ભારત વિ. પાકિસ્તાન : ભારતે ભારે રસાકસીવાળી મૅચમાં પાકિસ્તાનને ચાર વિકેટે હરાવ્યું

વિરાટ કોહલીની શ્રેષ્ઠ ઇનિંગને પગલે ભારતે મૅલબૉર્નમાં રમાયેલા રોમાંચક મુકાબલામાં પાકિસ્તાનને ચાર વિકેટે હરાવી દીધું. નાટકીય રહેલી અંતિમ ઓવરમાં ભારતને 16 રન બનાવવામાં હતા અને ભારતે અંતિમ બૉલે લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. મૅચમાં વિરાટ કોહલીએ 53 બૉલમાં 82 રન બનાવ્યા હતા.

આર. અશ્વિને વિજયનો અંતિમ રન લીધો હતો.

પાકિસ્તાન તરફથી અંતિમ ઓવર મોહમ્મદ નવાઝે ફેંકી હતી. એ ઓવરના પ્રથમ બૉલ પર જ હાર્દિક પંડ્યાની વિકેટ પડી હતી. હાર્દિકે કોહલી સાથે મળીને 113 રનની ભાગીદારી નોંધાવી હતી.

આ પહેલાં ભારતે ટૉસ જીતીને પ્રથમ બૉલિંગ કરવાનો નિર્ણય કર્યો. ભારતની શરૂઆત અત્યંત સારી રહી. બીજી જ ઓવરમાં અર્શદીપે પાકિસ્તાનના કૅપ્ટન બાબર આઝમની વિકેટ લીધી. આ બાદ ચોથી ઓવરમાં તેમણે રિઝવાનને પેવેલિયન પાછા મોકલ્યા.

બાબર આઝમ ખાતું ખોલાવ્યા વગર જ એલબીડબ્લ્યૂ આઉટ થયા અને રિઝવાને કુલ ચાર રન કર્યા.

પરંતુ શાન મસૂદ અને ઇફ્તિખાર અહમદે ઇનિંગ સંભાળી. ઇફ્તિખાર અહમદે 51 રન બનાવ્યા અને શાન મસૂદ 52 રન બનાવીને નોટ આઉટ રહ્યા.

ભારત તરફથી અર્શદીપ અને હાર્દિક પંડ્યાને ત્રણ-ત્રણ વિકેટ મળી.

મૅચમાં ભારતે સારી શરૂઆત કરી અને બીજી જ ઓવરમાં અર્શદીપે પાકિસ્તાની કૅપ્ટન બાબર આઝમની વિકેટ અને ચોથી ઓવરમાં મોહમ્મદ રિઝવાનને ભુવનેશ્વર કુમાર પાસે કૅચ કરાવીને પોતાની બીજી વિકેટ લીધી.

બાબર આઝમ ખાતું ખોલાવ્યા વગર જ એલબીડબલ્યૂ થઈ ગયા.

પાકિસ્તાનની ટીમે 91 રને ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. મોહમ્મદ શમીએ તેમની ત્રીજી ઓવરમાં ઇનિંગ માટે તેમની પ્રથમ સફળતા હાંસલ કરી હતી.

શાદાબ ખાનના સ્વરૂપમાં પાકિસ્તાને તેમની ચોથી વિકેટ પણ 96 રનના સ્કોરે ગુમાવી હતી.

ભારતીય ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ તેમની વિકેટ લીધી હતી.

ઇફ્તિખાર અહેમદ આઉટ થતાં મેદાન પર આવેલા શાદાબ પાંચ રનના વ્યક્તિગત સ્કોરે આઉટ થઈ ગયા હતા.

એ બાદ ક્રિઝ પર નવા આવેલા હૈદર અલી પણ મેદાન પર ઝાઝું ટકી શક્યા નહોતા અને હાર્દિક પંડ્યાની ત્રીજી ઓવરમાં તેમનો બીજો શિકાર બન્યા હતા.

હૈદર અલી ચાર બૉલ પર માત્ર બે રન જ બનાવી શક્યા હતા. પાકિસ્તાનની ટીમ પાંચ વિકેટના નુકસાને 100 રન બનાવી ચૂકી છે.

હૈદરના સ્થાને આવેલા મોહમ્મદ નવાઝ પણ નવ રન બનાવીને હાર્દિકનો શિકાર બન્યા. વિકેટ કીપર દિનેશ કાર્તિકે તેમનો કૅચ ઝડપ્યો હતો.

મૅચની શરૂઆતમાં જ બે વિકેટો ખેરવી ચૂકેલા અર્શદીપ ફરીથી પાકિસ્તાનના બૅટર્સ પર હાવી થયા અને નવાઝના સ્થાને આવેલા આસિફ અલીને બે રનમાં જ દિનેશ કાર્તિક પાસે કૅચ કરાવીને આઉટ કરી દીધા.

અર્શદીપે મૅચમાં ત્રણ વિકેટો ઝડપી હતી.

ભારત અને પાકિસ્તાનની ટીમ ગ્રૂપ 2માં છે.

ભારતની ટીમ : રોહિત શર્મા, કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક, આર. અશ્વિન. ભૂવનેશ્વર કુમાર, અક્ષર પટેલ, મોહમ્મદ શમી અને અર્શદીપ સિંહ

પાકિસ્તાનની ટીમ : બાબર આઝા, મોહમ્મદ રિઝવાન, શાન મસૂદ, શાદાબ ખાન, હૈદર અલી, ઇફ્તખાર અહમદ, મોહમ્મદ નવાઝ, આસીફ અલી, શાહીનશાહ આફ્રિદી, નસીમ શાહ અને હૅરિસ રાઉફ

મૅલબૉર્નમાં આજે વાદળછાયુ હવાાન રહેવાનું છે અને વરસાદની સંભાવનાઓ પણ પ્રબળ છે. પરંપરાગત કટ્ટર હરિફ ગણાતી આ ટીમો વચ્ચે છેલ્લે એશિયા કપમાં બે મૅચ રમાઈ હતી જેમાં એકમાં ભારત અને બીજીમાં પાકિસ્તાનની જીત થઈ હતી.

ભારતે પહેલી મૅચ બે બૉલ બાકી રહ્યા હતા ત્યારે જીતી હતી અને પાકિસ્તાને બીજી મૅચ એક બૉલ બાકી રહ્યો ત્યારે જીતી હતી.

ભારતે રમેલી તાજેતરની 5 ટી-20 મૅચમાંથી 4 મૅચમાં જીત અને એક મૅચમાં હાર મળી હતી. પાકિસ્તાને પણ છેલ્લે રમેલી 5 ટી-20 મૅચમાંથી 4 મૅચમાં જીત અને એક મૅચમાં હાર મેળવી હતી.

ભારત અને પાકિસ્તાન વચ્ચેની તમામ મૅચને લઈને ક્રિકેટપ્રેમીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે. સ્થિતિ એવી છે કે વર્ષ 2012-13થી અત્યાર સુધી બંને ટીમો વચ્ચે એકપણ સિરીઝ થઈ નથી પરંતુ આઈસીસીની ટૂર્નામેન્ટમાં બંને ટીમો વચ્ચે મૅચો યોજાતી રહે છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો