલી પાસે 'ફેઇથ થેરાપ્યુટિક્સ' નામનું એક સ્ટાર્ટઅપ છે, જે તેમના મતે "ચયાપચયનો ઉપયોગ કરીને કૅન્સરના વિજ્ઞાન પર પુનર્વિચાર કરવાનો પ્રયાસ છે."
આ સ્ટાર્ટઅપ દ્વારા, તેમની ટીમ આ પરિણામોનું કેટલાક માનવ દર્દીઓ પર પરીક્ષણ કરી રહી છે.
ન્યૂ યૉર્કના મૅમોરિયલ સ્લોન કૅટરિંગ કૅન્સર સેન્ટર ખાતે કેન્ટલીના આહારનાં કેટલાંક પરીક્ષણો ચાલી રહ્યાં છે, જેમાં ઍન્ડોમેટ્રાયલ કૅન્સર ધરાવતી સ્ત્રીઓનો સમાવેશ થાય છે.
પરંતુ સૌથી મોટો પડકાર એ છે કે ખોરાક દવાઓ પર ભારે અસર કરી શકે છે. એટલા માટે ન્યુટ્રિશન રીસર્ચર મિલેસેવિક કૉમ્પ્યુટેશનલ બાયૉલૉજીસ્ટની એક ટીમને આ પ્રયોગમાં સામેલ કરી છે.
તેઓ ખોરાકની દવાઓ પર થતી અસરો વિશે વૈજ્ઞાનિક સાહિત્યમાં ઉપલબ્ધ બધી માહિતીને એક સુવ્યવસ્થિત ડેટાબેઝમાં સંકલિત કરી રહ્યા છે.
તેમને આશા છે કે આનાથી તેમને ખોરાક અને દવાઓ વચ્ચેની ક્રિયા-પ્રતિક્રિયાઓને વધુ સારી રીતે ટ્રૅક કરવામાં મદદ મળશે.
આ પ્રોજેકટ પર કામ કરતાં સ્પેનના મેડ્રિડમાં IMDEA ફૂડ ઇન્સ્ટિટ્યૂટના કૉમ્પ્યુટેશનલ બાયૉલૉજીસ્ટ ઍનરિક કૅરિલો ડી સાન્ટા પાઉ કહે છે, "અમે વિચાર્યું હતું કે તે સરળ હશે. પરંતુ તે નહોતું. અમારે સાવ પ્રાથમિક તબક્કાથી શરૂઆત કરવી પડી."
આ વિષય પર ખૂબ ઓછા ડેટાબેઝ ઉપલબ્ધ હતા, અને તેમાંથી કોઈ પણ સુસંગત નહોતું. તેમણે લાખો ખોરાક અને દવાની ક્રિયા-પ્રતિક્રિયાઓના ડેટાને એક નવા પ્લૅટફૉર્મમાં જોડ્યા. આ ડેટા ડૉકટરો માટે ઉપલબ્ધ રહેશે.
આ એક જટિલ પ્રક્રિયા છે પરંતુ તે ભવિષ્યમાં ડૉકટરોને એવી આહારની ભલામણ કરવામાં મદદ કરી શકે છે જે તેઓ જે દવાઓ લઈ રહ્યા છે તેને પૂરક બનાવે છે.
આ દરમિયાન, વાયગ્રા અને દાડમના જ્યૂસ સાથે લેવાનું ટાળવું એ જ કદાચ શ્રેષ્ઠ રહેશે.
બીબીસી માટે ક્લેકટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












