રોડ્રિગો દૂતર્તે : '30 લાખ નશાખોરોને ઠાર કરીને' ખુશ થનાર નેતા અને એ હિંસક અભિયાનની કહાણી

    • લેેખક, હોવાર્ડ જ્હોન્સન અને વિર્મા સિમોનેટ
    • પદ, બીબીસી ન્યૂઝ, મનીલા

'મારા પગ પાસે આવીને હાડકું પડ્યું. મારા ટ્રેનરને વાગતા વાગતા રહી ગયું. મારી બાજુમાં જ 44 વર્ષની ગેમ્મા બેરન ઊભી હતી, જે પોતાના પતિનાં હાડકાંને બેગમાં ભરાતાં જોઈ રહી હતી.

તેમણે પાંચ વર્ષ પહેલાં પતિની દફનવિધિ કરી હતી, પરંતુ મનીલામાં કબ્રસ્તાનની જગ્યા એટલી મોંઘી છે કે 200 ડૉલરના ભાડે મળતી કબર રાખવી પડે. હવે સ્થાનિક ચર્ચે તેમને મફતમાં કબરની જગ્યા આપી છે.'

રોડ્રિગો દુતેર્તે પ્રથમ વખત 1980માં સત્તા પર આવ્યા હતા

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, રોડ્રિગો દુતેર્તે પ્રથમ વખત 1980માં સત્તા પર આવ્યા હતા

હાલનાં વર્ષોમાં ફિલિપિન્સમાં કેફી દ્રવ્ય સામેની લડાઈના વરવા સમાચારો જગતે જોયા છે. ચર્ચે આ લડાઈમાં ભોગ બનેલા લોકોના પરિવારને મદદ કરવાનું અભિયાન ઉપાડ્યું છે.

ગેમ્માનાં 47 વર્ષીય પતિ પેટ્રિસિયો સિક્યૉરિટી ગાર્ડ તરીકે કામ કરતા હતા, તેમની 9 જુલાઈ, 2017માં ગોળી મારીને હત્યા કરી દેવાઈ હતી.

પડોશીએ ગોળીબારનો અવાજ સાંભળ્યો હતો, પણ હુમલાખોરોને જોયા નહોતા. પોલીસના જણાવ્યા અનુસાર પેટ્રિસિયોના મૃતદેહ પાસે એક ગન પડી હતી અને એક ચોપાનિયું પડ્યું હતું, જેની પર લખ્યું હતું: "કેફી દ્રવ્યો વેચનારો અને બળાત્કારી".

પેટ્રિસિયોનો પરિવાર કહે છે કે આ વાત ખોટી છે. તેમણે ક્યારેય કેફી દ્રવ્યોનો ધંધો કર્યો નહોતો, પણ એક જમીનના વિવાદમાં તેની હત્યા થઈ ગઈ હતી. પરંતુ પોલીસના નિવેદનની વિરુદ્ધમાં બોલવાની પત્નીની હિંમત નહોતી.

ગેમ્મા કહે છે કે પતિની હત્યા પછી પોતે ભાડું પણ ભરી શકતી નથી અને ત્રણ બાળકનું પોષણ મુશ્કેલ બન્યું છે. ઘરકામ કરીને ગુજારો કરે છે અને ચર્ચમાંથી ભોજન મળે તેની પર નભે છે: "બહુ તકલીફમાં છું. બાળકોનું શું કરવું સમજાતું નથી."

બાળકોને કારણે જ પોતે પતિની હત્યાની તપાસની માગણી કરી નહોતી એમ કહે છે: "બહુ ડરી ગઈ હતી. હું મૌન જ રહી છું."

જૂન મહિનાની એ સવારે પેટ્રિસિયાના અવશેષોને બહાર કાઢીને અન્ય કાયમી કબરમાં લઈ જવા માટે બેગમાં ભરાયા ત્યારે ફાધર ફ્લેવીએ વિલાન્યુએવાએ તેના માટે પ્રાર્થના કરી.

ભૂતપૂર્વ પ્રમુખ રોડ્રિગો દૂતર્ત સરકાર વિરુદ્ધ ઝુંબેશ ચલાવનારા કૅથલિક પાદરી ફાધર વિલાન્યુએવા કહે છે, "અમે શોકમગ્ન પરિવારોને મદદ કરવા આ કાર્યક્રમ શરૂ કર્યો છે, જેથી તેમનું જીવન ફરી થાળે પડે."

"દૂતર્તેએ હુકમ કરેલો 'મારો, મારો, મારો' અને તેના કારણે હજારો સ્ત્રીઓ વિધવા થઈ, સેંકડો બાળકો અનાથ થયાં છે. પ્રમુખની આ સૌથી હિંસક દેન છે."

line

કેફી દ્રવ્યો સામે દૂતર્તેની ઝુંબેશ

રોડ્રિગો દૂતર્તેનો ઇતિહાસ

ઇમેજ સ્રોત, REUTERS/ELOISA LOPEZ

ઇમેજ કૅપ્શન, ફાધર વિલાનુએવા ડ્રગ યુદ્ધનો ભોગ બનેલા લોકોના પરિવારોને મદદ કરવાનો પ્રયાસ કરે છે

દૂતર્તેએ ડ્રગ વિરુદ્ધ ઝુંબેશ ચલાવીને તેને ટેકો આપનારા પણ છે.

મનીલાના એક વિસ્તારમાં જ્યાં નશાનું દૂષણ ફેલાયેલું હતું ત્યાંની ચાર સંતાનોનાં માતા ઓફેલિયા કહે છે કે આ ઝુંબેશને કારણે "દુષ્ટ તત્ત્વો" ઓછાં થયાં હતાં.

2020માં એક તરફ કોરોના મહામારી ફેલાયેલી હતી ત્યારે ઓફેલિયાની ઘરની નજીકની પોલીસ ચેક પોસ્ટ પર જ બુલડૉગ નામના સ્થાનિક વ્યસનીને બે બુકાનીધારીએ ઠાર કરી દીધો હતો.

ઓફેલિયા બુલડૉગને ઓળખતી હતી અને તેની હત્યાથી દુખી થયાં હતાં અને ચૂંટણીમાં દૂતર્તેને મત આપ્યો હતો.

"બહુ દુખ થયું હતું. તેને તક આપવાની જરૂર હતી, પણ અચાનક તેને મારી નખાયો."

આમ છતાં ઝુંબેશને તેમણે ટેકો આપેલો અને કહે છે કે પડોશમાં હવે નશાનું દૂષણ રહ્યું નથી. જોકે પોતાનું જીવન એવું ને એવું જ રહ્યું છે.

77 વર્ષીય રોડ્રિગો "દિગોન્ગ" દૂતર્તે નશાખોરી સામે ઝુંબેશ ચલાવવાનો વાયદો કરીને જૂન 2016માં ચૂંટણીમાં જીત્યા હતા. તેમની આ ઝુંબેશમાં કેફી દ્રવ્યોની હેરાફરી કરનારા હજારો લોકો માર્યા ગયા હતા. વિજિલાન્ટે તરીકે મીડિયામાં ઓળખાવા લાગેલા બુકાનીધારીઓએ હજારોને ઠાર કર્યા હતા.

નશાવિરોધી ઝુંબેશને કારણે પોલીસને પણ છુટ્ટો દોર મળી ગયો હતો. 2020માં ફરજ પર નહોતા એવા એક પોલીસ ઑફિસરે પડોશી સાથે બોલાચાલી થઈ તેમાં તેને ઠાર કરી દીધેલા. બાદમાં ભારે ઊહાપોહ થયો ત્યારે તેમને આજીવન સજા થઈ હતી.

હું 2017માં મનીલા પહોંચ્યો ત્યારે એક જ દિવસમાં કેફી દ્રવ્યો હેરફેર કરનારા 32 લોકોને ઠાર કરાયા હતા, જેને પોલીસે "ડ્રગ વૉર, ડબર બેરલ રિલોડેડ" એવું ઑપરેશન ગણાવ્યું હતું.

માર્યા ગયેલા લોકોના પરિવારે દાવો કરેલો કે તેઓ લોકો નિર્દોષ હતા. માનવાધિકાર જૂથોએ પણ આ રીતે હિંસાનો વિરોધ કર્યો હતો.

રોડ્રિગો દૂતર્તેનો ઇતિહાસ

ઇમેજ સ્રોત, Getty Images

છતાં ડગ્યા વિના દૂતર્તે ઝુંબેશ ચલાવતા રહ્યા. તેમણે એક વાર તો એવું પણ કહેલું કે 30 લાખ નશેડીઓને ઠાર કર્યાની ખુશી તેમને છે. આ કાર્યવાહીને હોલોકાસ્ટ સાથે સરખાવી ત્યારે યહૂદી જૂથોએ ભારે ટીકા કરી હતી.

કેફી દ્રવ્યોની હેરફેર કરનારા અને નશાખોરોને દુષ્ટ તત્ત્વો તરીકે ગણાવાતા રહ્યા હતા અને પ્રમુખના ટેકેદારો આ લોકોને "બળાત્કારીઓ અને હત્યારાઓ" ગણાવતા હતા.

તેમના વિદેશમંત્રી ટિઓડોરો લોક્સિને ટ્વીટ કરીને હોલોકોસ્ટની સરખામણી કરી ત્યારે જગતભરમાં ભારે ટીકા થઈ હતી. એક ટ્વીટમાં તેમણે લખેલું કે ફિલિપિન્સની "નશાખોરી એટલી મોટી છે કે નાઝીઓની જેમ તેનું ફાઇનલ સોલ્યુશન લાવવું પડે."

મેં આ વિશે લોક્સિનને પ્રશ્ન પૂછ્યો હતો ત્યારે તેમણે આવી સરખામણીનો ઇનકાર કર્યો, પરંતુ પોલીસ કામગીરીની વાત કરી હતી: "અમે તેને સુધારવા કોશિશ કરી રહ્યા છીએ. પણ અમે ડ્રગ ટ્રેડને રાજકીય રીતે વગદાર નહીં બનવા દઈએ અને તેને ફરી થવા દઈશું નહીં કે મધ્ય અમેરિકા જેવી હાલત થાય."

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

નશાખોરી વિરુદ્ધની ઝુંબેશમાં કેટલા લોકો માર્યા ગયા તેને ક્યારેય જાણી શકાશે નહીં. પોલીસ કામગીરીના તથા બુકાનીધારીઓએ કરેલી હત્યાના આંકડા હજારોમાં છે.

બુકાનીધારી દ્વારા થયેલી હત્યાના કેસ તપાસ હેઠળ છે એમ સરકાર કહે છે. જોકે બાદમાં આ આંકડાને અલગ કરી દેવાયા એટલે સત્તાવાર આંકડો ઓછો થઈ ગયો હતો.

છેલ્લો સત્તાવાર આંકડો જુલાઈ 2016થી એપ્રિલ 2022નો છે - 6,248નો, પરંતુ માનવાધિકાર જૂથો માને છે કે આંકડો 30,000 જેટલો મોટો હોઈ શકે છે.

પોલીસ દાવો કરતી રહી છે કે સ્વબચાવમાં જ લોકોને ઠાર કર્યા છે, પરંતુ સીસીટીવી, તસવીરો દર્શાવે છે કે ભોગ બનેલા લોકોની એવી સ્થિતિ નહોતી. વ્હિસલ બ્લોઅર તરીકે ઘણાએ ભાંડા ફોડી નાખ્યા હતા. 2019ની એક ડૉક્યુમેન્ટરીમાં મનીલાના એક પોલીસ અધિકારી બોલી ગયા હતા કે પોલીસ જ બુકાની પહેરીને નશાખોરોને ઠાર કરતી હતી.

નશાખોરી વિરુદ્ધની એક ઝુંબશના કાર્યક્રમમાં દૂતર્તેએ એક વાર કહેલું કે: "તમારા પર ગોળીબાર થશે. તમે જ પહેલાં ગોળી મારી દો, કેમ કે એ બંદૂક કાઢીને તમને ગોળી મારશે અને તમે માર્યા જશો. મને માનવ અધિકારોની કોઈ પરવા નથી... હું જવાબદારી લઉં છું, હું એ માનવ અધિકાર (વકીલોનો) સામનો કરી લઈશ, તમારે નથી કરવાનો."

line

આકરો મિજાજ અને લોકપ્રિયતા

રોડ્રિગો દૂતર્તેનો ઇતિહાસ

ઇમેજ સ્રોત, Getty Images

ટીકાઓ છતાં તેમની લોકપ્રિયતા ઘટી નહોતી - આંતરરાષ્ટ્રીય ટીકાઓ અને ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટમાં કેસો થયા તે પછીય તેમનું રેટિંગ વધતું રહ્યું હતું.

ગરીબ દેશમાં ન્યાયતંત્ર પર ભરોસો ના હોય ત્યારે લોકોને આકરા મિજાના દૂતર્તે જેવા નેતાઓ ગમતા હોય છે. વર્ષો સુધી રાજકારણમાં રહેલા દૂતર્તે પોતાને સામાન્ય માણસ જ ગણાવતા રહ્યા હતા. તેમની સામે એકિનો અને માર્કોસ પરિવાર વર્ષો સુધી ફિલિપિન્સમાં શાસન કરતા રહ્યા હતા.

દૂતર્તે પોતાને નિયમોની પરવા કર્યા વિના સજા કરનારા તરીકે ઓળખાવતા રહ્યા છે. તેઓ બિન્ધાસ્ત બોલતા હતા જે સામાન્ય જનતાને ગમતું હતું. ઘણા તેને 'દાદા દૂતર્તે' એવી રીતે પણ ઓળખતા થયા હતા. સ્ત્રીઓ વિશે તેઓ જાતીય વાતો કરતા તેને ટેકેદારો માત્ર મજાક છે એમ કહીને ટાળી દેતા.

આકરો મિજાજ અને હિંસાને ઉત્તેજનની તેમની ખુલ્લી તરફેણ દૂતર્તે માટે નવી વાત નથી.

1980ના દાયકામાં શીતયુદ્ધ વચ્ચે ફિલિપિન્સ ફસાયેલું હતું તે વખતે રાજકારણમાં દૂતર્તેનો ઉદય થયો હતો.

1988માં દક્ષિણના એક મહત્ત્વના નગર દાવાઓમાં તેઓ મેયર બન્યા હતા. તે વખતે પોલીસ અને તંત્ર સામે લડી રહેલા સામ્યવાદીઓની સામે તેમણે લડત આપી હતી.

રોડ્રિગો દૂતર્તેનો ઇતિહાસ

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, દુતેર્તે (ડાબે) દાવાઓ શહેરમાં મશીનગન સાથે

અલ્સા માસા એટલે કે જનતાનો અવાજ એવા નામે ઝુંબેશ ચલાવીને તેમણે નાગરિકોને હથિયાર આપ્યાં હતાં અને સામ્યવાદીઓ સામે લડી લેવા તૈયાર કર્યા હતા.

તે વખતે વિયેતનામ યુદ્ધમાં પરાજય થયો હતો એટલે અમેરિકા પણ તેમને મદદ કરતું હતું તેમ જાણકારો કહે છે. તે વખતે વિયેતનામમાં પણ સામ્યવાદીઓ સામે લડનારાને મદદ કરાતી હતી.

અમેરિકાએ અલ્સા માસા માટે મદદ કરી હતી ખરી, તેના જવાબમાં લોક્સિન કહે છે, "એમણે મદદ કરી હોય તો પણ હું તમને કહુ તો મારે તો આપઘાત કરવો પડે. બહુ મુશ્કેલ સ્થિતિ હતી અને તેમાં કામ કરવાનું હતું. હવે એવું નથી, અમે હવે એવા રહ્યાં નથી."

નશાખોરોને બુકાનીધારી ઠાર કરી દે તે ઝુંબેશના મૂળમાં આલ્સા માસા હોવાનું પણ ઘણા માને છે. ડાબેરીઓ, વિરોધીઓ અને કહેવાતા ગુનેગારો, નશેડીઓ અને ડ્રગ વેચનારાઓને ઠાર કરી દેવાતા હતા.

દાવાઓ શહેરમાં 1,000 જેટલાને ઠાર કરાયા તેની તપાસ સંયુક્ત રાષ્ટ્રસંઘે કરી હતી, તેમાં દૂતર્તેની સંડોવણી બહાર આવી હતી. 2016માં સૅનેટમાં તેની સુનાવણી થઈ ત્યારે પોલીસ વ્હિસલ બ્લોઅરે જણાવેલું કે કેવી રીતે ઠાર કરાયેલા લોકોની પાસે હથિયારો અને ડ્રગ મૂકી દેવામાં આવતા હતા.

જોકે દૂતર્તે કહેતા રહ્યા છે કે તેમણે ક્યારેય કોઈને ઠાર કરવાના હુકમ કરેલા નથી. જોકે 2018માં તેમણે કહેલું, "મેં એક માત્ર પાપ કર્યું છે ગેરકાયદે રીતે કરેલી હત્યાઓ."

line

લોકતંત્ર માટેની મોકળાશમાં ઘટાડો

રોડ્રિગો દૂતર્તેનો ઇતિહાસ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સારા દુતેર્તે (મધ્યમાં) ફિલિપાઇન્સનાં નવા વાઇસ પ્રૅસિડેન્ટ છે

દૂતર્તેએ વાયદા કર્યા હતા કે મોટા પાયે માળખાકીય સુવિધાઓ વધારાશે અને સીધું વિદેશી રોકાણ મેળવવામાં આવશે, પરંતુ મહામારી અને તે પછી મંદીને કારણે આર્થિક રીતે તેમને સફળતા મળી નહોતી.

મનીલાની કોલ ફાઇનાન્શિયલના એપ્રિલ ટેનના જણાવ્યા અનુસાર તેમણે અર્થતંત્ર માટે સારા પ્રયાસો કર્યા હતા, "તેમણે જાણકારોને કામ કરવા દીધું હતું. વેરાપદ્ધતિ સુધારવામાં આવી હતી. વેપારની અનુકૂળતા માટે ઘણાં પગલાં લેવાયાં હતાં."

પ્રધાનો તેમની મુસ્લિમ ફિલિપિનો સાથે થયેલા શાંતિકરાર બદલ પણ પ્રસંશા કરે છે. શસ્ત્રવિરામની શરત સાથે મિન્ડાનાઓ ટાપુ પરના મુસ્લિમો સાથે કરાર કરી તેમને રાજકીય સ્વાયત્તતા અપાઈ હતી.

તેમણે જાહેરમાં ધૂમ્રપાન પર પ્રતિબંધ મૂકેલો, સૌ માટે યુનિવર્સિટીનું ભણતર ફ્રી કરેલું અને આરોગ્યની સુવિધાનો પણ વાયદો કર્યો હતો. જોકે તેની સફળતા કેટલી તે સવાલો રહેવાના છે.

તેમણે ભ્રષ્ટાચાર માટે ફરિયાદ કરી શકાય તે માટે હેલ્પલાઇન શરૂ કરાવી હતી. જોકે 2021માં તેમની સરકાર સામે જ કરોડો રૂપિયાના આરોગ્યના કૉન્ટ્રૅક્ટ આપવા બદલ ભ્રષ્ટાચારના આરોપો થયેલા.

આ કૌભાંડની તપાસ કરી રહેલી સૅનેટ સામે હાજર થવા માટે તેમણે પોતાના મંત્રીઓને અટકાવ્યા હતા. કોઈ કાનૂની કાર્યવાહી પણ થઈ નહીં તેની પણ ટીકાઓ થઈ હતી.

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

દૂતર્તેના શાસનમાં અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય પણ છીનવાઈ ગયું હતું. વિરોધ પક્ષના નેતાઓને જેલમાં પૂરી દેવાયેલા અને ટીકાકારોને નિશાન બનાવાયા હતા. ફાધર વિલાન્યુએવા સામે પણ દેશદ્રોહનો કેસ દાખલ કરી દેવામાં આવેલો.

મીડિયાને પણ દબાવી દેવાયેલું. નોબલ પ્રાઇઝ મેળવનારાં અને રેપલર નામની ન્યૂઝ વેબસાઇટનાં મારિયા રેસ્સાને સાયબર લાઇબલ કેસમાં દોષી ઠરાવી દેવાયેલાં. તેમની સામે રાજકીય હેતુ સાથે કેસ કરાયેલો તેમ ઘણા કહે છે.

દૂતર્તેએ પ્રમુખપદ છોડ્યું તેના છેલ્લા દિવસે અધિકારીઓએ તેમની વેબસાઇટ બંધ કરાવી દીધેલી.

દૂતર્તે રાજકીય પરિવારના નહોતા, પણ તેમનો પરિવાર રાજકીય સત્તાધીશ બન્યો છે. તેમની પછી હવે તેમની દીકરી સારા દૂતર્તે-કેપ્રિઓ ઉપપ્રમુખ બની છે. તેને બહુ ભારે જીત મળી છે અને 2028માં તે કદાચ પ્રમુખપદ માટે ચૂંટણી લડશે.

દૂતર્તેના ટેકેદારો તેમના કાર્યકાળને ઉત્તમ ગણાવે છે: "દૂતર્તેની અનેક દેન છે, જેને જણાવવામાં દિવસો લાગી જાય," એમ તેમના ભૂતપૂર્વ પ્રવક્તા સાલ્વાડોર પાનેલો કહે છે.

ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટમાં બુકાનીધારીઓ દ્વારા થયેલી હત્યાના કેસને નકારી કાઢતા તેઓ કહે છે કે "ડ્રગ સિન્ડિકેટ્સ એકબીજાની હત્યાઓ કરી રહી હતી."

જોકે તેમના ટીકાકારો કહે છે કે દૂતર્તેનો ઇતિહાસ હિંસક છે. માનવાધિકાર પંચના નિવૃત્ત વડા કેરન ગોમેઝ-ડમ્પીટ કહે છે, "તમે સત્તામાં બેઠા હો ત્યારે ઘણું સારું કરી શકો છો."

"તમારી પાસે સમગ્ર તંત્ર હોય છે. તેઓ સારું કામ કરી શક્યાં હોત, પણ તેમની એવી કોઈ નીતિ નહોતી."

તેઓ કહે છે, "તેમની દેન એટલે હત્યાઓ. શું માનવાધિકારના ભોગે સલામતી મેળવીશું? તે ખરેખર સુરક્ષા છે?"

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન