You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમદાવાદ : 10 તસવીરમાં જુઓ ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા
અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા નીકળી છે જેમાં હજારો ભક્તો જોડાયા છે. રથયાત્રામાં હંમેશાંની જેમ હાથી, ટ્રક, અંગ કસરતો કરતા યુવાનો, ભજનમંડળીઓ જોડાઈ છે.
સવારના ચાર વાગ્યાથી જ સરસપુરમાં આવેલા જગન્નાથ મંદિરે ભક્તોની ભીડ થઈ હતી. આ દરમિયાન કેવાં દૃશ્યો હતાં તે આ તસવીરોમાં જોઈ શકો છો.
છેલ્લાં 140 વર્ષથી વધુ સમયથી અમદાવાદમાં અષાઢી બીજના દિવસે યોજવામાં આવતી જગન્નાથની રથયાત્રા આકર્ષણનું કેન્દ્ર બને છે. દર વર્ષની જેમ જગન્નાથ, તેમના ભાઈ બલભદ્ર તથા સુભદ્રા નવા રથમાં સવાર થઈને નગરચર્યા પર નીકળે છે.
સૌ પહેલાં ભરૂચના ભોઈ સમાજે રથયાત્રા કાઢી હતી અને આ પરંપરા આજે પણ જળવાઈ રહી છે.
15થી 20 જેટલા સુશોભિત હાથી આ રથયાત્રામાં જોડાય છે. યાત્રામાં ડઝનબંધની સંખ્યામાં ટ્રક પણ જોડાય છે, જેમાં અલગ-અલગ ઝાંખીઓ રજૂ કરવામાં આવે છે.
અષાઢી બીજના વહેલી સવારે રાજ્યના મુખ્ય મંત્રી કે ટોચના નેતા દ્વારા સોનાની સાવરણીથી પ્રતીકાત્મક રીતે પહિંદવિધિ કરવામાં આવે છે, એ પછી ખલાસીઓ રથને આગળ ખેંચે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન