ચૅમ્પિયન્સ ટ્રૉફી 2025 : પહેલી સેમિફાઇનલમાં ઑસ્ટ્રેલિયાએ ટૉસ જીતી લીધો આ નિર્ણય – ન્યૂઝ અપડેટ્સ

ઇમેજ સ્રોત, Getty Images
ચૅમ્પિયન્સ ટ્રૉફીની પહેલી સેમિફાઇનલ મૅચ દુબઈ ખાતે રમાઈ રહી છે. જેમાં ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે ટક્કર થઈ રહી છે. ઑસ્ટ્રેલિયાએ ટૉસ જીતીને બેટિંગ પસંદ કરી હતી.
ભારતે ટુર્નામેન્ટની તમામ મૅચ જીતીને પૉઇન્ટ ટેબલમાં ટોચનું સ્થાન હાંસલ કર્યું છે.
વર્ષ 2023માં અમદાવાદસ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે વર્લ્ડકપની ફાઇનલ મૅચમાં ભારતને હરાવ્યું હતું. આ સિવાય વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપમાં પણ ઑસ્ટ્રેલિયાએ ભારતને પરાજય આપ્યો હતો
આ વખતે ઑસ્ટ્રેલિયાની ટીમને તેના સ્ટાર ખેલાડીઓની હાજરી સાલશે, છતાં જાણકારોનું કહેવું છે કે ઑસ્ટ્રેલિયાની ટીમને હળવાશથી ન લેવી જોઈએ.
ભારતની ટીમ રોહિત શર્માના નેતૃત્વમાં મેદાન ઉપર ઊતરી છે. ભારતે તેની ટીમમાં કોઈ ફેરફાર નથી કર્યો.
ગત મૅચમાં ભારતે ન્યૂઝીલૅન્ડને પરાજય આપ્યો હતો. જોકે બંને ટીમો સેમિફાઇનલમાં પહોંચી ગઈ છે.
બુધવારે પાકિસ્તાનના લાહોરસ્થિત ગદ્દાફી સ્ટેડિયમ ખાતે દક્ષિણ આફ્રિકા અને ન્યૂઝીલૅન્ડ વચ્ચે મૅચ રમાશે.
બંને સેમિફાઇનલની વિજેતા ટીમો વચ્ચે રવિવારે ટ્રૉફી માટે ટક્કર થશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભારત (પ્લેઇંગ ઇલેવન) : રોહિત શર્મા (કપ્તાન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, અક્ષર પટેલ, કે.એલ. રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, મોહમ્મદ શામી, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી
ઑસ્ટ્રેલિયા (પ્લેઇંગ ઇલેવન) : કૂપર કોનોલી, ટ્રાવિસ હેડ, સ્ટિવન સ્મિથ (કૅપ્ટન), મારનસ લાબૂસચેન્જ, જોશ ઇગલિશ (વિકેટ કિપર), ઍલેક્સ કેરી, ગ્લેન મૅક્સવેલ, બૅન દ્વારસુઇશ, નાથન ઍલિસ, આદમ ઝાપા, તન્વીર સાંઘા


ઇમેજ સ્રોત, ANI
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
બજાર નિયામક સેબીનાં પૂર્વ અધ્યક્ષા માધવી પુરી બુચ સામે એફઆઈઆર દાખલ કરવાના મુંબઈની વિશેષ અદાલતના આદેશ પર બૉમ્બે હાઇકોર્ટે રોક લગાવી દીધી છે.
લાઇવ લૉ અનુસાર જસ્ટિસ શિવકુમાર દિગેની એકલ પીઠે વિશેષ અદાલતના આદેશ પર રોક લગાવતા કહ્યું કે "એવું લાગે છે કે સ્પેશિયલ જજે વગર જવાબ સાંભળવાની તક આપ્યા વગર યાંત્રિક રીતે આદેશ સંભળાવ્યો છે."
ગત સપ્તાહે મુંબઈની વિશેષ અદાલતે સેબીનાં પૂર્વ અધ્યક્ષા માધવી પુરી બુચ સહિત પાંચ લોકો સામે એફઆઈઆર દાખલ કરવાનો આદેશ ઍન્ટી કરપ્શન બ્યૂરોને આપ્યો હતો. સમાચાર એજન્સી પીટીઆઈ પ્રમાણે આ મામલો શૅરબજારના કૌભાંડ અને નિયામક ઉલ્લંઘન સાથે જોડાયેલો છે.
માધવી પુરી બુચ પર એક સ્થાનિક પત્રકારની અરજી પર આદેશ જજ શશિકાંત એકનાથ રાવે સંભળાવ્યો હતો. પત્રકારે પોતાની અરજીમાં કથિત રીતે માધવી પુરી બુચ સહિત અન્ય લોકો સામે નાણાકિય કૌભાંડ, નિયમક ઉલ્લંઘન અને ભ્રષ્ટાચારમાં સામેલ હોવાનો આરોપ લગાવીને તેની તપાસ કરવાની માગ કરી હતી.
આ પહેલા સેબીનાં અધ્યક્ષા તરીકે માધવી પુરી બુચે ત્રણ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યો હતો. ત્યાર પછી કેન્દ્ર સરકારે નાણા સચિવ તુહિનકાંત પાંડેને બજાર નિયામક સેબીના અધ્યક્ષ બનાવ્યા હતા.
બીડના સરપંચની હત્યા સાથે જોડાયેલા મામલામાં વિવાદ વધતા મહારાષ્ટ્રના મંત્રીએ આપ્યું રાજીનામું

બીડના સરપંચની હત્યાને લઈને વધતા તણાવને પગલે મહારાષ્ટ્રના એક મંત્રીએ રાજીનામું ધરી દીધું છે. એનસીપી નેતા અને મંત્રી ધનંજય મુંડેએ મંગળવારે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે.
મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે તેમણે ધનંજય મુંડેના રાજીનામાનો સ્વીકાર કર્યો છે અને તેને રાજ્યપાલને મોકલી આપ્યું છે.
જોકે ધનંજય મુંડેએ ખરાબ સ્વાસ્થ્યને કારણ ગણાવી રાજીનામું આપ્યું હોવાની વાત કરી છે.
શિવસેના(યુટીબી) નેતા આદિત્ય ઠાકરેએ કહ્યું, "માત્ર રાજીનામું પર્યાપ્ત નથી. આ સરકારને પણ બરખાસ્ત કરવી જોઈએ. છેલ્લાં ત્રણ વર્ષથી અહીં કાયદો અને વ્યવસ્થા બગડી છે."
બીડ જિલ્લામાં એક સરપંચની હત્યામાં ધનંજય મુંડેના એક સહયોગીની ધરપકડ થતા તેમના રાજીનામાની માગ શરૂ થઈ ગઈ હતી.
બીડમાં સરપંચ સંતોષ દેશમુખની હત્યા બાદ ધનંજય મુંડે પર દબાણ વધી રહ્યું હતું.
સ્થાનીક મીડિયાના રિપોર્ટ અનુસાર ઉપમુખ્ય મંત્રી અજીત પવાર અને સીએમ દેવેન્દ્ર ફડણવીસ વચ્ચે થયેલી બેઠક બાદ ધનંજય મુંડેને રાજીનામું આપવા માટે કહેવાયું હતું.
સંતોષ દેશમુખના અપહરણ કર્યા બાદ કરાયેલી હત્યાને કારણે રાજ્યમાં આક્રોશ ફેલાયો હતો. જ્યારે દેશમુખની હત્યાની તસવીરો વાઇરલ થઈ ત્યારે વિવાદ વધુ ગરમ થયો હતો. આ તસવીરોમાં અભિયુક્ત સંતોષ દેશમુખને બેરહેમીથી પીટતો દેખાય છે અને એક તસવીરમાં તે મારતા મારતા હસે છે. ઘનંજય મુંડેએ આ તસવીરોને ઇન્ટરનેટ પરથી હઠાવવાની માગ કરી છે.
આ તસવીરોની બીબીસી સ્વતંત્ર પુષ્ટિ નથી કરી શકતું.
આ હત્યાકાંડની તપાસ સીઆઈડીને સોંપવામાં આવી હતી.
ટ્રમ્પની કૅનેડા, ચીન અને મૅક્સિકો પર ટેરિફની કરેલી ઘોષણા બાદ જાપાનથી લઈને ભારતનાં શૅરબજારો પર કેવી રહી અસર

ઇમેજ સ્રોત, Getty Images
મંગળવારે મૅક્સિકો, કૅનેડા અને ચીન પર ટેરિફ લગાવવાના ટ્રમ્પના ઍલાન પર ભારતનાં શૅરબજારો પર પણ તેની અસર દેખાઈ છે.
સોમવારે જે પ્રકારે અમેરિકાનાં શૅરબજારો પડ્યાં તેની અસર મંગળવારે એશિયાનાં શૅરબજારો પર પણ પડી છે. જાપાનના નિક્કેઈ 225માં 1.8 ટકાનો ઘટાડો નોંધાયો હતો.
હૉંગ-કૉંગનો હૅંગ સેંગ ઇન્ડેક્સ અને ઑસ્ટ્રેલિયાનો એએસએક્સ 200 બંનેમાં ઘટાડો જોવા મળ્યો હતો. ભારતના બીએસઈના સેન્સેક્સમાં લગભગ 350 અંકનો ઘટાડો જોવા મળ્યો હતો. જોકે બાદમાં તેમાં રિકવરી જોવા મળી હતી. સવારે દસ વાગ્યા સુધીમાં બીએસઈનો સેન્સેક્સ 150 અંક નીચે કામ કરી રહ્યો હતો.
પોપ ફ્રાન્સિસની હાલત ગંભીર

ઇમેજ સ્રોત, Reuters
ન્યુમોનિયાથી પીડિત પોપ ફ્રાન્સિસની હાલત ગંભીર છે પરંતુ તેઓ હોશમાં છે.
વૅટિકન તરફથી જારી નિવેદનમાં કહેવાયું છે કે સોમવારે તેમને બે વખત શ્વસનતંત્રમાં સમસ્યા પેદા થઈ હતી. પછી તેમનાં ફેફસાંમાંથી મ્યૂકસ કફ કાઢવામાં આવ્યો.
શ્વાસ લેવાની તકલીફ બાદ તેમને વૅન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે અને ઑક્સિજન માસ્ક લગાવવામાં આવ્યું છે. વૅટિકનનું કહેવું છે કે તેઓ સચેત છે અને સહયોગ આપી રહ્ય છે. તેમને હાઈ ફ્લૉ ઑક્સિજનનો સહારો આપવામાં આવી રહ્યો છે.
ટ્રમ્પના ટેરિફ બાદ અમેરિકાનાં શૅરબજારોમાં કડાકો, નેસ્ડેક 2.6 ટકા સુધી ઘટ્યો

ઇમેજ સ્રોત, Getty Images
મૅક્સિકો, ચીન અને કૅનેડા પર ટેરિફ લગાવવાના ટ્રમ્પના નિર્ણય બાદ અમેરિકાનાં શૅરબજારોમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. ડાઉ જૉન્સમાં 1.4 ટકા, એસએન્ડપી 500માં 1.75 ટકા અને નેસ્ડેકમાં 2.6 ટકાનો ઘટાડો નોંધાયો છે.
ટ્રમ્પની ટેરિફ લગાવવાની ઘોષણા બાદ ચીન, કૅનેડા અને મૅક્સિકોએ અમેરિકાનાં સામાનો પર પણ જવાબી ટેરિફ લગાવવાની ઘોષણા કરી છે.
પહેલાથી જ કમજોર પ્રદર્શન કરી રહેલાં ભારતીય શૅરબજારો પર પણ તેની અસર વર્તાય તેવી સંભાવના જોવાઈ રહી છે. ભારતનો સેન્સેક્સ છેલ્લા એક મહિનામાં લગભગ પાંચ ટકા ઘટી ગયો છે. શુક્રવારે તેમાં લગભગ 1400 અંકોનો ઘટાડો નોંધાયો હતો.
અગાઉ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે મંગળવારથી કૅનેડા, મૅક્સિકો અને ચીનનાં ઉત્પાદનો પર ટેરિફ લાગુ થશે.
મૅક્સિકો અને કૅનેડાથી આયાતી સામાન પર અમેરિકામાં 25 ટકા ટેરિફ લગાવાશે. જ્યારે કે ચીન પર વધારાનો 10 ટકાનો ટેરિફ લગાવવામાં આવશે. ટ્રમ્પે કહ્યું છે કે આવું એટલા માટે કરવામાં આવી રહ્યું છે કારણકે આ દેશો સાથે કોઈ સમજૂતિ પર પહોંચવાનો સમય સમાપ્ત થઈ ગયો છે.
સોમવારે વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પે કહ્યું, "મૅક્સિકો કે કૅનેડા માટે કોઈ જગ્યા નથી બચી. ટેરિફની તૈયારી પૂર્ણ થઈ ગઈ છે અને કાલથી તે લાગુ થઈ જશે."
ચીને તેના પર વિરોધ વ્યક્ત કરતાં કહ્યું છે કે અમેરિકા ઘાતક ડ્રગ ફેંટાનિલ સાથે જોડાયેલી પોતાની ઘરની સમસ્યાને ટેરિફ લગાવવાના બહાને ઉપયોગ કરી રહ્યું છે. ટેરિફ લગાવ્યા બાદ અમેરિકાના શૅરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. કૅનેડા, મૅક્સિકો બાદ ચીન અમેરિકાનું સૌથી મોટું ત્રીજું ટ્રેડ પાર્ટનર છે. અને મંગળવારથી તેનાં ઉત્પાદનો પર વધારાનો કર લાગશે.
ચીને તેને પરત ખેંચી લેવાની માગ પણ કરી છે.
કૅનેડા, મૅક્સિકો અને ચીન પર આજથી ટેરિફ લાગુ થશે, ચીને આપી કડક પ્રતિક્રિયા

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે મંગળવારથી કૅનેડા, મૅક્સિકો અને ચીનનાં ઉત્પાદનો પર ટેરિફ લાગુ થશે.
મૅક્સિકો અને કૅનેડાથી આયાતી સામાન પર અમેરિકામાં 25 ટકા ટેરિફ લગાવાશે. જ્યારે કે ચીન પર વધારાનો 10 ટકાનો ટેરિફ લગાવવામાં આવશે. ટ્રમ્પે કહ્યું છે કે આવું એટલા માટે કરવામાં આવી રહ્યું છે કારણકે આ દેશો સાથે કોઈ સમજૂતિ પર પહોંચવાનો સમય સમાપ્ત થઈ ગયો છે.
સોમવારે વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પે કહ્યું, "મૅક્સિકો કે કૅનેડા માટે કોઈ જગ્યા નથી બચી. ટેરિફની તૈયારી પૂર્ણ થઈ ગઈ છે અને કાલથી તે લાગુ થઈ જશે."
ચીને તેના પર વિરોધ વ્યક્ત કરતાં કહ્યું છે કે અમેરિકા ઘાતક ડ્રગ ફેંટાનિલ સાથે જોડાયેલી પોતાની ઘરની સમસ્યાને ટેરિફ લગાવવાના બહાને ઉપયોગ કરી રહ્યું છે. ટેરિફ લગાવ્યા બાદ અમેરિકાના શૅરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. કૅનેડા, મૅક્સિકો બાદ ચીન અમેરિકાનું સૌથી મોટું ત્રીજું ટ્રેડ પાર્ટનર છે. અને મંગળવારથી તેનાં ઉત્પાદનો પર વધારાનો કર લાગશે.
ચીને તેને પરત ખેંચી લેવાની માગ પણ કરી છે.
યુક્રેનની સૈન્ય મદદને રોકી રહ્યું છે અમેરિકા: બ્લૂમબર્ગનો રિપોર્ટ

ઇમેજ સ્રોત, Getty Images
વ્હાઇટ હાઉસે ઘોષણા કરી છે કે તેઓ યુક્રેનને અપાનારી સૈન્ય સહાયતાને રોકી રહ્યું છે. આ ઘટનાક્રમના સમાચાર સૌથી પહેલા અમેરિકાના મીડિયા આઉટલેટ બ્લૂમબર્ગે આપ્યા.
બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, "જ્યા સુધી યુક્રેનના નેતાઓ તરફથી શાંતિ માટે સદ્ભાવનાપૂર્ણ પ્રતિબદ્ધતાનું પ્રદર્શન નહીં કરવામાં આવે ત્યાં સુધી અમેરિકા યુક્રેનને અપાનારી તમામ સૈન્ય સહાયતા રોકી રહ્યું છે."
આ રિપોર્ટ મામલે હાલ ન તો અમેરિકાના સંરક્ષણ મંત્રાલયે કે ન તો રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કોઈ ટિપ્પણી કરી છે.
બ્લૂમબર્ગનું કહેવું છે કે જો અમેરિકાનો સૈન્ય સામાન યુક્રેન નહીં પહોંચ્યો હોય તેને રોકશે. જેમાં પોલૅન્ડ સુધી પહોંચેલો સામાન પર રોક લગાવવાનું પણ સામેલ છે.
ઉલ્લેખનીય છે કે ગત સપ્તાહે વ્હાઇટ હાઉસમાં યુક્રેનના રાષ્ટ્રપતિ અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ત્યાર બાદ આ ઘટનાક્રમ ઝડપથી બદલાઈ રહ્યો છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












